Vasantvilla - A hanunted House - 21 books and stories free download online pdf in Gujarati

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 21

પ્રકરણ 21


ડોરબેલ સાંભળીને વિશાલ દરવાજો ખોલે છે તો સામે સિદ્ધિદેવી હોય છે. વિશાલ ખસી ને તેમને રૂમમાં અંદર આવવા કહે છે. તે વિશાલને  પૂછે છે પોતે જે સાંભળ્યું કે વસંતવિલામાં તેના માલિક સુકેશની લાશ બહુ ખરાબ હાલતમાં મળી આવી છે તે વાત સાચી છે કે  અફવા તે જાણવા આવી છું. વિશાલ કહે છે કે તે વાત બિલકુલ સાચી છે. હું આજે સવારે જ વસંતવિલા ગયો હતો. દહેરાદુનથી  પોલીસ સુકેશનું અરેરેસ્ટ વોરંટ લઇ ને તેની તપાસમાં આવી હતી. તેઓ વસંતવિલા જતા પહેલા મને તેમની સાથે લઇ ગયા હતા પ્રતાપ અંકલે  આ વસંતવિલા ખરીદતા પહેલા તેના દસ્તાવેજ જોઈ ને કઈંક શંકાસ્પદ લાગતું હતું. તેથી તેમણે પોતાના દોસ્ત અને પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી ચલાવતા પ્રખ્યાત ડિટેક્ટિવ જયરાજ દેસાઈ ઉર્ફે જે.ડી ને સોંપ્યો હોય છે. તેમાં તેમને સુકેશના કોઈ એવા કારનામાં ની પોલ ખુલી  અને તેના કોઈ એવા મોટા ડ્રગ રેકેટ ની જાણ થઇ તેથી દહેરાદુન તેની પોલીસ ધરપકડ કરવા દહેરાદુન થી પિથોરાગઢ આવી હતી. તેથી જે.ડી અંકલ ના કહેવાથી  દહેરાદુન પોલીસ ની ટીમ મને  તેમની સાથે વસંતવિલા  લઇ ગઈ હતી. ત્યાં ખુબ જ વિકૃત હાલતમાં સુકેશની લાશ મળી આવી હતી. અને તે લાશને પિથોરાગઢ જનરલ હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે લઇ ગયા છે. તેની મોતનું કારણ તો તેના પછી જ જાણી શકાશે. વધુ તો હું પણ જાણતો નથી પણ પ્રતાપકાકા અને જે.ડી  અંકલ હમણાં અહીં આવી પહોંચશે પછી જ વિગતવાર જાણી શકાશે. સિદ્ધિદેવી કહે છે. સુકેશન મૃત્યુ પાછળ ઘરમાં રહેલી આત્માઓનો જ  હાથ છે.  એ આત્મા ઓ એ શા માટે એવું કર્યું તે મને નથી ખબર પણ તેઓ એ જ એવું કર્યું છે તે મને ખબર છે. એ  અતૃપ્ત આત્માઓ નું જ કામ છે.વિશાલ સિદ્ધિદેવી અને વિનિતા ની વાતચીત ચાલુ હોય છે ત્યાં ફરી ડોરબેલ રણકે છે. વિશાલ દરવાજો  ખોલ છે ત્યાં પ્રતાપસિંહ જે.ડી અને બીજી એક વ્યકતિ પ્રવેશે છે. ત્તે વ્યકતિ ને જોઈ રૂમ રહેલા ત્રણેયના ચહેરા આશ્ચર્ય અને પ્રશ્નો ઉદ્ભવે છે.  વિશાલ તરત પૂછી ઉઠે છે ? સુકેશ આચાર્ય તમે અહીં કયાંથી ?  હજુ આજે સવારે તો તમને મેં મૃત્યુ પામેલી હાલતમાં જોયા તેનું વાક્ય પૂરું થાય તે પહેલા જ પ્રતાપસિંહ કહે છે આ સુકેશ નહિ લોકેશ છે. સુકેશનો જોડિયો ભાઈ જે ચહેરે મહોરે બિલકુલ તેના જેવો જ છે. તે આફ્રિકામાં રહેતો હતો. પછી પ્રતાપસિંહ  લોકેશને સુકેશે કરેલા ષડયંત્રો ની કથા કહેવા કહે છે લોકેશ વિગતવાર  જે ચર્ચા જે.ડી અને પ્રતાપસિંહ સાથે કરી હોય છે તે ફરીથી કરે છે.  જેમ જેમલોકો  તે  વિગતો સાંભળે છે તેમ તેમ ત્રણેય કોઈ રહસ્યકથાનો પ્લોટ સાંભળતા હોય તેવું અનુભવે છે. લોકેશ પોતનું કથન પુરુ કરે છે કે તરત જ પ્રતાપસિંહ વાતનો દોર પોતાના હાથમાં લેતા કહે છે આ સુકેશ સંબંધે તારા માસા થાય વિશાલ હા તે તારી માતા યશોદાની નાનીબેન આરાધનાના પતિ હતો. જયારે તે મને પિથોરાગઢમાં પ્રોપર્ટી ખરીદે છે તેવું કહેલું ત્યારે મને અંદાજ નહતો કે તું તારી જ માતાનું પૈતૃક નિવાસસ્થાન ખરીદવા જઈ રહ્યો છે.કારણકે તું જયારે નાનો હતો ત્યારે બનેલી ઘટનાઓ  થી માહિતગાર ના હોય તે સ્વભાવિક છે અને અમે પણ તને ભૂતકાળ ની કોઈ ઘટનાઓ વિષે જણાવ્યું ન હતું. કારણ અમે ઇચ્છતા ન હતા. આ બધૂ જાણી ને તું દુઃખી થાય. જયારે તારા માતા પિતા તારા નાના નાની ને મળવા પિઠોરાગાઢ જવા નીકળ્યા ત્યારે તેમનું રોડ એક્સિડન્ટમાં મૃત્ય થયું.  તે સમાચાર સાંભળી ને તારા નાનાનું પણ હાર્ટઅટેક ના કારણે મૃત્યુ થાય હતું. તારા માતાપિતા ની અંતિમ યાત્રામાં તારા  મોસાળ  પક્ષના લોકો આવેલા એ જ અમારી પહેલી અને અંતિમ મુલાકાત હતી. અમે ત્યારે તારા મામાઓ ને વચન આપેલું વિશાલ ને લઇને જરૂર પિથોરાગઢ આવીશું પણ તારા માતા પિતાના મૃત્યુ ના છ મહિનામાં તો તારા મોસાળ પક્ષના લોકોના અપમૃત્યુના સમાચાર અમને ન્યુઝપેપરમાંથી જાણવા મળેલા ત્યારે હું સુકેશ પાસે જય ખરખરો કરી આવેલો પણ ત્યારે તો એવું વિચાર્યું પણ કયાંથી હોય આ સુકેશે જ ખેલ કરેલો હશે. જયારે તે મને સોદો ફાઇનલ કરવા માટે આવવાનું કહેલું  તે ટાઈમે તે જે બંગલૉનું નામ કહ્યું તેથી મારા મનમાં શંકા ઉભી થઇ કે માન  કે ના માન  આ બંગલૉ યશોદાભાભીના વડવાઓ નો જ છે જાય તેમાં કુળનું નિકંદન નીકળી ગયેલું અને ફરી તે બંગલૉ વિશાલ ખરીદવા જઈ  રહ્યો છે. તેથી મેં તારી જોડે એ બંગલૉના  દસ્તાવેજી કાગળ  જોવા મંગાવ્યા. તેમાં રહેલ વારસાઇના  નામ વાંચીને મને સુકેશન ઈરાદાઓ પર શંકા ઉપજી કારણ તેમાં તારું પણ નામ હતું. તેથી મેં જે.ડી ને સુકેશ પર નજર રાખવા નું કામ સોંપ્યું. આમ તો તારા માતા પિતાના લગ્ન પછી તારી માતાનું નામ તારા નાનાએ વરસદારમાંથી રદ કરી દીધેલું પણ  જેવા તેમેં તારા માતા પિતાને મળવા બોલાવ્યા તે ઘડીએ જ પોતાન સોલિસિટર પાસે પોતાની દીકરીને ફરીથી પોતાની વારસદાર બનવાઈ છે તેવા દસ્તાવેજો બનવાઈ દીધેલા અને જૂની ફારગતી રદ કરી દીધેલી  આ વાતથી સુકેશ અજાણ હતો. તેને તો એવું જ હતું કે યશોદાનો દીકરો એમાં વારસદાર નથી. તે તને ઓળખતો પણ નહતો તેથી જ તે તને વિલા વેચવા તૈય્યાર થયેલો. તારા નાના એ તૈયાર કરાવેલ દસ્તાવેજમાં યશોદા અને તેના વારસો એવો ઉલ્લેખ હતો. તેમાં ક્યાંય પણ તારા નામનો ઉલ્લેખ ન હતો. અને અમે તો સુકેશ સાથે કોઈ જ જાતનો સંબંધ રાખ્યો ન હતો તેથી અમે પણ અબબાતે અજાણ  જ હતા. પણ ભાગ્ય તને તારી માતાના પૈતૃક મકાન પાસે ખેંચી ગયું.  ત્યારે સિદ્ધિદેવી બોલી ઉઠ્યા એ વિલ્લામાં રહેલા આત્માઓ એજ વિશાલને અહીં આવવા મજબુર કરેલો  એવું તો મેં પહેલા જ વિશાલને જણાવેલું તે વાત તેમણે ગંભીરતાથી લીધી ન હતી. પછી પણ મેં વિનીતાને કહેલું આ વિલા વિશાલ જ ખરીદે તેવું તે આત્માઓ ઈચ્છે છે.  તે આત્માઓ એ જ વિશાલ અને સુકેશ બંનેને  અહીં ખેંચીને બોલાવ્યા હતા. તે સુકેશ સાથે બલો લેવા માંગતા હતા ને વસંતવિલા તેના સાચા વારસને મળે તેવું ઈછતા હતા. હવે સૌએ થોડો આરામ કરી બધી કાયદાકીય વિધિ પતિ જાય પછી સુકેશનો અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું તે  ગમે તેવો હતો પણ આખરે એ મારો ભાઈ હતો તેવું લોકેશ કહ્યું અને તેનો અંતિમ સંસ્કાર અહીં પિથોરાગઢમાં જ કરવાનું જાહેર કર્યું. આમ જુઓ તો સુકેશની બધી સંપત્તિ તેને કરેલા વિલ પ્રમાણે લોકેશ અને તેના દિકરાના હિસ્સે આવે પરંતુ લોકેશે તે તમે સંપત્તિ પરનો હક જતો કરી તે વિશાલને સોંપવાની જાહેરાત કરી. તો સામે પક્ષે વિશાલે તે સંપત્તિ લેવાનો ઇન્કાર કર્યો તેને કહ્યું તે ફક્ત વસંતવિલા જ લેશે તે પણ તેના પૂર્વજો ની યાદ માટે અને તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે બાકી ની બધી જ સંપત્તિ પર લોકેશનો અને તેણ કૂટુંબ નો જ હક રહેશે તેવું કહ્યું. પણ લોકેશ પણ તે સંપત્તિનો સ્વીકાર કરવા તૈયાર નહોતો. તેને કહ્યું ભલે કાયદાકીય રીતે તે સંપત્તિ પર મારો હક છે પણ નૈતિક રીતે તે સંપત્તિ પર વિશાલનો જ હક છે. આમ બંને સંપત્તિ નો સ્વીકાર કરવા તૈયાર ના હતા. તેથી પ્રતાપસિંહે વચ્ચેનો રસ્તો કાઢતા કહ્યં કે હવેથી  તે સંપત્તિનું ટ્રસ્ટ રચીને તેનો વહીવટ કરવો અને તે ટ્રસ્ટ તે સંપત્તિમાંથી  સામાજિક  ઉદ્ધાર ના કર્યો કરશે. જે લોકોને સુકેશે ડ્રગ એડિકેટ કર્યા છે તેવા લોકો માટે  રિહેબિલેશન સેન્ટર ખોલીશુ. શાળાઓ અને હોસ્પિટલો ખોલીશુ. ધાર્મિક ને આધ્યાત્મિક કેન્દ્રો ખોલીશુ જે સમાજને સાચી રીતે જીવન જીવવાની પ્રેરણા પુરી પાડશે.  આ ટ્રસ્ટના પાંચ ટ્રસ્ટી રહેશે એક લોકેશ બીજો વિશાલ ત્રીજા નંબરે જયરાજ ઉર્ફે જે.ડી  ચોથા સિદ્ધિદેવી અને પાંચમો ભરત આમ આ પાંચ વ્યક્તિઓ ટ્રસ્ટ ના ટ્રસ્ટી તરીકે કામ કરશે. સિદ્ધધીદેવી એ આ જાવનદારી સ્વીકારવા  પરંતુ પ્રતાપસિંહે તેમેને સિદ્ધિદેવી અને ભરત પર પૂરો ભરોસા છે તેઓ એ કાર્યમાં ભાગીદાર થવું પડશે જ તેવી વિંનંતી કરતા તેઓ પણ તૈયાર થઇ ગયા. વિશાલ અને લોકેશ  ધંધાકીય વહીવટ સંભાળશે સિદ્ધિદેવી અને ભરત રિહાબિલાશન સેન્ટર અને અન્ય સામાજિક અને આધ્યાત્મિક કેન્દ્રો ની જવાબદારી નિભાવશે અને જયરાજ  કાયદકીય અને અન્ય  કોઈ અડચણ ટ્રસ્ટ ને ન આવે તે  જોશે. એવું નકકી કરી સૌ પોતપોતાના રૂમમાં જવા  છુટા પડયા. બીજા દિવસ ની સવારે સુકેશની લાશ પોલીસ દ્વારા લોકેશ ને સ્પૉવામાં આવી હતી. તેનો અંતિમ સંસ્કાર પિથોરાગઢમાં જ કરવામાં આવ્યો. અને પછીના દિવસે સિદ્ધિદેવીના ગુરુ  પણ ઋષિકેશ થી આવ્યા હતા. અને વસંતવિલામાં  રહેલા  વિશાલના નાની,મામા અને અન્ય સગાના આત્માને મોક્ષ મળે તે માટેની વિધિ સંપૂર્ણ મંત્રોચારથી કરવામાં આવી અને તેમાં રહેલા આત્માઓ ને મોક્ષ અપાવવામાં આવ્યો. અને વસંતવિલામાં અનાથલય અને વૃદ્ધાશ્રમ ની શરૂવાત કરવામાં આવશે તેવી જાહેરાત વિશાલે કરી. અને આમ વસંતવિલા માં ખરા અર્થમાં વસંતનું આગમન થયું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED