vasant vila -A haunted house - 6 books and stories free download online pdf in Gujarati

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 6

પ્રકરણ 6


વિનિતા અને સંધ્યા રિસેપ્શનિસ્ટ પાસે વાઇફાઇ કનેક્ટ કરી આપવા વિનંતી કરે છે. રિસેપ્શનિસ્ટ વિનિતા અને સંધ્યા પાસવર્ડ આપી વાઇફાઇ કનેક્ટ કરી આપે છે. વાઇફાઇ કનેક્ટ થતા જ બંને ના સેલફોનમાં પેન્ડિંગ વોટ્સએપ મેસેજ આવવા લાગે છે. તેમાંનો એક મેસેજ વિશાલ નો હોય છે.’’  i am going to vasant vila. After completing some work in the local market, don't wait for me tonight. I will come in  early tomorrow morning.  સંધ્યા અને વિનિતા આ મેસેજ વાંચીને ચિંતા માં પડી જાય છે.તે વિશાલ ને કોલ કરે છે.પણ વિશાલ કોલ રિસીવ કરતો નથી. તેણે વિશાલ ને આઠ થી દસ કોલ કર્યા પણ એક પણ કોલ રેસેઇવે થયો નહીં. આથી વિનિતા આ મેસેજ કયારે સેન્ડ કર્યો હોય છે.તે ટાઈમ ચેક કરે છે તો  સેન્ટ ટાઈમ દસ મિનિટ પહેલા નો હોય છે. તે સંધ્યા ને કહે છે. આ મેસેજ 20 મિનિટ પહેલા સેન્ડ કર્યો છે. એટલે વિશાલ હજુ લોકલ માર્કેટ ની બહાર નહિ નીકળ્યો હોય અથવા તો હજુ  જસ્ટ માર્કેટ ની નજીક જ  હશે. હું હોટેલ ની કેબ લઇ ને પહેલા લોકલ માર્કેટ જઈશ.ત્યાં વિશાલ નહિ મળે તો વસંત વિલા જવા નીકળીશ હું તને અપડેટ આપતી રહીશ તું વાઇફાઇ થી કનેક્ટ રહેજે. ભરત થલકેદાર  થી આવે એટલે એ પવિત્ર જળ લઇ ને તું વસંત વિલા આવજે. જો ભરત ને આવતા મોડું થાય તો તું આવતી નહિ. હું તને વિશાલ ના કાકા પ્રતાપસિંહ ઠાકુર નો કોન્ટેક નો તારામાં વોટ્સએપ કરી આપું છું જો અમે કાલે બપોર સુધી પાછા ન ફરીએ તો તું તેમનો કોન્ટેક કરી બધું તેમને જણાવી દેજે. કારણકે વિશાલ ને તેમણે જ પાળીપોષીને મોટો કર્યો છે અને વિશાલ જ તેમનું જીવન છે. અને પોતાની પાસે થી સિદ્ધિદેવીએ આપેલા સુરક્ષાકવચમાં થી એક તેને આપે છે અને બાકીના બે પોતાની પાસે રાખે છે. એટલી વાર માં હોટેલ નો ડ્રાઈવર કેબ લઇ ને આવી પહોંચે છે. એટલે તે કેબમાં બેસી લોકલ માર્કેટ તરફ વિશાલ ને શોધવા જાય છે. અને સંધ્યા સિદ્ધિદેવીના રૂમમાં જાય છે. અને ભરત ના આવવાની  રાહ જોતી રચના સાથે વાતો એ વળગે છે. પણ તે મનથી  તો વિશાલ અને વિનિતા ની ચિન્તા જ કરતી હોય છે. તેની નજર દિવાલ પર જાય છે તો વોલક્લોક સાંજ ના 5:30 નો સમય બતાવતી હોય છે.  અને સૂર્ય પશ્ચિમ તરફ ઢળી રહ્યો હોય છે. 

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

આ તરફ વિનિતા લોકલ માર્કેટ તરફ આગળ વધે છે. જયારે વિશાલ લોકલ માર્કેટ છોડી બાલકોટ ના રસ્તે આગળ વદધીરહ્યો હોય છે.વિનિતા સતત વિશાલ નો સેલફોન ટ્રાય કરે રાખે છે. અચાનક થી વિશાલ ની નજર બાજુ ની સીટ પર વાઈબ્રેટ થઈ રહેલા સેલફોન પર જાય છે.  સ્ક્રિન પર વિનિતા નું નામ વાંચી ટ્રે કોલ રિસિવ કરે છે. કોલ રિસિવ કરતાજ વિનિતા પ્રશ્નો નો મારો શરુ કરી દે છે. વિશાલ કયાં છું ?? શા માટે મારો કોલ રિસિવ કરતો નહોતો?? તું સલામત તો છે ને ? શા માટે કોઈ ને કહ્યા વગર શા માટે વસંત વિલા જવા નીકળી ગયો? જવાબમાં વિશાલ હસવા લાગે છે તો વિનિતા વધારે ગુસ્સે થાય છે. એટલે વિશાલ કહે છે બે પ્રશ્નો વચ્ચે શ્વાસ લેવાનું તો રાખ. બધું જ કહું છું. હું સહી સલામત છું. હું જયારે  જાગ્યો ત્યાર 3:30 જેવું થયુ હતું. તારો અને સંધ્યા નો સેલ આઉટ ઓફ રિચ આવતો હતો. સંધ્યા ના ઇન્ટરકોમ પણ કોઈ રિસિવ કરતુ નહોતું. રિસેપ્શન પર તપાસ કરતા ખબર પડી  તને અને સંધ્યાને  હોટેલ ના વેઈટરે સિદ્ધિદેવીના રૂમમાં જતા જોયા હતા. તેથી મને સમજાઈ ગયું હતું કે તું અને સંધ્યા મને વસંત વિલા નહિ જ્વા દો. અને તમે બને મારાથી  કોઈક વાત પણ છુપાવી રહી છો.  આથી મેં રિસેપ્શન પર તમારા માટે બહાર  જાવ છું. એટલો જ મેસેજ છોડ્યો હતો. અને હું લોકલ માર્કેટ થોડી વસ્તુઓ ની ખરીદી માટે આવ્યો હતો. માર્કેટ માંથી ખાવા પીવાની વસ્તુઓ અને ટોર્ચ બેટરી અને ફિરે પાલક અંતે લાકડા તથા માચીસ અને કેરોસીન ની ખરીદી કરી હવે વસંત વિલા જય રહ્યો છું.હું તને અને સંધ્યા ને જોડે લઇ જય તમારો જીવ જોખમમાં નાખવા માંગતો નથી તેથી હું એકલો જ નીકળ્યો છું. હું આજ ની રાત ત્યાં રહીશ અને ત્યાં કોઈ ભૂત નથી તેના પુરાવા ભેગા કરયા પછી જ તને અને સંધ્યા ને ત્યાં લઇ જઈશ અને પછી એ પ્રોપર્ટી ખરીદીશ. વિશાલ નીવાત સાંભળી વિનિતા એક ક્ષણ માટે સ્તબ્ધ થઇ જાય છે. પરંતુ તરત જ સ્વસ્થ થઇ જાય છે અને વિશાલ ની સાથે જવા માટે વાત કરે છે. વિશાલ તું જ્યાં હોય તે લોકશન મને સેન્ડ કર હું હોટેલ ની કેબ લઇ લોકલ માર્કેટ પહોંચવા આવી છું. તો હું તારા લોકેશન પર પહોંચી જાવ. વિશાલ તેને ના પડે છે હું આજે એકલો જઈશ ત્યાં કોઈ જ ભૂત નથી તેવું સાબિત થાય પછી જ તને ત્યાં લઇ જઈશ. જવાબમાં વિનીત કહે છે.જો તું મને સાથે નહિ લઇ જાઈ તો તને મારી સોગંદ છે. આથી વિશાલ તેને સાથે લઇ જવા મજબુર થઇ જાય છે . તે વિનિતા ને પોતાનું કરંટ લોકેશન વોટ્સએપ પર  મોકલે છે અને ત્યાં તેની રાહ જુએ છે. વિનિતા કેબ ડ્રાઈવર ને  તેના વોટ્સએપ પર આવેલા લોકેશન મુજબ કાર ડ્રાઈવ કરવા સૂચના આપે છે.લગભગ વિસ થી પચીસ મિનિટમાં તે વિશાલ ઉભો હોય છે. તે લોકેશન પર પહોંચી જાય છે. અને ડ્રાઈવર ને કેબ પાછી  હોટલે પર લઇ જવાની સૂચના આપી તે વિશાલ ની કારમાં  બેસી જાય છે અને બને બાલકોટ તરફ જવા નીકળી જાય છે. અને વસંત વિલા તરફ આગળ વધે છે. 

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

 રચના અને સંધ્યા વાતો કરતા બેઠા હોય છે. સંધ્યા ની નજર ઘડિયાળ ના કાંટા પર જ હોય છે. તે ભરત ની રાહ જોતી હોય છે. રચના ના ખાવે મુજબ ભરત 6 થી 6: 30 વચ્ચે આવીજાવો જોઈએ પરંતુ  7 વાગ્યા હોવા છતાં ભરત નો કોઈ અતોપતો હોતો નથી. આથી તે રચના ને કહે છે તારા પાપા હજુ સુધી કેમ આવ્યા નથી. તારા કહેવા પ્રમાણે તો અડધો કલાક પહેલા આવી જતા હોવા જોઈતા હતા.પ્લીઝ તું એમને કોલ કરી ને પૂછે એ કેટલે પહોંચ્યા છે. રચના ભરત  ને કોલ લગાડે છે.તો ભરત  કહે છે તેની કાર રસ્તામાં બગડી ગઈ હોવાથી તેન આવતા હજુ કલાક જેટલો સમય લાગી શકે છે. પિથોરાગઢ થી મિકેનિક પહોંચી ગયો છે. તે કાર રીપેર કરી રહ્યો છે. બસ તેને રીપેર કરતા લગભગ અધો કલાક થશે અને બીજી અધો કલાક હોટેલ પહોંચતા થશે આમ તેને હોટેલ પહોંચતા કલાક થઇ જશે. તે લગભગ 8 થી 8:15 વચ્ચે હોટેલ પર પહોંચી જશે. સંધ્યા અને રચના માટે ભરત ની રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો.

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

વિશાલ અને વિનિતા બાલકોટ તરફ આગળ વધી રહ્યા હોય છે અને વસંત વિલા માં ગઈ કાલે શું બન્યું તેની ચર્ચા ચાલુ હોય છે. વિશાલ વિનિતા ને સમજાવતા કહે છે વિનિ ભૂત જેવું કશું હોતું નથી તે જોયું ને ગઈ કાલે સિદ્ધિદેવીએ પોતાની ભત્રીજી ની મદદ થી ભૂત નું  તરકટ મારી વાર્તા ના અનુસંધાનમાં જોડી દીધેલું.અને ભૂત નો આભાસ ઉભો કર્યો તેમ લોકો બનેલી ઘટના સાથે મસાલો ઉમેરી ભૂત ની અફવા ફેલાવે છે. હકીકતમાં ભૂત જેવું કશું હોતું નથી.વિનિતા કહે છે.જેમ ઈશ્વર નું અસ્તિત્વ છે .તેમ ભૂત નું પણ અસ્તિત્વ છે. માનવું ન માનવું તમારી મરજી છે. પણ એ વિલામાં કોઈ એવી શક્તિ નો વાસ છે. જે અકલ્પનિય છે.તમે માનો કે ન માનો પણ એ શક્તિ નો અહેસાસ સિદ્ધિદેવી અને સંધ્યા બંને ને ગઈકાલે થયો છે. અને સંધ્યા પાસે રહેલા પર્સ ના હિડન કેમેરામાં કેદ થયો છે. જે ચિપ ચાલુ થતી નથી તેમાં મેં અને સંધ્યા એ બે વાર વિડિઓ રેકોર્ડિંગ જોયું છે. તેમાં કોઈ અદશ્ય શક્તિ સંધ્યા પર વર્તાઈ રહી છે. હું આજે બપોરે સિદ્ધિદેવી ને મળી મને તેમની વાતોમાં વિશ્વાસ બેઠો છે. તેઓ ની આ દશા એજ અદ્ર્શય શક્તિ એ કરેલી છે. છતાં એ તમને મદદ કરવા માંગે છે.જે તેમની સારપ નું ઉદાહરણ છે. તમેનું કહેવું છે ત તંત્ર મંત્ર જાણે છે. પણ તેનો ઉપયોગ પણ એટલો જ જોખમી છે. તેથી ત બનતા સુધી ઉપયોગ કરવા નું ટાળે છે. તેથી તેમને કાલ નાટક રચેલું.આટલી પુર્વભુમિકા બાંધી વિનિતા પોતાના પર્સમાં થી સિદ્ધિદેવીએ આપેલા સુરક્ષાકવચ બહાર કાઢે છે.અને વિશાલ ને પહેરાવી દે છે અને એક પોતે પણ પહેરી લે છે.વિશાલ સુરક્ષાકવચ પહેરવા આનાકાની કરે છે. પણ વિનિતા તેને મનાવી લે છે. અને બને જયારે વસંત વિલા  પહોંચે છે ત્યારે 8 વાગી ચુક્યા હોય છે. 

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

આ તરફ ભરત 8 વાગતા હોટેલ પર આવી પહોંચે છે. રચના અને સંધ્યા ભરતની રાહ જોતા બેઠા હોય છે. અને સિદ્ધિદેવી સુઈ ગયા હોય છે. ભરત તેના હાથમાં રહેલો તાંબાનો કળશ  સંધ્યા ના હાથમાં કહે છે. આ પવિત્ર જળ હું  થલ કેદાર જઈ  મહાદે ના ચરણોમાં  ધરી ને લઇ આવ્યો છું.  આ પવિત્ર જળ વિલામાં રહેલ આત્માઓ થી તમારી રક્ષા કરશે આ પવિત્ર જળ ના છંટાક્વ થી ભૂત તમારી  થી દૂર રહેશે.  તો વિલામાં જઈ સર્વપ્રથમ આ પવિત્ર જળ નો છંટકાવ કરી દેજો.સંધ્યા તાંબાનો કળશ લઇ ને રિસેપ્શન પર જાય છે . અને  હોટેલ ની કેબ માટે માંગ કરે છે. તો રિસેપ્શનિસ્ટ કહે છે મેડમ રાત્રી ના  8 પછી અમારી કેબ સર્વિસ  ફક્ત ઇમર્જન્સી સર્વિસ જ આપે છે. કારણ કે પહાડીમાં રાત નું ડ્રાઇવિંગ સલામત નથી. માટે આપને  અત્યારે કેબ સર્વિસ નહિ મળે. સંધ્યા કેબ માટે વિનંતી કરે છે. અને કહે છે કે મારુ કામ  ઇમર્જન્સી જ છે પ્લીઝ મને કેબ નું સેટિંગ કરી આપો. રિસેપ્શનિસ્ટ  ઇમર્જન્સી ડ્રાઈવર ને બોલાવી આપે છે. ડ્રાઈવર આવીને પૂછે છે.ક્યાં જવાનું છે ? જવાબ સાંભળી ને ડ્રાઈવર વસંત વિલા જવાની ના પડી દે છે.પોતે ત્યાં નહીં જાય. સંધ્યા ની બહુ બધી વિનંતી છતાં ડ્રાઈવર તેની સાથે જવાની સાફ ના પાડી દે છે. કે તે વસંત વિલા રાતના સમયે નહિ જાય. સંધ્યા રિસેપ્શનિસ્ટ પાસે સેલ્ફ ડ્રાઈવ કાર ની માંગ કરે છે. તો જવાબ મળેછે. કે તેમની હોટેલમાં આવી ફેસિલિટી ઉપલબ્ધ નથી. સંધ્યા ની વિનંતિ કરવા પર કહે છે કે આ માટે તેની ઑથોરિટી નથી મારે મેનેજર ને વાત કરી મંજૂરી લેવી પડશે જો તે હા પડશે તો હું તમને સેલ્ફ ડ્રાઈવ કાર આપી શકીશ.  રિસેપ્શનિસ્ટ મેનેજર ને તેની કેબીન માં કોલ કરી  સંધ્યાની વાત કરી સેલ્ફ ડ્રાઈવે કાર ની મંજૂરી માટે ની વાત કરે છે. મેનેજર સેલ્ફ ડ્રાઈવ કાર માટે મંજૂરી આપી દે છે.   રિસેપ્શનિસ્ટ સંધ્યા ને કારની ચાવી આપતા કહે છે . લો મેડમ મેનેજર સાહેબ સેલ્ફ ડ્રાઈવ માટે ની મંજૂરી આપી દીધી છે. સંધ્યા રિસેપ્શનિસ્ટ ને થૅન્ક યુ કહી ચાવી હાથમાં લઇ કાર ડ્રાઈવ કરતી વસંત વિલા જવા નીકળી જાય છે.

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

આ તરફ વિનિતા અને વિશાલ વસંત વિલામાં પહોંચ્યા પછી વિનિતા સૌ પ્રથમ મંદિર સાફ  કરી ગઈ કાલે  લાવેલા પૂજા સામાનમાં થી  મૂર્તિ  આગળ દિવા પ્રકટાવે છે અને  ધૂપબત્તી કરે છે. અને આગલે દિવસે સાફ કરેલ બે રૂમમાં થી એક રૂમમા  રોકવા નું નક્કી કરે છે.  પોતે સાથે લાવેલા ખાવા પીવાના સમાનમાં થી જમવાનું કાઢીને જમીને પછી બને સાથે મળી ને આ વિલા નો ખૂણેખૂણો તપાસી લેશે તેવું નક્કી કરે છે.અને  બને જમવા બેસી જાય છે . રૂમમાં દૂર દૂર થી  ઘુવડ નો અવાજ આવતો હોય તેવું સંભળાય છે.

 

 

 

શું વિલામાં ખરેખર ભૂત નો વાસ છે કે નહિ તે શોધી શકશે વિનિતા અને વિશાલ ?? શું સંધ્યા પવિત્ર જળ લઇ સમયસર વસંત વિલા પહોંચી શકશે કે નહીં  જાણવા માટે વાંચતા રહો વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED