સંકટ - (ભાગ-૧૪)

ભાગ_૧૪
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ

જી ઇન્સપેક્ટર રુપાના ત્રણ પતિના ખુંનીની તલાશમાં હું પણ છુ.

મનીષાજી ત્રણ નહીં  બે જ..!!!
પણ,ઇન્સ્પેક્ટર સાહેબ રૂપાના ત્રણ પતિના ખુન થયા છે.

એમાંના એક પતિનું ખુન મેડમજી આપના પતિ રવિ એ જ કરું છે,

પણ,એ કેવી રીતે કરી શકે ઇન્સ્પેક્ટર સાહેબ..!!!
એ એમણે જ કબૂલ કર્યું,મેડમ જી,હું નથી કહી રહ્યો આપને...!!

થોડી વાર પોલિસ સ્ટેશનમાં મૌન છવાય ગયું....
રવિ મનીષાની સામે જોઈ રહ્યો હતો,મનીષા રવિની સામે જોઈ રહી હતી.ગોપાલ રુપા સામે જોઈ રહ્યો હતો,રુપા ગોપાલ સામે જોઈ રહી હતી.એક બીજાના 
ચહેરા પર આક્રોશ હતો.

મહેશ..

જી સર..!!!

તને લાગે છે કે આ કોઈ વ્યક્તિ માંથી કોઈએ અમિત અને સૉફ્ટવેર એન્જિનર મહિર મહેતાનું ખુન કર્યું હોઈ..

સાહેબ મને તો આ ચાર એ પર શંકા છે..!!!

મહેશ તું પણ ખરો છે...

સાહેબ હું પણ અટવાયો છું, જો રવિ એ રૂપાના પહેલાં પતિનું ખુન કર્યું હોત તો હું ગોપાલને પોલીસ સ્ટેશન માંથી રજા આપી દેત,કેમ કે તેમાં તેનો હાથનો હોઈ,કેમ કે ગોપાલની મુલાકાત મહિર મહેતા રૂપાના પતિ હતા ત્યારે થઈ હતી...

વાત તો તારી સાચી છે,પણ ગોપાલને તો રુપા
સાથે લેવા દેવા છે ને,મહિર મહેતા સાથે નહીં..

એટલે જ તો સાહેબ ગોપાલને અહીં રાખ્યો છે.
પણ મનીષાને અહીં પોલીસ સ્ટેશનમાં રાખી શુ કરશું..
મહેશ કયારેક જે વ્યક્તિની આપણે જરૂર ન હોઈ તે જ વ્યક્તિ કામ લાગતી હોઈ છે.

જી સર..!!!!

મહેશ હું બોલાવું તેમ એક એકને બોલાવ મારી ઓફીસમાં..

રવિને અંદર બોલાવ....!!!

જી સર..

રવિજી તમારે અને રુપાને કેટલા સમયથી અફેર છે?

ઇન્સ્પેક્ટર સાહેબ જયારે અમે કોલેજમાં એક સાથે હતા ત્યારથી...

તો શું તમે રુપાને પ્રેમ કરતાં હતાં?

જી સાહેબ..!!!

રવિજી હું તમને પૂછું એના જવાબમાં કઈ પણ ખોટુ હશે તો તમારા હાલ એટલા ખરાબ થશે કે તમે સપને પણ નહીં વિચારું હોઈ...

જી સર મેં રુપાને કયારેય પ્રેમ નથી કર્યો,ફક્ત પૈસા
માટે રુપાને હું મારી રખેલ રાખતો હતો,તેના થકી જ મને પૈસા મળતા હતા..

શરૂવાતના દિવસોમાં હું રુપાને કહેતો.હું તને પ્રેમ કરું છું..!!હું તને ચાહું છું,દુનિયાની બધી જ ખુશી તને આપવા માંગુ છું.આ વાતથી તે મારા તરફ આકર્ષીત થતી..તે મને પ્રેમ કરવા લાગતી,તેને થતું કે રવિ મને પ્રેમ કરે છે.પણ રુપાનો ઉપયોગ મેં પૈસા માટે જ કર્યો હતો સાહેબ પ્રેમ માટે નહીં...

ધીમે ધીમે તે પણ પૈસા પાછળ ગાંડી થવા લાગી..
તેને જીવનમાં તેને પૈસા જ દેખાતા હતા.તે પૈસા માટે કઈ પણ કરવા તૈયાર હતી.તેનો મેં લાભ ઉઠાવ્યો.
ગોપાલ મને ફોન કરે હું રુપાને લઇ તેના શો રૂમ પર જતો,મને અને રુપાને ગોપાલ ખૂબ પૈસા આપતો..

આ વાતની મહિર મહેતાને ખબર હતી..
નહીં સાહેબ...!!!

એ સવારથી સાંજ જૉબ પર જતા સાંજે આવી
જમીને સુઈ જતા,રુપા અને મહિર મહેતાને ઘણી વાર આ બાબતે ઝઘડો થતો...

ઓકે રવીજી તમે જઈ શકો છો...!!!

મહેશ રુપાને અંદર બોલાવ...

જી સર....

મેડમ ચા લેશો કે કોફી..?

નહીં સર થેનક્સ...!!!!

રુપા તમે અને રવિ  કોલેજમાં જ એકબીજાની નજીક આવિયા કે એ પહેલાં પણ તમારે એકબીજા સાથે સબંધ હતા...

હા,સર કોલેજના લાસ્ટ યરમાં જ,એ પહેલાં નહીં..
રવિ મને પ્રેમ કરતો હતો,હું પણ રવિને પ્રેમ કરતી હતી.અમે બંને લગ્ન કરવા માંગતા હતા.

શું હજી પણ તમને રવિ પ્રેમ કરે છે?
હા, શાયદ..

મને આ 'શાયદ' શબ્દનો અર્થનો સમજાણો રુપા જી.

મને એવું હજુ લાગે છે કે રવિ મને પ્રેમ કરે છે.

તમે રવિને અત્યારે આ સમયે હાલ પ્રેમ કરો છો કે નહીં..?

નહીં સર..!!!નફરત

શા માટે..?

કેમ કે રવિએ મારા પતિનું ખુન કરું છે,અને તેણે તમારી સમક્ષ કબૂલ કરું છે.હા, હું રવિને ખૂબ પ્રેમ કરતી હતી.જેટલો હું તેને પહેલા પ્રેમ કરતી એટલી જ આજ તેને હું નફરત કરી રહી છું...

મહિર મહેતા અને તમારે ઘણીવાર બનતું નહીં એવું મેં સાંભળ્યું છે,

હા,સર..ઘર હોઈ ત્યાં નાના મોટો ઝઘડા થયા જ રાખે,પણ હું તેમને ખૂબ પ્રેમ કરતી હતી,અને તે પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા...

ઇન્સપેક્ટર સાહેબ ખુરશી પરથી ઉભા થઇ રુપાની ખુરશી પાસે આવિયા...

તમને કોઈ વ્યક્તિ પર શંકા ખરી તમારા પતિ અમિત
અને મહિર મહેતાના ખુન પર...

નહીં સર...!!!

ઇન્સ્પેક્ટર સાહેબ રુપાની નજીક આવી રૂપાના ખંભા
પર હાથ મેકયો...

ઇન્સ્પેક્ટર સાહેબ મારા ખંભા પર તમારો આ હાથ શોભતો નથી.

કેમ રુપા જી,તમારે પૈસાની જરૂર નથી...!!!
મારી પાસે ખૂબ પૈસા છે..!એક વાર વિચારી જો રુપા હું તને ખૂબ પૈસા આપવા તૈયાર છુ,અને આ કેસ પણ માંથી તને દૂર કરીશ...

રુપાના મનમાં થયું,ઇન્સ્પેક્ટર સાહેબ પાસેથી પૈસા લેવામાં શુ જાય છે.આમ પણ હું આજ કરતી હતીને.
અને હું કેસ માંથી છૂટી પણ જશ..

રુપા ઇન્સપેક્ટર સાહેબની સામે થોડી વાર જોઈ રહી..
જી સર મને મંજૂર છે..!!!!

શું ઇન્સપેક્ટર સાહેબ કઈ ચાલ રમી રહિયા છે કે હકિકતમાં રુપાનું શરીર જોઈને પીગળી ગયા છે.....વાંચતા રહો....

અને હા,કોણ છે,રુપાના પતિના ખુંની..
મનીષા, રવિ,ગોપાલ કે ખુદ રુપા તે પણ જાણવા વાંચતા રહો...

ક્રમશ...

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Kajal diyora 3 માસ પહેલા

Verified icon

Bhakti Thanki 3 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 5 માસ પહેલા

Verified icon

Jitendra 5 માસ પહેલા