An innocent love - Part 2 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

An innocent love - Part 2

પાછળના ભાગમાં આપણે જોયું કે ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસેલું પણ સુવિકસિત ગામ વીરપુર જેમાં ત્યાંના સરપંચ મનોહર ભાઈ નો ખૂબ મોટો ફાળો રહેલ હતો. એમના મોટા કુટુંબની કિલકારીઓ વચ્ચે બે નિર્દોષ બાળકોની નાનપણની દોસ્તી પાંગરી રહી હતી..


હવે આગળ..............

મનોહરભાઈનો લંગોટીયો મિત્ર કાનજી, બન્ને એકજ ગામમાં સાથેજ મોટા થયા. મનોહરભાઈની તુલનામાં કાનજીભાઈનું ખોરડું થોડું ઉતરતું ગણાતું પણ બંનેની આં નાણાકીય અસમાનતા ક્યારેય એમની મિત્રતાની વચ્ચે નહોતી આવી. કાનજીભાઈનાં પિતા સામાન્ય ખેત કામદાર હતા પણ કાનજીભાઈની આવડત અને ખંતથી એમની પરિસ્થિતિ થોડી સારી બની હતી જેથી એમણે પોતાનાં નાના ભાઈને શહેરમાં ભણવા મોકલ્યો હતો. ભણીગણીને સારી નોકરી લગતાજ તેણે ત્યાંની જ કોઈ છોકરી સાથે લગ્ન કરી ઘર વસાવી લીધું હતું જેની પોતાના ભાઈને જાણ કરવાની ના તો તેણે દરકાર રાખી ના પાછળવળી પોતાના ભાઈ અને ભાભીની ખબર સુદ્ધાં પૂછી , પણ બધું ભૂલી જઈ કાનજી ભાઈ અને એમના પત્ની રમા બહેન ખુશી ખુશી રહેતા હતા.

બસ એમના લગ્ન જીવનમાં કોઈ કમી હોયતો ફક્ત નાનકડા બાળકની હતી. લગ્નના ઘણા વર્ષો સુધી પણ જ્યારે રમા બહેન નો ખોળો ખાલી રહ્યો ત્યારે બંને પતિ પત્ની ઘણા ઉપચાર અને બાધા આખડી કર્યા પણ એમને નિરાશા જ સાંપડી રહી. આખરે એમણે બધી આશાઓ છોડી ભગવાનની મરજી ઉપર છોડી દીધું હતું અને પોતાનો ઘણો ખરો સમય સારા કાર્યમાં વ્યતીત કરવા લાગ્યા. રમા બહેન મનોહર ભાઈ અને મમતા બહેનના બાળકોને રમાડી પોતાની નજરો ઠારી લેતા. તેમના સત્કાર્યો અને સારપણ નો બદલો આપતા હોય એમ આખરે એમની અરજી ભોળાનાથે સાંભળી અને રમાબહેનને સારા દિવસોના એંધાણ રહ્યા.

પણ કહે છે ભોળા અને સારા માણસોની ખુશી વધારે રહેતી નથી એમજ રમા બહેન ગર્ભવતી હતા અને એમના ગર્ભાવસ્થાના છેલ્લા દિવસો જઈ રહ્યા હતા. ત્યારે અચાનક એકદિવસ કાનજીભાઈને બહારગામ એક અગત્યના કામથી જવાનું થયું, અને એજ દિવસે ઘરમાં એકલા રહેલ રમા બહેન કામ કરવા જતાં સીડી પરથી પડી ગયા, ગામમાં મોટી હોસ્પિટલ ન હોવાના કારણે બાજુમાંજ રહેતા મનોહરભાઈ એમને ગંભીર પરિસ્થિતી માં તાત્કાલિક નજીકમાં આવેલ શહેરના દવાખાને લઇ ગયા. પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.રમાં બેનનું ખાસ્સુ એવું લોહી વહી ગયું હતું. કાનજી ભાઈને પણ તરતજ જાણ કરી દેવામાં આવી હતી, પરંતુ તે હોસ્પિટલ આવી પહોંચે તે પહેલાજ સુંદર મજાના નવજાત શિશુને જન્મ આપી રમાબહેન ક્યારેય ન પાછા ફરીશકે તે રસ્તાની લાંબી વાટ પકડી લીધી હતી.

ડૉક્ટરોના કહેવા મુજબ જો રમાબહેનને થોડા વહેલા લાવવામાં આવ્યા હોતતો તેમને બચાવી શક્યા હોત. પણ કાનજી ભાઈને તેમાં પોતાની મોટી ભૂલ લાગી રહી, આવા સંજોગોમાં પ્રિય પત્નીને એકલો છોડીને આમ પોતે જો ઘરથી દૂર ન ગયા હોત તો એમની રમા આજે જીવતી હોત એવું તે માનતા હતા, ક્યારેય કોઈપણ કપરા સમયમાં ન રડનાર કાનજીભાઈ આજે હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. જ્યારે બીજી બાજુ મનોહરભાઈને પહેલી વાર પોતાના ગામમાં મોટી હોસ્પિટલ ન હોવાનો ખુબજ મોટો અફસોસ થઈ રહ્યો હતો. પોતાના મિત્રની પત્નીને સમયસર સારવાર ન મળી અને એના કારણે એક નાનકડા બાળકને માતા વિહોળા રહેવાનો રંજ એમનામાં રહેલ આત્માને ડંખી રહ્યો હતો.

સંજોગોના આવા કપરા સમયમાં કોણ કોને દિલાસો આપે?
બંને ભાઈબંધ તો પોતાના દુખમાં ગરકાવ હતા, પણ મમતા બહેને માની મમતા માટે વિલખતી નાની બાળકીને ઉંચકીને પોતાની છાતીએ વળગાડી લીધી. જન્મતાજ માનો ઓછાયો ગુમાવનાર બાળકી પણ જાણે સમજી ગઈ હોય એમ પોતાની આ પાલક માતાને અપનાવી લેતા એમના પાલવમાં સમેટાઇ ને ખુશીથી કિલકારી કરી રહી. આખી હોસ્પિટલ માનવતાના આં નજારાને ભીની આંખોથી વધાવી રહી હતી.


🌺 એ મા, મારી આ નાનકડી આંખોમાં તસ્વીર તારી સજાવી હતી,
નહોતી ખબર એ મમતા આજ ખુદ તસ્વીર બની હતી...

એ મા, મારી આ કાલી ઘેલી વાતોથી હસી તારી ગુંજવવી હતી,
નહોતી ખબર એ હસી આજ ખુદ મૌન બની હતી...

એ મા, ખોળો તારો ખુંદી મારે દુનિયા આ જોવી હતી,
નહોતી ખબર એ ખોળાએ આ દુનિયા વીસરી હતી🌺


✍️ધ્રુતિ મહેતા (અસમંજસ)