વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 8 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 8

પ્રકરણ 8


અચાનક બાજુના રૂમમાં થી અવાજ આવતા વિશાલ અને વિનિતા બાજુના  રૂમમાં  દોડી જાય છે. પરંતુ ત્યાં કઈ જ હોતું નથી બિલાડી રૂમ થી દોડીને ભાર જતી દેખાય છે અને બિલાડી ના ટકરાવ થી પિત્તળ નું ફ્લાવરવાઝ પડી ગયું હોય છે. તેનો અવાજ થયો હોય છે કારણ રૂમમા પિત્તળ  નું પડેલું ફ્લાવરવાઝ દેખાય છે. જે થોડું થોડું હાલતું હોય છે. તેના પર થી અનુમાન લગાવી શકાય કે તે હમણાં જ પડી ગયું હશે.વિશાલ  સેલફોનમાં જુએ છે. રાતના ચાર વાગ્યા નો સમય થયો હોય છે. એટલામાં  સંધ્યા પવિત્ર જળ થી ભરેલો કળશ  લઇ આવી પહોંચે છે. અને વિનિતાના હાથમાં આપતા કહે છે. લે આ તારી અનામત આ પવિત્ર જળ ની મદદથી તું તને અને વિશાલ ને સલામત રાખી શકીશ. વિનિતા કળશ હાથમાં લેતા જ સંધ્યા પર તૂટી પડે છે આટલી મધરાતે જોખમ લઇ લઇ ને આવવા ની શું જરૂરત હતી ? ત્યારે સંધ્યા કહે છે. હોટેલ  થી તો રાતે નવ  વાગ્યે જ નીકળી ગઈ હતી. પણ રસ્તામાં કાર પંકચર થઇ  એટલે દોઢ બે કલાક જેટલો સમય ટાયર ચેન્જ કરવામાં લાગી ગયો. એકલી સ્ત્રીને માટે ટાયર ચેન્જ કરવું સહેલું નથી મેડમ એ સમજાય છે ને તમને. અને પછી થી આ પહાડી માં ધુમ્મસ બહુ હતું એટલે  અજાણ્યો પહાડી રસ્તો કાપતા બેઠીયા અઢી કલાક ને બદલે પાંચેક કલાક જેટલો સમય લાગી ગયો. વિશાલ પણ સંધ્યા ને એટલું જોખમ લેવા માટે વઢે છે.  વિશાલ  અને વિનિતા સાથે વાતો કરી સંધ્યા જવા માટે નું કહે છે. જુઓ સવારના સાડા ચાર થઇ ચુક્યા છે.  મારે  જવું જોઈએ. કારણ કે હોટેલ વાળા ને વહેલી સવારે કાર પાછી સોંપવા ની છે. તમે નિરાંતે સવાર થાય પછી જ આવો. અને ખાત્રી કરી લ્યો કે આ વિલા લેવામાં કોઈ જોખમ નથી. જેથી પાછળ થી પસ્તાવું ના પડે. વિનિતા સંધ્યા ને રોકવા નો પ્રયત્ન કરે છે. પણ સંધ્યા રોકાતી નથી. અને ચાલી જાય છે. વિશાલ અને વિનિતા સવાર પડે ત્યાં સુધી  આરામ કરવા નું વિચારે છે. વિશાલ અને વિનિતા સફાઈ કરેલા રૂમમાં જય સુઈ જાય છે. સવાર પડતા સુધીમાં કોઈ અનિચ્છનીય ઘટના બનતી નથી. લગભગ સાત વાગ્યે વિનિતા ની આંખો ઉઘડી જાય છે.અને વિશાલ ને ઉઠાડે છે. બંને  જંગી ને તૈયાર થઇ જાય છે. વિનિતા મંદિરમાં દિવા અને પૂજાપાઠ  કરી ને અગલે દિવસે સાથે લાવેલા નાસ્તામાં થી નાસ્તો કરી ને પિથોરાગઢ  જવા નીકળે  છે. આ બધું કરતા લગભગ બે કલાક જેટલો સમય લાગી જાય છે.

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

 આ બાજુ પિથોરાગઢ હોટેલમાં સિદ્ધિદેવી બેચેની અનુભવી રહ્યા હોય છે. તેમની પરિસ્થિતિ ગઈકાલ ની સરખામણીએ સારી હોય છે. તે ર્રચના ને બોલાવી તેની મદદ લઇ અનુષ્ઠાન કરવા બેસે છે. અને દેવી મહાકળી ને રીઝવે છે. કે આ નિર્દોષો ને કશું ન થાય. અનુષ્ઠાન માં બેસતા  પહેલા ભારત ને બોલાવી ને ગુરુદેવ નો સંપર્ક  પરિસ્થિતિ સમજવવા સૂચના આપી હોય છે તેથી ભરત ગુરુદેવ નો સંપર્ક કરી અહીં બની ગયેલા બનવો વિષે  માહિતગાર કરે છે. અને જ્યાં હોય ત્યાં થી વહેલી તકે ત્યાં આવવા વિનંતી કરે છે. ગુરુદેવ કહે છે હું ઋષિકેશ છું આજે સાંજ સુધીમાં ત્યાં પહોંચી  જઈશ. આમ ગુરુદેવ પણ પિથોરાગઢ આવવા નીકળે છે. 

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------


આ બાજુ વિનિતા અને વિશાલ રસ્તામાં  વસંત વિલામાં  તેમને થયેલા અનુભવ ને આધારે તેઓ એ  આ વિલા ખરીદવું જોઈએ તેવું નક્કી કરે છે. અને આ વિલામાં આવતા પહેલા તેઓ યોગ્ય  અને લાયક  જાણકાર એવા વાસ્તુશાસ્ત્રી નો અભિપ્રાય જરૂર લેશે. અને સિદ્ધિદેવી ના ગુરુ ને પણ બોલાવી લેશે.  તેઓ જેવા નેટવર્ક ની રેન્જમાં આવે છે. તેવા જ સુકેશ આચાર્ય ને પણ કોલ કરીને તેઓ આ વિલા ખરીદવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. તો જવાબમાં સુકેશ કહે છે. જો તમે આ વિલા લેવા ઇચ્છતા હોય તો હું આજે જ દહેરાદુન થી પિથોરાગઢ  પહોંચું છું. એક કે બે દિવસમાં આપણે  બધી જ લીગલ ફોર્માલિટીસ પતાવી લઈએ. આમ સુકેશ સાથે વિલા ની વાત નક્કી થતા જ વિશાલ પોતાન કાકા પ્રતાપસિંહ ઠાકુર ને પણ બોલાવી લેવાનું નક્કી કરે છે. તે પ્રતાપસિંહ ને કોલ કરે છે અને પોતે પિથોરાગઢ આ રીતે વિલા નો સોદો કરવા જય રહ્યો છે. તો તેઓ એ આ સોદા માં હાજરી આપવા ની છે. અને વિલા ની ચાવી તેમને જ લેવાની છે. પ્રતાપસિંહ પોતે કાલે તો નહિ આવી શકે પરંતુ પરમ દિવસે જરૂર આવી જશે તેવું જણાવે છે. વિશાલ તો પોતે કાલે નહિ પરંતુ પછી ના દિવસે સોદો કરશે તેવું જણાવી કોલ કટ કરે છે. વાતો વાતોમાં  બંને  પિથોરાગઢ હોટેલ પર આવી પહોંચે છે. લગભગ બપોર ના બાર વાગી ચુક્યા હોય છે. વિનિતા અને વિશાલ આવી ને પહેલા તો પોતાના રૂમમાં જાય છે. અને ફ્રેશ થઇ વિનિતા સંધ્યાના રૂમ પર પહોંચે છે. તો સંધ્યા  પોતાના રૂમમાં હોતી નથી. આથી તે સિદ્ધિદેવી ને મળવા તેમના રૂમ પર પહોંચે છે. તો સિદ્ધિદેવી અનુષ્ઠાનમાં બેઠા હોય છે.  અને રચના બાથરૂમમાં હોય છે. આથી વિનિતા તેની રાહ જુએ છે થોડી જ વારમાં  રચના આવી પહોંચે છે. રચના અને  વિનિતા એકબીજા ની ખબર પૂછે છે. પછી વિનિતા રચના ને સંધ્યા વિષે પૂછે છે. કે સંધ્યા કાયા છે ? તો રચના કહે છે. ગઈકાલે પવિત્ર જળ નો કળશ લઇ ને ગયા પછી તે હોટેલ પાછી  આવું જ નથી. અમને એમ કે સંધ્યાબેન  તમારી સાથે છે. જવાબમાં વિનિતા કહે છે. સંધ્યા તો સવારે લગભગ સાડા ચાર આજુબાજુ જ વસંત વિલા થી નીકળી ગયેલી તેવું કહી ને કે હોટેલ પર કાર પછી આપવાની છે. તો હું વહેલા નીકળું છું તમે શાંતિ થી એવો એટલે હું અને વિશાલ તો નવ વાગ્યે વિલા થી નીકળ્યા એ સમયે તો સંધ્યા અહીં પહોંચી ગઈ હોવી જોઈએ નક્કી કૈંક લોચો છે. ચાલ  આપણે  રિસેપ્શન પર તપાસ કરીએ.  રિસેપ્શન પર તપાસ કરતા રિસેપ્શનિસ્ટ જણાવે છે. કે અમે  સંધ્યા સવારે પછી ના  આવતા અમે તપાસ કરી હતી. તો રાતના  અઢી વાગ્યે તેનીકાર  નું લોકેશન અમારા  gps ટ્રેકર પર લાસ્ટ લોકેશન ખીટોલી ગામ થી થોડે આગળ નું બતાવે છે. Gps  ટ્રેકર મુજબ કર ત્યાં થી આગળ વધી જ નથી. અમારી એક ટીમ લગભગ અડધો કલાક પહેલા જ તેની તપાસ માં ગઈ છે જેવું કઈ અપડેટ અમારી ટીમ તરફ થી મળે છે. એવું જ હું તમને અપડેટ આપી દઈશ. વિનિતા  તરત જ વિશાલ ને રૂમ થી બહાર  બોલાવી લાવે છે. રિસેપ્શન પર પહોંચે છે અને કહે છે રિસેપ્શનિસ્ટ ના કહેવા મુજબ રાતના  અઢી વાગ્યે કાર નું લાસ્ટ લોકેશન ખીટોલી ગામ થી આગળ બટળતું હોય તો સંધ્યા વસંત વિલા પહોંચી કેવી રીતે ?  વિશાલ કહે છે કે gps ટ્રેકર બગડ્યું હોય એવું બની શકે ને. તો રિસેપ્શનિસ્ટ કહે છે અમારી કારમાં લેટેસ્ટ GPS ટ્રેકર લાગેલા છે. કારણ અમે સેલ્ફ ડ્રાઈવ માટે કાર આપીએ છીએ એટલે પુરી સુરક્ષા રાખીએ છીએ. ગેસ્ટ ને કાર આપતા પહેલા GPS સિસ્ટમ પ્રોપર વર્કિંગ કન્ડિશન માં છે કે નહિ તે ચેક કરી ને જ આપીએ છીએ. કારણ પહાડીમાં અકસ્માત ની સંભાવનાઓ પણ વધી જાય છે. ગઈ કાલે જયારે સંધ્યા મેડમ ને કાર  આપી ત્યારે GPS સિસ્ટમ પ્રોપર વર્કિંગ  કન્ડિશન માં હતી. વિશાલ વિનિતા ને ધીરજ રાખવા  કહે છે જો હોટેલ ની ટીમ સંધ્યા ની તાપસ માં ગઈ છે તો તે થોડી જ વારમાં  મળી જશે.   ડોન્ટ  વરી  અબાઉટ હર. 

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

 આ બાજુ સંધ્યા ની તપાસમાં ગયેલી ટીમ ને ખીટોલી ગામ થી આગળ થોડે દૂર હોટેલ ની કાર  પહાડી ઉતરી નીચે ઝાડીમાં ફસાયેલી દેખાય છે. તેઓ કાર  તરફ આગળ વધે છે. કાર  પહાડી પર થી નીછે ઉતરી નીચે ની ખીણમાં પડવા  ને બદલે વચ્ચે રહલી ઝાડીમાં ફસાઈ ગઈ હોય છે. એ ઝાડી પહાડી થી લગભગ દાસ ફૂટ નીચે હોય છે. આ જોઈ ને ટીમ માં રહેલો એક માણસ હોટેલ પર કોલ કરી ને ઝાડીમાં  રહેલી કાર  ઉપાડવા માટે ક્રેઈન મોકલવા  કહે છે. 

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

 આ બાજુ રિસેપ્શનિસ્ટ કાર જે હાલતમાં મળી હોય છે એ વાત વિશાલ અને વિનિતા ને કરે છે. કાર  મળી હોય છે પરંતુ તેને ટો  કરી ને ઉપર લાવ્યા પછી જ ખબર પડશે સંધ્યામેડમ સલામત  છે. કે કેમ તે ખબર પડશે. આ સાંભળતા જ વિનિતા બેહોશ થઇ જાય છે. 

 

સંધ્યા જીવિત હશે કે કેમ ? વસંત વિલા વિશાલ ખરીદશે કે કેમ જાણવા માટે વાંચતા રહો વસંતવિલા - એ હોન્ટેડ હાઉસ