સંકટ - (ભાગ-૧૧)

ભાગ_૧૧
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ

મહેશ આ કેસ રસપ્રદ છે,અને રવિ જે અત્યારે બોલી રહીયો છે,તે એકદમ સાચું બોલી રહીયો છે,
રુપાના પહેલા અને ત્રીજા પતિના ખુનીને શોધવા માટે આ બંનેની જરૂર પડશે,અને આ બંનેએ એક એક ખુન કરું છે,આ બંનેને અત્યારે જેલમાં નાંખી દે....

જી સાહેબ....

મેડમ તમારું નામ રુપા છે...

હા....

ઇન્સ્પેક્ટર સાહેબ તમને અંદર બોલાવી રહિયા છે..
રવિ રૂપાની સામેજોઈ રહીયો,રુપા પણ રવિને થોડીવાર સામે જોઈ રહી...

રુપા મારે તમને એક વાત પુછવી છે...
તમે જરાય ખોટું નહીં લગાડતા,

હા,ઇન્સ્પેક્ટર સાહેબ..

તમારે આજ સુધીમાં કેટલા બોયફ્રેન્ડ હતા,અને હાલ કેટલા છે?
રુપા થોડી વાર ગભરાઈ ગઈ,તેને જાણ નોહતી કે ઇન્સ્પેક્ટર સાહેબ આવો સવાલ કરશે...

સાહેબ ચાર પહેલા...

અને અત્યારે....?

અત્યારે બે એક રવિ અને એક ગોપાલ..

ગોપાલ અત્યારે શું કરે છે?

રેડીમેઈડ કાપડની દુકાન છે,અમે ઘણી વાર તેની દુકાનમાં જ મળીયે,પણ ચાર મહિનાથી સાહેબ અમે એકબીજાને મળીયા નથી....

ગોપાલની  ઓળખાણ આપું તો,એને માર્કેટમાં સારામાં સારી કપડાની દુકાન હતી.પૈસા પણ તેની પાસે ખૂબ હતા.રવિ સાથે કપડાં લેવા જતા રુપાને ગોપાલની ઓળખ થઈ હતી.

ઇન્સ્પેક્ટર સાહેબ ગોપાલ મારો ખાસ બોયફ્રેન્ડ નથી..
તે મને પૈસા આપતો અને હું તેને મારુ શરીર આપતી 
બસ એટલી જ ઓળખાણ છે...

મારા પતિનું ખુન થય થયું તે પછી મારે પૈસાની જરૂર
હતી,ગોપાલ મને પૈસા આપતો.હું તેની માંગ પુરી કરતી....

તમારે અને ગોપાલ વચ્ચે કયારેય બોલાચાલી થઈ હતી....?

હા, સાહેબ પણ કઈ  ખાસ નહીં...

પાંચ મહિના પહેલાની વાત  છે...
સવારે 9 વાગે મને ગોપાલે ફોન કર્યો,કે આજ સાંજે 
તું મારા શો રૂમ પર આવજે....
હું એ પહેલાં ગોપાલ સાથે જતી તો પૈસા બાબતે  વાત કરી લેતી પણ તે દિવસે મારે પૈસાની જરૂર હતી
અને ત્યારે જ ગોપાલનો ફોન આવ્યો અને મેં હા કહી દીધી....

તે મારો બોયફ્રેન્ડ નોહતો તો પણ હું તેની પાસે તૈયાર થઈને જતી,હું તેને પસંદ નોહતી કરતી પણ તે મને પસંદ કરતો હતો.ગોપાલ મને કહેતો તારી જેવી છોકરી મેં મારા જીવનમાં કયારેય નથી જોઇ.જો હું તને આમ જ બોલાવું અને તું આવતી રહે મારી પાસે તો એક દિવસ તારી સાથે મને પ્રેમ થઈ જશે...

હું ગોપાલને કહેતી પ્રેમ અને કોલગર્લમાં ઘણો ફરક પડે ગોપાલ સાહેબ....

હું તે દિવસે સાંજે સરસ તૈયાર થઈ બ્લૂ જીન્સ અને 
પિંક શર્ટ પહેરી થોડી પિંક લિપસ્ટિક કપાળ પર વચ્ચે નાની રેડ બિંદી અને વાંકડિયા વાળ રાખી ગોપાલના
શો રૂમ પાસે આવી....

મેં ગોપાલને દર વખતની જેમ જ કોલ કર્યો કે હું તારા શોપની બહાર છુ. તેની શોપ જયારે હું આવાની હોવ
ત્યારે બંધ હોય.હું ગોપાલને ફોન કરું ત્યારે જ તે તેની શોપનું શટર ખોલતો હતો.

મેં જેવો ફોને કર્યો તેવું જ તેણે શટર ખોલિયું.
હું અંદર ગઈ,પણ અંદર ગોપાલ હતો નહીં.
મારે સામે ત્રણ વ્યક્તિ એવા હતા જેને હું જાણતી પણ નોહતી...

મેં તરત જ ગોપાલને ફોન કર્યો ...!!!

તું ક્યાં છે?

જાનું હું હોવ કે ના હોવ તને શું ફરક પડે..
તારે તો પૈસા સાથે લેવા દેવા છે ને...
આજ મારા મિત્રનો જન્મદિવસ છે તેને તું ખુશ કર,ડોન્ટ વરી બેબી તને પૈસા મળી જશે...

ગોપાલ મારે તારી સાથે ડીલ થઈ હતી..
તારા કોઈ મિત્રો સાથે નહીં.ત્યાં જ શોપની અંદરની લાઈટ બંધ થઈ.

રુપાનો હાથ કોઈએ પકડ્યો...

છોડ મને...!!!!

તેણે મારા પિંક શર્ટ ખેચવાની કોશિશ કરી..
મારા શર્ટના ઉપરના ત્રણ બટન તેમણે તોડી નાંખીયા
શો રૂમની લાઈટ બંધ હતી, હું તે વ્યક્તિને જોઈ ન શકી ,મેં પિંક શર્ટ નીચે બ્રા પહેરી હતી એટલા માટે તેનો હાથ મને લાગ્યો નહીં,પણ મારો હાથ તેનાથી મજબૂત હતો.મેં તેને ધકો માર્યો.

હું ધીમે ધીમે  શટર તરફ જઈ રહી હતી જેથી હું શટર ખોલી ત્યાંથી નીકળી શકું,કેમ કે હું મારા મનથી કોઈ સાથે સબંધ બાંધી શકુ પણ જબરદસ્તીથી નઇ..
મેં પાછળના હાથે તેને ખબરનો પડે તેમ શટર ખોલિયું
અને હું ત્યાંથી નીકળી ગઈ....ઇન્સ્પેક્ટર સાહેબ

તે પછી ગોપાલનો ફોન આવ્યો હતો તમારા પર..?
હા, સાહેબ..!મેં એને તે દીવસે એટલી ગાળો આપી
સાહેબ કે ત્યાર પછી એમણે મને કયારેય કોલ કર્યો નથી......

મહેશ... !!શો રૂમ પરથી ગોપાલને લઈ આવ અહીં પોલીસ સ્ટેશન પર ..

જી સર...

પણ,ઇન્સપેક્ટર સાહેબ ગોપાલનું શું તમારે કામ છે,એ તો નિર્દોષ છે.

રુપા જી પોલિસ સ્ટેશનમાં નિર્દોષ લોકોની જ જરૂર પડે છે....!!!શાયદ રુપાજી તમને એનો ખ્યાલ નથી.

ક્રમશ...

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Kajal diyora 3 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 5 માસ પહેલા

Verified icon

Neeta Soni 7 માસ પહેલા

Verified icon

Ketan 7 માસ પહેલા