સંકટ - (ભાગ-8) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકટ - (ભાગ-8)

ભાગ_૮
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ


ખબરદાર જો મને અડવાની કોશીશ કરી છે, તો
નપાવટ...રુપાના મોં પર આવા શબ્દ સાંભળી રવીને
બોટલનો કેફ પણ ઉતરી ગયો... 

ત્યાં જ કોઈએ ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો...
રુપા અને રવિ બંને ડરી ગયા કોણ હશે દરવાજા પર..
તે કઈ ઓર્ડર કર્યો તો નહીં રુપા..
મેં પણ નથી કરયોતો કોણ છે,મને પણ ખબર નથી..
રુપા ધીમે રહી દરવાજા પાસે ગઈ,દરવાજાની ઉપર સ્ટોપર ખોલી .....

રુપા ત્યાં જ મોં ફાડીને ઉભી રહી ગઈ.
કેમ કે રુપાની સામે જ રવિની પત્ની મનીષા હતી...
તું અહીંયા રુપા,આ ફલેટ તો મારા પતિનો છે.
ના...ના હું તો ખાલી રવીને મળવા જ આવી હતી મારે કામ હતું તે...

એવું તો રુપા તારે શુ કામ પડ્યું કે તારે એકાંતમાં રવિને મળવાની જરૂર પડી.તું ઘરે આવી શકે તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છો....

રવિ ક્યાં છે..!!!

રૂમની અંદર...
મનીષા રૂમની અંદર ગઇ...
રવિ હજુ નગ્ન અવસ્થામાં જ હતો,રવીને આ અવસ્થામાં જોઈને મનીષાએ રવિને ત્યાં જ એક
રવિના ગાલ પર લગાવી દીધી....
હજુ રવિ ભાનમાં ન હતો,તે મનીષાને રુપા જ
સમજતો હતો.

રુપા તું મને જેટલું મારીશ એટલો પ્રેમ હું તને વધારે કરીશ,તું જ મારુ સર્વસ છે.મનીષાને તો બસ એમ જ રાખી છે,રુપા હું તારી સાથે લગ્ન કરવા માગું છું ,તું શું કામને મને રોકે છે,તું મારી સાથે લગ્ન કર ને હું તને દુનિયાની બધી જ ખુશી આપીશ...

રવિ તું શું બોલી રહીયો છે,તને ભાન છે
મનીષા થોડી વાર રવિને સામે જોઈને તેને સાંભળી રહી ...
મનીષા જલ્દી દોડીને બહાર ગઈ..
રુપા ત્યાં ન હતી.મનીષાને બધી જ ખબર પડી ગઈ કે 
રુપા અને રવિ વચ્ચે શુ છે,પણ તે મનમાં મુંજાતી હતી કે જેણે મને ફોન કરી આ ફ્લેટમાં બોલવી તે કોણ છે..
જલ્દી જલ્દી તેણે તે જ નંબર માંથી ફોન કર્યો..

ફોનની રિંગ ફ્લેટમાં જ વાગી રહી હતી..
તેણે આમ તેમ નજર કરી,ફરી વાર મનીષા એ રીંગ કરી,અવાજ તો એ જ ફ્લેટમાંથી આવી રહ્યો હતો
તે થોડી નજીક ગઈ,એક રૂમ બંધ હતો,જેને તાળું હતું.તે જ રૂમ માંથી રીંગનો અવાજ આવી રહીયો હતો.મનીષા એ આમ તેમ ચાવી ગોતવાની કોશિશ કરી ત્યાં જ તેની નજર ટેબલ પર ગઈ 
રવિ હજુ પણ ભાનમાં ન હતો...

તેણે જલ્દી જલ્દી ડોર ખોલિયો, મનીષા એ અંદર નઝર કરી તો અંદર સુરેશની બોડી હતી...
મનીષા રડી પડી ત્યાં જ...

સુરેશની ઓળખાણ આપું તો જે ઘરમાં મનીષા રહેતી તે જ ઘરની સામે સુરેશને કરિયાણાની દુકાન હતી..
ચાર મહિનાથી મનીષા અને સુરેશ એકબીજાને પસંદ
કરવા લાગ્યા હતા.મનીષા પણ સુરેશને પસંદ કરતી હતી...

આજ સવારે જ મનીષા અને સુરેશને વાત કરતા રવિ જોઈ ગયો હતો ,કોઈ બીજી હરકત પણ સુરેશ મનીષા સાથે કરી રહીયો હતો.સુરેશ પણ ઘણા સમયથી રવિ અને રુપાની વાત સારી રીતે જાણતો હતો,આજ સવારે જ આ બાબત પર રવિ અને સુરેશ વચ્ચે ઝઘડો થયો હતો.

સુરેશ કોઈ બીજાના ફોન નંબર માંથી રવિની વાત મનીષાને જાણ કરી હતી,અને ફ્લેટનો નંબર આપી મનીષાને કહયું હતું કે,તારો પતિ તારી જાણ બહાર શુ કરે છે એની તને જાણ થશે..

રવિને ખબર હતી કદાચ,મનીષાને મારી અને રૂપાની
વાતની જાણ થશે તો મનીષા મને ત્યારે જ ઘરમાંથી બહાર ફેંકી દેશે,માટે જ રવિએ આ પગલું વિચારું..

રવિ તે આ શું કરું તને એનું ભાન છે,તે આ સુરેશનું ખુન કરી નાખું છે,

રવિ હવે ભાનમાં હતો..
મનીષા મેં કોઈનું ખૂન નથી કરું,મને તો ખબર પણ નથી સુરેશ અહીં કેવી રીતે આવો...
અને તેનું ખૂન કેવી રીતે થયું...

મનીષા મોટે મોટેથી રવિ સામે હસવા લાગી..

ક્રમશ...

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો... 

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા