ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 3 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 3

રાતના ઉજાગરાને ખંખેરી રાશિ સવારે તૈયાર થઈ કોલેજ જવા નીકળી. શહેરની બહાર દરિયા કિનારાથી થોડેકજ દૂર એવા ખુબજ મોટા વિસ્તારમાં ફેલાયેલા કોલેજનું કેમ્પસ અત્યંત સુંદર, શાંત અને હરિયાળીથી ભરપૂર હતું. એકજ કેમ્પસમાં કોલેજ, હોસ્ટેલ અને જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે એવા નાનાં નાનાં માર્કેટ આવેલા હતા ત્યાં. જાણે કોઈ નાનકડું ગામ વસેલું હતું ત્યાં પ્રકૃતિની ગોદમાં.

રાશિ પોતાનો ક્લાસ શોધીને સમયસર જઈ પહોંચે છે. ધીરે ધીરે અવનવા ચહેરાઓથી ક્લાસ ભરાવવા લાગે છે. ક્લાસના પ્રોફેસર પણ આવી પહોંચ્યા.

"May I come in sir", એક મનમોહક અવાજથી આખો ક્લાસ ગુંજી ઉઠ્યો. આખા ક્લાસના સાથે રાશિની નજર પણ દરવાજા ઉપર ઉભેલા એ છોકરા પર જઈને અટકી અને ચમકી ઉઠી.

હાંફળો ફાંફળો એક યુવાન ક્લાસમાં પ્રવેશવા માટે પ્રોફેસરની મંજૂરીની રાહ જોઈ ઊભો હતો. બ્લૂ ચેક્સ શર્ટ, ડેનિમનું જીન્સ, આંખો પર ચડાવેલ ફ્રેમલેસ ચશ્મા, ઓળ્યા વિનાના વિખરાયેલા વાળમાં પણ તે ખુબજ સોહામણો લાગી રહ્યો હતો. પણ રાશિ બીજા જ કારણથી તેની તરફ ખેંચાઇ રહી હતી, કેમ કે તે બીજું કોઈ નહિ, દરિયા કિનારે મળેલો પેલો યુવક હતો.

અનુમતિ મળતા ઝડપથી તે બેબાકળો થતો રાશિની પાસે ખાલી પડેલ જગ્યા ઉપરજ આવીને બેસી ગયો, ત્યાં સુધી તેનું ધ્યાન રાશિ ઉપર પડ્યું નહોતું.

"એજ ભીની ભીની મહેક ફરીથી એના શ્વાસોમાં ભરાઈ રહી હતી", હવે એનું ધ્યાન બાજુમાં બેઠેલી યુવતી ઉપર પડ્યું અને તે સાથેજ બંનેની નજરો એક થઈ. બંનેની આંખોમાં રહેલ ઉજાગરા એકબીજાને ઘણું કહી રહ્યા હતા પણ આગળ શું બોલવું કઈ સમજણ પડી નહિ.

ક્લાસ ખતમ થતાં જ રાશિ ઝડપથી ભાગતી બહાર નીકળી ગઈ.

"અરે અરે, ઊભા રહો જરા", પાછળથી આવતા અવાજને ગણકાર્યા વિના તે ચાલતી રહી.

"તમારે ઓલિમ્પિકસમાં જવાનું છે કે શું?", ફરી એજ અવાજ હવે એની એકદમ નજીક આવી રહ્યો હતો અને એણે પાછળથી એનો હાથ પકડી લીધો. હવે રાશિ પાસે ઊભા રહેવા સિવાય છૂટકો નહોતો.

પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરતી તે પાછળ ફરી અને એજ યુવકને જોઈ રહી, જાણે કહી રહી હોય કે, શું છે? કેમ મારો પીછો કરો છો?

'જુઓ મિસ એવું કંઈ નથી, તમે ખોટી ગેરસમજ કરતા નહિ, હું કંઈ તમારો પીછો નથી કરી રહ્યો, પણ આતો કાલે આપણે મળ્યાં હતાં, અને હવે સાથે એકજ કોલેજ અને ક્લાસમાં ભણવાના છીએ માટે તમારી સાથે થોડી વાત કરવા માંગતો હતો. બાકી તમારે કોલેજ છોડી ઓલિમ્પિકસમાં દોડવા જવું હોય તો હું તમને નહિ રોકું", એટલું કહી રાશિનો હાથ ધીરેથી છોડતા એની આંખોમાં ઉઠતા સવાલો વાંચી લીધા હોય એમ પેલો યુવક બોલ્યો.

"રાશિ સિંહ, મારું નામ છે. તમે મને રાશિ કહીને બોલાવી શકો છો", હળવી મુસ્કાન સાથે તે પેલા યુવક સાથે નજર મેળવતા બોલી.

"અનુરાગ, તમે મને અનુરાગ કહી બોલાવી શકો છો, અને હા આમ તમે ની જગ્યાએ મને તુ કહીને બોલાવશો તો આપણી દોસ્તીમાં ચાર ચાંદ લાગી જશે" નટખટ સ્માઇલ સાથે અનુરાગ બોલ્યો.

"માન ન માન મૈ તેરા દોસ્ત, જો રાશિ હવેતો આપણી દોસ્તી થઈ ગઈ છે દોસ્ત, તારે હવે ગમે તેમ કરીને તે ઝેલવી પડશે", આશ્ચર્યથી પહોળી થતી રાશિની આંખોમાં જોઈ ચપટી વગાડતો અનુરાગ ટહુક્યો.

એની આવી વાત સાંભળી રાશિના મોં ઉપર હાસ્યની લહેરખી ફેલાઈ ગઈ.

"જો હસતી હોય તો કેવી સુંદર લાગે છે તું, એકદમ પરી જેવી."

"અચ્છા તો દોસ્તીમાથી સીધો હવે મને લાઈન મારી રહ્યો છે એમને, અનુરાગની વાતો સાંભળી ખુદને હસતા હસતા રોકીને રાશિ મસ્તી કરતી બોલી ઉઠી.

"Yes, that's Like my best friend. અનુરાગ રાશિના ગાલ ઉપર ટપલી મારતો બોલ્યો.

અને જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય એમ હસી મજાક કરતા, એક દિવસ પહેલા અજાણ્યા હતા તે આજે એકબીજાની નજીક આવી ગયા હતા.


*ક્રમશ:

- ધ્રુતિ મેહતા (અસમંજસ)