સંકટ - (ભાગ-૧૩)

ભાગ_13
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ

રુપા તું એટલા બધા પૈસાનું શું કરવા માંગતી હતી,
તારી જિંદગીમાં તું તારા પૈસાથી જ પહેલા ખુશ હતી..
આ ચાર મહિનામાં એટલા બધા પૈસાની તારે શું 
જરૂર પડી...?

ઇન્સપેક્ટર સાહેબ હું કોઈનું ખુન કરવા માંગતી હતી
તેણે મારી જિંદગી ખરાબ કરી નાંખી હતી..

રુપા તું કોનું ખુન કરવા માંગતી હતી ?

રવિ તારું જ......!!!!!!!

પણ,શા માટે....!!!!મેં તારું શુ બગાડ્યું કે તું મારુ ખુન કરવા માંગતી હતી..

મારી જીંદગી.. રવિ
હું એક કુંવારી છોકરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની જીદંગી રવિ તે જ મારી બગાડી છે.

હું કોઈને પ્રેમ કરવા માંગતી હતી..
તૈયાર તું મને લલચાવી પૈસા આપી મારો ઉપયોગ કરતો હતો..

હું તને ચાહતી હતી..!!
તું મને ફક્ત ને ફક્ત તારી રખેલ સમજતો હતો...

હા, હું તને મનીષાથી અલગ કરવા માંગતી હતી..
પણ,તું મનીષાને જ પ્રેમ કરતો હતો એ મને જરા પણ પસંદ નોહતું...

હું મારી જિંદગીમાં ખુશ હતી..
પણ, મારી જિંદગીમાં તે જ આવી દખલ કરી..!!!!

હું કોઈને પ્રેમ કરી મારુ ઘરને જોડવા માંગતી હતી..
પણ,તે મારુ ઘર પણનો બનવા દીધુ..

તને ખબર હતી કે મારે જે જોઈએ એ હું લઈ ને રહેતી,તેનો તે લાભ ઉઠાવી મને એક રખેલ,વેશ્યા
બનાવી દીધી...

તે જ બનાવી ને મને...
હું કોલેજમાં એક સંસ્કારી છોકરી હતી..
કોઈની સામું પણ,જોવા તૈયાર થતી નહીં રવિ તારા જેવા લોકો સામે હું થુંકતી આજ તે મને ક્યાંથી ક્યાં લાવી દીધી....

માટે જ રવિ હું તારું ખુન કરવા માંગતી હતી અને મારી નવી જિંદગીની શરૂવાત કરવા માંગતી હતી...

વાહ,રુપા..!!!!
તારી આજુ બાજુની વાત તો તે ઇન્સ્પેક્ટર સાહેબ અને રવિને કહી દીધી પણ તારા દિલની વાત તે કોઈને નો કહી રુપા...

મનીષા તું.....!!!!!
કેમ મને જોઈને ડરે છે,
તું રવિનું ખુન કરવા માંગે છે,જેના આ બધા ધતિંગ છે તે પોતે જ,કેમ છુંપ છે ,બોલ ને..!!

રુપા તારી ઈચ્છાએ રવિ તને મળવા આવતો હતો.
રવિની ઈચ્છાએ નહીં...

રવિએ તને રખેલ કે વેશ્યા નથી બનાવી...
પહેલા તે તેને તારો યોગી બનાવ્યો, તે પછી તેણે તને રખેલ બનાવી અને એ પણ તારી ઈચ્છા એ..!!!

તારે તારી જિંદગી મોજથી જીવી હતી..
જે વસ્તુને હું હાથ આંગળી મેકુ એ મારી થઈ જાય
એ તારી ઈચ્છા હતી રુપા એ રવિની નહી,અને તું એમ કહે છે કે રવિ એ મને બરબાદ કરી દીધી.

તે એક રવિને નહીં પણ તારી દોસ્ત મનીષાને પણ બદનામ કરી છે,

ઓહહ......!!!ગોપાલજી પણ અહીં હાજર છે.

નમસ્કાર ગોપાલ જી..!!!
ઇન્સ્પેક્ટર સાહેબ તમે ખરા વ્યક્તિની શોધ કરી છે.
હું પણ આ ગોપાલની તલાશમાં હતી,આજ તમારી સમક્ષ એમના પણ દર્શન થઈ ગયા..

ખેલ ભજવનાર ખુદ મદારી જ અહીં હાજર છે,

કેમ મનીષા...!! એવું તો શું ગોપાલે કર્યું કે તું એને મદારી કહે છે?

ઇન્સ્પેક્ટર સાહેબ આ તમારી સમક્ષ ગોપલજી બેઠા છે,એ એજેન્ટ છે.

કોઈ પ્રોપર્ટી કે મકાનના આ ગોપાલજી એજન્ટ નથી
છોકરીને લાવા લઈ જવાના અજેન્ટ છે.

એમને કાપડનો શો રૂમ નથી એ શો રૂમની અંદર જ ગોપાલ જી એ રેડ લાઈટ એરિયા બનાવી દિધો છે,
ઇન્સ્પેક્ટર સાહેબ તમે જોશો તો તમને પણ એમ લાગશે કે આ કપડાનો શો રૂમ જ  છે.

એ કાપડના શો રૂમ માંથી જ રૂપાની આવક બમણી થઈ ગઈ,અને તેના શોખ વધી ગયા ઇન્સ્પેક્ટર સાહેબ..

મનીષા તારી વાત પર અમે સહમત છીએ..
પણ,અમેં અત્યારે રુપાના પતિના ખુંનીની શોધ કરી રહિયા છીએ.

જી ઇન્સપેક્ટર રુપાના ત્રણ પતિના ખુંનીની તલાશમાં હું પણ છુ.

મનીષા જી ત્રણ નહીં  બે જ..!!!
પણ,ઇન્સ્પેક્ટર સાહેબ રૂપાના ત્રણ પતિના ખુન થયા છે.

એમાંના એક પતિનું ખુન મેડમજી આપના પતિ રવિ એ જ કરું છે,

પણ,એ કેવી રીતે કરી શકે ઇન્સ્પેક્ટર સાહેબ..!!!
એ એમણે જ કબૂલ કર્યું,મેડમ જી
હું નથી કહી રહ્યો આપને...!!

કોણ છે,રુપાના પતિના ખુંની..
મનીષા, રવિ,ગોપાલ કે ખુદ રુપા જ વાંચતા રહો...

ક્રમશ...
લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...

***

રેટ કરો અને રિવ્યુ આપો

ATULCHADANIYA

ATULCHADANIYA 10 માસ પહેલા

Kajal diyora

Kajal diyora 11 માસ પહેલા

Sudhirbhai Patel

Sudhirbhai Patel 1 વર્ષ પહેલા

Jitendra

Jitendra 1 વર્ષ પહેલા

Neeta Soni

Neeta Soni 1 વર્ષ પહેલા