An innocent love - Part 4 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

An innocent love - Part 4

જ્યારથી સુમન એના ઘરમાં આવી ત્યારથી જ પોતાની માની સાથે સાથે બે વર્ષના રાઘવે પણ સુમનની નાની નાની જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘરમાં પોતાનાથી પણ નાનું બાળક આવતા રાઘવ જાણે ખૂબ મોટો થઇ ગયો હોય એવું વર્તન કરતો, તે આખો દિવસ સુમનની આગળ પાછળ ફર્યા કરતો અને પોતાની માને આં બાળકીને સાચવતા નીરખ્યા કરતો. ક્યારેક નાનકડી બાળકીને હસતી જોઈ તે ગેલમા આવી જતો તો ક્યારેક એને રડતી જોઈ ગભરાઈ જતો. પણ તેની આસપાસ મા સિવાય કોઈને જલ્દી ફરકવા પણ દેતો નહિ, જાણે નાનપણથીજ એના પ્રત્યે રાઘવને પોતાનું માલિકી પણું અનુભવાતું હતું. રાઘવ માટે નાનકડી આં પરી એના માટેજ આં ધરતી પર આવી છે અને એની સંપૂર્ણ જવાબદારી હોય એવું એને લાગતું.

સમયની સાથે સાથે બધા બાળકો મોટા થઈ રહ્યા હતા. સુમન પૂરા પાંચ વર્ષ અને રાઘવ સાત વર્ષ નો થઈ ગયો હતો. સમયના વહેણ ની સાથે બંનેની દોસ્તી પણ ગાઢ બની ગઈ હતી. આખો દિવસ બંને સાથેજ જોવા મળતા જાણે એકબીજાનું સરનામું બની ગયા હતા. રાઘવ સુમનની કાળજી પોતાના જીવની જેમ કરતો. બધા માટે સુમન, રાઘવ માટે એની સુમી હતી. પણ સુમનને સુમી કહેવાનો હક ફક્ત રાઘવને હતો, સુમનના પિતાને પણ નહિ.

રાઘવની સવાર સુમીના નામ સાથે થતી તો રાત પણ એના નામથી જ આથમતી. એક રાજકુમારીની જેમ રાઘવ સુમીનું ધ્યાન રાખતો. એને જરા અમથી ઇજા પણ થતી તો રાઘવ આખું ઘર માથે લેતો. રડતી સુમનને જોઈ તે પણ રડી પડતો.

પોતાને મળતી રાઘવની કાળજી અને માવજતની સુમનને જાણે આદત થઈ ગઈ હતી, અણસમજુ સુમન ક્યારેક રાઘવ પોતાનું વધુ ધ્યાન રાખે એના માટે પણ જાણી જોઈ ખોટા ખોટા નાટક કરી રડતી અને રાઘવના પ્રેમનો લાભ ઉઠાવી પોતે ખૂબ અગત્યની વ્યક્તિ છે તેવો આનંદ માણતી. રાઘવની બહેન મીરાને ક્યારેક રાઘવની સુમન પ્રત્યેની અતિશય કાળજીની ઈર્ષા પણ થતી કેમકે એના નાના ભાઈનું સમગ્ર ધ્યાન પૂરો સમય સુમન પર જ રહેતું. પણ ઢીંગલી જેવી સુંદર સુમન તેને વહાલી પણ લાગતી. આમજ બધા બાળકો એકબીજા સાથે હળીમળીને રહેતા.

આજે સુમન ઢળતી સાંજ થવા આવતાં ક્યાંય જોવા ન મળતાં રાઘવ આખરે એને શોધતા શોધતા બંનેની પસંદગીના પીપળાના ઝાડ આવી પહોંચ્યો પણ ત્યાં સુમનને રડતી જોઈ તે તરતજ એની પાસે જઈ પહોંચ્યો. ધ્યાનથી જોતાં સુમનની નાનકડી નાજુક આંગળીમાથી લોહીની ઝીણી ટ્સર ફૂટેલી જોઈ એની આંગળી પોતાના મોમાં લઇ ચૂસી લે છે.

જો સુમી તને કેટલી વાર કહ્યું તું આમ રડ નહિ તને રડતી જોઈ મને પણ રડવું આવે છે. અને આ ક્યાંથી વગાડી આવી? મને મૂકી ને તારે ક્યાંય એકલા જવું નહિ તને કેમ સમજાતું નથી? જો વગાડી આવીને, કેટલું બધું લોહી વહી ગયું મારી સુમીનું. સુમી ને આમ રડતી જોઈ રાઘવ પણ રડી પડ્યો.

રાઘવને આમ રડતા જોઈ ઘડી પહેલા ધ્રુસકેને ધ્રુસકે રડતી નાનકડી સુમન ખીલ ખીલ હસવા લાગી અને તે રાઘવના આંસુ એટલાજ વ્હાલથી લૂછી રહી. પોતાની સુમીને હસતી જોઈ રાઘવ પણ હસી પડ્યો. અને સુમનના ગાલ પોતાના બંને હાથોથી પસવારતા બોલ્યો, ચાલ તને સરસ પટ્ટી લગાવી આપું અને તે સાથેજ રાઘવ સુમનને ખેંચતો એને ઘરે લઈ જવા ઊભો થયો. એક તરફ જાણે પરાણે ખેંચાતી જતી હોય એમ સુમન પોતાનો હાથ રાઘવના હાથોની પકડ છોડાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી તો બીજી તરફ બંનેની આવી બાળસહજ મસ્તીને સૂરજ પોતાની આંખોમાં સમાવતાં જતો આથમી રહ્યો હતો.


💕💕નિર્દોષ નટખટ મજાનું બાળપણ,
જીવનથી ભરપૂર બાળપણ...

હસતું રડતું નિરાળું બાળપણ,
ઘરની કિલકારી બનતું બાળપણ...

માના પાલવે નીખરતું બાળપણ,
પિતાની આંગળીએ દોડતું બાળપણ...

વળની ડાળે હીંચતું બાળપણ,
નદીમાં છબછબ કરતું બાળપણ...

ક,ખ,ગ,ઘ ગાતું બાળપણ,
એકડે એક ઘૂંટતું બાળપણ...

સંતાકુકડી રમતું બાળપણ,
દોસ્તીની પાળ બાંધતું બાળપણ...

પળ પળમાં બદલાતું બાળપણ,
જીવનની હર ક્ષણ માણતું બાળપણ...💕💕


✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)