સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી રહ્યાં હતાં. કાચના ચકચકિત ડોર પર સફાઈદાર, કડક ઈસ્ત્રી કરેલા યુનિફોર્મ વાળો ગાર્ડ આવતા મહેમાનોને ડોર ખોલી, ઝૂકીને સલામ કરી સસ્મિત આવકારવા આપવા સજ્જ હતો. અંદર રિસેપ્શન કાઉન્ટર પર રાત્રી ડ્યુટી પૂરી કરવા આવેલો રિસેપ્શનીસ્ટ અરોરા ક્યારે મોર્નિંગ ડ્યુટી વાળો આવે અને ક્યારે પોતાની ડ્યુટી પૂરી થાય તેની રાહ જોતો વોલ પર દેશ વિદેશના ટાઇમો બતાવતી ઘડિયાળો સામે જોતો હતો. સામે લોબીમાં આરામદાયક સોફાઓ અત્યારે ખાલી પડેલા.

1

કાંતા ધ ક્લીનર - 1

1.સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી હતાં.કાચના ચકચકિત ડોર પર સફાઈદાર, કડક ઈસ્ત્રી કરેલા યુનિફોર્મ વાળો ગાર્ડ આવતા મહેમાનોને ડોર ખોલી, ઝૂકીને સલામ કરી સસ્મિત આવકારવા આપવા સજ્જ હતો. અંદર રિસેપ્શન કાઉન્ટર પર રાત્રી ડ્યુટી પૂરી કરવા આવેલો રિસેપ્શનીસ્ટ અરોરા ક્યારે મોર્નિંગ ડ્યુટી વાળો આવે અને ક્યારે પોતાની ડ્યુટી પૂરી થાય તેની રાહ જોતો વોલ પર દેશ વિદેશના ટાઇમો બતાવતી ઘડિયાળો સામે જોતો હતો. સામે લોબીમાં આરામદાયક સોફાઓ અત્યારે ખાલી પડેલા.લોબીમાં કોઈ ન હતું. આજે ચેક આઉટ કરનારા દસ વાગ્યા આસપાસ ઉમટી પડશે અને બહાર ફરવા ...વધુ વાંચો

2

કાંતા ધ ક્લીનર - 2

2.રણકતો ફોન કોઈએ તો ઉપાડવો ને? બહારથી આવતા ગેસ્ટ માટે દરવાજો ખોલતા વયસ્ક ચોકીદાર વ્રજલાલ, તેમને કોઈ પણ સંજોગોમાં પરથી ન હટવાની સૂચના હતી છતાં અત્યારે તો ફોન તરફ દોડ્યા. એ જ વખતે બહાર રાધાક્રિષ્નન સાહેબની ચકાચક બ્લેક કાર ગેટ પાસે આવીને ઊભતી જોઈ તેઓ પાછા હટ્યા અને પોતાની જગ્યાએ જલ્દીથી ઊભા રહી ગયા. ન જાણે ક્યાંથી, હવામાંથી ફૂટ્યો હોય તેમ રૂમસર્વિસ વાળો બિહારી નંદન પોતાની સાફ ટુવાલો અને બેડશીટો ભરેલી ટ્રોલી ધસાવતો ત્યાં આવી પહોંચ્યો. દોડતી ટ્રોલીને પગથી બ્રેક મારી તેણે ફોન લીધો.તે 'હેલો, ટુરિસ્ટ હેવન..' કહે ત્યાં તેના ફોનમાં ગભરાયેલો અવાજ આવ્યો. સામે તેની મોના મેડમ હતી."અબે ...વધુ વાંચો

3

કાંતા ધ ક્લીનર - 3

3.સવારનાં મૃદુ કિરણો હમણાં જ ખોલેલા પડદામાંથી આવી એ નાના પણ ખૂબ સ્વચ્છ રૂમને ઉજાળી રહ્યાં હતાં. બારીમાંથી પ્રભાતની હવાની એક લહેરખી આવી.તેણે ઊંડા શ્વાસ લીધા અને બારીમાંથી નીચે ટ્રાફિક વગરના રસ્તા સામે જોઈ રહી. તેણે દૃષ્ટિ ફેરવી. અત્યંત ગીચ ચાલીમાં એક જૂનાં મકાનમાં તેની રૂમ હતી પણ તે રૂમ અંદરથી એટલી તો સ્વચ્છ હતી કે કોઈ મહેલ નો કક્ષ પણ આટલો સુંદર અને સ્વચ્છ ન લાગે.તેણે અરીસામાં જોયું. અરીસો પણ એકદમ સ્પોટલેસ ક્લીન. બારીમાંથી આવતું સૂર્ય કિરણ અરીસાની બાજુમાંથી જાણે પેનલ પર બીજો મીની સૂર્ય ઊગ્યો હોય તેમ ચમકી રહ્યું.તેણે નાનાં રાઈટીંગ ટેબલ પર સ્વચ્છ રંગીન ટેબલ ક્લોથ ...વધુ વાંચો

4

કાંતા ધ ક્લીનર - 4

4.રાત્રે મોડે સુધી ડ્યુટી કરી તરત પાછા? મને એનાથી કોઈ ફેર પડતો નથી. આ હોટેલ હોય કે ઘર, મારે બધું સરખું છે.મારા પપ્પા એક એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. તે દિવસે હું ખૂબ દુઃખમાં હતી. લગભગ આખો દિવસ રડી હતી. મારી મમ્મીને તો ટ્રાંકવિલાઈઝર આપી સુવાડી દેવી પડેલી પણ મારે તો સ્વસ્થ રહેવું પડેલું. અગ્નિસંસ્કાર પછીને બીજે જ દિવસે સવારે હું ડ્યુટી પર હાજર થઈ ત્યારે ગાર્ડ વ્રજકાકા અચંબાથી બોલી ઉઠેલા "કાંતા, તું? અત્યારે? તારા પપ્પા ગુજરી ગયા ગઈકાલે તે?" મેં કહેલું, " કાકા, મારા પપ્પા ગુજરી ગયા છે, હું નહીં. તો શું કામ નોકરીએ ન આવું?" હું એમ કહી ...વધુ વાંચો

5

કાંતા ધ ક્લીનર - 5

5.રાધાક્રિષ્નન સાહેબના આ સત્તાવાહી ભાવમાં ઠંડા કલેજે કહેવાયેલા શબ્દો સાંભળતાં જ કાંતા બરફ જેવી થીજી ગઈ.એક જ નાની ઘટનાએ જિંદગી અને કારકિર્દી જાણે મોટો ભૂકંપ આવી જમીનદોસ્ત થઈ ગઈ."સર, હું છેલ્લી ગયેલી એ વાત સાચી છે પણ મેં તેમને મૃત્યુ પામેલા જોયા નથી. મેં એમને મારી પણ નાખ્યા નથી. પછી…" તે ડરતાં ડરતાં બોલી."ઠીક છે. અત્યારે તું મારી સાથે, મારી કેબિનમાં આવ." કહેતા રાધાક્રિષ્નન સાહેબ ચાલવા લાગ્યા. પઠ્ઠી સાથે આવવા ગઈ, સાહેબે એને હમણાં રોકાવા કહ્યું. મોના મોં ચડાવી જોઈ રહી.કેબિનમાં આવતાં જ સરે બારણું બંધ કર્યું અને કાંતાને સામે બેસવા કહ્યું."મૂળ તારી સાંજની ડ્યુટી હતી કે અત્યારની?" તેમણે ...વધુ વાંચો

6

કાંતા ધ ક્લીનર - 6

6.કાંતા એ વિશાળ, વૈભવી કેબિનમાં પોશ લેધર સોફા પર એકલી બેઠેલી. આખી કેબિનમાં લાલ મખમલી કાર્પેટ પથરાયેલી હતી. એક મોટો, એકદમ ચકચકિત અરીસો પણ હતો પણ અત્યારે કાંતાની તેમાં જોવાની હિંમત નહોતી. આમ તો આવી કેબિનમાં બેસવાનું દરેક કર્મચારીનું સપનું હોય. આજે ભલે મુલાકાતીના સોફા પર, તે એ કેબિનમાં બેઠી તો હતી પણ તે ગર્વને બદલે ઊંડા આઘાતમાં હતી. તેને કેબીનની દીવાલો કોઈ હોરર ફિલ્મના સીનની જેમ ત્રાંસી થતી લાગી. આખો રૂમ નાનો થઈ તેને ભીંસતો હોય તેમ લાગ્યું. તેણે છાતી પર હાથ મૂક્યો અને આમથી તેમ મરડાઈને ઊંડાં શ્વાસ લીધા.તે મૂંઝવણમાં હોય ત્યારે આમ જ કરતી. તેની માએ ...વધુ વાંચો

7

કાંતા ધ ક્લીનર - 7

7"હાશ! મેં ખૂન કર્યું નથી છતાં હું ડરી ગયેલી." કાંતા એકદમ રિલેક્સ થતી બોલી.અંદર બીજા પોલીસ અધિકારી આવ્યા. તે "ગીતા, પહેલો રિપોર્ટ કહે છે કે મિ. અગ્રવાલ કદાચ હાર્ટ એટેકથી મર્યા છે. પણ તો સવાલ એ ઉઠે કે એટેક આવ્યો ત્યારે મિસિસ સરિતાએ રિસેપ્શન પર ઇમરજન્સી ડોકટર માટે કેમ કહ્યું નહીં? અને રૂમ કલીનીંગ માટે એ પહેલાં ફોન કર્યો કે પછી?""બીજું તમે શું જોયું સર?" ગીતાએ તેમને પૂછ્યું "આંખની આસપાસ નસો ખેંચાયેલી. કોઈ ઇજા પણ હોય અને સિવિયર એટેકમાં પણ એવું થાય. કોઈ દવાથી કે અમુક ખૂબ નશીલા દારૂથી પણ એટેક આવે. કોઈએ હુમલો કર્યો હોય તો પણ બને. ...વધુ વાંચો

8

કાંતા ધ ક્લીનર - 8

8."ચિંતા ન કર, કાંતા, તને છોડી દેશે તો આજે તારી ડ્યુટી ગણી લેશું. તારી આબરૂ સારી છે. જોઈએ. હમણાં જા આ લોકો સાથે." રાધાક્રિષ્નન સર તેને ખભે હાથ મૂકી આશ્વાસન આપી રહ્યા.ગીતા જાડેજા કાંતાને ખભે હાથ મૂકી ચાલ્યાં. આમ તો કાંતાને રાહત થઈ કે તે મુખ્ય આરોપી નથી. ગીતા મેડમનો હાથ ખભે હતો તે જાણે હાથકડીને બદલે હોય એવું લાગતું હતું. જાણે પકડીને લઈ જતી હોય!હોટેલનું મેઇન ડોર આવતાં વ્રજલાલે ગીતા સામે ઝૂકી સલામ કરી અને ડોર ખોલ્યું. કાંતા સામે તેમણે દયાભરી દૃષ્ટિએ જોઈ ડોક હલાવી.કાંતા એ સફેદ કારમાં ગીતા જાડેજા સાથે બેઠી. કારમાં ગીતા જાડેજા તેની સાથે સામાન્ય ...વધુ વાંચો

9

કાંતા ધ ક્લીનર - 9

9."તને કેવી રીતે ખબર? તું સીધી બેડરૂમમાં એમની નજીક તો ગઈ નહોતી!" ગીતાએ પૂછ્યું."કોઈ પણ ન જાય. મેં બહારથી કર્યું, કોઈએ જવાબ ન આપ્યો, અંદર અંધારું હતું વગેરે હું કહી ચૂકી છું.""તેં જોયા ત્યારે અગ્રવાલ ભર ઊંઘમાં હતા એમ કેમ લાગેલું? નસકોરાં બોલતાં હતાં?""ના. સાવ શાંત. એક પગ આડો, બીજો સીધો, બે હાથ ફેલાવી ઊંધા પડેલા. મને બહાર જવા કહી સરિતા મેડમ તરત જ તેમની તરફ ગયેલાં અને તે પહેલાં હું નીકળી એટલે ડોર બંધ કરી દીધેલું." કાંતાએ બે કોથળી આપ્યાનો ઉલ્લેખ ન કર્યો."એમ બને કે તું ગઈ એ વખતે તેઓ મૃત અવસ્થામાં હોય?" અધિકારી પૂછી રહ્યા."ચોક્કસ કહી શકું ...વધુ વાંચો

10

કાંતા ધ ક્લીનર - 10

10.પોલીસસ્ટેશનથી છૂટીને કાંતા પહેલાં તો હોટેલ ટુરિસ્ટ હેવન ગઈ. તેને અંદર ઊંડેઊંડે એ આશા હતી કે રાધાક્રિષ્નન સર તેને જ, કોઈ બ્રેક વગર ડ્યુટી પર ગણી લેશે. તેની માત્ર પૂછપરછ થઈ હતી અને તે ખૂન માટે શંકાસ્પદ આરોપી નથી એટલે. તેનો મોબાઈલ તો કસ્ટડીમાં લઈ લેવાયેલો. તે નીકળતા પહેલાં તેને પાછો આપવામાં આવ્યો.તેણે તરત જ સરને ફોન લગાવ્યો. સરનો ફોન ઉપડે જ નહીં. સ્વીચ ઓફ. તેણે રિસેપ્શન ડાયલ કર્યું. એંગેજ. તેને થયું કે સીધી હોટેલ પર પહોંચું.હોટેલ આવતાં જ તેણે જોયું કે બહાર મોટું ટોળું હતું. કેમેરા સાથે ચેનલો વાળા ઊભેલા. કોઈ 'પત્રકાર' હાથો પહોળા કરી બૂમો પાડતો હતો. ...વધુ વાંચો

11

કાંતા ધ ક્લીનર - 11

11.કાંતાએ ઘેર આવતાંવેંત કામ શરૂ કરી દીધું. ઝાડુ લઈ બેય રૂમ સાફ કર્યા, રસોડું સાફ કર્યું, થોડી ધૂળ ફર્નિચર લૂછી, અરીસો ભીના સ્પ્રે થી અને પછી છાપાંથી લૂછ્યો. એ દરમ્યાન સોફા પર બેસી શાક સમારતી મમ્મી સાથે વાતો કરતી રહી.રૂમમાં ફિનાઇલ વાળું પાણી કરી પોતાંનો દાંડો ફેરવતી તે મોનાને યાદ કરી જમીન પર દાઝ કાઢી રહી. જાણે મોનાને ઢીબતી હોય તેમ ઝાપટીયું મારતી રહી. એક જગ્યાએ કાળો ડાઘ હતો તેની ઉપર આજે જે કાઈં બન્યું તે યાદ કરી જોરથી ઘસતી રહી. ડાઘનું ખાલી ટપકું રહ્યું.'કેટલીક યાદો આ ડાઘ જેવી હઠીલી હોય છે. ગમે તેમ કરો, જતી નથી.' તે પોતાને ...વધુ વાંચો

12

કાંતા ધ ક્લીનર - 12

12.સવારે ઉઠી તે જાણે કશું બન્યું નથી તેમ હોટેલ જવા તૈયાર થઈ. આજે મમ્મી વહેલાં ઊઠી ગયેલાં. ચા એમણે બનાવી. મમ્મીની તબિયત આમેય સારી નહોતી. એમને જે સ્થિતિ હતી એ કહીને શું? કાંતા પોતાની ફરજ પ્રત્યે એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી કે આજે શું કરવું એ વિચારી રહી. હોટેલ પાછળથી જઈ રાઘવને મળવું? સરિતા મેડમને આશ્વાસન આપતો ફોન કરી ક્યાં છે તે પૂછવું? આજે સર મળે તો એમને મળી લેવું? એમણે જ કહેલું કે તું ગુનેગારની શંકામાં નહીં હો તો નોકરીએ લઈ લેશું. અત્યારે તો તે થોડી ખરીદી કરવા બઝાર ગઈ. બે ચાર કામ પતાવી ઘેર આવે ત્યાં મમ્મીને ...વધુ વાંચો

13

કાંતા ધ ક્લીનર - 13

13.ત્યાં તેની ઉપર ફોન આવ્યો."હેલો, હું રાધાક્રિષ્નન. ક્યાં છો?""સર, હું … હોસ્પિટલમાં છું. મારી મમ્મીનું હમણાં જ અવસાન થયું. લઈ જવા વગેરે.." કાંતા માંડમાંડ ડૂસકું રોકી કહી રહી."સો સેડ. અને બિલ માટે ડોન્ટ વરી. બધું હોટેલ ચૂકવી દેશે. તેં પોલીસને સારો સહકાર આપ્યો. તું નોકરી પર ચાલુ છે.""ખૂબ આભાર, સર! અત્યારે જ મને પૈસાની જરૂર હતી. આઈ રીમેઈન અ ડીવોટેડ એમ્પ્લોયી ટુ ધ હોટેલ. બોલો સર, કોઈ કામ હતું?" "મમ્મીના અગ્નિસંસ્કાર ક્યારે છે?""કોણ આવવાની રાહ હોય? મારું તો કોઈ નથી. ગાર્ડ વ્રજલાલ તો ડ્યુટી પર હશે. કિચનમાંથી કદાચ રાઘવ.. પછી અહીં હોસ્પિટલમાંથી જ..""વ્રજલાલને આવવા દેશું. આ રાઘવ.. તારો ફ્રેન્ડ ...વધુ વાંચો

14

કાંતા ધ ક્લીનર - 14

14.એકદમ તે સફાળી ઊઠી ગઈ. ઘર બે દિવસથી સાફ થયું ન હતું એટલે ધૂળ ઊડતી હતી.તે બાકીની રાત સૂઈ નહીં. સવાર પડતાં જ તેણે ઝટપટ ઘર સાફ કર્યું, નહાઈને તૈયાર થઈ નીકળી પડી હોટેલની ડ્યુટી જોઈન કરવા.નીચે જ મકાનમાલિક મળ્યા. તેમણે મમ્મી ગુજરી ગયા બદલ દુઃખ વ્યક્ત કર્યું. એ સાથે ત્રણ મહિનાનું ભાડું બાકી છે તે યાદ કરાવ્યું. કાંતાએ પોતે નેકસ્ટ પગાર આવે એટલે ઘણુંખરું આપી દેશે તેમ કહ્યું.હોટેલ પહોંચતાં જ ચકાચક ગેઈટ પર વ્રજલાલ ઊભેલા. "અરે! તું? આજે નોકરી પર નથી ને?" તેમને આશ્ચર્ય થયું.કાંતાએ કહ્યું કે મોનાને પોલીસ લઈ ગઈ છે તેથી મારે આવવું પડ્યું. તેઓ સ્મશાનમાં ...વધુ વાંચો

15

કાંતા ધ ક્લીનર - 15

15.કાંતા તેનો કડક ઇસ્ત્રિબંધ સફેદ યુનિફોર્મ ચડાવી અન્ય ક્લીનર્સની ટ્રોલીઓ પર ધ્યાન રાખતી દરેક ફ્લોર પર ફરવા લાગી. અંદરથી નિરાશ હતી. ન ખાસ વ્યક્તિને મળાશે, ન ટીપ મળશે. હોટલમાંથી ગઈકાલના ગેસ્ટ જવા લાગ્યા, નવાની બેગો ઊંચકી માણસો તેમને રૂમમાં લઈ જવા લાગ્યા. હોટેલમાં વ્યસ્તતાભરી ચહલપહલ શરૂ થઈ ગઈ. ગઈકાલનો બનાવ જાણે એક દુઃસ્વપ્ન હોય એમ બધું રોજની જેમ જ ચાલતું હતું. તે કિચન તરફ રાઉન્ડ લેતી હતી ત્યાં જીવણ સામો મળ્યો. તેણે ડ્રેસ પર એપ્રોન પહેરેલો. તે લોકોના બ્રેકફાસ્ટના અવશેષો એકઠા કરી એક ડ્રમમાં નાખતો જતો હતો. કોઈની આખી સારી ડીશ જોતાં તેણે આજુબાજુ જોઈ ખિસ્સામાંથી પોલીથીન બેગ કાઢી ...વધુ વાંચો

16

કાંતા ધ ક્લીનર - 16

16.બીજો દિવસ. 'એ શા માટે આવું પૂછતો હશે? મારે પોલીસે મને શું શું પૂછ્યું એ એને જણાવવાની જરૂર ખરી? તો એ જ અત્યારે મારી નજીક છે. પણ એને બધું કહેવાની જરૂર નથી લાગતી.' એમ વિચારતી કાંતા આજે પણ મોનાના ચાર્જમાં હોવા છતાં ટ્રોલી લઈ સાતમે માળ ગઈ. તેનાથી 712 માં ગયા વગર રહેવાયું ન હતું. લીફટનું બારણું સરક્યું પણ સરખું ખૂલ્યું નહીં. તેણે ફરીથી ડોર ઓપનનું બટન દબાવ્યું. ડોર ખૂલતાં ખ્યાલ આવ્યો કે કોઈ પોલીસ આડો ઊભેલો. તેના કુલાઓ લિફ્ટનાં બારણાં પર ટેકવીને. બહાર કેવી રીતે જવું? તે કોઈ સાથે ફોન પર ગુસપુસ વાતો કરતો હતો. તેના પગ પર ...વધુ વાંચો

17

કાંતા ધ ક્લીનર - 17

17.કાંતા ખૂબ ઉત્સાહમાં હતી. કોઈ તેને ડીનર પર પણ બોલાવી શકે એમ છે! આજે તો તેની ડેટ કહેવાય! એના રંગીન શમણાંઓ જાગવા લાગ્યાં. પણ આ ડ્રેસમાં ડેટિંગ! પોતે અત્યંત સાદા ડ્રેસમાં અહીં આવી હતી. ઘેર પણ કોઈ એવો પ્રભાવ પાડે એવો ડ્રેસ ન હતો. તે કામ વચ્ચે પોતાની કલીગ સુનિતાને અર્ધો કલાકમાં આવું છું કહી હોટલની બહાર નીકળી ગઈ અને થોડે દૂર શહેરની બજારમાં એક રેડીમેડ વસ્ત્રોની દુકાનમાં જઈ સેલ્સગર્લને સીધું કહી દીધું કે આજે મારે બોયફ્રેન્ડ સાથે ડેટ પર જવાનું છે, તેને યોગ્ય ડ્રેસ આપ. તેણે વારાફરતી છ સાત ડ્રેસ ચેંજિંગ રૂમમાં અરીસા સામે ટ્રાય કર્યા અને એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો