સંકટ (ભાગ-૧)

ભાગ_૧
લવ_સ્ટોરી  સસ્પેનસ_નોવેલ

સમય ક્યારે કોનો બદલાય એ કોઈને કયાં ખબર છે.ઈશ્વર અને સમયમાં ઘણો તફાવત છે.ઈશ્વરે સમય માણસને આપ્યો પણ માણસને ઈશ્વરએ આપેલ અમુલ્ય સમયનો માણસે જ લાભ ઉઠાવ્યો .દેશમા ઘણા બધા કેસ હરરોજબનતા હોય છે.
લુટં ,બળાત્કાર,કોઈની પાસેથી કંઈ ચીનવી લેવું.કોઈને પરેશાન કરવા.દુનિયામાં હવે આ સામાન્ય બનતું જાય છે.અને હવે પછી એનાથી પણ સામાન્ય બની જાશે.

હું વાત કરી રહ્યો છુ રુપા નામની એક છોકરીની જેણે જીવનમા હરપળ સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.હારે છે થાકે છે.પણ તે ડરતી નથી.એક અનોખી લવસ્ટોરી અને સસ્પેન્સ થીલર નોવેલ.

રુપા તું અહી ક્યાંથી...,
મનિષાને જોતા જ રુપામાં જીવ આવી ગયો.
મનિષા..!!!!રુપા ઘડીભર મનિષાની સામે જ જોઈ રહી તું અહી અમદાવાદ કયારથી આવી ગઈ ન કોઈ જાણ કે ન કોઈ ફોન.
હું અહી અમદાવાદ નથી આવી મને લાવવામાં આવી છે.

હું મુંબઈ છું એ તો ખાલી લોકોને જાણ માટે છે બાકી હું અમદાવાદમા જ પાંચ વષઁથી છું.
તને મારે બધી વાત કરવી છે કાલે તું આજ 
સમયે મને શાકમાર્કેટમાં મળજે મારો પતિ મને શોધી રહ્યો છે.

પહેલો જોવે છે એ તો અમીત હોય એવું લાગતુ નથી.તે અમીત સાથે જ લગ્ન કર્યા હતાને ?
 હા મનીષા તું અત્યારે મને સવાલનો કર..!!
પણ જે તને સામે દેખાય છે એ મારો જ પતિ છે.
રુપા તે બીજા લગ્ન કર્યા  ?
ના,આ મારો ચોથો પતી છે એ પહેલા ત્રણ હતા.
રુપા તું શું બોલી રહી છે.
હું સત્ય કહી રહી છું.હું તને કાલે વાત કરીશ આજ જગ્યા પર આજ સમયે આવી જજે મારે તને મારા વિશે ઘણુ કહેવું છે.
કાલે મળીયે....!!!!તેમ કહી રુપા કોઈ દેખાવડા છોકરા સાથે હાથમાં હાથ મિલાવતી ચાલી ગઈ.

રુપા અને મનિષાની ઓળખાણ આપુતો હોસ્ટેલમા એક સાથે ચાર વષઁ બંને સાથે રહેલ.સુ:ખ;દુ:ખના દિવસો એક સાથે પસાર કરેલ.મનિષા શરમાળ છોકરી અને રુપા જે કહેવુ હોય તે તેની સામે જ કહી દે તે પછી કોઈપણ હોય પ્રોફેસર હોય કે કોઈ છોકરો કે કોઈ  છોકરી.દેખાવમા ંએકદમ મસ્ત પહેલી નજરે જ તમને પ્રેમ થઈ જાય શાયદ તમે તેને જોવો તો તમને પણ,મોટી મોટી આંખો,લીપસ્ટીક એને પસંદ નોહતી કેમકે તેના હોઢ જ ગુલાબી હતા. હમેશા તે જીન્સ પેન્ટમા જ હોય તેની સામે કોઈ છોકરા જોવે તે તેને પસંદ હતું.કોઈને ધિક્કારતી નહી તેને કારણે તેના આશીક કોલેજમાં વધી ગયા હતા.મનીષા સાદી અને સિમ્પલ છોકરી હતી ધોળી નહી પણ તે નમણી હતી તેના કારણે ઘણા ફે્ન્ડ તેને નમણી જ કહેતા.

કેમ મોડું થયુ તને કાલના સમયે જ આવવાનું કહ્યું હતું..!!!
ચોરી રુપા ઘરેથી નિકળતા થોડું મોડું થઈ ગયુ.
ઓકે ..બેસ નીચે કે ઊભી જ રહશ.
બોલ તું શું કહેવાની હતી મને...
આપણે બંને જ્યારે કોલેજમાં હતા ત્યારે હું અમીતને ખુબ જ પ્રેમ કરતી કોલેજ પુરી થઈ તે પછી મે અમીત જોડે લગ્ન કર્યા.
અમારુ લગ્ન જીવન સુખી ચાલતું હતું મારા અને અમીત વચ્ચે કોઈ વાત પર કયારેય ઝઘડો નથી થયો. મારા લગ્ન થયાને ત્રણ મહિના પછીની વાત છે તે દિવસ હું જોબ પરથી સાંજે ઘરે આવી તો મારી સામે જ અમીતની લાશ પડી હતી .

શું વાત કરે છો રુપા તું ..!!!
હા,મનીષા ..!!અમીતની બાજુ માં એક લેટર હતો તેમા લખ્યું હતું...

રુપા તું જ્યાં સુધી મારી નહી બન ત્યાં સુધી
હું તને કોઈની નહી થવા દવ..
આ દુનિયામાં હું જ તને ચાહું છુ...!!
હું જ તને અનહદ પ્રેમ કરુ છુ...!
તું કયારેય કોઈ બીજાની નહી બની શકે.
આઈ લવ યુ રુપા ..!!!

નોહતું કોઈ લેટરમાં નામ તે કોણ હોય શકે.મને પણ સમજાતુ નથી કોણ હશે જેણે અમિતનું ખુન કરુ..
કોલેજમાં તને ચાહનારા પ્રેમ કરનાર ઘણા હતા.પણ આ પ્રેમ માટે ખુન કરી શકે તે વ્યક્તિ કોણ હશે.
મોહીત..
ના મનીષા  તે નો હોય શકે..
એના તો લગ્ન પણ થઈ ગયા છે.

અનિલ નીલમનો ભાઈ
ના એ તો દુબઈ છે ..!!

સંદિપ ,મહેશ,અભિ,સુનિલ અને મારા પતિ રવિ આપડા ગુપઁમાં હતા બીજા તો કોઈ છે નહી.

એવુ નથી મનિષા આપણા ફે્ન્ડ સકઁલ 
માંથી જ હોય બીજા પણ કોઈ હોય શકે.
કેમકે એ પછી મનિષા મે પ્રોફેસર આદિત્ય સાથે લગ્ન કર્યા .અને તે પછી સોફટવેર એન્જીંનયર મહીર મહેતા સાથે અા બંનેનું પણ એ જ રીતે ખુન થયું.
અને એજ લેટર કે...,,,

રુપા તું જ્યાં સુધી મારી નહી બન ત્યાં સુધી
હું તને કોઈની નહી થવા દવ..
આ દુનિયામાં હું જ તને ચાહું છુ...!!
હું જ તને અનહદ પ્રેમ કરુ છુ...!
તું કયારેય કોઈ બીજાની નહી બની શકે.
આઈ લવ યુ રુપા ..!!

રુપા ચાલ હવે....બાય..
મનિષા જે અત્યારે મને સામે ગેઈટ પર બોલાવી રહ્યો છે તે મારો ચોથો પતિ ચિરાગ પટેલ મને બીક છે તે કદાસ આ ચિરાગનું પણ ખુન કરી નહી નાખે ....
મનિષા તું મારી મદદ કર..
રુપા તું ચિંતા ન કર હું તારી સાથે છુ ચિરાગને કંઈ નહી થાય હત્યારાને ગોતી હું તને આ સંકટમાંથી બહાર કાઢીશ...
કાલે પણ હું તને આજ સમયે આ જગ્યા પર મળીશ.
હા,રુપા ...!!!!

મનિષાની સામે રડતી રુપા ચિરાગનો હાથ પકડી તેની સાથે હસતી હસતી ચાલી ગઈ..
કેવી અજબની દુનિયા ઈશ્વરે બનાવી છે 
એક સાથે રડવું પડે છે,
અને એક સાથે દુ:ખમાં પણ હસવું પડે છે.

કોણ હશે જેણે રુપાના એક પછી એક ત્રણ પતિની હત્યા કરી મનિષાને આજ પથારીમાં નંીદર નોહતી આવી રહી...!!!
                                  
                            ક્રમશ.....
                            

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Samer Patel 3 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 4 માસ પહેલા

Verified icon

Neeta Soni 7 માસ પહેલા

Verified icon

ashit mehta 7 માસ પહેલા