સંકટ - (ભાગ-10)

ભાગ-૧૦
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ


રવિ તું એક વાર નહીં હજાર વાર સાંભળીલે તને પામવા માટે હું કોઈનું પણ ખૂન કરી શકું,મને એ વાત પણ ખબર છે,રવિ કે મારા ત્રણ પતિના ખૂનનું રહસ્ય તું જાણે છે,જયાં સુધી તું મને નહીં જણાવ ત્યાં સુધી એક સાપની જેમ તને ડંખ મારતી રહીશ...

રાત્રીના બાર વાગી ગયા હતા, બાર ઝરમર ઝરમર વરસાદ પડી રહીયો હતો,મનીષા અને રવિ એક બીજાની સામ સામે બેઠા હતા,મનિશાને ઘર છોડીને જવું હતું પણ અત્યારે જાય ક્યાં,ઘણા વર્ષ પહેલાં  મનીષાના માતા પિતાનું અકસ્માતમાં મોત થયું હતું...

સ્ત્રીની વેદના કયારેય કોઈ પુરુષ સમજી શક્યો નથી
અને સમજી પણ નહીં શકે,દુનિયાની આંખે સ્ત્રીનું નામ માત્ર ઘરકામ અને પુરુષને શરીર સુખ આપી શકે તે જ છે,પણ જમાંનો હવે બદલાય રહીયો છે, સ્ત્રી માત્ર ચાર દીવાલની અંદર નથી, કે કોઈ શરીર સુખ માટેનું સાધન નથી,એ સ્ત્રીને જોવા વાળી વ્યક્તિ પર નિર્ભર કરે છે,કે સ્ત્રીને તે કેવી રીતે જોવે છે..

જેમ પુરુષના જીવનમાં સપના હોઈ એમ એક સ્ત્રીના પણ જીવનમાં સપના તો હોઈ જ ને.તેના સપનાને તમે દબાવી ન શકો.મનિશાને પણ એક સપનું હતું કે મારો પતિ રવિ મને ખુબ પ્રેમ કરે,અમારું એક ઘર હોય. 
પણ આજ એ સપનાને  મનીષા એક પછી એક ગળેથી નીચે ઉતારી રહી હતી. ..

બાર કલાકથી એકની એક જગીયા પર બેઠેલી મનીષા ઉભી થઈ,તે રવિ પાસે આવી.. 
સ્ત્રી જેટલો ઝડપી ક્રોધ કરે એનાથી દસ ગણો વધારે એ પછી પ્રેમ પણ કરી શકે,પુરુષ એ ન કરી શકે...

રવિ એવી તો શું તારે રૂપાની જરૂર પડી કે તું મને મૂકી રૂપાના પ્રેમમાં પાગલ થયો...

રવિ હું તને પ્રેમ નથી કરતી...
રવિ હું તારો ખ્યાલ નથી રાખતી....
એવી તો શું મારામાં ખામી તને લાગી કે તે રુપાને પસંદ કરી....

મનીષા મને માફ કરી દે...
પુરુષનું જીવન જ એવું છે કે તે ગમે ત્યારે કોઈ પણ સ્ત્રીના પ્રેમમાં પડી શકે,હું મારી વાચનાને રોકી શકિયો નહિ,મને બસ રુપાનું શરીર જ દેખાતું હતું..
મારે ગમે તેમ કરીને રૂપાના શરીરની મજા લેવી હતી..
પણ,મનીષા હું ભુલી ગયો હતો કે પ્રેમ કોઈના શરીરને 
પામવાથી નથી થતો એ તો ક્ષણિક સુખનો અનુભવ છે...

જે વ્યક્તિ મને પ્રેમ કરતી હતી,જે વ્યક્તિ તેનાથી પર મને ચાહતી હતી. તે વ્યક્તિને જ મે ક્ષણિક સુખ માટે તરસોડી દીધી,મને માફ કરી દે મનીષા... 

આ વાત પર હું તને માફ કરવા તૈયાર છું રવિ...!

ત્યાં જ રવીના ઘરમાં રુપાને લઈ પોલીસ આવી..

પોલીસ અહીં,મારા ઘરે...!!!
ઇન્સ્પેક્ટર સાહેબ આ રવિ એ જ મારા ત્રણ પતિના ખુન કરયા છે...

રુપા તું કેવી રીતે કહી શકે કે આ રવિએ જ  ત્રણ પતિના ખુન કરયા છે..

તે મને ગમે તે રીતે તેને પત્ની બનાવા માંગતો હતો
ઈન્સેપેક્ટર સાહેબ...

રુપા તું શું બોલી રહી છે...!!!
હા, મનીષા આ વાત પર મને પૂરો વિશ્વાસ છે.

એક વ્યક્તિના તથ્યને આધારે અમે કોઈ વ્યક્તિની ધરપકડ ન કરી શક્યે મેડમ,તમારે બંનેને પોલીસ ચોકી આવુ પડશે....

થોડી જ વારમાં રવિ અને મનીષા પોલીસ ચોકી આવી ગયા....

સાહેબ આ રુપા ખોટું બોલી રહી છે,મેં કોઈ વ્યક્તિનું ખુન નથી કરું...

ઇન્સ્પેક્ટર સાહેબ એ જ  છે..

મેડમ જી હું પૂછપરચ કરી રહ્યો છો આપ થોડીવાર શાંતિ રાખશો...

ચોરી ઇન્સપેક્ટર સાહેબ..!!!

નહીં સાહેબમેં કોઈનું ખૂન કરું નથી મારા મોં પરથી તમને લાગે છે,હું કોઈનું ખુન કરી શકું...

તું એ રીતે નહીં હકિકત નહીં જણાવે.....!!!!

ઓઈ મહેશ આને પહેલી અંધારી કોટડીમાં લઈ લે તો...

જી સાહેબ..!!

ચટાક કરતી રવીના ગાલ પર બે થપ્પડ પડી..
બોલ નહીં તો તારા એવા હાલ કરીશ કે તારી પત્ની તને જોશે તો તને વોળખી પણ નહીં શકે...

સાહેબ મેં કોઈનું ખુન નથી કરું..!!!
ઓઈ મહેશ આને હાથ બંધ કરી નગ્ન કરતો..

જી સાહેબ....

બોલ હવે....
નહીં નહીં સાહેબ મારો હાથ તૂટી જાશે,મને મારો નહીં સાહેબ હું કવ છૂ...

તે દિવસ રવિવાર હતો,રુપા અને હું તેની રૂમમાં જ એકબીજાની સાથે હતા,હું અને રુપા દર રવિવારે કયારેક રુપાના ઘરે તો કયારેક ફ્લેટ નંબર-301માં મળતા,અચાનક તે દિવસે મને ખુબ નિંદર આવી ગઈ..

તે દિવસે રવિવાર બપોર પછી રુપાને ઑફિસ પર જવાનું હતું,રુપા એ મને ઉઠી જવાનું કહ્યું પણ મેં કહ્યું હું મારી રીતે વહી જશ..

કેમ કે પ્રોફેસર આદિત્ય રવિવારે હંમેશા બરોડા જતા ત્યાં તેને કંપની હતી,પણ તે દિવસ અચાનક પ્રોફેસર આદિત્ય આવી ગયા,અને મને તેમના બેડરૂમમાં જોઈ ગયા..

મેં તે દિવસ વીસકી એટલી પીધી હતી કે પ્રોફેસર અદિત્ય મને ગાળો આપી રહયા હતા,મને ખ્યાલ છે,પ્રોફેસર આદિત્ય રુપાને ફોન કરવા જતાં હતાં. ત્યાં જ મેં બાજુ માં પડેલ ટેબલ પ્રોફેસર આદિત્ય ના માથા પર માર્યું,કેમ કે આ વાત જો રુપાને ખબર પડશે તો રુપા મને કયારેક નહીં મળે મને ખબર હતી.આની પહેલા જયારે રૂપાના પહેલા પતિનું ખુન થયું એ પત્રમાં જે લખ્યું હતું તે મને ખ્યાલ હતો, મેં ત્યાં કોમ્પ્યુટરથી તે જ લખાણ ટાઈપ કરી મેકી દિધું.

રુપા તું જ્યાં સુધી મારી નહી બન ત્યાં સુધી
હું તને કોઈની નહી થવા દવ..
આ દુનિયામાં હું જ તને ચાહું છુ...!!
હું જ તને અનહદ પ્રેમ કરુ છુ...!
તું કયારેય કોઈ બીજાની નહી બની શકે.
આઈ લવ યુ રુપા ..!!

એટલે રુપાને એમ લાગે પહેલા પતિનું ખુન જેમણે કરું તેમણે જ મારા પતિનું ખુન કરું છે..
આ સિવાય રુપાના ત્યારે ત્રણ ચાર લોકો સાથે અફેર
હતા..

સાહેબ રૂપાના બીજા પતિ પ્રોફેસર આદિત્યનું ખુન મેં કર્યું છે,પણ સાહેબ હું એક વાત કહેવા માગું છું,
મારી પત્ની અને મારા ઈશ્વરના સોગંદ ખાઈને મેં આ એક જ વ્યક્તિનું ખુન કરું છે,બાકી રૂપાના પહેલા અને ત્રીજા પતિનું ખુન મેં નથી કરું અને કોણે કરું તેનો મને ખ્યાલ નથી ઇન્સ્પેક્ટર સાહેબ....

મહેશ આ કેસ રસપ્રદ છે,અને રવિ જે અત્યારે બોલી રહીયો છે,તે એકદમ સાચું બોલી રહીયો છે,
રુપાના પહેલા અને ત્રીજા પતિના ખુનીને શોધવા માટે આ બંનેની જરૂર પડશે,અને આ બંનેએ એક એક ખુન કરું છે,આ બંનેને અત્યારે જેલમાં નાંખી દે....

જી સાહેબ.....

ક્રમશ..

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Kajal diyora 2 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 4 માસ પહેલા

Verified icon

Neeta Soni 7 માસ પહેલા

Verified icon

Ketan 7 માસ પહેલા