વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 1 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 1

પ્રકરણ 1 

ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.વીજળી ના ચમકારા થઇ રહ્યા હતા.અને પવન જોર જોર થી ફૂંકાતો હતો. આવા વાતાવરણ માં એક કારપિથોરાગઢ થી બાલકોટ ની પહાડી  તરફ આગળ વધી રહી હતી.આ કાર વિશાલ ઠાકુર ડ્રાઈવ કરી રહ્યો હતો.તેની સાથે તેની આસિસ્ટન્ટ સંધ્યા સિંઘ હતી. બંને પિથોરાગઢ થી 5 કિમી  અને બાલકોટ થી પહેલા આવેલી પહાડી પર આવેલા બંગલૉ વસંત વિલા તરફ આગળ વધી રહ્યા હતા.વિશાલ એકાએક વસંત વિલા ના વિચારે ચડી ગયો.વસંત વિલા એક હોન્ટેડ હાઉસ હતું.વસંત વિલા એ બાલકોટ ની પહાડી પર અંદાજે  એક  વીઘા જમીન માં ફેલાયેલો જુનવાણી બંગલૉ હતો. જે કોઈ હવેલી થી કમ ન હતો.વસંત વિલા માં પ્રવેશતા જ મુખ્ય દરવાજ  ની અંદર બને બાજુએ વિશાળ ગાર્ડન આવેલું હતું. અને વચ્ચે થી પડતો રસ્તો એ વસંત વીલા બંગલૉ ના પોર્ચ તરફ જતો હતો. જમણી બાજુ એ આવેલા ગાર્ડન માં મંદિર બાંધવામાં આવેલું હતું. જેમાં પંડિત કુટુંબ ના કુળદેવી તથા ભગવાન શિવ ની મૂર્તિઓ રહેલી હતી. જેની પંડિત કુટુંબ ભક્તિભાવ થી પૂજા કરતુ હતું. પરંતુ એ ઘણા વર્ષો થી પૂજાયા  વિના ની હતી. કારણ છેલ્લા વિસ વર્ષ થી એ બંગલો માં કોઈ રહેતું ન હતું એ હવેલી જેવો બંગલો ખાલી પડ્યો હતો. એ બંગલૉ નો માલિક સુકેશ આચાર્ય  એને ઘણા વર્ષો થી વેચવા માંગતો હતો. પરંતુ વસંત વિલા વેચાતું ન હતું. કારણ વસંત વીલા માં આજ થી પચ્ચીસ વર્ષ પહેલા સાત હત્યા અને લૂંટ થઇ હતી.કહેવાય છે કે તે પછી ત્યાં સાતે વ્યક્તિના આત્મા ભટકતા હતા અને કોઈજ તે ઘરમાં રહી શકતું નહોતું. હત્યા અને લૂંટ ના સમયે સુકેશ વસંત વીલા થી 500 કી.મી  દૂર દહેરાદુન માં હતો. તેથી તે બચી ગયેલો. સુકેશ પરિવાર નો એક માત્ર સભ્ય હતો. જે હત્યાકાંડ માં બચી ગયેલો અને તેણે  દુ:ખી  થઇ ને આ વિલા વેચવા કાઢેલો કારણ કે તે આ વિલા ને અપશુકનિયાળ માનતો હતો. આ વિલા એજ તેનો પરિવાર તેના થી છીનવી લીધેલો. પણ આજ સુઘી કોઈ ખરીદદાર મળતો ન હતો. પણ આજે સુકેશ પાસે થી ખરીદવા માટે વિશાલ ઠાકુર તૈયાર થયો હતો. વિશાલ આ વિલા  ખરીદી ત્યાં નાનકડું રિસોર્ટ બનાવવા  માંગતો હતો. પરંતુ વિશાલ ની પત્ની વિનિતા આ પ્રોપર્ટી ખરીદવા ની વિરોધમાં હતી. તેને ત્યાં  રહેલા ભૂત પ્રેત ની બીક હતી. વિનિતા નું કહેવું હતું કે ત્યાં સાત અવગતે ગયેલા જીવ રહે છે અને તે કોઈ ને ત્યાં ટકવા દેતા નથી. માટે વિશાલે ત પ્રોપર્ટી ન ખરીદવી જોઈએ. પછી ભલે ને તા માર્કેટ કિંમત થી માત્ર 25% ભાવ માં મળતી હોય.  વિશાલ એક યુટ્યૂબર  હોય છે. અને તે હોન્ટેડ હાઉસ નામની ચેનલ ચલાવતો હોય છે. તેની ચેનલ માં હોન્ટેડ હાઉસ માં યાદી પામેલ મકાનો હવેલીઓ  બંગ્લોઝ મહેલો વગેરે ની સ્ટોરી કવર કરતો અને શક્ય તેટલા ડરાવના માહોલ ઉભો કરી તે લોકેશન નું  શુટ  કરી ને સ્ટોરી બનાવી થ્રિલ ઉભી કરી અને પૈસા કમાતો. તેની ચેનલ હોન્ટેડ હાઉસ ના 10 મિલિયન ફોલોઅર્સ હતા. પરંતુ તેનું અંગત માનવું હતું કે ભૂત પ્રેત કે આત્મા જેવી કોઈ વસ્તુ આ દુનિયા માં અસ્તિત્વ ધરાવતી નથી. પોતે માત્ર લોકો ની અંધશ્રદ્ધા અને ભોળપણ નો લાભ ઉઠાવી અને લોકો ની  ડર ની માનસિકતા  નો લાભ ઉઠાવે છે, તેવું પોતે માનતો. વિશાલ હંમેશા બહુ ફેમસ ના હોય તેવા જ હોન્ટેડ હાઉસ પસંદ કરી તેની સ્ટોરી માં મસાલો ઉમેરી ને વધુ ડરવાની સ્ટોરી ઉભી કરતો અને તેને પોતાની ચેનલ પર મકાનો નું સામાન્ય શુટ  કરી એડિટિંગ કરી ને ડરાવની સ્ટોરી બનાવતો અને નામ કમાતો ગયો અને તેની ચેનલ ના વ્યુર્સ વધતા રહ્યા. વિશાલ પોતે દહેરાદુન નો રહેવાસી હતો. અને બને ત્યાં સુધી ઉત્તરાખંડ ના નાના ગામો માં શુટિંગ  કરી ને હોન્ટેડ હાઉસ ચેનલ માં રીયલ હાઉસ ની સાથે સાથે ફિકશનલ સ્ટોરી ઓ બતાવા નું શરુ કરેલું. અને તેની ચેનલ ના વ્યુર્સ વધતા રહેલા અને તેની કમાણી  પણ. આવા જ એક સ્ટોરી શુટિંગ  દરમ્યાન તેની મુલાકાત સુકેશ આચાર્ય સાથે થઈ સુકેશે તેને પોતાના બાલકોટ  પાસે આવેલા વસંત વિલા  વિષે વાત કરી. પોતે તે વિલા  માર્કેટ રેટ કરતા 75% નીચું માત્ર  માર્કેટ રેટ ના 25% માં આપી દેવા માંગે છે. અને પોતાન ત્યાં સ્ટોરી મળી રહેશે તેવું કહે છે. સુકેશ ની વાત સાંભળી વિશાલ પોતે જ તે વીલા ખરીદવા તૈયાર થઇ જાય છે. પરંતુ  વિશાલ ની પત્ની વિનિતા આ વિલા  ખરીદવાની ના પાડે  છ. કારણ તે પિથોરાગઢમાં જ તેનું બાળપણ વીતેલું હોય છે અને તેણે વસંત વિલામાં  સાત સાત ભૂત નો વાસ છે અને કોઈ જ તે વિલા માં ચાર કર પાંચ દિવસ થી વધુ જીવી નથી શકતું. તેમાં રહેલા ભૂત વિલા માં રહેવા જનાર ને ખુબ જ તડપાવી ને મારે છે. તેવું તેણે  બાળપણ થી સાંભળ્યું અને જોયેલું હોય છે. આથી  વિશાલ પોતાની પત્ની પાસે એ સાબિત કરવા માંગતો હોય છે. કે તેણે  જે સાંભળ્યું જોયું છે તે ખોટું છે. તેના માટે જ અત્યારે એ પોતાની આસિસ્ટન્ટ સંધ્યા સાથે વસંત વિલા જઈ રહ્યો હોય છે. વિશાલે  દહેરાદુનથી  સિદ્ધિદેવી નામની તાંત્રિક ને બોલાવી હોય છે. જેના થકી સાબિત કરવા માંગતો હતો કે ભુત  પ્રેત જેવું કશું દુનિયામાં નથી. વળી સિદ્ધિદેવી આ વિસ્તાર થી અજાણ હોય છે તેથી તે વસંત વિલા અંગે ની કોઈ વિગત જાણતા હોતા નથી. વિશાલ  અને સંધ્યા  સિદ્ધિદેવી ને પતિ પત્ની બની ને મળે છે અને કહે છે કે  તેમની બાર વર્ષ ની દિકરી મનાલી  નું મૃત્યુ  ઘરમાં આગ લાગવા થી થયું હતું. અને તેમનું એ ઘર બાલકોટ ની નજીક આવેલું છે. મારી દિકરી મને સપનામાં  આવે છે. અને વિનંતી કરે છે. કે મારો આત્મા મુક્તિ પામ્યો નથી. તો આપ મારા એ ઘરમાં પધારી ને મારી દિકરી ની મુક્તિ અપાવવા મદદ કરશો તો હું આપનો જિંદગીભર નો ઋણી રહીશ. આપ જે કહેશો એ હું આપને આપવા તૈયાર છું. સિદ્ધિદેવી  મનાલી વિશે  ની વિગત  વિશાલ પાસે થી મેળવે છે. તે કેવડી હોય છે. મૃત્યુ સમયે તેનો દેખાવ કેવો હોય છે વગેરે વગેરે સિદ્ધિદેવી વિશાલ અને સંધ્યા ને કહે છે. પોતે આવતા અઠવાડિયે  બાલકોટ આવશે.અને મનાલીની આત્મા ની મુક્તિ માટે બનતા પ્રયત્નો કરશે એ પહેલા તેમને મનાલી ની આત્મા ને બોલાવી તેની ઈચ્છા જાણી લેશે અને તેની મુક્તિ માટે મદદ કરશે. મનાલી ની આત્મા ને બોલવવા માટે અને મુક્તિ માટેની વિધિની તૈયારી માટે તેમને એક દિવસ અગાઉ બાલકોટ ના વસંત વિલા જવું પડશે. માટે તેમણે સિદ્ધિદેવીને વસંત વિલા  ની ચાવી એવી પડશે જેથી તેઓ એક દિવસ અગાઉ પહોંચી વિધિ ની તૈયારી કરી શકે. આમ સિદ્ધિદેવી તેમના ભાઈ સાથે ગઈ કાલે જ વસંત વિલા આવી પહોંચ્યા હતા. તેમણે મનાલી ને બોલાવવા માટે ની વિધિ ની તૈયારી કરી રાખી હતી.  અને વિશાલ અને સંધ્યા ના વસંત વિલા પહોંચવા  ની રાહ જોઈ રહ્યા હતા. વિશાલ અને સંધ્યા વસંત વિલા  પહોંચે છે .અને સિદ્ધિદેવી તેમનું સ્વાગત કરે છે. અને કહે છે પોતે વિધિ ની બધી તૈયારી કરી રાખેલી છે. તો આપડે વિધી શરૂ કરીશું. સિદ્ધિદેવી અને તેમનો ભાઈ ભારત પુરોહિત વેદી માં અગ્નિ પ્રકટાવી  આત્મા ને બોલવવા માટે ના મંત્રોચાર શરૂ કરે છે. વિશાલ અને સંધ્યા  આ મંત્રોચાર સમજી શકતા નથી. જેમ જેમ વિધિ આગળ વધતી જાય છે તેમ તેમ મંત્રોચાર નો અવાજ વધતો જાય છે અને અગ્નિ માં જવતલ  હોમાતા જાય છે. અને રૂમ માં ધુમાડો વધતો જાય છે. અને થોડી જ વાર માં રૂમ ને છેડે એક છોકરી ની આકૃતિ દેખાય છે. તેનો ચ્હેરો  દાઝેલો હોય છે અને આંખ પરની ચામડી બળેલી હોય છે જે એક આંખ અને નાક વચ્ચે ચામડી લચી પડી હોય છે. તેને જોઈ ને વિશાલ મનાલી આવી એવું કહેતા ઉભો થઇ જાય છે. હકીકતે મનાલી તેનાથી થોડીજ દૂરહોય છે. વિશાલ મનાલી તરફ આગળ વધે છે પરંતુ સિદ્ધિદેવી તેને રોકી નાખે છે.  


વધુ આવતા અંકે