વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - નવલકથા
મિથિલ ગોવાણી
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.વીજળી ના ચમકારા થઇ રહ્યા હતા.અને પવન જોર જોર થી ફૂંકાતો હતો. આવા વાતાવરણ માં એક કારપિથોરાગઢ થી બાલકોટ ની પહાડી તરફ આગળ વધી રહી હતી.આ કાર વિશાલ ઠાકુર ડ્રાઈવ કરી રહ્યો હતો.તેની ...વધુ વાંચોતેની આસિસ્ટન્ટ સંધ્યા સિંઘ હતી. બંને પિથોરાગઢ થી 5 કિમી અને બાલકોટ થી પહેલા આવેલી પહાડી પર આવેલા બંગલૉ વસંત વિલા તરફ આગળ વધી રહ્યા હતા.વિશાલ એકાએક વસંત વિલા ના વિચારે ચડી ગયો.વસંત વિલા એક હોન્ટેડ હાઉસ હતું.વસંત વિલા એ બાલકોટ ની પહાડી પર અંદાજે એક વીઘા જમીન માં ફેલાયેલો જુનવાણી બંગલૉ હતો. જે કોઈ હવેલી થી કમ ન હતો.વસંત વિલા માં પ્રવેશતા જ મુખ્ય દરવાજ ની અંદર બને બાજુએ વિશાળ ગાર્ડન આવેલું હતું. અને વચ્ચે થી પડતો રસ્તો એ વસંત વીલા બંગલૉ ના પોર્ચ તરફ જતો હતો. જમણી બાજુ એ આવેલા ગાર્ડન માં મંદિર બાંધવામાં આવેલું હતું. જેમાં પંડિત કુટુંબ ના કુળદેવી તથા ભગવાન શિવ ની મૂર્તિઓ રહેલી હતી. જેની પંડિત કુટુંબ ભક્તિભાવ થી પૂજા કરતુ હતું. પરંતુ એ ઘણા વર્ષો થી પૂજાયા વિના ની હતી. કારણ છેલ્લા વિસ વર્ષ થી એ બંગલો માં કોઈ રહેતું ન હતું એ હવેલી જેવો બંગલો ખાલી પડ્યો હતો. એ બંગલૉ નો માલિક સુકેશ આચાર્ય એને ઘણા વર્ષો થી વેચવા માંગતો હતો.
પ્રકરણ 1 ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.વીજળી ના ચમકારા થઇ રહ્યા હતા.અને પવન જોર જોર થી ફૂંકાતો હતો. આવા વાતાવરણ માં એક કારપિથોરાગઢ થી બાલકોટ ની પહાડી તરફ આગળ વધી રહી હતી.આ કાર વિશાલ ઠાકુર ડ્રાઈવ કરી રહ્યો ...વધુ વાંચોસાથે તેની આસિસ્ટન્ટ સંધ્યા સિંઘ હતી. બંને પિથોરાગઢ થી 5 કિમી અને બાલકોટ થી પહેલા આવેલી પહાડી પર આવેલા બંગલૉ વસંત વિલા તરફ આગળ વધી રહ્યા હતા.વિશાલ એકાએક વસંત વિલા ના વિચારે ચડી ગયો.વસંત વિલા એક હોન્ટેડ હાઉસ હતું.વસંત વિલા એ બાલકોટ ની પહાડી પર અંદાજે એક વીઘા જમીન માં ફેલાયેલો જુનવાણી બંગલૉ હતો. જે કોઈ હવેલી થી કમ ન
પ્રકરણ 2 જેવો વિશાલ રૂમ ના છેવાડે આવેલી છોકરી ને જોય મનાલી આવી એમ બોલી આગળ વધે છે. ત્યારે સિદ્ધિદેવી તેનો હાથ પકડી રોકે છે. અને કહે છે. આમ મનાલી તરફ આગળ વધવું જોખમકારક છે. કારણ કયો આત્મા ...વધુ વાંચોકોઈ ના પર હુમલો કરી બેસે તેનું કઈ કહેવાય નહિ. પહેલા મને તેની સાથે વાત કરી ખાતરી કરી લેવા દો પછી જ આપ મનાલી પાસે જાવ તેમાં આપની ભલાઈ છે.તો હું જ્યાં સુધી આપ મનાલી ની તરફ આગળ નહિ વધો ત્યાંજ ઉભા રહી જાઓ. સિદ્ધિદેવી ની વાત સાંભળી વિશાલ ત્યાં જ રોકાઈ જાય છે. સિદ્ધિદેવી ભરત ને ઈશારો કરે છે,સિદ્ધિદેવી
પ્રકરણ 3 હકીકત મનાલી ને જોઈ વિશાલ અને સંધ્યા ચોંકી જાય છે. ભરત અને સિદ્ધિદેવી ગભરાઈ જાય છે’. કારણ કે મનાલી એ બીજું કોઈ નહિ પણ ભરત ની દિકરી અને સિદ્ધિદેવી ની ભત્રીજી રચના હોય છે.પોતાની પોલ ખુલી જવાથી ...વધુ વાંચોસિદ્ધિદેવી અને ભરત ગભરાઈ જાય છે. અને બે હાથ જોડી વિશાલ ની માફી માંગવા લાગે છે. આ જોઈ વિશાલ કહે છે. મને પહેલે થી જ તમારા ઢોંગ વિષે ખબર હતી. અને મેં તમારો ઢોંગ પકડવા અને આ વિલા માં કોઈ ભૂત નથી. એ જ સાબિત કરવા માટે મેં પણ નાટક કરેલું હકીકતમાં હું અને સંધ્યા પતિ પત્ની જ નથી. તો
પ્રકરણ 4 સંધ્યા ની ચીસ સાંભળી વિશાલ દોડી જાય છે. અને જુએ છે તો સંધ્યા ડાબી બાજુ એ આવેલા બેડરૂમ માં બેહોશ મળે છે. સવાર થઇ ચુકી હોય છે. વિશાલ પોતાની બેકપેક માંથી પાણી કાઢી સંધ્યા પર છાંટે છે. ...વધુ વાંચોતેને હોશમાં લાવે છે. હોશમાં આવતા જ સંધ્યા ના ચહેરા પર નો ગભરાટ વધી જાય છે. વિશાલ અને એકદમ વળગી પડે છે. અને ધ્રુજતા ધ્રુજતા કહે છે . ચાલો આપણે જલ્દી થી અહીં થી દૂર ચાલી જવું જોઈએ સિદ્ધિદેવી ની વાત સાચી છે. મેં આ કમરામાં ભુત જોયા છે. આ રૂમ માં એક નહિ પરંતુ ત્રણ ત્રણ ભુત હતા. હા
પ્રકરણ 5 વિનિતા અને સંધ્યા પર્સમાં રહેલા કેમેરા ચિપ લેપટોપ સાથે કનેક્ટ કરીને વિડિઓ જુએ છે તો જયારે સંધ્યા રૂમમાં પ્રવેશે છે. ત્યારે ત્યાં કશું હોતું નથી. પણ થોડી જ સેકન્ડો માં સંધ્યાં પોતાને કોઈ થી બચાવવા ના પ્રયત્નો ...વધુ વાંચોહોય દેખાય છે. તે કોઈ ના હુમલા થી બચવા માંગતી હોય તેવું વિડિઓમાં દેખાય છે.પરંતુ તેના પર હુમલો કરનાર દેખાતું નથી. પછીની થોડી જ ક્ષણોમાં સંધ્યા પંખા નીચે હવામાં લટકતી દેખાય છે. તેણે પોતાના બને હાથ વડે ગળામાં રહેલું સુરક્ષાકવચ પકડી રાલહ્યું હોય છે. અચાનકથી તે ડર ના કારણે બેહોશ થઇ જાય છે. અને થોડી જ વારમાં નીચે પટકાય છે.
પ્રકરણ 6 વિનિતા અને સંધ્યા રિસેપ્શનિસ્ટ પાસે વાઇફાઇ કનેક્ટ કરી આપવા વિનંતી કરે છે. રિસેપ્શનિસ્ટ વિનિતા અને સંધ્યા પાસવર્ડ આપી વાઇફાઇ કનેક્ટ કરી આપે છે. વાઇફાઇ કનેક્ટ થતા જ બંને ના સેલફોનમાં પેન્ડિંગ વોટ્સએપ મેસેજ આવવા લાગે છે. તેમાંનો ...વધુ વાંચોમેસેજ વિશાલ નો હોય છે.’’ i am going to vasant vila. After completing some work in the local market, don't wait for me tonight. I will come in early tomorrow morning. સંધ્યા અને વિનિતા આ મેસેજ વાંચીને ચિંતા માં પડી જાય છે.તે વિશાલ ને કોલ કરે છે.પણ વિશાલ કોલ રિસીવ કરતો નથી. તેણે વિશાલ ને આઠ થી દસ કોલ કર્યા
પ્રકરણ 7 વિનિતા અને વિશાલ જમીને થોડી વાર આરામ કરી વિલાનો ખૂણે ખૂણો ફરી લેવાનું નક્કી કરે છે. અને આ વખતે બને સાથે જ રહીને વિલા ફરશે. જેથી ગઈ કાલે સંધ્યા સાથે જે બન્યું હતું તે વિનિતા સાથે ના ...વધુ વાંચોવિનિતા અને વિશાલ પહેલા વિલા ની ડાબી તરફ આવેલીવિન્ગમાં જવા નું નક્કી કરે છે. કે જે તરફ સંધ્યા તપાસ માટે ગઈ હતી અને ડાબી બાજુ ની વિન્ગ માં રહેલા રૂમમાં થી તે બેહોશ મળી આવી હતી. તેન કહેવા મુજબ તેણીએ ત્યાં ત્રણ ભુત જોયા હતા. વસંત વિલા ની રચના કઈંક આ પ્રકારે હતી. મુખ્ય દરવાજા માં થી પ્રવેશ કરો એટલે
પ્રકરણ 8 અચાનક બાજુના રૂમમાં થી અવાજ આવતા વિશાલ અને વિનિતા બાજુના રૂમમાં દોડી જાય છે. પરંતુ ત્યાં કઈ જ હોતું નથી બિલાડી રૂમ થી દોડીને ભાર જતી દેખાય છે અને બિલાડી ના ટકરાવ થી પિત્તળ નું ફ્લાવરવાઝ પડી ...વધુ વાંચોહોય છે. તેનો અવાજ થયો હોય છે કારણ રૂમમા પિત્તળ નું પડેલું ફ્લાવરવાઝ દેખાય છે. જે થોડું થોડું હાલતું હોય છે. તેના પર થી અનુમાન લગાવી શકાય કે તે હમણાં જ પડી ગયું હશે.વિશાલ સેલફોનમાં જુએ છે. રાતના ચાર વાગ્યા નો સમય થયો હોય છે. એટલામાં સંધ્યા પવિત્ર જળ થી ભરેલો કળશ લઇ આવી પહોંચે છે. અને વિનિતાના હાથમાં આપતા
પ્રકરણ 9 સંધ્યા જે કાર લઇ ને ગઈ હતી તેનો પતો લાગતા ક્રેઈન બોલવામાં આવી હતી. તે ક્રેઈન આવીને પોતાનું કામ શરુ કર્યું. અને લગભગ બે કલાક ની જહેમત પછી કાર ને ઉપર લઇ આવવામાં સફળતા મળી હતી. કાર ...વધુ વાંચોબારણું ખોલતા જ સંધ્યા સીટ પર થી બહાર ઢળી પડી હતી. તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.કાર ને ખીણમાં પડેલી જોઈને હોટેલ ના સ્ટાફ ના સભ્યએ લોકલ પોલીસ ને જાણ કરી દીધી હતી. એટલે પોલીસ પણ આવી પહોંચી હતી. અને એમ્બ્યુલન્સ ને પણ બોલાવી લેવાઈ હતી. પોલીસે પંચનામા ની વિધિ પતાવી એટલે હોટેલની કાર ને ગૅરેજ મોકલી આપવામાં આવી