વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 3 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 3

પ્રકરણ 3


હકીકત મનાલી ને જોઈ વિશાલ અને સંધ્યા ચોંકી જાય છે. ભરત અને સિદ્ધિદેવી ગભરાઈ જાય છે’. કારણ કે મનાલી  એ બીજું કોઈ નહિ પણ ભરત ની દિકરી અને સિદ્ધિદેવી ની ભત્રીજી રચના હોય છે.પોતાની પોલ ખુલી જવાથી રચના સિદ્ધિદેવી અને ભરત ગભરાઈ જાય છે. અને બે હાથ જોડી વિશાલ ની માફી માંગવા લાગે છે.

આ જોઈ વિશાલ કહે છે. મને પહેલે થી જ તમારા  ઢોંગ વિષે ખબર હતી. અને મેં તમારો ઢોંગ પકડવા અને આ વિલા માં કોઈ ભૂત નથી. એ જ સાબિત  કરવા માટે મેં પણ નાટક કરેલું  હકીકતમાં  હું અને સંધ્યા પતિ પત્ની જ નથી. તો મારે દિકરી હોવાનો તો કોઈ સવાલ જ ઉભો થતો નથી. મેં તો માત્ર ખોટી વાર્તા બનાવી હતી. તમારી પાસે કારણ હું  મારી પત્ની પાસે સાબિત કરવા માંગતો હતો.આ વિલા માં કોઈ ભૂત નથી જેથી હું આ વિલા ખરીદી શકું.તમે મારી ધારણા પ્રમાણે જ કોઈ તરકટ રચ્યું અને  તમારું આ નાટક માં ખિસ્સા માં રહેલી સ્પાય કેમેરા પેન માં અને બીજા એંગલ થી સંધ્યા ના પર્સ માં રહેલા કેમેરા થી આ બનેલી  તમામ ઘટના રેકોર્ડ થઇ ગઈ છે. જેના થી હું મારી પત્ની પાસે સાબિત કરી દઈશ અને આ વિલા ખરીદીશ. જવાબ માં સિદ્ધિદેવી કહે છે. હું  માનું છું કે મેં મારા ભાઈ અને ભત્રીજી સાથે મળી ને આત્મા ને બોલવા નું નાટક કર્યું છે. પણ હું સાચે જ આત્મા ને બોલાવા ની વિદ્યા જાણું છું. પણ એ વિદ્યા નો ઉપયોગ કરવો પણ એટલો જ જોખમી છે. એટલે  હું બને ત્યાં સુધી એ વિદ્યા નો પ્રયોગ કરતી જ નથી. પરંતુ મને જે વ્યક્તિ મળવા આ આવે છે. અને તેની જે સમસ્યા હોય છે તે વિગતવાર જાણી ને તેવું જ નાટક ઉભું કરી લોકો ની સમસ્યા માનસિક રીતે દૂર કરું છું. પ્લીઝ તમે આ વાત કોઈ ને ના કરશો નહીં તો મારો વ્યવસાય તો બંધ થશે જ પરંતુ લોકો ની હું જે માનસિક રીતે સમસ્યા દૂર કરું છું એ પણ બંધ થઇ જશે. તમે  મને કહેલું કે મારી દિકરી બળી ને મારી ગઈ હતી. તેથી મેં તમે કરેલા વણૅન પ્રમાણે મારી ભત્રીજી નો મેક અપ કરેલો. પણ મારો હેતુ  થોડા પૈસા કમાવા નો અને તમને માનસિક રીતે તમારી સમસ્યા માંથી દૂર કરવા નો હતો.તો પ્લીઝ મારો આ વિડિઓ કોઈ ને બતાવશો નહીં. નહીં તો મારો વ્યવસાય બંધ થઇ જશે જેનો હેતુ લોકો ની સમસ્યા દૂર કરવા ની સાથે મારુ જીવનનિર્વાહ કરવા નો છે. તમે કહેશો તે હું તમારી પત્ની પાસે સાબિત કરી બતાવીશ પણ પ્લીઝ આ વિડિઓ ડિલીટ કરી નાખો. જવાબમાં વિશાલ  કહે છે કે મારો હેતુ તમારો વ્યસાય બંધ કરવા નો નથી. હું તો માત્ર આ વિલા ખરીદવા માંગુ છું. પરંતુ મારી પત્ની તેની વિરોધમાં છે. તેથી તેને આ વિલા ખરીદવા માટે આ વિડિઓ તને બતાવો જરૂરી છે. હું તમને વચન આપું છું. કે તેના સિવાય આ વિડિઓ કોઈ ને નહીં બતાવું.આ વિડિઓ ની વાત આપણા છ વ્યક્તિ વચ્ચે જ રહેશે તમે ત્રણ અને અમે ત્રણ. સિદ્ધધીદેવી તેનો આભાર માનતા કહે છે . હું આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બને વચ્ચે વાતચીત ચાલતી હોય છે. રાતનો ત્રીજો પ્રહર થાય છે. અને અચાનક જ  વસંત વિલા ની આજુબાજુ નું વાતાવરણ બદલાઈ જાય છે. વિલા  ની લાઈટો  અચાનક ચાલુ બંધ થવા લાગે છે. આજુબાજુ નું ડરાવણું વાતાવરણ વધુ પડતું  ડરાવણું બની જાય છે. અને વિલા ની લાઈટ  ચાલી જાય છે. અંધારા માં ભયાનક અને બિહામણા અવાજો આવવાં શરુ થઇ જાય છે. આ  અવાજ સાંભળી ને વિશાલ સિવાય ના સૌ ડરી જાય છે. વિશાલ સિદ્ધિદેવી ને કહે છે. હવે તે ડરવા નો નથી માટે એ આપના સાથી ને કહી વાતાવરણ દૂર કરાવી અમને ડરાવવા નું બંધ કરો. સિદ્ધિદેવી કહે છે. આ તેમનું કોઈ નાટક નથી પણ ખરેખર મને અહીં આત્માઓ ની હાજરી વર્તાઈ છે. તેઓ  એક કરતા વધુ છે. તમે મારો વિશ્વાસ કરો. આપણે  બનતી ઝડપે આ વિલા  છોડી દેવો જોઈએ. એટલા માં ઘુવડ ના રડવા જેવો અવાજ સંભળાઈ છે. અને વરુ ના ઘૂરકવા નો અવાજ સંભળાઈ છે. જે બાજુ ના રમ માં થી આવી રહ્યો હોય એવું લાગે છે. વિશાલ તે રૂમ તરફ દોડી જાય છે. જોવા માટે કે કોણ છે ત્યાં ? તે બૂમ પડે છે કોઈ છે કે ત્યાં પણ  કોઈ જવાબ મળતો નથી. રૂમ ખોલે છે. તો ત્યાં ઘુવડ સિવાય બીજું કહું જોવા મળતું નથી. ત વિચારે છે કે ઘણા સમય થી વિલા અવાવરું પડ્યો છે તો ઘુવડ ઘુસી ગયા હોય તે કોઈ નવી વાત નથી. તે પાછો જાય વિધિ કરી હોય છે તે હોલ તરફ પાછો ફરે છે. ત્યારે સિદ્ધિદેવી તેને વિનંતીભર્યા અવાજે કહે છે. મને આ જગ્યા એ એક કરતા વધારે આત્મા ઓ ની હાજરી વર્તાઈ છે. પ્લીઝ આપણે જેમ બને તેમ જલ્દી આ જગ્યા છોડી દેવી જોઈએ..પણ વિશાલ તેમ કરવા ની ના પડે છે. તે આ જગ્યા માં થી આવતા અવાજો અને લાઈટ જવા નું કારણ જાણી નહિ લે ત્યાં સુધી આ જગ્યા છોડશે નહિ તમને લોકો ને ડર લાગતો હોય તો તમે આ જગ્યા છોડી જય શકો છો. તે સંધ્યા  પાસે પોતે લાવેલી ટોર્ચ માંગે છે.સિદ્ધિદેવી કહે છે ખોટી જીદ ના કરો બનતી ઝડપે આ જગ્યા છોડી દેવી જોઈએ. જવાબમાં વિશાલ મક્કમ પણે ના પાડે  છે.સંધ્યા પણ વિશાલ ને સાથ આપવા તેની સાથે રહે છે. જોકે તે અંદર થી ડરી ગઈ હોય છે. પણ વિશાલ ને એકલો મુકવા માંગતી નથી. જવાબ માં સિદ્ધિદેવી કહે છે જેવી તમારી મરજી. લો આ સિદ્ધ કરેલા બે સુરક્ષાકવચ આ પહેરી લો આ તમારી રક્ષા કરશે. દેવ કાળભૈરવ અને માં કાલી તમારી રક્ષા કરે  હું ભરત અને રચના સાહત આ વિલા છોડી જાવ છું. એટલું કહી સિદ્ધિદેવી અને તેમના બને સાથી વીલા ના મુખ્ય દ્વાર  તરફ જાય છે અને વીલા છોડી દે છે . પણ વિશાલ અને સંધ્યા વિલા  નો ખૂણેખૂણો તપાસવા ના નિર્ધાર  સાથે વીલા ની અંદર તરફ જાય છે. તેઓ નક્કી કરે છે વીલા ની જમણી તરફ વિશાલ જશે તે તરફ નો હિસ્સો ચેક કરશે અને સંધ્યા ડાબી  તરફ જશે. બને  તપાસ માં નીકળ્યા ને અર્ધો કલાક જેવું થઇ ગયું હોય છે. વિશાલને હજુ સુધી કઈ શંકાસ્પદ મળ્યું હોતું નથી.  પણ વીલા માંથી  ડરાવના અવાજ થોડી થોડી વારે આવતા હોય છે. એ અવાજ એક્ઝેટલી કયાંથી આવતો હોય છે તે સમજણ પડતી હોતી નથી.અચાનક જ સંધ્યા ની ચીસ સંભળાય છે . તે સાંભળી ને વિશાલ શું થયું  એ જોવા જે દિશા માં થી અવાજ  આવ્યો હોય એ દિશામાં દોડે છે. લગભગ દાસ મિનિટ માં તે સંધ્યા પાસે પહોંચે છે. અને જુએ છે તો સંધ્યા બેહોશ થઇ ગયેલી જમીન પર પડી હોય છે. તે પોતાની બેકપેક માંથી પાણી કાઢી સંધ્યા ના મોં પર રેડે છે. અને સંધ્યા ને હોશ માં લાવે છે. એટલી વાર માં સવાર પડી ચુકી હોય છે . 


સંધ્યાએ  શા માટે  ચીસ પડી હોય છે અને કેમ બેહોશ થઇ જાય છે એ જાણવા વાંચતા રહો વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ .  વધુ આવતા અંકે