કાંતા ધ ક્લીનર - 2 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • WEDDING.CO.IN-5

    આજે રોહિતને ફરીથી જોયા બાદ મન અને મગજ બન્નેમાં ધમાસાન ચાલતું...

  • જીમ કેરી

    "આજે મારે નામે 10 મીલીયન ડોલરનો ચેક લખી રાખું છું. આ રકમ માર...

  • અગ્નિસંસ્કાર - 84

    કેશવ તુરંત ગાડીમાંથી નીચે ઉતર્યો અને કારની ડિકીમાંથી મોટો લો...

  • અંધારી આલમ - ભાગ 7

    ૭ : કેમેરો ગૂમ નાગરાજન... અંધારી આલમના આ નામચીન માણસનું નામ...

  • અ - પૂર્ણતા - ભાગ 21

    વિકીની ફૂલ સ્પીડમાં જતી બાઈક અને સાથે તેના વિચારો, કોલેજમાં...

શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 2

2.

રણકતો ફોન કોઈએ તો ઉપાડવો ને?

બહારથી આવતા ગેસ્ટ માટે દરવાજો ખોલતા વયસ્ક ચોકીદાર વ્રજલાલ, તેમને કોઈ પણ સંજોગોમાં જગ્યા પરથી ન હટવાની સૂચના હતી છતાં અત્યારે તો ફોન તરફ દોડ્યા. એ જ વખતે બહાર રાધાક્રિષ્નન સાહેબની ચકાચક બ્લેક કાર ગેટ પાસે આવીને ઊભતી જોઈ તેઓ પાછા હટ્યા અને પોતાની જગ્યાએ જલ્દીથી ઊભા રહી ગયા. ન જાણે ક્યાંથી, હવામાંથી ફૂટ્યો હોય તેમ રૂમસર્વિસ વાળો બિહારી નંદન પોતાની સાફ ટુવાલો અને બેડશીટો ભરેલી ટ્રોલી ધસાવતો ત્યાં આવી પહોંચ્યો. દોડતી ટ્રોલીને પગથી બ્રેક મારી તેણે ફોન લીધો.

તે 'હેલો, ટુરિસ્ટ હેવન..' કહે ત્યાં તેના ફોનમાં ગભરાયેલો અવાજ આવ્યો. સામે તેની મોના મેડમ હતી.

"અબે નંદન, દેખ, તેરી ટ્રોલી કે વ્હીલ પર કોઈ ધબ્બા તો નહીં હે? "

તેણે જલ્દીથી નીચે જોયું. સાચે વ્હીલ પાસે લાલ ડાઘ હતા. અરે! તે ઉતાવળમાં નીચે લઈ આવ્યો એ સાતમા ફ્લોર પરથી આવેલી ચાદરો હતી અને એમાં કોઈ ચાદર પણ લાલ હતી!

તે ફટાફટ ચાદર ફરીથી ઉપર મૂકી આવવા ફોન ચાલુ જ રાખી ટ્રોલી ઘુમાવવા ગયો ત્યાં ઉતાવળમાં ટ્રોલી છટકી. ઝડપથી સરકતી તે વેઈટીંગ લાઉન્જ તરફ ભાગી.

સામેથી ઝડપભેર પોતાના ચકચકિત પોલિશ કરેલા શૂઝ ના ચટાક ચટાક અવાજ સાથે દોડતી ચાલે આવતા રાધાક્રિષ્નન સાહેબ હતા!

તેમણે સમયસૂચકતા વાપરી ટ્રોલી પકડી લીધી. તેમણે ટ્રોલી પર એક નજર ફેરવી. ગોલ્ડન રીમ વાળાં ચશ્મામાંથી તેમની અનુભવી આંખે ટ્રોલી પર લાલ ડાઘા વાળી સફેદ બેડશીટ અને વ્હીલ પર લાલ ડાઘ જોઈ લીધો. ફોન રીસીવર નીચે રાખી પડેલો. તેમાંથી કોઈ અવાજ આવતો હતો. તેમણે ફોન ઉઠાવ્યો. સામેથી ગભરાયેલો અવાજ મોના મેથ્યુ નો હતો.

"અરે બબુવા, બુદ્ધુ હૈ કિ? વહ સફેદ શીટ.."

મોના નો અવાજ જ્યાં હતો ત્યાં ગળામાં જ અટકી ગયો હશે કેમ કે રાધાક્રિષ્નન સાહેબનો સત્તાવાહી અવાજ ગુસ્સામાં આવ્યો. " મોના, તું વહાં કયા કરતી હો? યે ટ્રોલી એસે હી મુઝે મિલને કેસે આઇ?

રાત કી ડ્યુટી પૂરી હો ગઈ તો ક્યા સબ સો ગયે હો?"

ફોનમાં સામેથી કોઈ મૃત્યુ વખતે ખાતું હશે એવું ડચકું સંભળાયું. મોના નો અવાજ ગળામાં જ અટકી ગયો હતો.

સાહેબ આટલા જલ્દી આવી ગયા?

સામેથી અરોરા હોટેલના નેપકિનથી હાથ લુંછતો આવ્યો. એને લાગ્યું કે અહીં ને અહીં ફરી થઈ જશે. તેના પગ પેન્ટમાં થથરવા માંડ્યા.

"ફોન બજતા થા ઔર કોઈ ઉઠાને વાલા નહીં થા? યે હે હમારી વેરી પ્રેસ્ટીજીયસ હોટેલ ટુરિસ્ટ હેવન?

સબ કો અભી ટર્મીનેટ કર દેતા અગર યે સમસ્યા ન ખડી હોતી. ચલો સબ મેરે પીછે."

ગુસ્સાથી આમ કહેતાં તેમણે એમ્પ્લોયીઝ માટેની લીફ્ટનું બટન દબાવ્યું.

નંદન આદત મુજબ પહોળી સરસ ગેસ્ટ લિફ્ટ માં જવા જતો હતો તે ભૂલથી બટન દબાવાઈ ગયું હોય તેમ કરી ચૂપચાપ મોટા સાહેબ પાછળ લિફ્ટમાં આવી ઊભી ગયો.

"અરે ગધે, વો ટ્રોલી વહાં રખી? જલ્દી લે આ." રાધાક્રિષ્નન સાહેબે કહ્યું અને પોતાની મૂછ પર હાથ ફેરવ્યો.

તેઓ ફટાફટ ઉપર સાતમે માળ ગયા.

સ્યુટ નં. 712 નું મેઇન ડોર બંધ હતું.

બહાર મોના ધ્રૂજતી ઊભી હતી.

"નૌકરી કરની આતી હે? તુઝે હેડ બનાયા હાઉસ કલીનીંગ કી? યે દરવાજે પર તેરી ફિંગર પ્રિન્ટ આયેગી. ઈસે બંદ ક્યોં કીયા?" કહેતાં સાહેબે પોતાનો રૂમાલ બહાર કાઢી મોના પાસે ચાવી માંગી હેન્ડલમાં ભરાવી હેન્ડલ ઘુમાવ્યું. હળવેથી તેમણે સ્યુટ નો દરવાજો ખોલ્યો.

જરા પણ કિચૂડાટ વગર દરવાજો ખુલ્યો. તેમણે ઠેસી ભરાવી દીધી.

રૂમમાંથી વિચિત્ર ગંધ આવી .

"મોના, ડ્યુટી શીટ લાવ." તેમણે હુકમ કર્યો. મોના મેથ્યુ ડરતી ડરતી શીટ લઈ આવી. રાધાક્રિષ્નન સાહેબે એક દૃષ્ટિ શીટ માં કરી.

"અરે, અત્યારે તો આ ફ્લોર પર અહીં કાંતા સોલંકી ની ડ્યુટી છે. એને બદલે તું? કાંતા રજા ઉપર હોય તો એનો કોઈ મેસેજ?"

મોના ચૂપચાપ ઊભી રહી.

"અરે મોં માં મગ ભર્યા છે? તું તો બપોર પછી સુપરવાઈઝ કરવા આવવાની હતી.

ઠીક, તો તેં રૂમ ખોલ્યો ત્યારે શું જોયું?"

હળવેથી મોના બોલી "સર, અગ્રવાલ સર બેડ પર ચત્તા સૂતેલા અને મોં માંથી ફીણ નીકળી ગયેલાં. રૂમમાં કોઈ નહોતું."

"તારા પહેલાં છેલ્લું આ રૂમમાં કોણ ગયેલું?" રાધાક્રિષ્નન સાહેબે પૂછ્યું.

"વચ્ચે રાતે કોઈને ફોન આવ્યો હોય તો ખબર નથી. આ ફ્લોર પર નાઈટ ડ્યુટીમાં કાંતા સોલંકી હતી. એ જ છેલ્લી સાંજે રૂમમાં ગયેલી."

ક્રમશ: