Kshitij - 10 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 10

"આખરે કેમ? આટલા વર્ષે કેમ તારી યાદોના વમળ મને ઘેરાઈ વળ્યા છે? તે પણ જ્યારે હું બધું ભૂલી મારી નવી જિંદગીમાં પગલાં માંડી રહ્યો છું. તું તો મને દગો કરીને તારા ખુશખુશહાલ જહાજને દરિયામાં લઈ ગઈ છે, પછી કેમ હવે મારી આત્માને આમ પોકારી રહી છે?"

ફંકશન પૂરું થયા બાદ સાંજે એકલો પડેલ અનુરાગ રૂમમાં બેઠો વિચારી રહ્યો હતો ત્યારે તેજ હવાના ઝોકાથી રૂમની બારી ખુલી જતા ટેબલ પર પડેલ અનુરાગના ભૂતકાળની ડાયરીના કોરા પન્ના ઉપર તેની અત્યાર સુધીની સફર જીવંત થઈ ઊઠી.

રાશિના ઘરેથી સુમેરસિંહને મળ્યાં બાદ અનુરાગ ભટકતો ફરતો પૂરા ૩ દિવસે કોલેજની હોસ્ટેલમાં ખાલી હૃદયે પાછો ફર્યો હતો. ભગ્ન હૃદયે તે આખો દિવસ અને રાત બસ પોતાના રૂમમાં ભરાઈને રહેવા લાગ્યો. ના એને ભૂખનું ધ્યાન હતું કે ના ઊંઘનું. ધીરે ધીરે એનું શરીર કથળતું ગયું અને એક દિવસ અચાનક તે બેભાન થઈ ગયો. નસીબ જોગે એના બાજુના રૂમમાં રહેતો છોકરો એને કોઈ કામથી બોલાવવા આવ્યો હતો અને અનુરાગને તે હાલતમાં જોઈ લીધો અને તાત્કાલિક કોલેજની હોસ્પિટલમાં દાખલ કરી દીધો.

જ્યારે આંખો ખુલી ત્યારે તે હોસ્પિટલના બેડ ઉપર સૂતો હતો અને સામે કોલેજના ડીન ઊભા હતા, એમની આંખોમાં ડોકાઈ રહેલ પ્રશ્નોની ઝડીથી બચવા નજર ચોરાવતાં અનુરાગ પડખું ફરી ગયો.

"આમ નજરો ચોરવવાથી હકીકત નથી બદલાઈ જવાની અનુરાગ. હું જોઈ રહ્યો છું કોલેજના પરિણામ આવ્યા બાદ તારામાં આવેલ બદલાવ. કેટલાય દિવસો સુધી તું ગાયબ હતો અને આવ્યા પછી પણ તું રૂમમાં પૂરાઈ રહે છે.

તારી અને રાશિ વચ્ચેના સંબંધો પ્રત્યે મને થોડો ઘણો અણસાર તો હતો, પણ હવે એના લગ્ન થઈ ગયાં છે એવી મને તેના પિતા દ્વારા જાણ થઈ છે.

જો અનુરાગ તને કોલેજના ડીન નહિ પણ એક પિતા તરીકે સલાહ આપવા માંગુ છું,

"જે થઈ ચૂક્યું છે તે આપણે ક્યારે બદલી શકવાના નથી. પણ શું એક સપનું તૂટી જવાના કારણે આપણે આપણા બીજા સપનાઓ છોડી દેવા જોઈએ? એ સપનાઓ જે આપણા અસ્તિત્વ સાથે વણાઈ ગયા હોય, જેને પૂરા કરવા માટે આપણે એક એક રાત જાગીને સિંચ્યા હોય, શું તેને આમ સરળતાથી અધૂરા મૂકી દેવા જોઈએ?"

"તે એક ડોક્ટર બનવા માટે કેટલી મહેનત કરી છે. તારા નાનપણના સપનાની હવે આટલી નજીક આવીને તું આમ તૂટી જઈશ? ફક્ત તારા સપનાઓને જ નહિ પણ કઈ કેટલાય લોકોને જેમને સમયસર સાચી સારવાર મળતી નથી તે દરેકને તારા જેવા ડોક્ટરની જરૂર છે. વીતેલું બધું ભૂલી જા અને લાગી જા લોકસેવાના તારા અભિયાને પૂર્ણ કરવાના અભિરથમાં."

પિતા સમાન ડીનની તે વાત સાંભળી, અનુરાગ રાશિના ઘરેથી પાછા ફર્યા બાદ આજ પહેલી વાર પોતાનું હૈયું ખાલી કરતો રડી પડ્યો.

"રડી લે દીકરા. આજે પૂરો ખાલી થઈ જે. કેમ કે તારે હવે ઘણા લોકોના ચહેરા ઉપર એમની ખોવાયેલ મુસ્કાન પાછી લાવવાની છે", અનુરાગને ભેટીને ડીન આશ્વાસન આપી રહ્યા.

બસ તે દિવસથી અનુરાગે રાશિની યાદોનું પડીકું વાળીને દિલના એક ખૂણામાં દાંટી દીધુ અને લાગી ગયો હતો ગરીબ લોકોની સેવા અને ઉપચાર કરવાના અભિયાનમાં.

શરૂઆતના થોડા મહિના અનુરાગે કોલેજની જ હોસ્પિટલમાં ઇંટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવી દિવસરાત મેહનત કરવા લાગ્યો. થોડાક જ સમયમાં તેના હાથે થતી સર્જરી અને સારવાર સફળ થવા લાગી. વિદેશમાંથી પણ મોટી મોટી હોસ્પિટલોમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવવા એને ઓફર મળવા લાગી. પણ અનુરાગનું ધ્યેય બીજું કઈક જ હતું. અને તેના એ ધ્યેયને ઉદ્દેશ્ય પણ મળી ગયું જ્યારે એની હોસ્પિટલમાં ચોંકાવનારો એક કેસ આવ્યો.


* ક્રમશ

- ધ્રુતિ મેહતા (અસમંજસ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED