vasantvilla- A haunted house - 20 books and stories free download online pdf in Gujarati

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 20

પ્રકરણ 20


સુકેશ પંખા ઉપર ઊંધો લટકેલો હતો અને પંખો એકદમ ઝડપથી ફરતો હાટ અને સુકેશની ચીસો સંભળાતી હતી. થોડી જ ક્ષણોમાં પંખો રોકાઈ ગયો.સુકેશ ગભરાટનો ને માર્યો આંખો ખોલતો નહોતો. એકદમથી જ સુકેશ જમીન પર પછડાયો. જમીન પર પછડાતાની સાથે જ જાય તેના ગળે વળગી ગયો ને લોહી ચૂસવા લાગ્યો. સુકેશ ની દર્દના લીધે મોમાં થી ચીસ પણ નીકળી શક્તિ નહોતી. શ્યામે તેની આંખો પાર હુમલો કર્યો અને તેની આંખો ફોડી નાખી.આરાધનાએ હાથી નખો ભરાવી ને તેની છાતી ચીરી નાખી અને કહ્યું આ જ઼  હૃદયથી તે પ્રેમ કર્યો હતો ને ચાલ આજે અને જ કાઢી નાખું છું તેવું કહી છાતી ચીરી ને હદય નહહમા લઇ લીધું અને સુકેશ નો પ્રાણપંખેરું ઉડી ગયો. પણ આરાધના નો ગુસ્સો શાંત થયો હોતો નથી તે સુકેશન હદયને નિચોડી રહી હોય છે રમેશ અને શ્યામ માંડ મંદ સમજાવી ને આરાધના નો ગુસ્સો શાંત કરે છે. સુકેશ ની લાશ એકદમ વિકૃત હાલતમાં પડી હોય છે. અને બધા જ ભુત ત્યાં થી જતા રહે છે. 

—------------- xxxxxxxxx —-----------------------xxxxxxxxx—----------------------xxxxxxxxx —--------------

આ તરફ  દહેરાદુનથી નીકળેલી પોલીસ ની ટીમ પિથોરાગઢ પહોંચે છે અને તે વિશાલને મળી ને તેને લઇ વસંતવિલા તરફ જવા નીકળે છે. લગભગ બે કલાકમાં તેઓ વસંતવિલા પહોંચે છે ત્યારે સવાર થઇ ચુકી હોય છે. વસંતવિલામાં દાખલ થયા પછી વિશાલ સુકેશ ના નામની બુમ પડી ને તેને બોલાવે છે પણ કોઈ જવાબ મળતો નથી.સુકેશની કાર ભારપડેલી હોય છે. અને વસંતવિલાનો મુખ્ય દરવાજો પણ ખુલો હોય છે. તેથી વસંતવિલાના દિવાનખંડમાં દાખલ થઇ ને જુએ છે તો સુકેશ દેખાતો નથી સુકેશ ન દેખાતા પોલિશ ટીમના સભ્યો બે ભાગંમાં વહેંચાઈ જાય છે અને સુકેશને વિલ્લામાં ગોતવાનું નક્કી કરે છે. એક ટીમ સાથે વિશાલ જાય છે. વિશાલ અને બે પોલીસ વાળા જમણી બાજુ જાય છે તો બાકીના બે પોલીસ વાળા ડાબી બાજુ જાય છે. જેવા તેઓ જમણી તરફ આવેલા રમેશના રૂમમાં પહોંચે છે. તેવી જ તેમને એક વિકૃત થઇ ગયેલી લાશ દેખાય છે તેન શરીરમાં લોહીનું એક પણ ટીપું બચેલું હોતું નથી. આંખોના ડોળા બહાર આવીગયા હોય છે. તેનો ચહેરો એકદમ ડરાવનો લાગતો હોય છે. છાતી ચિરાય ને હદય બહાર આવી ગયેલું હોય છે.આવી  લાશ જોઈને વિશાલ ને એકદમ ઉબકા આવી જાય છે. પોલીસ આવી ઘટનાઓ થી ટેવાયેલી હો તેમના હાવભાવમાં ફક્ત આશ્ચર્ય આવે છે બીજું કશું તેઓ અનુભવતા  નથી. સુકેશનો ચેરૂલખ્યાં તેવો હોતો નથી પણ વિશાલ તેને કપડાં પાથી ઓળખી બતાવે છે. પોલીસ વિશાલ ને ક્યાંય અડવું નાહ તેવી સૂચના આપી પોતાની સાથે બહાર લઇ જાય છે અને પોતાની જીપમાં થી વાયરલેસ પર કન્ટ્રોલ રૂમને જાણ કરી વસંતવિલા પર એમ્બ્યુલન્સ અને  પિથોરાગઢ ઇનચાર્જ ઇન્સ્પેકટર ને આવવા માટે જાણ કરે છે. અને તેઓ તેમની રાહ જોતા પોતાની જીપમાં બેસી રહે છે.   લગભગ દોઢ કલાકમાં એમ્બ્યુલન્સ અને પોલીસ ઇન્સ્પેકટોર આવી ફૉછે અને સાથે ફોરેન્સિ ટિમ તથા પોલીસ ફોટોગ્રાફર પણ આવી પહોંચે છે. લગભગ ચાર કલાકની કાયદાકીય કાર્યવાહી પતાવી સુકેશની લાશ ને એમ્બ્યુલન્સમાં પિથોરાગઢ સરકારી હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે રાવણ કરવામાં આવે છે. ફોરેન્સિક ટીમમાં ત્યાંથી શંકાસ્પદ વસ્તુઓ કબ્જે કરી લે છે ઈન્સ્પેક્ટરના માટે મુજબ સુકેશ ની હત્યા કોઈ જંગલી પશુએ કરી હોય તાવુ લાગતું નથી કારણ કે મરનારના શરીરમાં એક પણ ટીપું લોહી બચ્યું નહોતું. આમ સૌ પિથોરાગઢ પાછા ફરે છે. 

—------------- xxxxxxxxx —-----------------------xxxxxxxxx—----------------------xxxxxxxxx —--------------

જયારે વિશાલ અને દહેરાદુન પોલીસ પિથોરાગઢ પોલીસ ની રાહ જોતી હોઈ છે. તે સમયે વિશાલે થોડે દૂર નેટવર્ક એરિયામાં જઈને  પ્રતાપસિંહને અહીંયા વસંતવિલામાં  શું બન્યું હોય છે તે જણાવે છે  તેથી પ્રતાપસિંહ જે ડી અને લોકેશ પણ દહેરાદુનથી  પિથોરાગઢ આવવા માટે નીકળી ચુક્યા હોય છે. 

—------------- xxxxxxxxx —-----------------------xxxxxxxxx—----------------------xxxxxxxxx —--------------

આ તરફ પોલીસ પોલીસ હેડક્વાટર જાય છે અને વિશાલ પોતાની હોટેલ પર પાછો ફરે છે. તે પોતાના રૂમમાં પહોંચીને વિનીતાને વસંતવિલામાં બનેલી ઘટના વિશે જણાવે છે. વિનિતા જાણીને સ્તબ્ધ થઇ જાય છે અને કહે છે વિશાલ મારુ કહ્યું માનો અને એ વિલા ખરીદવાનો વિચાર છોડી દો.પણ વિશાલ હજુ મનવા તૈયાર હોતો નથી કે ત્યાં કોઈ ભુત છે. તે કહે છે કે કોઈ જંગલી પશુ પણ તેનું આ રીતે મારણ કરી શકે છે કે નહિ ? પણ વિશાલ તમે જ કહ્યું ને કે કોઈ જંગલી પશુ નું આ કામ ના હોઈ શકે તેવી શક્યતા પોલીસ  ઈન્સ્પેક્ટરે વ્યક્ત કરી હતી. વિહળ કહે છે કે જે હોય એ કાલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારે ખબર પડી જ જશે. પછી હવે નક્કી કરીશું વિલા લેવો કે નહિ કોને ખબર હવે એ વિલાનો વારસ કોણ થશે ? તે વિલા વેચશે કે નહિ કારણ સુકેશ તો એકલા હતા લગભગ તેનું નજીક નું કહી શકાય તેવું કોઈ સગું તો હતું નહિ. હવે તેમને કોઈ વીલ કર્યું હોય તો કોઈ વારસદાર છે કે નહિ એ ખબર પડી શકશે અને પોલીસ પણ તેમની ધરપકડ કરવા આવી હતી. ધરપકડ નું કારણ પોલીસ કે પ્રતાપકાકા કોઈએ જણાવ્યું નથી. આપણે વિલા ખરીદીએ તે પહેલા તેમાં કોઈ લોચો નથી અને પેપર ક્લીઅર છે કે નહિ? તે ચેક કરવા માટે કાક ને આપેલા તેમને કોઈ શંકાસ્પદ લાગતા  તેઓ એ સુકેશની તપાસ  જે.ડી  અંકલ ને સોંપેલી તેમાં કોઈ એવું પગેરું હાથમાં લાગ્યું કે સુકેશ પાછળ પોલીસ લાગેલી આખી વાત તો મને ખબર નથી. પણ પ્રતાપકાકા આવીને આખી વાત જણાવશે પછીખબર પડશે તેઓ દહેરાદુનથી પિથોરાગઢ આવવા નીકળી ગયા છેલગભગ કલાકમાં પહોંચવા જોઈએ. એટલામાં રૂમની ડોરબેલ રણકે છે અને વિશાલ દરવાજો ખોલવા જાય છે .


કોણ વિશાલ ને મળવા આવ્યું હોય છે  અને હવે વસંતવિલા નો કોઈ વારસ છે કે નહિ તે જાણવા માટે વાંચતા રહો વસંતવિલા- એ હોન્ટેડ હાઉસ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED