વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 7 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 7

પ્રકરણ 7


વિનિતા અને વિશાલ જમીને થોડી વાર આરામ કરી વિલાનો ખૂણે ખૂણો ફરી લેવાનું નક્કી કરે છે. અને આ વખતે બને સાથે જ રહીને વિલા ફરશે. જેથી ગઈ કાલે સંધ્યા સાથે જે બન્યું હતું તે વિનિતા સાથે ના બને. વિનિતા અને વિશાલ પહેલા વિલા ની ડાબી તરફ આવેલી વિન્ગમાં જવા નું નક્કી  કરે છે.  કે જે તરફ સંધ્યા તપાસ માટે ગઈ હતી  અને ડાબી  બાજુ ની વિન્ગ માં  રહેલા  રૂમમાં થી  તે બેહોશ મળી આવી હતી. તેન કહેવા મુજબ તેણીએ ત્યાં ત્રણ ભુત  જોયા હતા. વસંત વિલા ની રચના કઈંક આ પ્રકારે હતી. મુખ્ય દરવાજા માં થી પ્રવેશ કરો એટલે 500 મીટર જેટલો પાકો રોડ હતો. અને રોડ ની બને તરફ ગાર્ડન હતું. જે અત્યારે ઝાડીઝાંખરા થી ઢંકાયેલું હતું. એક જમાનામાં ત્યાં ભવ્ય  ગાર્ડન હશે એનો અંદાજ લગાવી શકાય. બને ગાર્ડન વચ્ચે થી ઘરમાં પ્રવેશ કરવા માટે નો પાકો રોડ હતો. અને એક બાજુ ના ગાર્ડનમાં મંદિર બંધાયેલું હતુ. જે મંદિર ની આસપાસ થી વિશાલે અને વિનિતા એ અત્યારે થોડા ઝાડી ઝાંખરા દૂર કરી મંદિર ની સાફ સફાઈ કરી ને મૂર્તિ ઓ આગળ દિવા પ્રકટાવ્યા હતા. જેમાં થી એક મૂર્તિ પંડિત કુળના કુળદેવી ની અને બીજી  મૂર્તિ દેવોના દેવ મહાદેવ ની હતી.  મુખ્ય પ્રવેશદ્વાર વટાવી આગળ મકાનમાં પ્રવેશ માટે નું મુખ્ય દ્વાર હતું.  જે વટાવી આગળ જતા ફોયર હતી. ફોયર વટાવી  પહોંચી એટલે વિશાળ દિવાનખાનું હતું .અને દિવાનખાના ની મધ્યમાં વિશાલ સીડીહતી. જે ઉપર ની તરફ જતી હતી. અને તેની ડાબી અને જમણી તરફ વિન્ગ પડતી હતી. ડાબી તરફ પાંચ રૂમ હતા. અને જમણી બાજુ છ રૂમ આવેલા હતા. એવી જ રીતે ઉપર ની તરફ રૂમ આવેલા હતા. દિવાનખાનામાં જુના જમાના નું સાગ અને દેવદારના લાકડા માંથી બનેલું ભવ્ય  ફર્નિચર હતું. જે વસંત વિલા ના ભૂતકાળ ની ભવ્યતા દર્શાવતું હતું. દીવાનખાનામાં વાઘ રાખવામાં આવ્યો હતો. હરણ નું માથું દિવાલમાં રાખવામાં આવ્યું હતું. એક દિવાલ પર વડવાઓ ના તૈલચિત્રો લગાવામાં આવ્યા હતા.  અને એક દિવાલ પર ઢાલ અને તલવાર લગાવવામાં આવ્યા હતા. દિવાનખાનું  ગઈકાલે સાફ કરવામાં આવ્યું હતું. કારણકે સિદ્ધિદેવી એ ત્યાં ગઈ કાલે હવન અને વિધિ કરેલા હતા.અને જમણી તરફના બે રૂમ ની સાફસફાઈ  કરેલી હતી. એકમાં સિદ્ધિદેવી અને તેમનો પરિવાર અને બીજામાં સંધ્યા અને વિશાલ રોકાવા ના હતા. બીજા બધા કમરામાં મહિનાઓ ની ધૂળ જામેલી હતી.જો રાતના દિવાનખાનામાં  કોઈ અંધકારમાં જોઈ લે તો વાઘ ની તગતગતી આંખો જોઈ જ છળી મરે. વસંત વિલા છેલ્લા પાંચ વરસ થી સાવ બંધ જ પડ્યો હતો. માત્ર વીજળી અને પાણી નું કનેકશન જ ચાલુ હતું. લોકેશ વીજળી નિગમ  નું બિલ ભરી દેતો હતો. અને તેનો સ્ટાફ વર્ષમાં એક વાર જઈ  વસંત વિલામાં સાફ સફાઈ કરી આવતો હતો. એ પહેલા એક કેર ટેકર દિવસ ના સમયમાં રહેતો હતો. પણ એ કેર  ટેકરની લાશ એકદમ બિહામણી હાલતમાં વસંત વિલા ની પાછળના સ્વિમિંગ પૂલ માંથી મળી આવી હતી. જેન શરીરમાં થી બધું જ લોહી ચુસાઈ ગયું હતું. આ ઘટના પછી થી કોઈ સ્થાનિક વ્યક્તિ ત્યાં કામ કરવા તૈયાર ન હતી. આથી લોકેશે પોતાના દહેરાદુન ના સ્ટાફ ને વર્ષમાં એક વાર જઈ ને વસંત વિલા મેઇન્ટેન રાખવા નું સોંપ્યું હતું. જો કોઈ વિલા નો ખરીદનાર મળી જાય તો પોતે પ્રોપર્ટી ની માથાકૂટ માં થી છૂટે. અને પ્રોપર્ટી ના  પૈસા ઉભા થઇ શકે. લગભગ છેલ્લા છ મહિના થી સાફસફાઈ  થઇ ન હતી. ગઈકાલે સિદ્ધિદેવી અને પરિવારે આવીને જરૂર પૂરતી સાફસફાઈ કરી હતી. એટલે આજે વિનિતા અને વિશાલ ને કોઈ તકલીફ પડવાની નહોતી.વિનિતા અને વિશાલ ડાબી તરફ રહેલા રૂમમાં તપાસ  શરુ કરી.ડાબી બાજુ રહેલા પહેલા રૂમમાં દાખલ થતા જ તેમને ઘણા સમય થી રૂમ બંધ હોય અને ખુલે તેવી વાસ આવે તેવી સામાન્ય બંધિયાર વાસ તેમના નાકમાં પ્રવેશી. રૂમમાં ઝાડા બાઝેલા હતા અને ધુળ  જામેલી હતી. રૂમમાં જુની ઢબનું ભવ્ય  ફર્નિચર ગોઠવાયેલું પડ્યું  હતું. બંને  ફર્નિચર અને રૂમ જોઈ તેનો ભુતકાળ કેવો ભવ્ય હશે તે વિચારતા હતા. વિનિતા પણ  વિલા ની ભવ્યતા જોઈ જો આ વિલામાં ભૂત ન હોય તેવું સાબિત થઇ જાય તો આ વિલા નો સોદો બહુજ સસ્તો કહેવાય. અને સિદ્ધદેવીના ગુરુને પણ એક વાર આ વિલામાં બોલાવી જો ભૂતને ભગાડવાનો ઉપાય થઇ શકતો હોય તો એ પણ કરવો જોઈએ. થોડીવાર એ રૂમમાં રહ્યા પણ કોઈ જાત ની ચહલપહલ કે  હલચલ એ રૂમમા વર્તાઈ નહિ તેથી બંને બાજુ માં રહેલા રૂમમાં ગયા. ત્યાં પણ કોઈ હાજરી હોઈ તેવું વર્તાયું નહિ. આ રીતે ડાબી વિન્ગ ના ચારેય રૂમમાં તેમેં કોઈ ભૂત હોય તેવું લાગ્યું નહિ. લગભગ રાતના દસ વાગવા આવ્યા હતા. બને  ડાબી વિન્ગના છેલ્લા અને પાંચમા રૂમમાં આવ્યા જ્યાં સંધ્યા ને ભૂત નો અનુભવ થયો હતો. વિશાલ તો રૂમમા દાખલ થઇ ગયો. પણ વિનિતા રૂમમાં જતા અચકાઈ તેને સવારે જોયેલું વિડિઓ રેકોર્ડિંગ યાદ આવી ગયું. પરંતુ તે વિશાલ  પાછળ રૂમમાં ગઈ. રૂમમાં દહકાલ થયા પછી બંનેએ એવી જ બંધિયાર અવાવરું વાસ નો અનુભવ કર્યો જે તેમને આગળ ના ચાર રૂમમા થયો હતો. એ સિવાય ત્યાં કોઈ હાજર હોય એવો એહસાસ બને માંથી કોઈ ને થયો નહિ. લગભગ અડધો કલાક  એ રૂમમા વિતાવ્યા બાદ પણ કઈ અજુગતું હોય તેવું લાગ્યું નહિ. એટલે વિનિતા એ કહ્યું  મેં સાંભળ્યું છે એ પ્રમાણે ભૂતો નો પણ આવવાનો એક ચોક્કસ સમય હોય છે. બની શકે સંધ્યા ને આ અનુભવ લગભગ વહેલી સવારે ત્રણ થી ચાર વાગ્યા વચ્ચે થયો હોય છે. બની શકે ભૂત નો આવવાનો સમય એ હોય માટે આપણે આજે રાત્રે બે વાગ્યા પછી આ કમરામાં ફરીથી આવીશું. અત્યારે આપણે સાફ કરેલા કમરામાં આરામ કરી લઈએ ભૂતો નો આવવાનો સમય મધ્યરાત્રી નો હોય છે. માટે આપણે અત્યારે આરામ કરી બાર વાગ્યા પછી જમણી બાજુ ની વિંગ તપાસી લઇ બે વાગ્યા પછી ફરી આ રૂમમાં આવીશું. વિશાલ તેની વાત સાથે સહમત થાય છે. અને બંને સાફ કરેલ રૂમમાં પાછા ફરી આરામ કરવા લાગે છે.

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

આ તરફ સંધ્યા હોટેલ ની કાર લઇ ને પવિત્ર જળ આપવા માટે વસંત વિલા તરફ નીકળી ચુકી હોય છે. એને અચાનક યાદ આવે છે. તે ઉતાવળમાં રચના અને ભરત ને પ્રતાપસિંહ ઠાકુર નો એટલે કે વિશાલના કાકા નો નંબર આપવો ભૂલી ગઈ હોય છે.જો બપોર સુધીમાં ત્રણ માંથી કોઈ હોટેલ પર પરત ના ફરે તો તેનો સંપર્ક કરી બધી વિગતો તેમને આપવી. આથી તે રચના ને કોલ કરે છે. પણ રચના નો કોલ લાગતો નથી.આથી તે રચનાને અને ભરત ને વોટ્સ એપ પર મેસેજ કરે છે.  “ if we will not come to hotel by tomorrow evening kindly contact  Mr. Pratapsinh Thakur uncle of vishal Thakur his contact No is : 98xxxxxx10 “ પહાડીમાં  મૌસમ કયારે ખરાબ થઇ જાય તે નક્કી નથી હોતું. આજે ધુમ્મ્સ નું પ્રમાણ વધારે  હતું. પાંચેક ફૂટ ની દુરી પર જોવામાં પણ તકલીફ પડતી હતી છતાં સંધ્યા ધીમે ધીમે વસંત વિલા તરફ આગળ વધી રહી હતી.

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

આ તરફ રાત્રી ના બાર થતા જ વિશાલ ના સેલફોન નું એલાર્મ રણકી ઉઠ્યું  સાંભળીને વિશાલ અને વિનિતા જાગી ગયા. બંનેએ  પહેલા જમણી વિંગના બધાજ રૂમોમાં જોઈ લઇ પછી છેલ્લે ડાબી વિંગના છેલ્લા રૂમમા જવાનું નક્કી કર્યું. જમણી વિન્ગના બાકીના બધા રૂમ ફરી લીધા પણ  કોઈ પણ રૂમ માં કાંઈ અજુગતો અનુભવ ન થયો બધાજ  રૂમમાં બસ એક અવાવરું બંધીયાર વાસ અનુભવાઈ અને બધે ઝાળા બાઝેલા હતા. રૂમો જોઈ ને મહિનાઓ થી સફાઈ થઇ હોય તેવું લાગતું હતું.બીજો કોઈ અનુભવ તેમને થયો અહીં બધાજ રૂમ  ફરતા લગભગ સવા બે કલાક જેટલો સમય વીતી ગયો હતો. વિલામાં પરમ શાંતિ હતી. વિલા ની પાછળ આવેલા જંગલ માંથી ઘુવડ ના બોલવા નો અવાજ અચો અચો સંભળાતો હતો. કોઈ કોઈ શિયાળ ની લારી સંભળાતી હતી. તે સિવાય નિરવ શાંતિ હતી. વિનિતા અને વિશાલ સંધ્યાએ જે રૂમમાં ભૂત જોયું હોય છે. તે રૂમમાં આવે છે. રૂમમાં જરૂર પુરતી ખુરશી સાફ કરી તેના પર બેસી રાત વિતાવવા નું નક્કી કરે છે. બને ખુરશી પર વાતો કરતા બેઠા હોય છે લગભગ કલાક જેવો સમય  પસાર થઇ ગયો હોય છે. અચાનક થી જ  વિલા ની લાઈટો ચાલુ બંધ થવા લાગે છે. અને અચાનક થી લાઈટ ચાલી જાય છે. વિશાલ પોતાની પાસે રહેલી ટોર્ચ ચાલુ કરે છે. અને વિનિતાના ચહેરા પર ટોર્ચ ની લાઈટ ફેકેં છે. તો વિનિતા ડરી ને ચીસ પડી ઉઠે છે . વિશાલ તેને સમજાવે છે  કે એ પોતે વિશાલ છે અને તું સલામત છે કે નહિ એ છેક કરવા તારી બાજુ ટોર્ચ થી લાઈટ  કરી છે. વિનિતા ના જીવમાં જીવ આવે છે. અચાનક થી બાજુના  રૂમમા કંઈક અવાજ આવે છે.  એટલે વિશાલ અને વિનિતા તે રૂમ તરફ દોડી જાય છે.  

 

વિશાલ અને વિનિતા ને તે બાજુના રૂમમા શેનો અવાજ સંભળાયો હોય છે? અને સંધ્યા વસંત વિલા પહોંચી હોય   છે કે નહીં  તે જાણવા માટે વાંચતા રહો વસંત વિલા- એ હોન્ટેડ હાઉસ