સંકટ - (ભાગ-૯) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકટ - (ભાગ-૯)

ભાગ -૯
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ

રવિ હવે ભાનમાં હતો..
મનીષા મેં કોઈનું ખૂન નથી કરું,મને તો ખબર પણ નથી સુરેશ અહીં કેવી રીતે આવ્યો..
અને તેનું ખૂન કેવી રીતે થયું...

મનીષા મોટે મોટેથી રવિ સામે હસવા લાગી..
વાહ,તારી સામે કોઈની લાશ પડી છે,અને તું એમ કે છે,કે મેં કોઈનું ખુન નથી કર્યું.

તું રુપા સામે નગ્ન થઇ શકે એ સપને પણ મેં વિચારું નોહતું રવિ,તું આવું કેમ કરી શકે..
આ મનીષા એ તને જીંદગીની બધી જ ખુશી આપી.
પાગલની જેમ પ્રેમ કર્યો,હું તને હંમેશા પ્રેમ કરતી રહી,અને તે રુપાને પ્રેમ કર્યો..

મનીષા હું રુપાને પ્રેમ નથી કરતો...
તો શું રુપાને તું એક રખેલની જેમ રાખતો હતો
કે જયારે મન પડે ત્યારે તું તેના શરીરની મજા લે..

રવિ એક સ્ત્રીને જયારે પુરુષ પરથી એક વાર વિશ્વાસ ઉડી જાય તે પછી તે પુરુષને હંમેશા માટે ધિક્કારે છે.
એ પછી તેમનો પતિ હોઈ કે તેમનો ભાઈ કોઈને પણ સન્માનથી કયારેય પણ જોતી નથી,હું તને આજ ધિક્કારું છું,એટલા માટે રવિ કે તે મને જીવનમાં દગો આપ્યો...

વાહ,તું સુરેશ સાથે અડપલાં કરે તો તું રાણી અને હું રુપાને મળું તો હું તારા મગજનો ભીખારી,

રવિ તું ભૂલ કરે છો...!!!
મારે અને સુરેશભાઈ સાથે એવું કહી નોહતું,તેમની પત્ની એક મહિનાથી ખાટલા પર હતી,તો એમની ખબર અંતર પુછવા હું ત્યાં જતી હતી,સુરેશ તો મારો ભાઈ જેવો છે,એમણે મારી પર એક વાર પણ ખરાબ નજર કરી જોયું પણ નથી....

તું ખોટું બોલી રહી છો મનીષા....!!!!
હું તારી પાસે શું કામને ખોટું બોલું,આમ પણ હવે ખોટું 
બોલીને શું કામ છે.

કેમ...!!!
હવે તો તું  રુપાનો જ પતિ બનીશને મારુ શુ કામ છે,
આમ પણ મારાથી તને હવે રજા  આપું છું.

હા, મેં રુપા સાથે રાત વિતાવી એમાં કોઈ શક નથી.
પણ,મનીષા મેં સુરેશનું ખુન નથી કર્યું.
તું મારી વાત પર યકીન કર...

તો સુરેશનું ખુન કોણે કર્યું,અને તેને અહીં કોણ લાવ્યું.
બંનેના મગજમાં એક જ નામ આવું રુપા..
બંને એક સાથે બોલ્યા..

રુપા..!!!!!!!!!!!

પણ મનીષા,રુપા શા માટે સુરેશનું ખુન કરે...
ફ્લેટમાં રવિ પહેલા તું આવ્યો હતો કે રુપા..

રુપા...!!!!

મનીષાને હજુ વાત સમજાણી નોહતી ,પણ રવિને બધી વાત સમજાય ગઈ હતી..

મનીષા મને બધી વાત સમજાય ગઈ...
બન્યું એમ હશે કે....
સવારે રુપા ફ્લેટમાં આવી હશે..
સુરેશ ત્યારે જ તને ફોન કર્યો હશે...

હા,રવિ મારે સવારે જ કોઈનો ફોન આવ્યો હતો અને આ ફલેટનું એડ્રેસ આપ્યું હતું.

હા, તો એ ફોન સુરેશનો જ હતો..
રુપા સુરેશને વાત કરતા સાંભળી ગઇ હશે..
મારી અને રુપાની વાત તને નો ખબર પડે એટલા માટે રુપા એ સુરેશનું ખૂન કરી નાખ્યું હશે,અને આ રૂમમાં લાશ નાખી દીધી હશે,અને રુપાને એ ખબર નોહતી કે  તને જે વાત સુરેશ કહી તે વાત તે સાંભળી લીધી છે,જો એ વાતની ખબર હોત રુપા સુરેશનું ખૂનનો કરેત....

પણ,આવડી નાની વાતમાં ખુન કેવી રીતે કરી શકે તે કોઈનું...રવિ...!!!!
આપડે પોલીસને ફરિયાદ કરવી પડે રવિ..
હા, પણ અત્યારે નહીં..
કેમ કે આ ફ્લેટ મારો છે,અને મારા ફ્લેટમાં જ સુરેશની લાશ પડી છે.પોલીસ સવાલ પર સવાલ કરશે મનીષા...

તારે જે કરવું હોઈ તે કર હું પોલીસ ફરીયાદ કરીશ જ અને અત્યારે જ...
મનીષા ઢબ ઢબ કરતા દાદર ઊતરી નીચે ઉતરી..
આ બાજુ રવીના શરીરના ધબકારા પણ ઢબ ઢબ થઇ રહયાં હતા..

ત્યાં જ રવીના ફોનમાં રિંગ વાગી...
ઓઇ જાનેમન કયાં હુંવા અબ તો તુમ મેરી સાથ શાદી કરોગે ના...

નહીં...

કયું તુજે અબ ગે બનના હે ક્યાં?

રુપા તે શું કરી દીધુ,તું કોઈનું ખુન કેવી રીતે કરી શકે..
ઓઈ ઓઈ મેરે સાબજી....ખૂન હો ગયા કહા પર.
મુજે તો માલુમ ભી નહીં હે સાબજી...!!

તું રુપા મજાકનો કર...

રવિ તું એક વાર નહીં હજાર વાર સાંભળીલે તને પામવા માટે હું કોઈનું પણ ખૂન કરી શકું...
મને એ વાત પણ ખબર છે,રવિ કે મારા ત્રણ પતિના ખૂનનું રહસ્ય તું જાણે છે...
જયાં સુધી તું મને નહીં જણાવ ત્યાં સુધી એક સાપની જેમ તને ડંખ મારતી રહીશ...

ક્રમશ...

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...