An innocent love - Part 3 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

An innocent love - Part 3

પાછળના ભાગમાં આપણે જોયું કે કાનજીભાઈની પત્ની રમા પોતાની દીકરીને જન્મ આપતાની સાથેજ મૃત્યુ પામે છે.

સંજોગોના આવા કપરા સમયમાં કોણ કોને દિલાસો આપે?
બંને ભાઈબંધ તો પોતાના દુખમાં ગરકાવ હતા, પણ મમતા બહેને માની મમતા માટે વિલખતી નાની બાળકીને ઉંચકીને પોતાની છાતીએ વળગાડી લીધી. જન્મતાજ માનો ઓછાયો ગુમાવનાર બાળકી પણ જાણે સમજી ગઈ હોય એમ પોતાની આ પાલક માતાને અપનાવી લેતા એમના પાલવમાં સમેટાઇ ને ખુશીથી કિલકારી કરી રહી. આખી હોસ્પિટલ માનવતાના આં નજારાને ભીની આંખોથી વધાવી રહી હતી.

હવે આગળ............

કાનજીભાઈ અને રમા બહેનની તે એકલૌતી દીકરી એટલે સુમન. કાનજીભાઈના માતા પિતા પણ આ દુનિયામાં રહ્યા નહોતા અને સુમન સિવાય હવે એમનું પરિવારમાં કોઈ રહ્યું નહોતું. નાના ભાઈએ તો વર્ષોથી શહેરમાં જઈ પોતાની અલગ દુનિયા વસાવી લીધી હતી, અને પોતાના બાપ સમાન મોટાભાઈની ક્યારે ભાળ લેવાની જરૂરિયાત પણ સમજી નહોતી.

બાળકને જન્મતાની સાથે એક માતાની હૂંફની જરૂર પડે છે, બાળક જે માતાની કોખમાં નવ મહિના રહેલ હોય ત્યાં જે સુરક્ષા મહેસૂસ થાય તેજ સુરક્ષા બાળકને જન્મતાની સાથે પોતાની જનેતાના હાથોમાં, એના સ્પર્શમાં મળે છે. એટલેજ તો કોઈના સ્પર્શ કે એહસાસને ન પરખી શકનાર બાળક પોતાની માતાના હાથોમાં આવતાજ પરમ શાંતિ પામે છે. ખૂબ બદનસીબ હોય છે તે બાળક જેને માનું આ પરમ સુખ નથી મળતું. કઈક એવાજ નસીબ લઈને જન્મી હતી કાનજી ભાઈની બાળકી. પણ કહે છેને કે ભગવાન એક દરવાજો બંધ કરે તો બીજો દરવાજો ખોલી દે છે, એમજ આં નાનકડી ફૂલ જેવી બાળકીના નસીબમાં મમતાની મૂરત સમાન મમતાબહેન નો પ્રેમ લખ્યો હતો, જેણે જન્મતાની સાથેજ આ નવજાત બાળકીને પોતાનું સંતાન માની લીધું હતું.

કાનજી અને મનોહરનું ઘર નજીક હોવાથી સુમનનો ઉછેર પણ મનોહરના બાળકો સાથે જ થઈ રહ્યો હતો. મમતાએ સુમનને ક્યારે માની ખોટ વર્તાવા દીધી નહોતી અને તેને પોતાની દીકરી જ માનતી. આ છોકરી પ્રત્યે પોતાને કેમ એટલો બધો પ્રેમ છે એ વાતની તો તેને પોતે પણ જાણ નહોતી, હોસ્પિટલમાં જ્યારે એ નાનકડી ઢીંગલીને પહેલી વખત જોઈ હતી ત્યારે જ એના પ્રત્યે એક અજીબ લાગણી મમતાના માતૃ હૃદયમાં ઉભરાઈ આવી હતી. તે સુંદર બાળકીને સુમન નામ પણ તેણે જ આપ્યું હતું.

દરરોજ કાનજી કામે જતી વખતે સુમનને મનોહરના ઘરે મૂકી જતો. માટે સુમન સવારથી સાંજ સુધી મમતા પાસે જ રહેતી અને ઘણીવાર એની સાથે જ સૂઈ જતી. કિશોર, મીરા અને રાઘવની સાથે રમતાં સુમનનો દિવસ ક્યાંય પસાર થઈ જતો. પોતાનું જ ઘર હોય તેમ આવડે એવી કાલી ઘેલી બોલીથી સુમન હમેશા હક જતાવીને તે ઘરમાં રહેતી. પોતાની દીકરીને સાચા હાથોમાં સચવાયેલ જોઈ કાનજી નિશ્ચિંત થઈ ગયો હતો. આવી રીતે મા વિનાની સુમનનો ઉછેર મમતા અને એના બાળકોના ઓછાયા હેઠળ ખુબજ સરસ રીતે થઈ રહ્યો હતો.

મનોહરના ઘરમાં રાઘવ સુમનની સૌથી નજીક હતો, બંને વચ્ચે ઉંમરનો થોડોક જ તફાવત હોવાના કારણે બંનેને એકબીજા સાથે વધારે બનતું. એકબીજા વગર બંને જાણે અધૂરા લાગતા એવી બંને વચ્ચે લાગણીનો સેતુ નાનપણથી જ બંધાઈ ગયો હતો.

જ્યારથી સુમન એના ઘરમાં આવી ત્યારથી જ પોતાની માની સાથે સાથે બે વર્ષના રાઘવે પણ સુમનની નાની નાની જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘરમાં પોતાનાથી પણ નાનું બાળક આવતા રાઘવ જાણે ખૂબ મોટો થઇ ગયો હોય એવું વર્તન કરતો, તે આખો દિવસ સુમનની આગળ પાછળ ફર્યા કરતો અને પોતાની માને આં બાળકીને સાચવતા નીરખ્યા કરતો. ક્યારેક નાનકડી બાળકીને હસતી જોઈ તે ગેલમા આવી જતો તો ક્યારેક એને રડતી જોઈ ગભરાઈ જતો.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)