vasantvila -A haunted house - 10 books and stories free download online pdf in Gujarati

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 10

પ્રકરણ 10


સંધ્યા ના અચાનક થયેલા મૃત્યુ  થી વિશાલ અને વિનિતા ખુબ જ દુઃખી હતા. કારણ કે સંધ્યા સાથે બંનેને  ખુબજ લાગણી નો સંબંધ હતો. ત્રણેય જીંદગી નો સુખદુઃખ નો ઘણો સમય સાથે વિતાવ્યો હતો. બંને  હોસ્પિટલ થી પરત હોટેલ પર આવી ગયા હતા. હોટેલ પર આવીને વિશાલે  પોતાની ટીમ ના સભ્યો ને સંધ્યા ના અકસ્માતે થયેલા મૃત્યુ ની જાણ બધા ને ફોન કરી ને કરી અને બધાં ને શક્ય હોય તો બીજા દિવસે સંધ્યાના અંતિમ સંસ્કારમાં બપોરે પહોંચવા જણાવ્યું. પછી તેણે કાકા પ્રતાપસિંહ ને સંધ્યા ના મૃત્યુ ની જાણ કરતો ફોન કર્યો કારણકે પ્રતાપસિંહ ને સંધ્યા માટે દિકરી જેવી લાગણી હતી. પ્રતપસિંહ આ સાંભળતા જ થોડી ક્ષણ અવાચક થઇ ગયા હતા. પછી તેમણે પોતાની જાત ને સંભાળતા વિશાલ ને કહ્યું હું કાલે સવારે જ પિથોરાગઢ આવવા નીકળું છું. મારા પહોંચ્યા પહેલા સંધ્યા ના અંતિમ સંસ્કાર ના કરતો મારે મારી દિકરી ના અંતિમ દર્શન કરવા છે. પ્રતપસિંહ સાથે વાત કર્યા બાદ વિશાલ અને વિનિતા ઘણી વાર સુધી ગુમસુમ બેસી રહ્યા તેઓ ને જમવા ની કોઈ ઈચ્છા ના હતી. પરંતુ રચના અને સિદ્ધિદેવીના આગ્રહવશ  પરાણે બે કોળિયા ગળાં  નીચે ઉતાર્યા. થોડી વારમાં  સુકેશ આચાર્ય નો ફોન આવ્યો કે તે પિથોરાગઢ આવી ગયો છે. અને તેની  હોટેલ થી નજીક આવેલી હોટેલમાં જ ચેક ઈન કર્યું છે. તો  તે કાલે સવાર તેને મળવા આવશે. જવાબમાં વિશાલે કહ્યું તેની સેક્રેટરી અને  મિત્ર એવી સંધ્યા નું ગઈ કાલે રાતના રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ થયું છે.અને  તેના અંતિમસંસ્કાર આવતી કાલે થશે તેહિ પોતે કાલે કોઈ શુભ કાર્ય કરવા માંગતો નથી તેહિ સુકેશ ને કાલે નહિ પરંતુ તેન પછીના દિવસે મળશે. સુકેશ તેની વાત સાથે સહમત થતા પોતે તેને પરમ દિવસે મળશે તેવું જણાવે છે.ફોન ડિસ્કનેક્ટ કર્યા પછી વિશાલ વિચારે ચડી જાય છે. આ પિથોરાગઢ ની પહાડી એ માર્ગઅકસ્માતમાં તેનું ત્રીજું સ્વજન છીનવી લીધું હતું. વર્ષો પહેલા તેના માતા-પિતા  આ પિથોરાગઢ  આવતા હતા ત્યારે જ રોડ એક્સિડન્ટ માં તેમનું મોત થયું હતું. વિશાલ તેના માતા-પિતા ના મૃત્યુ ના કારણ વિશે બહુ જાણતો ન હતો. તેને એટલી જ ખબર હતી. તેના માતા-પિતા પિથોરાગઢ કોઈ કામ થી જવા નીકળ્યા હતા અને રસ્તામાં તેમની કાર ને અકસ્માત થયો હતો. તેમની કાર ઊંડી ખીણમાં ધકેલાઈ ગઈ હતી. તેમના મૃત્યુ સમયે વિશાલ ફક્ત ત્રણ વર્ષ નો હતો. કાકા પ્રતાપસિંહે જ તેને ઉછેરી ને મોટો કર્યો હતો. અને વિશાલ દેખભાળ શાંતિપૂર્વક રાખી શકે તે માટે તેમણે લગ્ન પણ નહોતા કર્યા. વિશાલ જ તેમનું જીવન બની ગયો હતો. વિશાલ જયારે તેમને માતા-પિતા ના મૃત્યુ વિષે પૂછતો ત્યારે તેઓ બહુ ચર્ચ ન કરતા વાત ટાળી દેતા.વિશાલ ને તેના મોસાળ વિશે  પણ કોઈ જાણ ન હતી પ્રતાપસિંહે  ફક્ત એટલું જ જણાવ્યું હતું. તારા માતાપિતા ના પ્રેમ લગ્ન હતા. તારી માતા અને આપણી જ્ઞાતિ અલગ હોવાથી તારા નાના નાની અને મોસાળ પક્ષે તારી માતા સાથે નો સંબંધ પુરો કરી દીધો હતો. આજે આ પહાડીએ તેની પાસેથી તેની સારી મિત્ર માર્ગદર્શક અને કલીગ તેની પાસે થી છીનવી લીધી હતી. સંધ્યા અને વિશાલ  આજ થી દશ વર્ષ પહેલા મળ્યા હતા. વિશાલ ને પોતાના માટે સેક્રેટરી ની જરૂર હતી. કારણ વિનિતા એ બાળક ને જન્મ આપ્યો હતો. તેથી બાળક ના ઉછેર માટે થઇ તેને વિશાલ સાથે ફિલ્ડવર્ક માટે જઈ શકે તેમ ન હતી. તેથી તેણે વિશાલ ને પોતાના માટે કોઈ સેક્રેટરી રાખવાનું સૂચન કર્યું હતું.વિશાલે આપેલી જાહેરખબર ના અનુસંધાનમાં સંધ્યા ઇન્ટરવ્યુ આપવા આવી હતી. અને તેના જ્ઞાન અને સ્વભાવ ની સાલસતા જોઈ ને વિશાલ અને વિનીતાએ તેને સેક્રેટરી તરીકે અપોઈંટ કરી હતી. થોડા સમયમાં જ સંધ્યા વિશાલ અને તેની ટીમ નું અવિભાજ્ય અંગ બની ગઈ હતી. વિશાલ અને વિનીતાએ સંધ્યા ને પોતાનો ખાલી પડી રહેલ ફ્લેટ રહેવા આપી દીધો હતો. વસંત વિલા લેવું એ વિશાલ નું અંગત કામ હતું છતાં તેમાં સંધ્યાએ તેની મદદ કરી હતી.  આ પહેલા પણ સંધ્યા એ ઘણા પ્રોજેક્ટમાં પોતાની જાણ જોખમ માં મૂકી ને વિશાલ ને સાત આપ્યો હતો. સંધ્યા  વિશાલ અને વિનિતા ની ખુબ નજીક હતી. વિનિતા પણ સંધ્યા ના વિચારમાં જ ખોવાયેલી હતી. સંધ્યા તેને માટે માત્ર કર્મચારી નહિ પરંતુ તેની નાની બહેન હતી. તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા.વિશાલ અને વિનિતા સંધ્યા ના વિચારમાં ખોવાયેલા હતા. બને ની આંખોમાં ઊંઘ નું  નામોનિશાન ન હતું. પરંતુ શરીર પોતાનો ધર્મ  બજવે છે. એ હિસાબે બંને ની આંખો થાક ને હિસાબે કયારે મળી ગઈ તેની ખબર ના પડી. બીજે દિવસે જયારે વિનિતા ની આંખો ખુલી ત્યારે સવારના નવ વાગી ચુક્યા હતા. તેણે વિશાલ ને જગાડ્યો અને પોતે બાથરુમમા ફ્રેશ થવા પહોંચી ગઈ. લગભગ કલાક માં તૈયાર થઇ ને બને સિદ્ધિદેવી ના રૂમમા પહોંચ્યા. તેમણે સિદ્ધિદેવી ને સંધ્યા ની અંતિમક્રિયા સંપૂર્ણ  શાસ્ત્રોક્ત વિધિ થી થાય  તે માટે મદદ કરવા વિનંતી કરી. સિદ્ધિદેવી ખાતરી આપી સંધ્યા ની અંતિમવિધિ શાસ્ત્રોક્ત વિધિ થી થશે. પછી ભરત અને વિશાલ સિદ્ધિદેવી એ આપેલ અંતિમવિધિ નો જરૂરી સામાન લેવા માટે પિથોરાગઢ ની બજારમાં પહોંચી ગયા. લગભગ બે કલાકમાં બને અંતિમવિધિ નો સામાન લઇ  ને હોટેલ પર આવી ગયા. સિદ્ધિદેવીએ બધો સામાન ચેક કરી લીધો  કઈ બાકી તો રહી ગયું નથી ને. લગભગ બપોર ના બાર વાગ્યા હતા.વિશાલ ની ઓફિસ ટીમ ના સભ્યો આવી ચુક્યા હતા. પ્રતાપસિંહ નો  પણ  આવી ગયો હતો. કે તે લગભગ પંદર મિનિટમાં હોટેલ પહોંચી જશે.વિશાલે હોસ્પિટલ પર  કોલ કરીને મૉર્ગ માંથી સંધ્યા ના ડેડ બોડી ને સ્મશાને અંતિમ વાહિનીમાં પહોંચડાવા ની વિનંતી કરી તેઓ એક કલાકમાં સ્મશાને પહોંચી જશે. પ્રતાપસિંહ હોટેલ પર આવી ચુક્યા હતા. વિશાલે તેમને કહ્યું કે સંધ્યા એ અમારો જીવ બચવાવા પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. તે પ્રતાપસિંહ ને વળગી ને રડી પડ્યો. પ્રતાપસિંહ ની આંખમાં પણ આંસુ હતા. તેમને વિશાલ ને આશ્વાસન આપ્યું કુદરત આગળ આપણે લાચાર છીએ દીકરા જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણે હિંમત થી કામ લેવું પડશે. પછી બધા સ્મશાને જવા નીકળ્યા.

થોડીજ વાર માં બધા લોકો સ્મશાન થી નજીકના ચાર રસ્તા પર આવી પહોંચ્યા. વિશાલે હોસ્પિટલ પર ફોન કરી અંતિમવાહિની ના ડ્રાઈવર નો નંબર લઇ તેને કોલ કરી કહ્યું કે અમે સ્મશાન થી નજીક આવેલા ચાર રસ્તા પર ઉભા છીએ તો પ્લીઝ એ આ ચાર રસ્તા પર આવજો સ્મશાને ન પહોંચતા જવાબમાં ડ્રાઈવરે કહ્યું હું રસ્તામાં જ છું દસ મિનિટમાં ત્યાં પહોંચી જઈશ. થોડી જ વારમાં અંતિમવાહીની આવી પહોંચી . સિદ્ધિદેવી એ કહ્યું બધી જ સ્ત્રીઓ અહીં અંતિમવાહિનીમાં સદગતના અંતિમ દર્શન કરી લઈશું. અને બધા પુરુષો સંધ્યાને કાંધ આપીને અહીંથી સ્મશાને લઇ જશે. વિશાલ તમે કે  જે કોઈ સંધ્યાને મુખાગ્નિ આપવા ના હોય તે આપી દેજો બધી શાસ્ત્રોક્ત વિધિ ભરત તમને કરાવશે એ વિધિ તેને આવડે છે. બધા જ લોકો એ સંધ્યાના અંતિમ દર્શન કર્યા  અને ફૂલહાર ચડાવી તેને અંતિમ વિદાય માટે તૈયાર કરી. બધી જ સ્ત્રીઓ ત્યાં રોકાઈ અને પુરુષવર્ગ નનામી ને કાંધ આપી સ્મશાન તરફ આગળ વધ્યો. સ્મશાને પહોંચી ચિતા તૈયાર કરી સંધ્યાને ચિતા પર સુવડાવી ભરતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ના મંત્રોચ્ચાર શરૂ કર્યા. પ્રતાપસિંહ સંધ્યા ને દિકરી માનતા હોવાથી તેમેણે સંધ્યાને મુખાગ્નિ આપ્યો 

લગભગ ચારેક કલાકમાં  બધા સંધ્યા ની અંતિમ વિધિ પતાવી હોટેલ પર પાછા ફર્યા. હોટેલ પર આવી બધા એ સ્નાન કરીને બધા હોટેલ બેંક્વેટ હોલ માં ભેગા થયા અને સાદું ભોજન બનાવેલું તે ખાય ચૂત પડ્યા વિનિતા ને પ્રતપસિંહે પરાણે થોડું જમાડ્યું સંધ્યા ના અપમૃત્યુ થી રડી રડી ને તેની હાલત ખરાબ થઇ ગઈ હતી. તે પોતે અને વિશાલ ને સંધ્યા ના મૃત્યુ માટે જવાબદાર માનતી હતી. ભોજન પતાવ્યા બાદ બધા પોતપોતાની રૂમમા ગયા અને વિશાલ ની ઓફિસના સભ્યો બીજે દિવસે દહેરાદુન જવા રવાના થવાના હતા.


 વિશાલ ને વસંત વિલા મળે છે કે કેમ ? આગળ સુકેશ સાથે વિલા નો સોદો થાય છે કે કેમ? જાણવા માટે વાંચતા રહો વસંત વિલા એ હોન્ટેડ હાઉસ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED