An innocent love book and story is written by Dhruti Mehta અસમંજસ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. An innocent love is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
An innocent love - નવલકથા
Dhruti Mehta અસમંજસ
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
કેસરી રંગની છાંટ ધરાવતી ઓઢણી ઓઢી કોઈ નવયૌવના જાણે પોતાના પ્રિયતમને મળવા અધીરી થઈ હોય એમ સોનેરી સાંજની ઉગતી સંધ્યા જાણે સૂરજ સાથેના મિલનને તરસી રહી હતી. એ સમયે ગામની સીમમાંથી ગુજરી રહેલા ગૌ ધનની પાછળ ઊડતી રજકણોની ડમરીઓ માં એક દોડતો ભાગતો ઓછાયો ગુજરી રહ્યો હતો જાણે કોઈને સોધી રહ્યો હતો. અહી તહી દેખતો તે બસ ભાગી રહ્યો હતો, એના મોં એ એક જ શબ્દ ગુંજી રહ્યું હતું "સુમી...."
થોડી દૂરજ એને પોતાની તલાશ પૂરી થતી લાગી અને બની શકે એટલી ઝડપે દોડતી તે ત્યાં જઈ પહોંચ્યો, પણ એની પાસે જતાં જ તે ઓછાયો ડઘાઈ ગયો.
"અરે આ શું થયું તને?" કહેતો રાઘવ હાંફળો ફાંફળો થતો સુમનની કોમળ આંગળી પરથી ટપકતા લોહીની ટસર રોકવા તેને પોતાના મોમાં મૂકી દે છે..
પછી વહાલથી એના નાના નાના હાથોથી નાનકડી સુમનની આંખોમાંથી નીકળતા આંસુઓને રોકતા પોતે પણ રડી પડે છે.
કેસરી રંગની છાંટ ધરાવતી ઓઢણી ઓઢી કોઈ નવયૌવના જાણે પોતાના પ્રિયતમને મળવા અધીરી થઈ હોય એમ સોનેરી સાંજની ઉગતી સંધ્યા જાણે સૂરજ સાથેના મિલનને તરસી રહી હતી. એ સમયે ગામની સીમમાંથી ગુજરી રહેલા ગૌ ધનની પાછળ ઊડતી રજકણોની ડમરીઓ ...વધુ વાંચોએક દોડતો ભાગતો ઓછાયો ગુજરી રહ્યો હતો જાણે કોઈને સોધી રહ્યો હતો. અહી તહી દેખતો તે બસ ભાગી રહ્યો હતો, એના મોં એ એક જ શબ્દ ગુંજી રહ્યું હતું "સુમી...." થોડી દૂરજ એને પોતાની તલાશ પૂરી થતી લાગી અને બની શકે એટલી ઝડપે દોડતી તે ત્યાં જઈ પહોંચ્યો, પણ એની પાસે જતાં જ તે ઓછાયો ડઘાઈ ગયો. "અરે આ શું
પાછળના ભાગમાં આપણે જોયું કે ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસેલું પણ સુવિકસિત ગામ વીરપુર જેમાં ત્યાંના સરપંચ મનોહર ભાઈ નો ખૂબ મોટો ફાળો રહેલ હતો. એમના મોટા કુટુંબની કિલકારીઓ વચ્ચે બે નિર્દોષ બાળકોની નાનપણની દોસ્તી પાંગરી રહી હતી..હવે આગળ.............. ...વધુ વાંચોલંગોટીયો મિત્ર કાનજી, બન્ને એકજ ગામમાં સાથેજ મોટા થયા. મનોહરભાઈની તુલનામાં કાનજીભાઈનું ખોરડું થોડું ઉતરતું ગણાતું પણ બંનેની આં નાણાકીય અસમાનતા ક્યારેય એમની મિત્રતાની વચ્ચે નહોતી આવી. કાનજીભાઈનાં પિતા સામાન્ય ખેત કામદાર હતા પણ કાનજીભાઈની આવડત અને ખંતથી એમની પરિસ્થિતિ થોડી સારી બની હતી જેથી એમણે પોતાનાં નાના ભાઈને શહેરમાં ભણવા મોકલ્યો હતો. ભણીગણીને સારી નોકરી લગતાજ તેણે ત્યાંની જ
પાછળના ભાગમાં આપણે જોયું કે કાનજીભાઈની પત્ની રમા પોતાની દીકરીને જન્મ આપતાની સાથેજ મૃત્યુ પામે છે. સંજોગોના આવા કપરા સમયમાં કોણ કોને દિલાસો આપે? બંને ભાઈબંધ તો પોતાના દુખમાં ગરકાવ હતા, પણ મમતા બહેને માની મમતા માટે વિલખતી નાની ...વધુ વાંચોઉંચકીને પોતાની છાતીએ વળગાડી લીધી. જન્મતાજ માનો ઓછાયો ગુમાવનાર બાળકી પણ જાણે સમજી ગઈ હોય એમ પોતાની આ પાલક માતાને અપનાવી લેતા એમના પાલવમાં સમેટાઇ ને ખુશીથી કિલકારી કરી રહી. આખી હોસ્પિટલ માનવતાના આં નજારાને ભીની આંખોથી વધાવી રહી હતી. હવે આગળ............ કાનજીભાઈ અને રમા બહેનની તે એકલૌતી દીકરી એટલે સુમન. કાનજીભાઈના માતા પિતા પણ આ દુનિયામાં રહ્યા નહોતા અને
જ્યારથી સુમન એના ઘરમાં આવી ત્યારથી જ પોતાની માની સાથે સાથે બે વર્ષના રાઘવે પણ સુમનની નાની નાની જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘરમાં પોતાનાથી પણ નાનું બાળક આવતા રાઘવ જાણે ખૂબ મોટો થઇ ગયો હોય એવું વર્તન કરતો, તે ...વધુ વાંચોદિવસ સુમનની આગળ પાછળ ફર્યા કરતો અને પોતાની માને આં બાળકીને સાચવતા નીરખ્યા કરતો. ક્યારેક નાનકડી બાળકીને હસતી જોઈ તે ગેલમા આવી જતો તો ક્યારેક એને રડતી જોઈ ગભરાઈ જતો. પણ તેની આસપાસ મા સિવાય કોઈને જલ્દી ફરકવા પણ દેતો નહિ, જાણે નાનપણથીજ એના પ્રત્યે રાઘવને પોતાનું માલિકી પણું અનુભવાતું હતું. રાઘવ માટે નાનકડી આં પરી એના માટેજ આં ધરતી
પાછળના ભાગમાં આપણે જોયું કે.......રાઘવને આમ રડતા જોઈ ઘડી પહેલા ધ્રુસકેને ધ્રુસકે રડતી નાનકડી સુમન ખીલ ખીલ હસવા લાગી અને તે રાઘવના આંસુ એટલાજ વ્હાલથી લૂછી રહી. પોતાની સુમીને હસતી જોઈ રાઘવ પણ હસી પડ્યો. અને સુમનના ગાલ પોતાના ...વધુ વાંચોહાથોથી પસવારતા બોલ્યો, ચાલ તને સરસ પટ્ટી લગાવી આપું અને તે સાથેજ રાઘવ સુમનને ખેંચતો એને ઘરે લઈ જવા ઊભો થયો. એક તરફ જાણે પરાણે ખેંચાતી જતી હોય એમ સુમન પોતાનો હાથ રાઘવના હાથોની પકડ છોડાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી તો બીજી તરફ બંનેની આવી બાળસહજ મસ્તીને સૂરજ પોતાની આંખોમાં સમાવતાં જતો આથમી રહ્યો હતો.હવે આગળ........અરે રાઘવ આમ આખું