Kshitij book and story is written by Dhruti Mehta અસમંજસ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kshitij is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - નવલકથા
Dhruti Mehta અસમંજસ
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
નાનકડી રાશિ પોતાના મહેલ જેવી હવેલીના ઝરુખામાં બેઠી બેઠી નીચે ચોગાનમાં પોતાની ભડભડ સળગતી સાઇકલ જોઈ રહી, હજુ બે દિવસ પહેલા જ પોતાના જન્મદિવસની ભેટ નિમિત્તે પિતાજીએ નવી નક્કોર અને ખૂબ સુંદર સાઇકલ અપાવી હતી. આટલી સુંદર અને મોંઘી સાઇકલ આખા ગામમાં કોઈની પાસે નહોતી. અને આજે પોતાની આ સુંદર સાઈકલની આવી હાલત કરવા પાછળ પણ પિતાજી જ હતા એ વાત માનવા રાશિનું દિલ જરાપણ તૈયાર નહોતું પણ એની આંખોએ આજે પિતાજીનું જે નવું અને સાચું સ્વરૂપ બતાવ્યું હતું તે જોઈ માસુમ રાશિના નાનકડા માનસપટલ ઉપર ખુબ ગહેરી અસર થઇ હતી.
રાશિના પિતાજી શ્રી સુમેરસિંહ ગામના જમીનદાર અને મુખિયા હતા. એમની પાસે બાપદાદાની ભરપૂર જમીન જાયદાદ હતી અને સાથે પોતાનો બિઝનેસ શામ દામ દંદભેડની નીતિ અપનાવીને ઘણાં બધા શહેરોમાં ફેલાવ્યો હતો. પોતાના માન, પ્રતિસ્થા અને પૈસાનું એમને ખુબ અભિમાન હતું. અને એટલેજ તે દરેક માણસને એની હેસિયતથી તોળતા.
નાનકડી રાશિ પોતાના મહેલ જેવી હવેલીના ઝરુખામાં બેઠી બેઠી નીચે ચોગાનમાં પોતાની ભડભડ સળગતી સાઇકલ જોઈ રહી, હજુ બે દિવસ પહેલા જ પોતાના જન્મદિવસની ભેટ નિમિત્તે પિતાજીએ નવી નક્કોર અને ખૂબ સુંદર સાઇકલ અપાવી હતી. આટલી સુંદર અને મોંઘી ...વધુ વાંચોઆખા ગામમાં કોઈની પાસે નહોતી. અને આજે પોતાની આ સુંદર સાઈકલની આવી હાલત કરવા પાછળ પણ પિતાજી જ હતા એ વાત માનવા રાશિનું દિલ જરાપણ તૈયાર નહોતું પણ એની આંખોએ આજે પિતાજીનું જે નવું અને સાચું સ્વરૂપ બતાવ્યું હતું તે જોઈ માસુમ રાશિના નાનકડા માનસપટલ ઉપર ખુબ ગહેરી અસર થઇ હતી. રાશિના પિતાજી શ્રી સુમેરસિંહ ગામના જમીનદાર અને મુખિયા હતા.
કુદરતના આટલા નયનરમ્ય દ્રશ્યો જાણે રાશિની આંખોમાં આંજણ બની પ્રસરી રહ્યા હતા. પ્રકૃતિના રસપાનમાં તલ્લીન રાશિ પોતાની ધૂનમાં ચાલી રહી હતી. ત્યાંજ રસ્તામાં કઈંક અવરોધ આવતા તે શું છે એની ગડમથલમાં રાશિ હજુ કઈ સમજી શકે, તે પહેલાજ ...વધુ વાંચોખાઈ ગઈ અને ઊંધે માથે નીચેની તરફ ફેંકાઈ, ડરને કારણે રાશિની આંખો બંધ થઇ ગઈ. દરિયા કિનારે આરામથી બેસી ડૂબતા સૂરજને નિહાળવામાં મગ્ન એવા કોઈ યુવકના પગે અથડાઈ તે નીચે પડવાની હતી ત્યાજ પેલાનું ધ્યાન જતા તેણે પોતાના પગથી ડાબી તરફ જમીન ઉપર પડતી યુવતીને બચાવવા માટે પોતાના હાથોમાં ઝીલવાની કોશિશ કરી. પણ એવું કરવા જતા બંનેનું બેલેન્સ ગયું અને તે
રાતના ઉજાગરાને ખંખેરી રાશિ સવારે તૈયાર થઈ કોલેજ જવા નીકળી. શહેરની બહાર દરિયા કિનારાથી થોડેકજ દૂર એવા ખુબજ મોટા વિસ્તારમાં ફેલાયેલા કોલેજનું કેમ્પસ અત્યંત સુંદર, શાંત અને હરિયાળીથી ભરપૂર હતું. એકજ કેમ્પસમાં કોલેજ, હોસ્ટેલ અને જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે ...વધુ વાંચોનાનાં નાનાં માર્કેટ આવેલા હતા ત્યાં. જાણે કોઈ નાનકડું ગામ વસેલું હતું ત્યાં પ્રકૃતિની ગોદમાં. રાશિ પોતાનો ક્લાસ શોધીને સમયસર જઈ પહોંચે છે. ધીરે ધીરે અવનવા ચહેરાઓથી ક્લાસ ભરાવવા લાગે છે. ક્લાસના પ્રોફેસર પણ આવી પહોંચ્યા. "May I come in sir", એક મનમોહક અવાજથી આખો ક્લાસ ગુંજી ઉઠ્યો. આખા ક્લાસના સાથે રાશિની નજર પણ દરવાજા ઉપર ઉભેલા એ છોકરા પર
સમય જેમ જેમ વીતી રહ્યો હતો એમ બાહરી દુનિયામાં બંને વચ્ચે ધીરે ધીરે દોસ્તી વધી રહી હતી. પણ ભીતર ને ભીતર બંને વચ્ચે અલગ લાગણીની કુંપણ ખીલી રહી હતી જેનાથી બંને થોડા થોડા જાણતા પણ અજાણ બની રહ્યા હતા. ...વધુ વાંચોપેલી ચુનર હજુ પણ અનુરાગ પાસે હતી, ના અનુરાગે તે પાછી આપી ના રાશિએ તે પાછી માંગી. સમય ની સાથે બંનેની દોસ્તી વધારે મજબૂત બની રહી હતી. બન્નેનો મોટાભાગનો સમય એકબીજા સાથેજ વીતતો, કોલેજ હોય કે પ્રેકટીકલ, બહાર હરવું ફરવું હોય કે પછી ભણવું હોય બંને સાથેજ રહેતા. બસ ખાલી સુવા પૂરતા બંને છુટા પડતા. ભણવામાં બંને અવ્વલ હતા સાથે
આખી રાત પડખું ફરતા બંને બસ એકબીજાના વિચારોમાં ખોવાયેલ રહ્યા. અનુરાગ રાશિની ચુનર લઇ એની ભીની મહેક મેહસૂસ કરતો રહ્યો તો બીજી તરફ રાશિ, અનુરાગથી દૂર થવાના વિચારથી છલકાઈ આવતા આંસુઓ વડે ઓશીકું ભીંજવતી રહી. આખરે અનુરાગે સવારે પહેલા ...વધુ વાંચોજઈને રાશિને પોતાના દિલની વાત કહેવાનું નક્કી કર્યું અને આ વાત તે ત્યાંજ કહેવા માંગતો હતો જે જગ્યાએ તે પહેલીવાર રાશિને મળ્યો હતો. અનુરાગે પોતાનો મોબાઈલ હાથમાં લઇ રાશિનો નંબર ડાયલ કરવા વિચાર્યો પણ તરત કશું વિચારીને તેણે રાશિને પરિણામ આવ્યા બાદ તરતજ દરિયા કિનારે જ્યાં પહેલી વાર મળ્યા હતા ત્યાં આવવાનનો મેસેજ કરી દીધો, અને રાશિના ફોટાને જોતા જોતા