સંકટ (ભાગ-૪)

ભાગ_4

લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલ

મનિષા ત્યારે તો હું અભિની જ હતી તો અભિ
શા માટે આવો લેટર લખે.
તો રુપા તારો ત્રીજો પતિ કોણ છે???

રુપા થોડીવાર અટકી..!!

સંદિપ જે તને હમેંશા કોલેજમા પસંદ કરતો.
મનિષા થોડીવાર રુપા સામે જોઈ રહી..!!!
તે નપાવટ સાથે તે લગ્ન કેમ કરયા.!!!
તને ખબર હતી કે સંદિપે મને પ્રેમ નહી દગો દય રહ્યો હતો તો પણ...

હા , હું જાણતી હતી મનીષા તો પણ મેં સંદીપ સાથે લગ્ન કર્યા કેમ કે મને એમ હતું કે તે જ ખુંની છે.જો હું તેની સાથે લગ્ન કરી લવ તો કયારેય મારા પતિ નું ખુન નહીં થાય.પણ સંદીપનું  એજ થયું જે અગાવ મારા ત્રણ પતિ સાથે થયું હતું.

વાત છે કૉલેજ વખતની આજ શુક્રવાર હતો.
મનીષા ને આજ સંદીપે ગાર્ડનમાં મળવા આવાનું કહ્યું
મનીષા આજ ખુશ હતી કે સંદીપ મને પસંદ કરે છે
એટલા માટે સંદીપે મને અહીં બોલવી છે.

આજ તે બ્લુ જીન્સ અને લાલા ટિશર્ટ પહેરી ગાર્ડન માં જાવા ત્યાર થઈ મનીષા આજ એકદમ મસ્ત લાગતી હતી કોઈ પણ કુંવારા છોકરાનું મન લલચાય તેને જોઈ ને.

સંદીપ મનીષા ને સાંજે 5:00 વાગ્યાનો સમય આપ્યો હતો બરોબર તે જ સમય પર મનીષા પોહંશી ગઈ.
આમ તેમ નજર કરી તો કોઈ દેખાતું ન હતું તેનું થયું હમણાં સંદિપ આવશે.

ત્યાં જ તેની નજર ગાર્ડન માં બેઠા એક કપલ પર ગઈ
તે કોઈ બીજું નહીં પણ સંદીપ જ હતો.મનીષા ની તો આંખો ત્યાં જ ફાટી ગઈ આ કોણ સંદીપની બાજુ માં 
તે ગાર્ડન માં ગઈ .
મને જોતા જ સંદીપ ઉભો થઇ ગયો. આવ મનીષા 
પેહલા એ કે આ કોણ છે.મારી ગર્લફ્રેન્ડ મનીષા મારી બાજુમાં બીજું કોણ હોય
એનું નામ હેન્રી છે.હોટ છૅ ને..  !!!
બે દિવસ પહેલા મને તે ગમી ગઈ મેં અને કહુયુ કે તું મારી ગર્લફ્રેન્ડ બનીશ તો તેનો જવાબ હા હતો.
હું ખુશ થઈ ગયો આમ પણ મનીષા સમય અનુસાર ગર્લફ્રેન્ડ તો બદલવી પડે ને.
હા ,મેં તને એ જ કેહવા બોલવી છૅ,કે હવેથી મારી ગર્લફ્રેન્ડ આ હેંગ્રી છે તું નહીં.

મનીષા ત્યાં જ ભાંગી પડી મનીષા ને એમ હતું કે 
આજ સંદીપ મને પ્રપોઝ કરશે પણ આ તો સાવ નપાવટ નીકળો.પણ આજ સુધી સંદીપ ના સભાવ ની મને કેમ ખબર નો પડી .
જો આની સાથે મેં લગ્ન કર્યા હોત તો મારું જીવવું પણ
હરામ કારી નાખેત.સારું થયું મને વહેલાં ખબર પડી.
મનીષા  ત્યા થી ઉભી થઇ સંદિપ ને કહ્યું જો તું આવો છે મને પહેલીથી જ ખબર હોત ને તો હું તારી સામું પણ જોવા તૈયાર ન થાત.

મનીષા હું જાણું છું તું કૉલેજ ની યાદો માં અત્યારે ખોવાયેલ છો. પણ જે થઈ ગયું એ થઇ ગયું.
હા રુપા ....તે દિવસે સંદીપ મારી સાથે જે કર્યું તે હું કાયરેય નહીં ભૂલી શકુ.

હવે તે વાત ને ભૂલી જાવી જોઈએ મનીષા તારે..!!
હા રુપા ,પણ તે શકય નથી.
આજે મને રવિ લેવા આવનો છે.
સારું હું પણ રવિને મળી લવ.

થોડી જ વાર માં રવિ આવ્યો  રુપા ને જોઈ ને
રવિ નું શરીર થરથરવા લાગ્યું.મનીષા કેમ રુપા સાથે છે.મારી બધી વાત રુપા એ મનીષા ને કહી તો નહીં દીધી હોઈને ,નહીં તો મારા લગ્ન જીવનમાં દખલ ઉભી થશે.

હાય રવિ..!!
હાય રુપા.. કેમ છો મજામાં ...
રુપા કેમ એવું વર્તન કરે છે કે અમે કયારેય મળીયા જ નો હોઈયે.
મજા માં..તમે અહીં કેમ..
બસ એમ જ મનીષા ને મળવાનું મન થયું તો હું આવી હતી.થોડી જાણકારી જોતી હતી.
કેમ શુ થયું ..?શાની જાણકારી...
રવિજી તમારી પાસે થી નહીં મનીષા પાસે થી..
રુપા તું શુ કામ ને રવિ ને હેરાન કરે છે.
તેને તેનું કામ કરવા દેને.
હું તારી સાથે છુ. અને હું તને ખાતરી આપું છું કે હું તારી પુરે પૂરી મદદ કરીશ.

ચાલ રવિ..
થોડીજ વાર માં રવિ મનિષાને લઈ ઘરે પોહંશી ગયો.
મનીષા તું જાણે છે. રુપા કોણ છે.
હા ,હું જાણું છું.તેના પતિ ના ખુન થઇ ગયા છે.
અને તે અત્યારે તે ખુંનીને શોધી રહી છે.અને હું તેની મદદ કરી રહી છું.પણ તારે શુ કામ એની મદદ કરવી જોઈએ.રવિ તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે.હું નો મદદ કરું તો કોણ કરે.

તને મારે કેમ સમજાવી મનીષા..
કેમ મેં કઈ ખોટું કહયુ રવિ અને તારે પણ રુપાની મદદ કરવી જોઈએ .અને એવી તો શું વાત છે.
કે તું મને કેહતા ડરે છે.

રુપા અને રવિ એવી કઈ વાત છૂપાવી રહ્યા છે.જે મનીષા ને આજ રવિ કેહવા નથી માંગતો...

અને હા કોણ છે ખુંની નીલમનો ભાઈ અનિલ,સંદિપ
અમિત કે અભિ,મનિષાનો પતિ રવિ કે પછી મનિષા કે રુપા જ?

                                                                    ક્રમશ:...........
લી-કલ્પેશ દિયોરા

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Kajal diyora 8 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 4 માસ પહેલા

Verified icon

Neeta Soni 7 માસ પહેલા

Verified icon

ashit mehta 7 માસ પહેલા