An innocent love - Part 27 books and stories free download online pdf in Gujarati

An innocent love - Part 27

પાછળના ભાગમાં આપણે જોયું કે...


"બસ હવે તોફાન અને ઝગડવાનું છોડી હાથ પગ ધોઈ તૈયાર થઈ જાઓ. હું તમારા બધાની માટે ગરમ ગરમ જમવાનું બનાવી દઉં", મમતા બહેન બાળકોને શાંત પાડતા બોલ્યા.
જમવાનું નામ સાંભળીને બધા ફટાફટ રમીને ખરાબ થયેલા કપડા બદલવા દોડ્યા.
તૈયાર થઈ ને બધા રોજની જેમ પંગત પાડી ને જમવા બેસી ગયા અને જમતા જમતા વાતો કરવા લાગ્યા.
આખરે આખા દિવસના થાક્યા બાળકો જમી કરીને સૂઈ ગયા.
બાળકોની આવી ખટ્ટમીઠ્ઠી નોક્ઝોક વચ્ચે એમનું બાળપણ વિતી રહ્યું હતું. નવી સ્કૂલ અને મિત્રો વચ્ચે સુમનને ખુબ ફાવી ગયું હતું.


હવે આગળ.......

સ્કૂલ શરૂ થયાને ઘણા દિવસો વીતી ગયા. સુમનને ભણવામાં ખૂબ મજા પડી રહી હતી, વળી વંદના બહેન ખૂબ સુંદર રીતે સમજાવતા તેથી બાળકો ખુશીખુશી ભણી લેતા. સવારે તૈયાર થઈ સ્કૂલ જવું, રોજ નવું નવું શિખવું, રિસેસમાં મજા કરવી, સાંજે નવી નવી જગ્યાએ રમવા જવું, સુમનનો દિવસ રાઘવ સાથે ક્યાંય વીતી જતો હતો. સુમન હવે થોડું ઘણું લખતા પણ શીખી ગઈ હતી.

સાંજે જમી કરી રોજ રાઘવ પહેલાં સુમનને હોમવર્ક કરાવવામાં લાગ્યો રહેતો. રાઘવ માટે સુમનનું ભણતર પહેલા મહત્વનું રહેતું. સુમનને જો કોઈ વિષય સમજમાં ન આવે તો રાઘવ પહેલા શાંતિથી સમજાવતો પણ તેમ છતાંય જો સુમન સમજે નહિ તો રાઘવ ક્યારેક એને લડી પણ લેતો.અને ત્યારે સુમન મોં ફુલાવી મમતા બહેન પાસે દોડી જતી અને રાઘવની ફરિયાદ કરતી. પણ બીજા દિવસે ક્લાસમાં ટીચર સુમનના હોમવર્કની પ્રશંસા કરતા ત્યારે સુમન ખુશ થઈ જતી અને જ્યારે રાઘવ મળે ત્યારે ઉછળી ઉછળીને પોતાની પ્રશંસાની વાતો કર્યા કરતી. સુમનની ખુશી જોઈને રાઘવ પણ ઉછળી પડતો.

મનોહર ભાઈનો મોટા ભાગનો સમય ગામના કામકાજમાં વહી જતો, કિશોર પણ હવે થોડો સમય પિતાને કામકાજમાં ક્યારેક મદદ કરી લેતો. કાનજી ભાઈનો સમય એમના ખેતી કામમાં નીકળી જતો. મમતા બહેન બધા બાળકોને એક દોરે બાંધી રાખતા અને દરેકને એકસમાન વહાલ કરતા. સુમન અને માનસી હવે સારી બહેનપણી બની ગયા હતા. રાઘવ અને સુમનની સાથે માનસી પણ હવે ઘણીવાર રમવા માટે જતી. રાઘવને માનસીનું આમ સુમન અને પોતાની વચ્ચે આવવું પસંદ નહોતું પણ સુમનને કારણે તે કઈ બોલતો નહિ. પણ ક્યારેક બહાના બનાવીને તે માનસીને ભગાડી દેતો.

એક દિવસ સુમન અને રાઘવ રાતના સમયે જમી પરવારીને મમતા બહેન પાસે રમી રહ્યા હતા, ત્યારે મીરા દોડતી આવી.

"જો મા મારી મહેંદી કેવી મુકાઈ છે?" સુંદર ભાત પાડીને રચાયેલ મહેંદી ભર્યા હાથ બતાવતી મીરા મમતા બહેન આગળ પોતાની ખુશી દર્શાવતી બોલી.

"અરે વાહ મીરા દીદી, કેટલી સુંદર મહેંદી પાડી છે મને પણ મૂકી આપોને", મીરાના હાથમાં રહેલ મહેંદી જોતા સુમન હરખાતી બોલી.

"તારે મહેંદી ન મુકાય, તું ક્યાં વ્રત કરવાની છે? મા મારા માટે જ્વારા અને ખાઉં લાવી કે નહિ?" સુમનની વાતને વધારે ગણકાર્યા વગર મીરા મમતા બહેનને પૂછવા લાગી.

"હા દીકરી બધું લઈ આવી છું અને કાલ સવારે વહેલા ઊઠી પૂજા કરવા જવાનું છે યાદ છે ને? મમતા બહેન મીરાના કપાળે હાથ ફેરવતા બોલ્યા.

"હા મા મને યાદ છે, અને મારો નવો ડ્રેસ પણ નીકાળીને રાખ્યો છે.હવે તો વ્રત ચાલશે ત્યાં સુધી મજા જ મજા. રોજ નવા નવા કપડાં પહેરીને સ્કૂલ જવા મળશે", ખુશીથી કૂદતી મીરા બોલી.

"મા, મીરા દીદી અને તમે શું વાત કરી રહ્યા છો ? મને કંઈ સમજાતું નથી. આ વ્રત અને પૂજા બધું શું છે?" આશ્ચર્ય પામતી સુમન બોલી.



✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED