વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 13 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 13

પ્રકરણ 13


વિશાલ અને સુકેશ રજીસ્ટ્રાર ઓફિસમાં પોતાનો વારો આવતા વસંતવિલા ના વેચાણ નું બાનાખત રજીસ્ટર કરાવી લે છે. અને બાકીનું પેમેન્ટ  વિશાલે  એક  મહિનામાં પતાવી દસ્તાવેજ નું પણ કામ પતાવી લેવાની વાત કરી અને સુકેશે પણ તે માન્ય રાખી. વિશાલે સુકેશ પાસે વસંતવિલા ના દસ્તાવેજ ની કોપી માંગી તેણ કાકા પ્રતાપસિંહ ને તે કોપી જોવી છે તો સુ સુકેશ એક કોપી તેની દહેરાદુન વળી ઓફિસ પર પહોંચાડી શકશે તેવા મતલબ નું પૂછતાં સુકેશે કહ્યું મારા એડવોકેટ ને ત્યાંથી  આવતી કાલે એક કોપી તમારી ઓફિસ પર પહોંચી જશે. ડોન્ટ વરી. સુકેશે વિશાલ ને પૂછયું જો હવે તે ફરીથી હમણાં વસંતવિલા જવાનો હોય તો તેને સાથે લઇ જાય.કારણ કે વસંતવિલા ને વેચતા પહેલા તે ત્યાં બે ચાર દિવસ રહી ને ત્યાંની સ્મૃતિઓ વાગોળવા માંગે છે. પછી તો એ માત્ર સ્મૃતિઓ જ તેની સાથે રહેશે.  તેન પ્રત્યુત્તર માં વિશાલ તેન વસંતવિલા ની ચાવી સોંપતા કહે છે કે લો આ ચાવી તમે એકલા જ ત્યાં જાઓ અને તમારી યાદો સાથે મન ભરી ને જીવી લો. કહું તમારી સાથે નહિ આવું કારણ હું તમને તમારી યાદો સાથે એકાંત આપવા માંગુ છું. સુકેશ વિશાલ નો ખુબ આભાર માને છે અને બને બે કે ત્રણ દિવસ પછી પાછા મળશે એવું નક્કી કરી છુટા પડે છે.વિશાલ રજિસ્ટ્રાર ઓફિસ થી હોટેલ પર પાછો આવે છે. જ્યાં વિનિતા અને સિદ્ધિદેવી તેની રાહ જોતા બેઠા હોય છે.ભરત સ્મશાનમાં જઈ ને સંધ્યા ના અસ્થિકુંભ ને લઇ આવેલો હતો. હવે સંધ્યાના અસ્થિકુંભ નું વિસર્જન  ક્યાં કરવું અને મૃત્યુ પછી થતી  વિધિ કઈ રીતે કરવી અને કોણ કરશે તે નક્કી કરવા માટે તેઓ વિશાલ ની રાહ જોતા હતા.  ચર્ચા ને અંતે તેઓ આ નક્કી કર્યું  સંધ્યા ની પિતૃતર્પણ વિધિ નજીક આવેલી રામગંગા નદીના કિનારે કાલે કરવી અને અસ્થિકુંભ નું વિસર્જન બારમા ની વિધિ પતાવ્યા પછી રુદ્રપ્રયાગ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવું. વિશાલ અને વિનિતા પોતાના રૂમમાં જાય અને સિદ્ધિદેવી પણ પોતાન રૂમમા જાય છે. 

__________________________XXXXXXXXXXX_____________________________________

આ તરફ સુકેશ પણ પોતાની હોટેલ પર પહોંચે છે. ત્યાં તેનો પી એ તેની રાહ જોતો બેઠો  હોય છે. તે  સુકેશ ને જોઈ ને અટેંશન માં આવી જાય છે. સુકેશ તેને કાલે સવારે કોઈ ને લઇ જઈ  ને વસંતવિલા ની સફાઈ કરવી રાખવાનું કહે છે. કાલે બપોર સુધીમાં  વસંતવિલા સાફ થઇ જવું જોઈએ. અને કાલે બપોરે સુધીમાં બે દિવસ ચાલે તેટલું ભોજન અને કોરા નાસ્તા તથા પાણી ની વ્યવસ્થા પણ કરી રાખજે વસંત વિલામાં હું વસંત વિલા પહોંચું ત્યાં સુંઉંધીમાં બધી વ્યવસ્થા થઇ જવી જોઈએ. અને હા હું એકલોજ બે દિવસ વસંત વિલા માં રોકાઇશ બીજા કોઈ ની હાજરી મને વસંતવિલામાં જોઈતી નથી. એટલે વહેલી તકે બધી વ્યવસ્થા કરી રાખજે. અને હા વસંતવિલા ના દસ્તાવેજ ની એક કોપી દહેરાદુન  એડવોકેટ ને કહી પ્રતાપસિંહ ને ઓફિસ પર પહોંચાવડાવી દેજે એ પણ કળાએ બપોર સુધીમાં પ્રતાપસિંહ ને મળી જવી જોઈએ હું બને તેટલો જલ્દી આ વિલા વેચી દેવા માંગુ છું.જવાબમાં  તેનો પી એ બધું સમયસર થઇ જશે તેની ખાતરી આપતા જ તે તેના રૂમમાં જાય છે અને  પી એ  તેના કામ પર લાગે છે. આમ આજનો દિવસ પસાર થઇ જાય છે

__________________________XXXXXXXXXXX_____________________________________


બીજા દિવસે વિશાલ વિનિતા સિદ્ધિદેવી રચના અને ભરત  બધા નિત્ય કર્મ પતાવી ને સંધ્યા ની તર્પણ વિધી કરવા માટે રામગંગા ના કિનારે જવા નીકળી જાય છે.  લગભગ બે કલાક બાદ તેઓ  રામગંગાના કિનારે આવેલા મંદિરના પ્રાંગણ માં પહોંચે છે. દર્શન કર્યા બાદ ઘાટ પર જઈ ને તર્પણ વિધિ કરવા બેસી જાય છે. નમતી બપોરે લગભગ તર્પણ વિધિ પતાવી  આવેલા બ્રાહ્મણો ને દાનદક્ષિણા આપી ભોજન કરાવી વિદાય આપે છે. અને પોતે પણ ભોજન પતાવી હોટેલ તરફ આવવા નીકળે છે. 

__________________________XXXXXXXXXXX_____________________________________

આ તરફ સુકેશ પોતાના પી એ ને વસઁતવિલા ન સાફ સફાઈ માટે મોકલે છે. પણ વસંતવિલા નું નામ સાંભળતા જ કોઈ સ્થાનિક સફાઈ કામદાર આવવા તૈયાર થતું નથી. તે માંડ માંડ  એક કામદાર ને સફાઈ માટે વાવ માનવી લે છે તે પણ એ જ શરતે તૈયાર થાય છે  કે મને કશુંજ શંકાસ્પદ લાગશે તો હું કામ છોડી ને નીકળી જઈશ અને કામ માટેના પૈસા મને એડવાન્સ જોઈશે.સુકેશ નો પી એ તેને માતબર રકમ એડવાન્સ આપી તેની શરત સ્વીકારી કામ કરવા લઇ જાય છે. અને તેમ પણ કહે છે. આપણે બપોર સુધીમાં કામ પતાવી ને પાછા આવી જઈશું. આમ તેઓ વસંતવિલા ની સફાઈ કરવા પહોંચે છે. લગભગ ટાઈઓ પણ નમતી બપોરે વસંત વિલા ની સફાઈ કરી ને પાછા પિથોરાગઢ આવવા નીકળી જાય છે. વસંતવિલા ની સફાઈ દરમ્યાંન કોઈ જ બનાવ બનતો નથી. વસન્ત વિલા ની સફાઈ કરી  સાથે લાવેલો ખાણીપીણી નો સમાન અને અન્ય જરૂરી સામાન ગોઠવી દે છે. તેઓ પિથોરાગઢ હોટેલ પહોંચે છે પછી સુકેશ વસંતવિલા  જવા નીકળે છે. 

__________________________XXXXXXXXXXX_____________________________________

 આ  તરફ એડવોકેટે ની ઓફિસ થી તેનો આસિસ્ટન્ટ વસંતવિલા ના દસ્તવેજ ની કોપી પ્રતાપસિંહ ની ઓફિસ પર પહોંચાડી આવ્યો હોય છે. જે પ્રતાપસિંહ કામ પતાવી ને નવરાશના સમયમાં વાંચવા બેઠા હોય છે. તેઓ ને દસ્તાવેજ ની શરૂઆ તમે કોઈ જ તકલીફ પડતી નથી. પછી તેઓ જેમ જેમ દસ્તાવેજ ના પણ ઉથલાવે છે તેમ તેમ તેમના મોં પર ના હાવભાવ માં ફેરફાર થતો જોવા મળે છે  આ પ્રોપર્ટી ના જોઈન્ટ હોલ્ડર્સ ના નામ વાંચી તેમના મોં પર ચિંતા ની એક રેખા આવે છે. જેમ જેમ પ્રોપર્ટી ના હોલ્ડર્સ અને ટ્રાન્સફર ની વિગતો વાંચે છે તેમ તેમના ચહેરા પર આશ્ચર્ય અને ચિંતા ના ભાવ છવાતા જાય છે. આ સુકેશ ને ઓળખવા માટે તેની તપાસ  કરવા ના પોતાના  મિત્ર જે.ડી. ઉર્ફે જયરાજ દેસાઈ  ને આદેશ આપેછે કે જજે એક પ્રાઇવેટ ડિટેકટિવ એજેંસી  પણ ચલાવતો હોય છે. જે.ડી. તેને ફક્ત બે જ દિવસમાં તેની જન્મકુંડળી શોધી લાવવવા નું વચન આપે છે. તેથી  પ્રતાપસિંહ ની ચિંતા દૂર થાય છે.

__________________________XXXXXXXXXXX_____________________________________

 આ બાજુ સાંજ પડતા  સુકેશ આચાર્ય વસંતવિલા પહોંચે છે. વસંતવિલા  ની સાફસફાઈ ને જોઈ ખુશ થઇ જાય છે અને આવી ને ડ્ર્રોઇંગ  રૂમ માં  રહેલા સોફા પર લંબાવે છે  અને બહાર ધીમે ધીમે અંધકાર નું સામ્રાજ્ય શરૂ થતું જણાય છે.ત્યાંજ તેને ડાબી વિંગ ના રૂમમાં થી કોઈ વિચિત્ર ટીની ચિસ સંભળાઈ છે. તે સાંભળી ને તે ચોંકી ઉઠે છે અને તે અવાજ ની દિશામાં દોડી જાય છે 

 

 

પ્રતાપસિંહ એ દસ્તાવેજમાં શું ઉલ્લેખ જોયો હોય છે તેથી તેની ચિંતા વધે છે ? અને સુકેશ ને શેનો અવાજ સંભળાયો હોય છે ?? જાણવા માટે વાંચતા રહો વસંતવિલા -  એ હોન્ટેડ હાઉસ