સંકટ (ભાગ-૫)

ભાગ_5

#લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલ

તને મારે કેમ સમજાવી મનીષા..
કેમ મેં કઈ ખોટું કહયુ તને રવિ ,અને તારે પણ રુપાની મદદ કરવી જોઈએ .અને એવી તો શું વાત છે રવિ
કે તું મને કેહતા ડરે છે.

રુપા અને રવિ એવી કઈ વાત છૂપાવી રહ્યા છે.જે મનીષા ને આજ રવિ કેહવા નથી માંગતો...

વાત છે કૉલેજ પુરી થઈ તે પછીની..
રવિ મનીષાની જાણ બહાર ઘણીવાર રુપાના ઘરે મળવા જતો..

રવિએ રુપાને કહ્યું હતું કે તારે કયારેય
રુપા સામે આવું નહિ.રુપા પણ રવિની વાત માનીને
તે કયારેય મનીષા સામે આવી નોહતી..
રુપાને રવિ તેની બીજી પત્ની હોય તેમ રાખતો હતો.
તે રુપાને પણ ગમતું હતું.રુપાને રવિ કહેતો હું તારો જ છુ.અને હંમેશા માટે તારો જ રહશ.

રુપા અને રવિએ એકબીજાને મળવા માટે એક ફ્લેટ રાખ્યો હતો.ફ્લેટ નંબર -301
બંને દર રવિવારે સવારે ઑફિસ જવાના બાહને અહીં મળતાં.મનિશાની જાણ બાહર રુપા અને રવીને મળવાનું આ ઘણા સમયથી શરૂ હતું.

આજ રવિવારે હતો અચાનક રવિ પર ફોન આવીયો
રુપાનો, કે આજે તું મારા ઘરે આવજે ફ્લેટ પર નહીં.
રવિને થયું આજ રુપા કેમ તેના ઘરે બોલાવી રહી છે.
થોડી જ વારમાં રવિ રુપાના ઘરે પોહશી ગયો.

રુપા રવિની જ વાટ જોઈ રહી હતી.
તે હજુ રાત્રિની નાઈટીમાં જ હતી.રવિ એ આજુબાજુ નજર કરી.કેમ આજ અમિત નથી ઘરે..

છે ને ઘરે જ છે....!!!

રવિ ધ્રુજી ગયો...!!!થોડી વાર તો..

ડર નહીં મજાક કરું છું.અમિત આજ બાહર ગામ ગયો છે.અટેલ જ તો તને અહીં મારા ઘરની સુગંધ
લેવા બોલાવ્યો છે.ઘરની સુગંધ કે તારી સુગંધ..
રુપા હસી પડી....

આજ આ બ્લુ નાઈટીમાં તું મસ્ત લાગે છે.
મનીષા જેવી નહીં...
રુપા તું શુકામને મનીષાનું નામ લઈને રવિવાર ખરાબ કરાવે છે.

કેમ રવિવાર રુપાનો જ..!!!

યસ બેબી...!કહી રુપાને પાસળથી
પકડી લીધી..રવિ તું આજ મને પરેશાન નહીં કરતો
કેમ આજે વર્ત છે અમિતના નામનું...

નહીં રવિ....!!!!
તો તારી સુગંધનો આનંદ લેવાદેને મને..!!!
તું દિવસે દિવસે હવે બગડતો જા છે.
સમય અનુસાર માણસને બદલાવું જ પડે રુપા નહીં તો ઉપરથી શરૂ કરીને નીચે સુધી લોકો ખાય જાય.
તમને ખબર પણનો પડે.

નહીં નહીં રવિ...બસ એક જ કિસ....રુપા!!!
નહીં હવે જો મને કિસ કરીશ રવિ તો મનીષાના સમ છે.
કર ને કિસ...કેમ અટકી ગયો.
કેમ મનીષા તને પસંદ છે.એટલે જ તે કિસનો કરીને મને.હું તને કેટલી પસંદ છુ,મનીષાથી વધુ કે ઓછી
મનીષાથી વધુ બેબી....!!!
તો પછી તું મારી સાથે લગ્ન કરી લેને...રવિ..

શુ રુપા તું મારી જ છો.....!!!
ખાલી 301 નમ્બરના ફ્લેટમાંટે જ ને રવિ...
તું શું આજ આ બક બક કરી રહી છો.

તને ખબર છે રવિ અમિત મને દિલથી પ્રેમ કરે છે.
હા ,તો ભલેને કરે મને કહી તકલીફ નથી.
તું પણ કરી શકે પ્રેમ હું તને ક્યાં ના પાડુ છુ.
પણ રવિવારની સવાર તો આપણા બંનેની જ રહેશે.

રવિ તને નથી લાગતું કે આપણા વચ્ચે જે થઈ રહ્યું છે તે ખોટું થઇ રહ્યું છે.

નહીં જરા પણ નહીં...!!!
હું તને મળવા આવું એ તને પસંદ છે ને..
હા ,રવિ...!!
મને પણ પસંદ છે..!!!
હા એ વાત સાચી છે કે આપણી જે કરી રહ્યા છે તે ખોટું છે રુપા...પણ તને લાગે છે કે આવતા રવિવારે હું તને નો મળું તો તું મારા વગર રહી શકે.

નહીં રવિ તું એવું ન બોલ...!!!

તો પછી શું કામને સવાલ કરે છે તું..!!
રવિ કયારેક તો મનીષાને અને અમિતને ખબર પડશેને.
તું મનીષાને મળ તો ખબર પડેને..
મેં તને કહ્યું છે કે તારે મનીષાને કયારેય મળવાનું નથી.
તો મનીષાને તારાને મારા સબંધની કેમ ખબર પડે ..
હા રવિ,હું મનીષાને કયારેય નહીં મળું...
હવે ઘરે જવાનો સમય થઈ ગયો હું જાવ છુ.
ઓકે બાય...
બાય બેબી...!!!!

રવિને થયું મેં ચાર વર્ષ પહેલાં રુપાને કહ્યું હતું કે તું કયારેય મનીષાને મળીશ નહીં તો તે શું કામને અત્યારે
મનીષાને મળી રહી છે.અને મારી જાણ બહાર..
તે આજ રવિને જાણવું હતું.

મનીષાને પણ જાણ થઇ ગઈ હતી, કે રવિ મારાથી કંઈક છુપાવે છે.એ પણ જાણવા માંગતી હતી કે એવી કઈ વાત છે રુપા અને રવિ વચ્ચે જે મને રવિ નથી કહી રહીયો.

રુપા પણ જાણવા માંગતી હતી કે મારા ત્રણ પતિના ખુંની રવિ નથીને તે માટે જ રુપા મનીષાનો સહારો લઈ રહી હતી.જો રવિ ખુંની હશે તો મનીષા થકિજ રવિની વાત બાહર આવશે...

ક્રમશ:..........
લી-કલ્પેશ દિયોરા

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Kajal diyora 8 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 4 માસ પહેલા

Verified icon

Neeta Soni 7 માસ પહેલા

Verified icon

ashit mehta 7 માસ પહેલા