Full Novel

2

કર્મનો કાયદો ભાગ - 2

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨ કર્મનો ઉદ્‌ભવ વિરાટ વિશ્વમાં કર્મનો ઉદ્‌ભવ ક્યાંથી થયો ? તે કઈ શક્તિથી ચાલી છે અને ક્યારે તેનો અંત થાય છે ? - તેવા સહજ પ્રશ્નો આજનું વિજ્ઞાન પણ વિચારી રહ્યું છે. જગતનાં કાર્મિક રહસ્યોને ઉકેલવા માટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મન અને રશિયા જેવા દેશોનાં બજેટમાં પ્રતિવર્ષ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. વર્ષ ૨૦૧૫માં રશિયાના એક અરબપતિ યુરી મિલનરે બ્રિટનના વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સને વિશ્વમાં પૃથ્વી જેવા અન્ય ગ્રહ અને નવા જીવનની શોધના કામ માટે દસ કરોડ ડૉલર (અંદાજે છસો પચાસ કરોડ)નું ડોનેશન આપ્યું છે. સ્પેસ અને કૉસ્મૉસ રિસર્ચ માટે અમેરિકાની ‘નાસા’નું બજેટ ૧૯૬૫થી અત્યાર ...વધુ વાંચો

3

કર્મનો કાયદો ભાગ - 3

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩ પ્રત્યેક અભિવ્યક્તિ એક નવો ‘બિગ બૅંગ’ ગણતરી કરનારાઓએ દુનિયામાં ચોર્યાસી લાખ યોનિઓ બતાવી અને તેમાં જન્મ પામનારા જીવો બતાવ્યા છે. જે શરીરરચનાથી અલગ-અલગ છે, તેમ જ તે પ્રત્યેક પોતપોતાનાં સ્વભાવગત કર્મોથી પણ અલગ-અલગ છે. સિંહનો સ્વભાવ જુદો અને વાઘનો સ્વભાવ પણ જુદો. કૂતરાનો સ્વભાવ જુદો, તો હાથીનો સ્વભાવ પણ જુદો, મગરનો સ્વભાવ જુદો અને માછલીનો સ્વભાવ જુદો. એ રીતે શરીરરચના મુજબના સ્વભાવગત ભેદ તો છે જ, જેની સાથે જાતિ મુજબના સ્વભાવ પણ અલગ હોય છે. માછલીમાં શાર્ક જાતિની માછલીના સ્વભાવથી ડોલ્ફિન જાતિની માછલીનો સ્વભાવ સદંતર અલગ છે. પ્રાણીઓ મોટા ભાગે શરીરના સ્તર ઉપર ...વધુ વાંચો

4

કર્મનો કાયદો ભાગ - 4

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૪ પ્રતિક્ષણ સર્જન પ્રતિક્ષણ વિસર્જન સ્ટીફન હોકિંગ્સની બિગ બૅંગ થિઅરીમાં બિગ બૅંગ એક જ થયો છે, પણ ભારતના ઋષિઓનું દર્શન કહે છે કે પ્રત્યેક ક્ષણે નવો બિગ બૅંગ સર્જાઈ રહ્યો છે. બધાં પદાર્થો, પ્રાણીઓ, મનુષ્યો, ગ્રહો, ઉપગ્રહો, તારાઓ અને નિહારિકાઓ વગેરેનો નિત્ય-નૂતન બિગ બૅંગ સર્જાઈ રહ્યો છે. જેથી પ્રત્યેક ક્ષણ એક નવું સર્જન છે અને પ્રત્યેક ક્ષણ એક નવું વિસર્જન. પહેલાંના વિજ્ઞાનની એ ધારણા હતી કે બ્રહ્માંડ એક સ્ફોટ સાથે એક વખત ઉત્પન્ન થઈ ગયું અને પછી તે તેની સીમાઓમાં સ્થિર છે, પરંતુ હવેનું વિજ્ઞાન કહે છે કે આ બ્રહ્માંડ એક એકસ્પાન્ડિંગ યુનિવર્સ, એટલે ...વધુ વાંચો

5

કર્મનો કાયદો - 5

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૫ બધાં કર્મો પ્રકૃતિના નિયંત્રણમાં આપણે નથી કહી શકતા કે આપણે હૃદયને ધડકાવીએ છીએ, કહી શકતા કે આપણે શરીરમાં લોહીનું પરિભ્રમણ કરાવીએ છીએ, તેમ જ નથી કહી શકતા કે આપણે શ્વાસોચ્છ્‌વાસ ચલાવીએ છીએ. આ બધું તો આપમેળે પ્રકૃતિની નિયતિ મુજબ જ ચાલી રહ્યું છે. હૃદયની ધડકન, લોહીની ગતિ અને શ્વાસોચ્છ્‌વાસ તો જીવનનો પર્યાય છે. જો આવાં મહત્ત્વનાં કાર્યો વ્યક્તિના હાથમાં ન હોય તો પછી બીજું કયું મહત્ત્વનું કામ વ્યક્તિના હાથમાં હોઈ શકે ? કૃષ્ણ એક અતિ મહત્ત્વનું રહસ્ય ખોલતાં જણાવે છે : ‘ત્ઙ્ગેંઢ્ઢભશ્વ બ્ઇેંસ્ર્ૠક્રક્રદ્ય્ક્રક્રબ્ઌ ટક્રળ્દ્ય્ક્રશ્વઃ ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર ગષ્ટઽક્રઃ ત્ન’ અર્થાત્‌ બધાં કર્મો અને તેમની ક્રિયાઓ ...વધુ વાંચો

6

કર્મનો કાયદો - 6

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૬ ‘કર્મણ્યેવાધિકારસ્તે’ પંચમહાભૂતથી બનેલાં તમામ પદાર્થો, માણસો અને પશુ-પક્ષીઓ સહિતની ઉત્પત્તિનું કારણ પ્રકૃતિ છે. નિયમન અને અનુશાસન પણ પ્રકૃતિનું છે. બધાં કર્મો પ્રકૃતિ દ્વારા જ સંચાલિત થાય છે. જન્મ પણ તેનો એ મોત પણ તેનું. હાનિ પણ તે અને લાભ પણ તે. બાળપણ તેનું અને વૃદ્ધાવસ્થા પણ તેની. તો પછી માનવીના હાથમાં શું ? - તેવો સહજ પ્રશ્ન થયા વગર ન રહી શકે. આ માટે શ્રીકૃષ્ણ કહે છે : ‘ઙ્ગેંૠક્રષ્ટદ્ય્સ્ર્શ્વક્રબ્મઙ્ગેંક્રથ્જીભશ્વ’ - કર્મમાં અધિકાર છે. પ્રકૃતિએ વ્યક્તિને બોલવાનો અધિકાર, ગંધ અનુભવવાનો અધિકાર, સ્પર્શ અનુભવવાનો અધિકાર, સાંભળવાનો અધિકાર, ચાલવાનો અધિકાર, દોડવાનો અધિકાર, બેસવાનો અધિકાર, સૂવાનો અધિકાર, ...વધુ વાંચો

7

કર્મનો કાયદો - 7

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૭ ‘ગહના કર્મણો ગતિઃ’ કર્મ અને તેના ઉદ્‌ભવ સંબંધે સત્યની શોધમાં ગયેલા સત્યદ્રષ્ટાની નજરથી કર્મની ગહન ગતિ તરફ મીટ માંડી શકાય છે. અપાર અને અસીમ સૃષ્ટિમાં કર્મોની ગહનતાનો આભાસ કોઈ વિરલ બુદ્ધિમાન પુરુષો જ કરે છે. જ્યાં સુધી જીવન અજ્ઞાનતાના આવરણથી ઘેરાયેલું છે ત્યાં સુધી તો કર્મની ગહન ગતિનો આભાસ પણ થતો નથી. આંખ બરાબર જોવાનું કામ કરે છે ત્યાં સુધી આંખની ગહનતાનો વ્યક્તિને કોઈ પરિચય નથી. આંખમાં કેટલા સ્નાયુઓ છે, નેત્રપટલ શું કામ કરે છે, કઈ શક્તિથી આંખ જોવાનું કાર્ય કરે છે, કઈ શક્તિથી તે રંગ પારખે છે એ હકીકતોની તો ત્યારે ખબર ...વધુ વાંચો

8

કર્મનો કાયદો ભાગ - 8

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૮ નિયતિ, નિમિત્ત અને નિયંતા ભારતીય દર્શનમાં કર્મની ગહન ગતિ પ્રત્યે બોધપૂર્ણ થવા માટે (ર્ય્ઙ્ઘ), નિયતિ (ડ્ઢીજૈંહઅ) અને નિમિત્ત (ઁિીીંટં) - એવા ત્રણ ભેદ કરવામાં આવ્યા છે, જો વિશ્વ છે તો કોઈ તેનો નિયંતા છે, તે નિયંતાની ઇચ્છા જ તેની નિયતિ છે અને જ્યારે નિયંતા છે, તેની નિયતિ છે, ત્યારે કોઈ તેનું નિમિત્ત પણ છે. જગત પરમાત્માની ઇચ્છાથી ઉત્પન્ન થયું છે, તેથી પરમાત્મા તેનો નિયંતા છે. પરમાત્માની ઇચ્છાશક્તિ જ તેની નિયતિ છે અને સમગ્ર જીવો તેનાં નિમિત્ત છે. નિયંતા, નિયતિ અને નિમિત્તની વિચારધારા ભારતના દ્વૈતાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતોની વિચારધારા છે, જેમાં બ્રહ્મ, માયા અને ...વધુ વાંચો

9

કર્મનો કાયદો - 9

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૯ સારું શું અને ખરાબ શું ? સમગ્ર કર્મોનું નિયમન કે નિયંત્રણ વિશ્વનિયંતાની પ્રકૃતિએ નિયતિ મુજબ જ થાય છે. પોતપોતાના કર્માનુસાર જીવ તેનો નિમિત્ત થતો રહે છે - ક્યારેક સારાનો, ક્યારેક ખરાબનો, ક્યારેક શુભનો, ક્યારેક અશુભનો, ક્યારેક સુખનો, ક્યારેક દુઃખનો, નિમિત્ત થવું તે જીવનાં કર્મને આભારી છે. સમગ્ર કર્મો પોતપોતાની નિયતિ મુજબ ચાલવાવાળાં છે. કોઈ ભૂલથી અગ્નિમાં હાથ નાખે કે જાણી જોઈને નાખે, પણ અગ્નિ તો તેની નિયતિ મુજબ તેના હાથને બાળી જ નાખશે. અગ્નિ તેવું નથી વિચારતો કે કોઈએ ભૂલથી હાથ નાખ્યો છે, માટે મારે તેને બાળવો ન જોઈએ. કોઈ ભૂલથી ઝેર પીએ ...વધુ વાંચો

10

કર્મનો કાયદો ભાગ - 10

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૦ સુકૃત અને દુષ્કૃત ખ્ક્રળ્બ્રસ્ર્ળ્દૃભક્રશ્વ પદ્યક્રભટ્ટદ્ય શ્ર઼ક્રશ્વ ગળ્ઙ્ગેંઢ્ઢભઘ્ળ્ષ્ઠઙ્ગેંઢ્ઢભશ્વ ત્ન ભજીૠક્રક્રઙ્મક્રશ્વટક્રક્રસ્ર્ સ્ર્ળ્રુસ્ર્જી સ્ર્ક્રશ્વટક્રઃ ઙ્ગેંૠક્રષ્ટગળ્ ઙ્ગેંક્રહ્મઽક્રૐૠક્રૅ ટક્રટ્ટભક્ર : ૨-૫૦ શ્રીકૃષ્ણ સુકૃત અને દુષ્કૃત બંને છોડવા કહે છે. ઘણા લોકોને કૃષ્ણની આ વાત જરા અજુગતી લાગે છે. દુષ્કૃત એટલે કે જે ખરાબ કૃત્યો છે તે છોડી દેવાં, જે સમજી શકાય છે, પરંતુ સુકૃત એટલે કે સારાં કૃત્યો છે તે શા માટે છોડવાં ? પરંતુ જ્યારે કહેનાર કૃષ્ણ છે ત્યારે વાત સમજવી જરૂરી છે. સુકૃત અને દુષ્કૃત બંને સમાજમાં ઓળખ પામેલાં કૃત્યો છે. બંને ઉપર સમાજની ઓળખનું લેબલ લાગેલું છે, તેથી જ તો તેમને સુકૃત અને દુષ્કૃત તરીકે ...વધુ વાંચો

11

કર્મનો કાયદો ભાગ - 11

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૧ કર્મ અને કર્તાભાવ કર્મના કર્તાભાવના કારણે જ વ્યક્તિને કર્મનું બંધન થાય છે. કર્તાભાવના જ વ્યક્તિ ફસાયેલી છે, બંધાયેલી છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ મળે કેજે કર્મ કરતી હોવા છતાં તે કર્તાભાવથી મુક્ત હોય. કર્મ અને કર્તાભાવના રહસ્યને જણાવતાં શ્રીકૃષ્ણ કહે છે : ત્ઙ્ગેંઢ્ઢભશ્વઃ બ્ઇેંસ્ર્ૠક્રક્રદ્ય્ક્રક્રબ્ઌ ટક્રળ્દ્ય્ક્રહ્મઃ ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર ગષ્ટઽક્રઃ ત્ન ત્ત્દ્યધ્ઙ્ગેંક્રથ્બ્ૠક્રઠ્ઠઋક્રઅૠક્રક્ર ઙ્ગેંભક્રષ્ટદ્યબ્ૠક્રબ્ભ ૠક્રર્સ્ર્ભિંશ્વ ત્નત્ન ટક્રટ્ટભક્ર : ૩-૨૭ ત્ઙ્ગેંઢ્ઢઅસ્ર્હ્મ ન ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર બ્ઇેંસ્ર્ૠક્રક્રદ્ય્ક્રક્રબ્ઌ ગષ્ટઽક્રઃ ત્ન સ્ર્ઃ ઽસ્ર્બ્ભ ભબક્રઅૠક્રક્રઌૠક્રઙ્ગેંભક્રષ્ટથ્ધ્ ગ ઽસ્ર્બ્ભ ત્નત્ન ટક્રટ્ટભક્ર : ૧૩-૨૯ અર્થાત્‌ પ્રકૃતિથી સર્વ કર્મો છે અને તેમનું સમગ્ર નિયમન પણ પ્રકૃતિ જ કરે છે, તેમ છતાં અહંકારના કારણે વિમૂઢ થયેલો જીવાત્મા પોતાને ...વધુ વાંચો

12

કર્મનો કાયદો ભાગ - 12

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૨ કર્મનો અહંકાર જ દોષ છે જ્યાં કર્મનો બોજ અહંકાર ઉઠાવે છે ત્યાં પાપનો અવશ્ય લાગે છે તેવો ‘ભગવદ્‌ગીતા’નો મત છે. કર્મ તો પ્રકૃતિનાં છે અને પ્રકૃતિ જ તેનું નિયમન કરે છે, તેમ છતાં અહંકાર કર્મોનો કર્તા બનવાની કોશિશ કરે છે ત્યારે તે અહંકાર મિથ્યા છે. જે મિથ્યા છે તેની પાસે પોતાનું કોઈ સત્ય હોતું નથી. કર્મક્ષેત્રમાં પોતાના પગ પર ઊભા રહી શકે તેવી અહંકારમાં કોઈ તાકાત નથી, જેથી અહંકાર કર્મોમાં ઇરાદાના રૂપે વ્યક્ત થાય છે. જ્યારે કર્મ અહંકારના ઇરાદાવાળું બને ત્યારે તેમાંથી પાપ અવશ્ય ફેલાય છે. જ્યારે કર્મો હોશપૂર્વક ન થાય ત્યારે કર્મોમાં ...વધુ વાંચો

13

કર્મનો કાયદો ભાગ - 13

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૩ કર્મ અને કર્મફળ કર્મ અને કર્મના ફળ અંગે સામાન્ય દૃષ્ટિએ તફાવત જોવામાં આવે પરંતુ તેવી દૃષ્ટિએ જોવાતો તફાવત વાસ્તવિક અને નક્કર નથી, કારણ કે મૂલતઃ કર્મનું ફળ કર્મથી ભિન્ન નથી. વિદ્વાનો કહે છે કે કર્મ ફળ આપ્યા વગર શાંત થતું નથી. જેમ અગ્નિ સાથે સંબંધિત વસ્તુને અગ્નિ ભસ્મ કરીને જ શાંત થાય છે, તેમ કર્મ પણ તેના કર્તાને ફળ આપીને જ શાંત થાય છે. કર્મ એ પ્રારંભિક અવસ્થા છે અને કર્મફળ તે પ્રારંભિક કર્મની જ અંતિમ અવસ્થા છે. કર્મની રહસ્યમય ગાથાના જાણકારોએ એકમતે કહ્યું છે કે જેવું કર્મ હોય છે તેવું તેનું ફળ ...વધુ વાંચો

14

કર્મનો કાયદો ભાગ - 14

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૪ કર્મફળનું દર્પણ ચિત્તપટલ ‘પાતંજલ વોગસૂત્ર’માં સમાધિપાદના ચોથા સૂત્રથી ‘ઢ્ઢબ્ડ્ડક્રગક્રસ્તસ્ર્ૠક્રૅ શ્નભથ્શ્ક્ર’ કહીને કર્મના ફળને દ્વારા ચિત્તમાં રહેલા ચૈતન્ય ઉપર પડતું પ્રતિબિંબ કહ્યું છે. યોગ કહે છે કે જેની જેવી વૃત્તિ હોય તેના ચિદાકાશમાં તેવું જ ફળ રચાય છે. યોગમાં પાંચ પ્રકારનાં ચિત્ત કહેલાં છે : ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. જેમાં ક્ષિપ્ત ચિત્ત એ રજોગુણથી અતિ ચંચળતા પામેલું ચિત્ત હોય તે. વિક્ષિપ્ત એટલે જેમાં રજોગુણ સાથે સત્ત્વગુણનો પણ સંપર્ક હોય અને જે ક્યારેક ચંચળ તો ક્યારેક સ્થિર રહેતું હોય તે. મૂઢ એટલે જેમાં તમોગુણનો જ અધિક પ્રભાવ હોય અને જે કોઈ કેફી પદાર્થોની ...વધુ વાંચો

15

કર્મનો કાયદો ભાગ - 15

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૫ કર્મનિષ્ઠ કોણ થઈ શકે ? કર્મથી કર્મનું ફળ જુદું નથી તેમ ન સમજાય સુધી કર્મનિષ્ઠાનો આવિષ્કાર થવો સંભવિત નથી અને જ્યાં સુધી કર્મો કર્મનિષ્ઠાને બદલે ફલાકાંક્ષાથી જોડાયેલા છે ત્યાં સુધી તેના કર્તાને શાંતિ નથી. કર્મ એ જ કર્મનું ફળ બનવાનું છે તેવી પ્રતીતિ વગર માત્ર ફળની લાલસાએ જે લોકો કર્મ કરે છે તેનાથી જ પાપનો જન્મ થાય છે. તેવા લોકો માને છે કે મંદિરો, મઠો અને આશ્રમો કે ધાર્મિક કહેવાતી સંસ્થાઓમાં દાન કરવાથી પુણ્ય થશે. પછી પાપ કરો બજારમાં, ગરીબોનું શોષણ કરો સમાજમાં, ગમે તેમ પૈસા ભેગા કરો પોતાની તિજોરીમાં, મોજમજા ખાતર વ્યભિચાર ...વધુ વાંચો

16

કર્મનો કાયદો - 16

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૬ ભાગ્ય એટલે શું ? ભાગ્ય એક એવો શબ્દ છે, જેનો દુનિયાની દરેક ભાષામાં થયો છે. ભારતની પ્રચલિત ભાષાઓમાં ભાગ્યને પ્રાબ્ધ, દૈવ, ભાવિ, નિયતિ જેવા શબ્દોથી ઓળખવામાં આવે છે, જ્યારે અરબી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં કિસ્મત, તકદીર, ફૉર્ચ્યુન અને લક (ઙ્મેષ્ઠા) જેવા શબ્દોથી ભાગ્યને ઓળખવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે વિશ્વના લગભગ તમામ દેશોમાં ભાગ્ય વિશેના વિચારો છે, જે તેના અસ્તિત્ત્વ સંબંધે પુરાવો આપે છે. ભાગ્ય શબ્દ અતિ મહત્ત્વનો છે. ભાગ્યનો અર્થ થાય છે કે જેને ભોગવવું જ પડે તેનું નામ ભાગ્ય. તે સારું હોય કે ખરાબ હોય, પરંતુ જેને ભોગવ્યા વગર ...વધુ વાંચો

17

કર્મનો કાયદો ભાગ - 17

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૭ ભાગ્યનું નિર્માણ ભાગ્ય કર્મક્ષેત્રનું અત્યંત પ્રબળ તત્ત્વ છે. ભાગ્યની આંધી ઊઠે ત્યારે કર્મના વામણા લાગે છે. તેવા ભાગ્યનું નિર્માણ કોણ કરે છે ? કયા કારણે અને શાનાથી કરે છે ? આ સામાન્ય માનવીની જ નહીં, તત્ત્વજ્ઞાનીઓની ચર્ચાનો પણ ગહન મુદ્દો રહ્યો છે. સદીઓ-સદીઓની ચર્ચાના અંતે પણ કોઈ એક નિષ્કર્ષ આપી શક્યું નથી, છતાં વિદ્ધાનોએ પોતપોતાની બુદ્ધિથી શ્રેષ્ઠ મત આપવા કોશિશ કરેલી છે. મોટા ભાગના લોકો ઈશ્વરને ભાગ્યવિધાતા માને છે. સામાન્યતઃ લોકો એવી ધારણા કરતા જોવા મળે છે કે કોઈ ઈશ્વર ઉપર બેઠો છે, જે ગગનગોખે અદૃશ્ય રહીને સર્વનું ભાગ્ય લખે છે. ઈશ્વરે જેનું ...વધુ વાંચો

18

કર્મનો કાયદો ભાગ - 18

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૮ કર્મ જ સાચી પુજા જ્યાં સુધી કર્મ ઠીક નહીં થાય ત્યાં સુધી ભાગ્ય નહીં થાય તેવો સંદેશ ભગવાન શ્રીકૃષ્ણે વારંવાર આપ્યો છે. પોતાના ચરિત્રથી પણ વારંવાર તે ઉપદેશને ફેલાવવાની કોશિશ કરી છે. છતાં શ્રીકૃષ્ણને માનનારા લોકો પણ તે વાતને સમજી નથી શક્યા. ‘શ્રીમદ્‌ ભાગવત’ના દશમસ્કંધના ૨૪મા અધ્યાયની કથા છે. નંદ વગેરે ગોવાળો અનેક પ્રકારની પૂજાસામગ્રીઓ લઈને ઇન્દ્રનો યજ્ઞ કરવા તૈયાર થયા. તેમને જોઈને નાનકડા શ્રીકૃષ્ણ પ્રશ્ન કરે છે : “તમે લોકો આ શું કરી રહ્યા છો ?” જવાબમાં નંદ કહે છે : “બેટા ! આપણે ગોપાલક અને વૈશ્ય છીએ. ખેતીવાડી અને પશુપાલન આપણો ...વધુ વાંચો

19

કર્મનો કાયદો ભાગ - 19

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૯ જ્યોતિષ અને ભાગ્ય ઈશ્વરના નામ ઉપર ધીકતી કમાણીનો ધંધો કરનારા ઠગબાબાઓ અને જ્યોતિષીઓએ આ દેશની પ્રજાના માનસમાં ભાગ્યનો નિર્માતા ઈશ્વર છે તેવું ભૂસું ભરાવેલું છે. આવા લોકોનો એ પ્રચાર-પ્રસાર છે કે જે લોકો આંધળા, અપંગ, ગરીબ અને બીમાર છે તે ઈશ્વરની નારાજગીના કારણે છે, જેથી ઈશ્વરને પ્રસન્ન રાખવો જરૂરી છે. ઈશ્વરની પ્રસન્નતા માટે મંદિરોમાં દાન-ભેટ આપો, સાધુ-મહંતોનાં ચરણોમાં માથું નમાવીને ખિસ્સું હળવું કરો, જ્યોતિષીઓ બતાવે તેવી અગડં-બગડં વિધિઓ કરો અને જ્યોતિષીને તગડી ફી ચૂકવો એટલે ઈશ્વરનો રાજીપો થાય અને ભાગ્ય બદલી જાય. નબળી માનસિકતાવાળા લોકોને પણ એટલું જ જોયઈએ છે કે કોઈ તેમના ...વધુ વાંચો

20

કર્મનો કાયદો ભાગ - 20

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૦ કર્મનાં ત્રણ સંગ્રહસ્થાન જમા થયેલાં કર્મોજ જો વ્યક્તિનું ભાગ્ય બનતાં હોય તો તે જમા થાય છે તે જાણવું અત્યંત જરૂરી છે. પૌરાણિક માન્યતા છે કે કર્મો ચિત્રગુપ્ત નામના દેવતાના ચોપડે જમા થાય છે. ચિત્રગુપ્ત દેવ તમામ વ્યક્તિનાં કર્મોનો હિસાબ રાખે છે અને તે હિસાબ મુજબ વ્યક્તિને સારાં-નરસાં કર્મોનું ફળ મળે છે. સાંભળવામાં દંતકથા જેવી લાગતી ચિત્રગુપ્તની વાતમાં પણ એક સત્ય છુપાયેલું છે, જે કાળાંતરે નષ્ટ થઈ ગયું અને ફક્ત વાર્તા જ હાથમાં રહી ગઈ. ચિત્ર અને ગુપ્ત એ બે શબ્દોમાં જ તેની સમગ્ર વાર્તાનું તથ્ય છુપાયેલું છે. જ્યારે કૅમેરાની નવીનવી શોધ થઈ ત્યારે ...વધુ વાંચો

21

કર્મનો કાયદો ભાગ - 21

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૧ કર્મનાં ત્રણ પ્રેરણાસ્થાન કર્મ ત્રણ પ્રકારે સંગ્રહિત થાય છે, તેવી રીતે કર્મ કરવાની પણ વ્યક્તિને ત્રણ પ્રકારે મળે છે, જે માટે શ્વલોકના પૂર્વાર્ધમાં શ્રીકૃષ્ણ કહે છે : જ્ઞ્ક્રક્રઌધ્, જ્ઞ્ક્રશ્વસ્ર્ધ્ બ્થ્જ્ઞ્ક્રક્રભક્ર બ્શ્ક્રબ્મક્ર ઙ્ગેંૠક્રષ્ટનક્રશ્વઘ્ઌક્ર ત્ન ટક્રટ્ટભક્ર : ૧૮-૧૮ શ્રીકૃષ્ણ ઇન્દ્રિયો, કર્મ અને કર્તારૂપી ત્રણ પ્રકારના કર્મસંગ્રહની વાત કરવાની સાથે જ ત્રણ પ્રકારની કર્મપ્રેરણાની વાત કરે છે, જે ખૂબ જ સૂચક છે. સર્વપ્રથમ કર્મની પ્રેરણા જ્ઞાન છે. અહીં જે જ્ઞાનની વાત છે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે. કાન, ત્વચા, આંખ, જીભ અને નાકથી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું જ્ઞાન મળે છે તે જ્ઞાન વ્યક્તિને કર્મપ્રેરક ...વધુ વાંચો

22

કર્મનો કાયદો ભાગ - 22

f{oLkku fkÞËku ©e MktsÞ Xkfh 22 ºký «fkhLkkt f{o ¼økðkLk ©ef]»ýLkk {íku f{kuo ºký «fkhLkkt Au, fkhý fu «f]rík Au, íkuÚke f{kuo Ãký «f]ríkLkk økwý {wsçk MkkÂ¥ðf, hksMke yLku íkk{Mke yu{ ºký «fkhLkkt Au. ½ýk ÷kufku fk¤Lkk ykÄkhu f{kuoLkwt rð¼ksLk fheLku f{kuoLku ºký «fkhLkkt çkíkkðu Au. íku{Lkk {íku Mktr[ík f{o, «khçÄf{o y™u r¢Þ{ký f{o yu{ ºký «fkhLkkt f{kuo Au. íkuyku su f{o ðíko{kLk{kt ÚkE hÌkwt Au íkuLku r¢Þ{ký f{o, su f{o ðíko{kLk{kt ÚkELku ¼qíkfk¤YÃk çkLÞwt íkuLku Mktr[ík f{o yLku ¼rð»ÞLkk øk¼o{kt Au íku «khçÄf{o íku{ yku¤¾ ykÃku Au, Ãkhtíkw ykðwt rð¼ksLk fk¤(time)Lkwt rð¼ksLk Au, {kir÷f heíku íku f{kuoLkwt rð¼ksLk ...વધુ વાંચો

23

કર્મનો કાયદો ભાગ - 23

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૩ કર્મનો પ્રારંભ શી રીતે કરવો ? કર્મની શરૂઆત તો ઇચ્છાઓથી થાય છે તે છે. ‘ષ્ઙ્ગેંક્રશ્વશ્ચદ્યધ્ખ્ક્રદ્યળ્જીસ્ર્ક્રૠક્રૅ’ - ‘હું એક છું અને અનેક થઉં’ તેવી ઇચ્છાથી ભગવાને જગત ઉત્પન્ન કર્યું છે તેમ વેદો કહે છે ત્યારે તે જગતમાં ઉત્પન્ન થયેલા માણસો ઇચ્છાથી કર્મારંભ કરે તે સ્વાભાવિક છે, પરંતુ ભગવાનની અને માણસની ઇચ્છામાં ફેર એટલો છે કે ભગવાનની ઇચ્છાઓ ભગવાનને આધીન છે, જ્યારે માણસ તેની ઇચ્છાને આધીન બને છે. જે ઇચ્છાઓને આધીન બને છે તે ઇચ્છાઓનો દાસ થાય છે. જ્યારે ઇચ્છાઓ ભગવાનને આધીન છે, તેથી ઇચ્છા ભગવાનની દાસી બનીને કામ કરે છે. માણસ તેના મનમાં જે ...વધુ વાંચો

24

કર્મનો કાયદો ભાગ - 24

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૪ કર્મની સિદ્ધિ અને શ્રદ્ધા શરીરથી એવરેસ્ટ શિખર લાંઘી જનારો માણસ ક્યારેક ઘરના દાદરાનું પડવા સક્ષમ નથી હોતો. વાણીથી હજારોને પ્રભાવિત કરનારો માણસ ક્યારેક પોતાની જ વાણીથી પોતાની જાતને પણ દિલાસો દેવા સમર્થ નથી થતો. મનથી ઇચ્છેલી કામનાઓ ક્યારેક વગર પ્રયાસે મળી જાય છે, તો ક્યારેક અથાગ પ્રયત્નો છતાં સફળ નથી થતી. કર્મ જ્યાં સુધી સિદ્ધિ ન પામે ત્યાં સુધી કર્મની સિદ્ધિ એક અગમ્ય રહસ્ય રહે છે. બુદ્ધના એક શિષ્ય મહાકાશ્યપે એક વખત બુદ્ધને પ્રશ્ન કર્યો : “પ્રભુ ! જ્યારે આપ પરમ સિદ્ધિની શોધમાં વનવન ભટકતા હતા, અનેક જ્ઞાનીઓ, મુનિઓ અને ગુરુઓએ બતાવેલા રસ્તે ...વધુ વાંચો

25

કર્મનો કાયદો ભાગ - 25

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૫ શ્રદ્ધા અને કર્મ એકબીજાનાં પૂરક જેવું કર્મ તેવું જ ફળ મળવું તે કર્મના આભારી છે. પક્રશ્વ પગ ઙ્ગેંથ્શ્નષ્ટ ગક્રશ્વ ભગ દ્મેંૐ નક્રક્ર ત્ન (થ્ક્રૠક્રનબ્થ્ભૠક્રક્રઌગ) કર્મના ગુણદોષને ઓળખીને યથાયોગ્ય ફળ મેળવવાની વાત તો જગવિદિત છે. જેમ કે અગ્નિથી તાપ મેળવી શકાય, બાળી શકાય, પણ શીતળતા ન મેળવી શકાય. અગ્નિ વગર જળથી બાળી ન શકાય. અન્નથી ભૂખ અને જળથી તરસ છિપાવી શકાય. મારવા માટે ઝેર ખવાય અને જીવવા માટે અન્ન. આ બધી હકીકત કર્મના ગુણોને આભારી છે. તે મુજબ આપણે કર્મમાર્ગમાં તેનો ઉપયોગ કરીએ છીએ. હજારો વર્ષોના અનુભવો સાથે ઉત્તરોત્તર પ્રાપ્ત કરેલા જ્ઞાનથી આજે માણસ ...વધુ વાંચો

26

કર્મનો કાયદો ભાગ - 26

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૬ ત્રણ પ્રકારની શ્રદ્ધા શ્રીકૃષ્ણના મતે શ્રદ્ધા એ પ્રકૃતિનું તત્ત્વ છે, જેથી ત્રિગુણાત્મક પ્રકૃતિમાં પણ ત્રણ પ્રકારની જોવા મળે છે. આપણા ઋષિઓએ પ્રકૃતિની ઉપાસના કરતાં કહ્યું છે : સ્ર્ક્ર ઘ્શ્વટ્ટ ગષ્ટ઼ક્રઠ્ઠભશ્વળ્ ઊંક્રરક્રસ્શ્વદ્ય્ક્ર ગધ્બ્જીબભક્ર ત્ન ઌૠક્રજીભજીસ્ર્હ્મ ઌૠક્રજીભજીસ્ર્હ્મ ઌૠક્રજીભજીસ્ર્હ્મ ઌૠક્રક્રશ્વ ઌૠક્રઃ ત્નત્ન પ્રત્યેક વ્યક્તિમાં શ્રદ્ધાનું તત્ત્વ રહેલું છે. જે વ્યક્તિ જેવી પ્રકૃતિવાળી હોય તે તેવી શ્રદ્ધાવાળી અવશ્ય હોય છે. શ્રદ્ધા જ વ્યક્તિની સાચી ઓળખ છે. કર્મો શ્રદ્ધાનું સ્થૂળ રૂપ છે. અને શ્રદ્ધા કર્મોનું સૂક્ષ્મ રૂપ છે. શ્રીકૃષ્ણ કહે છે : સ્ર્ક્રશ્વ સ્ર્હૃન્દ્વરઃ ગ ષ્ ગઃ’, અર્થાત્‌ જે જેવી શ્રદ્ધાવાળો છે તે એ જ છે. કર્મો તો ...વધુ વાંચો

27

કર્મનો કાયદો ભાગ - 27

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૭ કર્મોનાં ત્રિવિધ ફળ સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારનાં કર્મો છે, જેથી ત્રિવિધ કર્મોનાં ફળ પણ ત્રિવિધ હોવાં સ્વાભાવિક છે, જે માટે શ્રીકૃષ્ણ કહે છે : ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રઃ ગળ્ઙ્ગેંઢ્ઢભજીસ્ર્ક્રદ્યળ્ઃ ગક્રબ્ડ્ડઙ્ગેંધ્ બ્ઌૠક્રષ્ટૐધ્ દ્મેંૐૠક્રૅ ત્ન થ્પગજીભળ્ દ્મેંૐધ્ ઘ્ળ્ઃૠક્રજ્ઞ્ક્રક્રઌધ્ ભૠક્રગઃ દ્મેંૐૠક્રૅ ત્નત્ન ટક્રટ્ટભક્ર : ૧૪-૧૬ અર્થાત્‌ જે કર્મો સાત્ત્વિક છે તેમનું ફળ નિર્મળ અને સુખદાયક, રાજસી કર્મોનું ફળ દુઃખદાયક અને તામસી કર્મોનું ફળ અંધકારમય અજ્ઞાન છે. શ્રીકૃષ્ણ કર્મોના ફળ માટે સારા-નરસાની, પાપ-પુણ્યની કે ધાર્મિક-અધાર્મિકની વાતમાં નહીં પડતાં પ્રાકૃતિક ભેદ મુજબનાં ત્રિવિધ કર્મોનાં ત્રિવિધ ફળની જ વાત કરે છે. પ્રકૃતિ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણનું ચક્ર ચલાવે છે. ...વધુ વાંચો

28

કર્મનો કાયદો ભાગ - 28

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૮ પાપ અને પુણ્ય સામાન્ય રીતે લોકો કર્મના બે ભેદ પાડે છે, જેમાં એક અને એક પુણ્યકર્મના નામથી ઓળખાય છે. લેટેસ્ટ વિચારધારામાં પૉઝિટિવ થિન્કિંગ અને નેગેટિવ થિન્કિંગના નામથી પણ ઓળખે છે. ‘ભગવદ્‌ગીતા’ના મતે ત્રણ ગુણો પૈકી કર્મમાં જ્યારે સત્ત્વગુણ પ્રધાન હોય અને રજોગુણ તથા તમોગુણ ગૌણ હોય તેવાં કર્મો એ પુણ્યકર્મ કે પૉઝિટિવ કર્મ કહેવાય છે, જ્યારે રજોગુણ કે તમોગુણ પ્રધાન હોય ત્યારે તે કર્મો પાપકર્મ કે નેગેટિવ કર્મ કહેવાય છે. આપણા પ્રાચીન મત મુજબ પાપ કરનારને નર્ક અને પુણ્ય કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે ઇસ્લામમાં પણ પાપ કરનારને દોઝખ અને ...વધુ વાંચો

29

કર્મનો કાયદો ભાગ - 29

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૯ કર્મનો યોગ કેમ બને ? યોગ શબ્દનો અર્થ વિદ્વાનો યથાયોગ્ય રીતે જોડાવું તેવો છે. વ્યક્તિ જે-જે વિષયવસ્તુ સાથે યથાયોગ્ય રીતે જોડાય ત્યારે તેનો યોગ થાય છે. આપણે ત્યાં યોગ શબ્દને અનેક પ્રકારના વિષયવસ્તુ સાથે જોડીને શબ્દપ્રયોગ થાય છે. જેમ કે જ્ઞાનયોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ, અષ્ટાંગયોગ, પ્રેમયોગ, મંત્રયોગ, તંત્રયોગ, હઠયોગ, રાજયોગ, બ્રહ્મયોગ, અભ્યાસયોગ, બુદ્ધિયોગ અને કર્મયોગ. જ્યારે કોઈ વ્યક્તિ કર્મની સાથે યથાયોગ્ય રીતે જોડાય ત્યારે તે કર્મનો કર્મયોગ થયો કહેવાય. માણસ જે ખાય છે તે બધું પચતું નથી. જેટલું પચે છે તેનો શરીર સાથે યોગ થાય છે. તેવી રીતે માણસ જે કાંઈ કરે છે તે ...વધુ વાંચો

30

કર્મનો કાયદો ભાગ - 30

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩૦ શ્રેષ્ઠ કર્મ ગહનતા ભરેલા કર્મમાર્ગમાં શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય તે માટે પણ અસંખ્ય મળી શકે છે. શ્રેષ્ઠ ભોજન કોને કહેવાય તેમ પૂછતાં કોઈ દૂધપાક-પૂરી કહેશે, કોઈ ભજિયાં-ચટણી કહેશે, કોઈ લાડુ કે રબડી કહેશે, તો કોઈ સૅન્ડવિચ, પિઝા, બર્ગર કે દાબેલી વગેરે. તેવી જ હાલત શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય તે માટેની થશે. અલગ-અલગ રુચિવાળી વ્યક્તિઓ પોતપોતાનાં કર્મોને શ્રેષ્ઠ સાબિત કરવાની કોશિશ કરી રહી છે અને કરતી રહેશે. આ કર્મ જ શ્રેષ્ઠ છે તેવો એક જવાબ ગહનતા અને વિવિધતાભરેલા કર્મમાર્ગમાં મળવો શક્ય નથી. શ્રેષ્ઠ કર્મ કોને કહેવાય તે અંગે મત આપતાં શ્રીકૃષ્ણ કહે છે : ...વધુ વાંચો

31

કર્મનો કાયદો ભાગ - 31

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩૧ પાવન કર્મ ગંગાસ્નાન કરી આવો, તીર્થયાત્રા કરી આવો, હજ કરી આવો, મંદિરે જઈ કે કોઈના ચરણસ્પર્શ કરી લો એટલે પાવન - તેવી વાતો હવે આજના જમાનાને ગળે ઊતરે તેમ નથી, કારણ કે ગંગામાં નાહીને પણ લોકો પાપ કરે છે. ‘સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી’ તે પણ બધા જાણે છે. મંદિરનો પૂજારી પણ જ્યાં અનેક લફરાંમાં ફસાઈને અપાવન છે ત્યાં મંદિર કોને પાવન કરશે ? અને જેમનાં ચરણો અનેક અપાવનમાં ફર્યા કરે છે તેવા લોકોના ચરણસ્પર્શથી કોણ પાવન થશે ? ઉનકી તારીખ ક્યા પૂછતે હો, ઉમ્ર સારી ગુનાહોં મેં ગુજરી ? ...વધુ વાંચો

32

કર્મનો કાયદો ભાગ - 32

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩૨ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કર્મમાર્ગ ઉપર પ્રવૃત્તિ અને નિવૃત્તિના તબક્કા આવે છે અને જાય સમયાનુસાર માણસે કર્મમાર્ગમાં પ્રવૃત્ત અને નિવૃત્ત થતા રહેવું પડે છે. કારણ કે જેની પ્રવૃત્તિ હોય તેની નિવૃત્તિ અવશ્ય હોય છે; પરંતુ સ્મરણીય બાબત એ છે કે પ્રવૃત્તિને જ નિવૃત્ત થવાનું છે, કર્મને નહીં. કર્મથી નિવૃત્ત થવાનો કોઈને કોઈ મોકો નથી. ઌ બ્દ્ય ઙ્ગેંબ્અદ્રક્રદ્ય્ક્રૠક્રબ્ પક્રભળ્ બ્ભડ્ઢઅસ્ર્ઙ્ગેંૠક્રષ્ટઙ્ગેંઢ્ઢઢ્ઢભૅ ત્ન ઙ્ગેંક્રસ્ર્ષ્ટભશ્વ જઽક્રઃ ઙ્ગેંૠક્રષ્ટ ગષ્ટઃ ત્ઙ્ગેંઢ્ઢબ્ભપહ્મટક્રળ્દ્ય્ક્રશ્વષ્ટઃ ત્નત્ન ટક્રટ્ટભક્ર : ૩-૫ શ્રીકૃષ્ણ કહે છે કે અહીં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકે. પ્રકૃતિના ગુણોથી પરવશ દરેકને જીવન ...વધુ વાંચો

33

કર્મનો કાયદો ભાગ - 33

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩૩ કર્મનો સંતોષ કર્મ સંતુષ્ટિ ત્રણ પ્રકારની ગણવામાં આવી છે : ઇચ્છાસંતુષ્ટિ, કર્તવ્ય સંતુષ્ટિ આત્મસંતુષ્ટિ. ઇચ્છાસંતુષ્ટિ : માણસ જે-જે ઇચ્છા કરે તે માટે કર્મ કરતાં ઇચ્છાઓ પૂર્ણ થઈ તેનો જે સંતોષ મળે તે ઇચ્છાસંતુષ્ટિ છે. જોવાની, સાંભળવાની, ખાવાની, પીવાની વગેરે ઇચ્છાઓ કર્મના માર્ગે પૂરી થતી રહે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના પાંચ વિષયો ઇન્દ્રિયોમાં વિવિધ ઇચ્છાઓ કરાવતા રહે છે. યથાયોગ્ય કર્મો કરીને માણસ તેની સંતુષ્ટિ મેળવતો રહે છે, પરંતુ ઇચ્છા સંતુષ્ટિ નિત્ય નથી. કોઈને આજે જલેબી-ફાફડા ખાવાની ઇચ્છા થઈ અને ખાઈ લે તો ઇચ્છાની સંતુષ્ટિ થઈ જાય, પરંતુ એક વખત જલેબી-ફાફડા ખાઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો