An innocent love - 37 books and stories free download online pdf in Gujarati

An innocent love - Part 37

પાછળના ભાગમાં આપણે જોયું કે...


મનોહર ભાઈએ બાળકોને સરળતાથી ખુબજ સુંદર રીતે બહુ મોટી વાત એક સ્ટોરી સંભળાવીને સમજાવી દીધી હતી.

હવે બધા જ બાળકો માટે રિસેસમાં રમત માટે સરસ નવી જગ્યા મળી ગઈ હતી.

જ્યારે સુમન અને રાઘવના મોઢે વિગતસર બધી વાત જાણી ત્યારે મમતા બહેન કિશોરની સમસ્યા, રાઘવ અને સુમનની નીડરતા અને પોતાના પતિ એટલે કે મનોહર ભાઈની સમજદારી ઉપર ઓવારી ગયા.

હવે આગળ.......

રિસેસમાં રમવા માટે હવે નવું મેદાન મળતા જ બધા બાળકોને મજા પડી ગઈ હતી. મનોહર ભાઈએ મિલ અને મેદાન બંને થોડા સાફ કરાવી રાખ્યા જેથી બાળકોને કોઈ અગવડ ન પડે. હવે બધા બાળકોને એક મોટું મેદાન અને ફરવા માટે મિલનું જૂનું પુરાણું મકાન મળી ગયું હતું જ્યાં બધા રોજ અલગ અલગ જાતની રમતો રમતા.

હસતા રમતા દિવસો અને વર્ષો પસાર થઈ રહ્યા હતા તે સાથે બાળકો પણ મોટા થઈ રહ્યા હતા પણ એમની મિત્રતા અને નિર્દોષતા હજુ પણ અકબંધ હતી.

સુમન હંમેશા તેના ક્લાસમાં ફર્સ્ટ આવતી જ્યારે સુમન કરતા પણ હોંશિયાર એવા રાઘવનું સમગ્ર ધ્યાન સુમનના ભણવા ઉપર જ રહેતું. પોતાની સુમી હમેશા આગળ રહેવી જોઈએ તે માટે ભલે પોતાનું ભણવાનું બગડે રાઘવને તેની કોઈ ચિંતા નહોતી. રાઘવ સુમીને ડોક્ટર બનાવી આં ગામમાં લોકોનો ઉપચાર કરાવવા માંગતો હતો.

કિશોર હવે દસમાં ધોરણમાં, મીરા આઠમા ધોરણમાં, રાઘવ પાંચમા ધોરણમાં તો સુમન ત્રીજા ધોરણમાં આવી ગયા હતા. કિશોર હવે એસ.એસ.સી માં આવી ગયો હતો એટલે તે મન લગાવીને ભણવામાં લાગ્યો હતો. મીરા હવે કિશોર અવસ્થામાં પ્રવેશી ચૂકી હતી. સુમન અને રાઘવને સમજમાં નહોતું આવી રહ્યું કે મીરા દીદી કેમ આટલી બદલાઈ ગઇ છે? રાઘવ અને સુમનની દોસ્તી એવી જ અતૂટ હતી. હવેતો ગામની સાથે સાથે સ્કૂલમાં પણ રાઘવ અને સુમનની જોડી વખણાતી હતી. વળી વગડિયા ભૂતના કિસ્સા બાદ તેમની બહદુરીના વખાણ આખા ગામમાં થવા લાગ્યા હતા.

એક દિવસ રાઘવ અને સુમન સ્કૂલથી છૂટીને ઘરે આવ્યા ત્યારે સુમનના ઘર આગળ મોટું ટોળું ભેગું થયું હતું. ફળિયાના લગભગ બધાજ લોકો સુમનના ઘર આગળ ઊભા હતા. અને બહાર એક મોટો ખટારો ઊભો હતો. કાનજી ભાઈ દોડાદોડ કરીને ઘરનો સામાન એ ટ્રકમાં ગોઠવાઈ રહ્યા હતા.

"બાપુ આ શું છે? તમે આ સામાન કેમ ટ્રકમાં ભરાવી રહ્યા છો?" સુમન પૂછ્યા વગર રહી ન શકી.

"આપણે શહેરમાં તારા નાના કાકા સાથે રહેવા જઈ રહ્યા છીએ" ઉતાવળે કાનજી ભાઈ બોલ્યાં.

"પણ કેમ બાપુ? જ્યાં જવું હોય ત્યાં તમે એકલા જઈ આવો, હું તો અહી મમતા મા પાસે જ રહીશ", એટલું કહી સુમન દોડતી જઈને ત્યાં ઉભેલા મમતા બહેનને જઈને વળગી પડી.

"અરે દીકરી, આં થોડા દિવસની વાત નથી, એવું હોત તો હું પોતેજ તને અહી મૂકીને જઈ આવતો, પણ આપણે તો હંમેશા માટે અહીંથી શહેરમાં રહેવા માટે જવાનું છે", કાનજી ભાઈ બોલ્યા.

આટલી વાત સાંભળીને સુમન અને રાઘવ બંને આઘાતથી એકબીજા સામે જોઈ રહ્યા. શું બોલવું બંનેને કઈ સમજ પડી રહી નહોતી. સુમને મમતા બહેનને વધારે ભીંસથી જકડી લીધા જાણે તેના દ્વારા તે જણાવવા માંગતી હતી કે તે ક્યાંય જવા નહોતી માંગતી.

"મારી લાડકી દીકરી, આપણા સ્વજનોને આપણી જરૂર છે. અને તું ચિંતા ના કરીશ આપણે તારા સારા માટે જ શહેરમાં જઈ રહ્યા છીએ, ત્યાં જઈને તારું ભણતર આપણે મોટી સ્કૂલમાં કરાવીશું. ત્યાં તને બહુ બધા મિત્રો પણ મળી જશે", કાનજી ભાઈ સુમનને મનાવવાના સૂરમાં બોલ્યા.

"કાનજી ભાઈ, હજુ પણ કહું છું કે રાઘવનાં બાપુ આવી જાય ત્યાં સુધી ખમી જાઓ, તમારે જે નિર્ણય લેવો હોય તે પછી લેજો. તે બે-ત્રણ દિવસમાં જ આવી જશે." મનોહર ભાઈ ગામના અગત્યના કામથી બહારગામ ગયા હતા માટે મમતા બહેન કાનજી ભાઈને મનોહર ભાઈ આવે ત્યાં સુધી રોકવા કોશિશ કરી રહ્યા હતા.

"અરે મોટા ભાભી, તમે સમજવાની કોશિશ કરો મારી પત્નીની તબિયત ખૂબ ખરાબ છે, આવડા મોટા શહેરમાં હું એકલો પડી ગયો છું. વળી મારો કામધંધો છોડીને હું અહી આવી શકું નહિ, માટે જ મોટા ભાઈને અહીંથી મારે ત્યાં કાયમ માટે લઈ જવા આવ્યો છું. અમે બેઉ ભાઈઓ રુખે સુખે એકબીજાના સહારે જીવન વિતાવી લેશું. અમારે કોઈ સંતાન પણ નથી એટલે આ નાની સુમનને જોઈને મારી બીમાર પત્નીનો જીવ પરોવાયેલ રહેશે." મમતા બહેનની દલીલ સાંભળીને ત્યાં ઊભેલો કાનજી ભાઈનો નાનો ભાઈ બોલી ઉઠ્યો.

"હા ભાભી, નાનકો સાચું કહે છે, અમારે બાપ દીકરીને પોતાનુ કહેવાય એવું પરિવારજન આં લોકો જ છે, એટલે ગયું ગુજર્યું ભૂલીને હું મારી દીકરીને લઇને જઈ રહ્યો છું. ખરા સમયે મારા ભાઈને હું કામમાં નહિ આવું તો મારું જીવતર લાજે. એટલે મહેરબાની કરીને મને રોકશો નહિ. અને આ ગામમાં વધારે ભણવાની સગવડ પણ નથી હું મારી એકલૌતી દીકરીને શહેરમાં જઈને ખૂબ સારી શાળામાં ભણાવી પણ શકીશ. મારી સુમનને મોટી માણસ બનાવીને હું મા વગરની મારી દીકરીનું જીવતર ઉજાળી સ્વર્ગમાં બેઠેલી એની માની આંખો ઠારવા માંગુ છું ", કાનજી ભાઈ ગળગળા સાદે બોલ્યા.

હવે પોતે આગળ કઈ દલીલ કરી શકે તેમ નહોતા એટલે મમતા બહેન રાઘવ અને સુમન બંને બાળકો જે તેમને વળગીને ઉભા હતા તેમને બંનેને વધારે કસીને છાતીએ વળગાડીને પોતાના વર્ષો જૂના પડોસી જેમની સાથે ઘર જેવા સંબંધો અને યાદો જોડાઈ હતી તે ખટારામાં ભરાતી જોઈ રહ્યા.

લગભગ બધો સમાન ભરાઈ ગયો ત્યાજ કાનજી ભાઈની નજર મમતા બહેન તરફ ગઈ. પણ થોડીવાર પહેલા એમની સાથે રહેલ સુમન ક્યાંય દેખાઈ નહિ અને સાથે રાઘવ પણ નહોતો.

"ભાભી, છોકરાઓ ક્યાં? હમણાં સુધી તમારી પાસે તો ઉભા હતા?" કાનજી ભાઈ ચિંતિત સ્વરે બોલ્યા.

"અહી જ તો હતા, ભૂખ લાગી છે એમ કહીને બંને ગયા છે. તમે ચિંતા કરશો નહિ ઘરમાં જ હશે બંને." મમતા બહેને મીરાને ઈશારો કરી ઘરમાં તપાસ કરવા મોકલી.

"મા મે ઘરમાં જોયું પણ ત્યાં કોઈ નથી", મીરા થોડીવારમાં જ દોડતી મમતા બહેન પાસે આવી અને બોલી.

"ક્યાં ગયા બંને બાળકો, મે એમને બંનેને ઘર તરફ જતા જોયા હતા.", મમતા બહેન ચિંતા કરતા બોલ્યા.

સુમન અને રાઘવને શોધવા માટે બધા આમતેમ તપાસ કરવા લાગ્યા પણ આસપાસમાં બંને ક્યાંય ન દેખાયા.



**
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED