Vasantvila-A haunted house - 11 books and stories free download online pdf in Gujarati

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 11

પ્રકરણ 11 


આ બાજુ બીજી હોટેલમાં રોકાયેલો સુકેશ આચાર્ય  પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયો હતો. વસંત વિલા અને અન્ય પ્રોપર્ટી જે પંડિત પરિવાર ની હતી.તેમાંથી પોતાને પણ હિસ્સો મળી રહે એ ગણતરીએ આજથી સત્યાવીસ વરસ  પહેલા  તેને આરાધના પંડિત ને પોતાની પ્રેમજાળ માં ફસાવી હતી. આરાધના નો ભાઈ શ્યામ અને સુકેશ એક જ કૉલેજમાં દહેરાદૂનમાં સાથે ભણતા હતા. તેથી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઈ હતી. આરાધના શ્યામ થી બે વરસ નાની હતી. શ્યામ પંડિતના બાપદાદા રજવાડા ના સમયમાં રાજ્યમાં દિવાન  રહી ચુક્યા હતા. શ્યામના દાદા પ્રથમેશ પંડિત ને રજવાડા તરફ થી પિથોરાગઢમાં પાંચસો વિધા જમીન  ભેટમાં મળી હતી. વસંતવિલા પણ તેમને ભેટમાં જ મળ્યું હતું. આમ  પ્રથમેશ પંડિત જમીનદાર હતા.પ્રથમેશ પંડિત ને આયુર્વેદ ની સારું એવું જ્ઞાન હતું. આથી તેમને ભેટમાં મળેલી જમીનમાં માણસો રોકીને જરૂરી ઔષધ ની વન્સપતિ નો ઉગાડવા નું શરુ કર્યું . જેથી ઔષધિઓ ની મદદ થી લોકની દવા કરી શકે.અને પોતે પણ બે પૈસા કમાઈ શકે.  ઔષધિ ની ખેતી શરુ કરવા પાછળ નો તેમનો મુખ્ય અઆશય લોકો ને રોજગારી પુરી પડી અને લોકોને દવા વગેરે ની સેવા પુરી પાડવા નો હતો. એમાં તેમેં બે પૈસા મળે તો પણ ઠીક અને નો મળે તો પણ ઠીક કારણ કે રાજ તરફ થી સારું એવું વર્ષાશન મળી રહેતું હતું અને પોતાનું ગુજરાન સારું ચાલતું હતું. પ્રથમેશ પંડિત ખુબ સંતોષી જીવ હતા તેમનો ઉદેશ માત્ર લોકસેવા નો હતો. તેમણે  પોતાના એકમાત્ર પુત્ર ને અંગ્રજી શિક્ષણ મળી રહે તે માટે શાળામાં મોકલ્યો હતો. સદાશિવ ભણવામાં તેજસ્વી હતો. તેતે  હમેશા પ્રથમ જ ઉતીર્ણ થતો હતો. પ્રથમેશ પંડિત સદાશિવ ન પ્રાથમિક ભણતર પૂરું કરી ઉચ્ચ અભ્યાસ માટે પ્રથમ દહેરાદુન અને ત્યારબાદ ઇંગ્લેન્ડ મોકલેલો. ઇંગ્લેન્ડ થી ફાર્મસી નું ભણી ને દેશમાં પરત ફર્યા બાદ સદાશિવે થોડો સમય અનુભવ માટે એક પ ફાર્મા કંપની માં કામ કર્યું બાદમાં  પોતાની ફાર્મા કંપની સ્થાપી જે આયુર્વેદિક દવાઓ નું ઉત્પાદન  કરતી આમ તેણે પોતાના પિતાના આયુર્વેદિક જ્ઞાન અને પોતાનું અંગ્રજી ભણતર નો સમન્વય સાધીને પોતાના પિતાના વ્યવસાય ને એક નવું સ્વરૂપ આપ્યું. સદાશિવ ના વ્યવસાયમાં  દિન દોગુની  રાત ચૌગુની ના હિસાબે વિકાસ થયો હતો. સદાશિવ નું લગ્ન મહાદેવી નામની સત્રી સાથે થયું હતું. મહાદેવી અને સદાશિવ ને ચાર બાળકો હતા. જેમાં સૌથી મોટો રમેશ તેના થી નાની યશોદા પછી શ્યામ અને સૌથી નાની આરાધના.  સદાશિવને પિતાના મૃત્યુ પછી તેને દહેરાદુન માં પણ એક યુનિટ ની સ્થપાના કરી હતી. હવે તે પરિવાર સાથે દહેરાદુન રહેવા આવી ગયો હતો. જેથી બાળકો ના ઉચ્ચ અભ્યાસમાં  કોઈ તકલીફ ના પડે. રમેશ પણ તેના પિતાની જેમ અભ્યાસમાં તેજસ્વી હતો. તે પણ દહેરાદૂનમાં ફાર્મસી નો અભ્યાસ પતાવી પિતા સાથે તેમના બિઝનેસમાં  જોડાઈ ગયુ હતો.  તેનાથી ત્રણ વરસ નાની યશોદા પણ ભણવામાં તેજસ્વી હતી. તેને તબીબી શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. યશોદા એમબીબીએસ નો અભ્યાસ શરુ કર્યો હતો. એમબીબીએસ ના અભ્યાસ દરમ્યાન યશોદા તેના સહાધ્યાયી જયેન્દ્ર ના પ્રેમ માં પડી હતી. અભ્યાસ પૂરો થતા અને  ડોકટોર તરીકે ધેઅદુન ની હોસ્પિટલમાં નોકરી મેળવ્યા બાદ તેને જયેન્દ્ર સાથે લગ્ન કરી લીધા હતા.કારણ કે તેને ખબર હતી તેનો પરિવાર આ સંબંધ માન્ય નહિ રાખે. લગ્ન કરી ને તે માતા-પિતા ના આશીર્વાદ લેવું તેમને ત્યાં ગઈ હતી પણ તેની ધારણા મુજબ જ નો જવાબ મળ્યો હતો. અને તેમને હમેશા માટે યશોદા સાથે નો સંબંધ કાપી નાખ્યો હતો યશોદા અને જયેન્દ્ર નિરાશા સાથે પોતાના ઘરે પાછા ફર્યા હતા. તેમને આશા હતી એક દિવસ તેનો પરિવાર તેને જરૂર સમજશે. આમ દરેક દર્દનો ઈલાજ સમય હોય છે એ હિસાબ થઇતેમેન સારા સમય ની રાહ જોવા નું નક્કી કર્યું. શ્યામ ને ખેતીમાં બધું રસ હતો.તે પિથોરાગઢ રહીને ખેતીજ સાંભળવા માંગતો હતો તેથી તેણે  એગ્રીકલચર ના અભ્યાસ પૂરતું જ દહેરાદુન વાવ નું કબુલ્યું હતું. તે પોતાન દાદા પ્રથમેશ પંડિત સાથે પિથોરાગઢ જ રહેતો હતો અને તેમની છત્રછાયામાં તેણે ઔષધિ અને તેના છોડ અને વનસ્પતિ નું સારું એવું જ્ઞાન મેળવ્યું હતું. તે હવે બોટની (વનસ્પતિશાસ્ત્ર) ના ઉચ્ચ અભ્યાસ પૂરતો જ દહેરાદુન આવ્યો હતો. ને અભ્યાસ પતાવી ને તે પિથોરાગઢ ખેતીવાડી માટે પાછો જતો રહેવા નો હતો. આ જ  એગ્રિકલચર કોલેજમાં તેની દોસ્તી સુકેશ આચાર્ય સાથે થઇ હતી. બને થોડા જ વખતમાં ગાઢ મિત્રો બની ગયા હતા. જાણે એકબીજાને વર્ષો થી ઓળખતા હોય. સુકેશ ના માતા-પિતા નું મૃત્યુ ભૂસ્ખલનમાં ભેખડ ઘસી જવા થી થયું હતું. સુકેશ ની  ઉમર તે વખતે માત્ર દશ વરસ હતી. તે પછી સુકેશ ને તેના મામા મામીએ ઉછેરી ને મોટો કર્યો હતો. સુકેશ ના મામાની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી તેમાં પણ તેમને પોતાના બે સંતાનો સાથે પોતાની બહેનના બેસંતાનો ને ઉછેરવા ની જવાબદારી નિભાવા ની હતી. તેઓ માત્ર પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવા સક્ષમ હતા. ઘણી વાર તો તેમાં પણ તેમને તકલીફ ભોગવવી પડતી. આમ સુકેશ નો ઉછેર જરૂરિયાત ની અભાવો વચ્ચે  હતો. તેણે જિંદગીમાં ઘણી વસ્તુઓ નો અભાવ હતો .શ્યામ સાથે ની ગાઢ મિત્રતા પછી શ્યામ ની લક્ઝરીયસ લાઇફે જોઈ ને તેને આ અભાવ વધુ ખટકતો. જોકે શ્યામ તેને કદી પોતે તેના કરતા ચડિયાતો છે તેવું મહેસુસ કરાવતો નહિ ઉલટું તે સુકેશ નું ધ્યાન રાખતો. સુકેશ ની અવર જવર પણ શ્યામ ના ઘરમાં વધી ગઈ હતી. એવામાં તેની ઓળખાણ શ્યામ ની નાની બહેન આરાધના સાથે થઇ આરાધના તેના કરતા બે વરસ નાની હતી. તે કોલેજના પહેલા વરસમાં અભ્યાસ કરતી હતી. તે પોતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માંગતી હતી. તે અત્યારે બી.કોમ ના પહેલા વરસમાં હતી. આરાધના માં સુકેશ ને પોતાનું ઉજળું ભવિષ્ય દેખાયું. તેને વિચાર્યું જો મારા લગ્ન આરાધના સાથે થઇ જાય તો આ કરોડો ની પ્રોપેરટીમાં ત્રીજો ભાગ મને મળે કારણ યશોદા સાથે  તો પરિવારે સંબંધ કાપી નાખ્યો હતો.આથી તેણે આરાધના  ને ધીમે ધીમે પોતાની પ્રેમજાળમાં ફસાવા માંડી. મુગ્ધ વય ની આરાધના સુકેશ ના  

ઈરાદાઓ થી બેખબર તેની જાળમાં ફસાઈ ગઈ હતી.તે પણ સુકેશ ને પ્રેમ કરવા માંડી હતી. બને એકબીજા ને કોલેજ ટાઈમમાં મળતા. એક બીજા સાથે ફરવા જતા. સુકેશ નો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો. શ્યામે આગ્રહ કરી ને તેને પોતાની સાથે પિથોરાગઢ ની  ઔષધિ ની ખેતી માં પોતાની સાથે કામ કરવા માટે રાખી લીધો. અને પગાર પણ ઓફરકર્યો  કર્યો. સુકેશે પણ આ કામ રાજીખુશી સ્વીકારી લીધું જેથી તે આરાધના અને પંડિત પરિવાર ની નજીક રહી શકે. સુકેશે અને આરાધનાએ નક્કી કરેલું જ્યાં સુધી આરાધાના પોતાનું ગ્રેજ્યુએશન પૂરું ન કરી લે ત્યાં સુધી તેઓ લગ્ન નું વિચારશે પણ નહિ. સુકેશ પણ તેમાં પોતાની સંમતિ દર્શાવી હતી. હજુ આરાધના નું ગ્રૅજ્યુએશન માં વરસ ની વાર હતી. તેથી સુકેશ શ્યામ સાથે કામ કરવા ની ઓફર સ્વિકારી લીધી હતી.  એક વરસ માં સુકેશે ભૌ સૌ કામ કરી ને પંડિત પરિવાર તથા  શ્યામ નો વિશ્વાસ જીતીલીધો હતો. પંડિત પરિવાર ને ત્યાં કામ કરતા ખેતમજૂરો થી મંડી ને બધાજ સ્ટાફ નો પણ સુકેશે સારો ખ્યાલ રાખ્યો હતો અને ખેતીની  ઉપજ બમણી કરી આપી હતી.વરસ બાદ આરાધના એ પોતાન દિલ ની વાત શ્યામ ને કહી હતી. તે અને સુકેશ એકબીજાં ના પ્રેમ માં છે. અનેશ્યામે સુકેશ સાથે લગ્ન થયા તેવું ગોઠવી આપવાનું છે. બને ભાઈબહેન વચ્ચે ઉમર નો તફાવત નહોવા થી બને વચ્ચે ગાઢ મિત્રતા જેવું હતું. શ્યામે તેને ખાતરી આપી કે હું તમારા બંનેના લગ્ન નું ગોઠવી આપીશ હું વડીલો જોડે વાત કરીશ. શુકેશ અને આરાધના ના પરિવાર માં એક આર્થિક સ્થિતિ ને બાદ કરતા ઘણી સમાનતા હતી/ સુકેશ અને આરાધના બને એક જ જતી અને ધર્મના હોવાથી બીજો કોઈ પ્રશ્ર્ન ના હતો સુકેશ ને નાપાડવા માટે સુકેશ પથ્થરમાંથી પાણી પેદા કરે તેવો બુદ્ધિવાન હતો આથી શ્યામ ને ખાતરી હતી. કે તેના પરિવાર વાળા બંને ના લગ્ન માટે રાજી થઇ જશે. શ્યામે થોડાજ વખતમાં ઘરના લોકો ને આરાધન ના લગ્ન સુકેશ સાથે કરવા માટે મનાવી લીધી હતા. અને થોડા જ સમયમાં બંને ના ઘડિયા લગ્ન લેવાયા હતા. અચાનક સુકેશ ના સેલફોન ની રિંગ વાગતા સુકેશ ની વિચારધારા અટકી હતી તેણે સેલફોન ઉઠાવી વાત કરવા માંડી.

 

સુકેશ ને કોનો કોલ આવ્યો હતો. શું વિશાલ સાથે સુકેશ નો વસંત વિલા નો સોદથશે કે નહિ અને વસંતવિલા ના ભૂત નું રહસ્ય સુ છે તે જાણવા વાંચતા રહો વસંતવિલા -એ હોન્ટેડ હાઊસ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED