Highway Robbery book and story is written by Pankaj Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Highway Robbery is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હાઇવે રોબરી - નવલકથા
Pankaj Jani
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સવારના સાડા અગિયાર થયા હતા. વસંત જમી ને ખાટલામાં આડો પડ્યો હતો અને એના ગજવામાં રહેલ મોબાઈલમાં વાઈબ્રેશન થયું. એણે મોબાઈલ કાઢીને જોયું. એનો જ મિસકોલ હતો. એનો અર્થ એ કે ઓપરેશન કદાચ ચાલુ થશે.એ તૈયાર થયો. એણે રાધા ને કહ્યું ' બહાર જાઉં છું , કદાચ ટ્રેકટરની સર્વીસ માટે જવું પડશે. મોડું થાય તો તમે જમી લેજો.' રાધા એની પત્ની , બે માળના ઘરની બહાર વિશાળ આંગણમાં વાસણ ઘસતી હતી. બહાર ત્રણ વૃક્ષો છાયા આપતા હતા. એક વૃક્ષની નીચે દોઢ વર્ષનો બાબો લાલો ઘોડિયામાં
હાઇવે રોબરી 01 સવારના સાડા અગિયાર થયા હતા. વસંત જમી ને ખાટલામાં આડો પડ્યો હતો અને એના ગજવામાં રહેલ મોબાઈલમાં વાઈબ્રેશન થયું. એણે મોબાઈલ કાઢીને જોયું. એનો જ મિસકોલ હતો. એનો અર્થ એ ...વધુ વાંચોઓપરેશન કદાચ ચાલુ થશે.એ તૈયાર થયો. એણે રાધા ને કહ્યું ' બહાર જાઉં છું , કદાચ ટ્રેકટરની સર્વીસ માટે જવું પડશે. મોડું થાય તો તમે જમી લેજો.' રાધા એની પત્ની , બે માળના ઘરની બહાર વિશાળ આંગણમાં વાસણ ઘસતી હતી. બહાર ત્રણ વૃક્ષો છાયા આપતા હતા. એક વૃક્ષની નીચે દોઢ વર્ષનો બાબો લાલો ઘોડિયામાં
હાઇવે રોબરી 02 સામેની ગાડીમાં સિક્યુરિટી ગાર્ડ રતનસિંહ હતો..જે જવાનસિંહને જી.પી.એસ.થ્રુ એમની ગાડી નું લોકેશન મોકલતો હતો. વસંત , જવાનસિંહ અને રતનસિંહ ત્રણે એકબીજાને ઓળખતા હતો. પણ જ્યારે આ કામનું આયોજન કર્યું ત્યારે તેમા ...વધુ વાંચોઅને જવાનસિંહ જ મુખ્ય આયોજક હતા. જવાનસિંહે બધી જવાબદારી પોતાના ઉપર લીધી હતી. અને રતનસિંહ અને બીજા બે સમાજ થી તરછોડાયેલા યુવાનો ને તેમાં સામેલ કર્યા. કોઈપણ સ્ટ્રેટેજી વસંત તૈયાર કરતો અને જવાનસિંહને કહેતો. પછી જવાનસિંહ બધાને સ્ટ્રેટેજીની જરૂરી વાતો કહેતો. જવાનસિંહ બધાને ઓળખતો અને બધા જવાનસિંહને ઓળખતા. પણ વસંતને ફક્ત જવાનસિંહ જ ઓળખતો. રતનસિંહ વસંતને
હાઇવે રોબરી 03 ચારે સૂટકેસના તળિયે હીરા ગોઠવેલ હતો.જવાનસિંહે બાજુમાં પડેલી થાળીમાં બધા હીરા ભેગા કર્યાં. દોઢ થી બે ખોબા ભરાય એટલા હતા. જવાનસિંહ ...વધુ વાંચો'આનું શુ કરીશું ?' 'નક્કી થયા પ્રમાણે બધા વચ્ચે વહેંચી દઈએ.' 'ના ગુરુ , બીજા બધાના ભાગે એટલું કામનું ભારણ અને સ્ટ્રેસ નહતા.વળી જે રૂપિયા બધાના ભાગે આવ્યા તે પણ ઘણા છે.' 'તે પણ ખૂબ કામ કર્યું છે.તું અડધો ભાગ લઈ લે.' 'ના , તમે મારા અન્નદાતા છો.આ કામ તમે કેમ કર્યું એ મને સમજાતું નથી.પણ કંઈક જરૂરિયાત તો હશે જ. તમે
હાઇવે રોબરી 04 વસંતે બીજો દિવસ પરાણે કાઢ્યો. એ રાતે આઠ વાગે મોટરસાઇકલ લઈ રેલવે સ્ટેશને ગયો. ટાઈમ થઈ ગયો હતો પણ ગાડી હજુ આવી નહતી. આશુતોષને ફોન લગાવ્યો. ગાડી અડધો કલાક લેટ હતી. ...વધુ વાંચો આશુતોષ , વસંત નો ખાસ મિત્ર હતો. રેલવે સ્ટેશનથી ઘરે જવાનો ટૂંકો રસ્તો સ્મશાન આગળથી જતો હતો. અને આશુતોષને જો કોઈ કંપનીના હોય તો સ્મશાન આગળથી જવામાં એને ખૂબ ડર લાગતો હતો. એટલે જો કંપનીના મળે તો એ લાંબો રસ્તો પકડતો. પણ એમાં ટાઈમ ઘણો જતો. એટલે જ જ્યારે જ્યારે ટાઈમ મળતો ત્યારે વસંત આશુતોષને
હાઇવે રોબરી 05 સવારે નવ વાગ્યા થી ડી.વાય.એસ.પી..શ્રી રાઠોડ સાહેબની ટીમ સાઇટ પર પહોંચી ગઈ હતી.બધા એવિડન્સ પહેલા જ લઈ લેવામાં આવ્યા હતા.છતાં એકવાર સાઇટ પર જવાથી ગુના સંબધી ઘણી જાણકારી મળતી હોય છે.આખા ...વધુ વાંચોસૂચના આપી , આખી જગ્યા ને બરાબર ચેક કરો , નાના માં નાનો એવિડન્સ કલેક્ટ કરો , કંઈ પણ ધ્યાન બહાર રહેવું ના જોઈએ.અને આખો સ્ટાફ કામમાં લાગી ગયો.રાઠોડ સાહેબે જાતે જ પહેલા જે ગાડી માંથી ડેડબોડી મળી હતી , તેને ચેક કરી.જેમ જેમ ચેક કરતા ગયા તેમ તેમ રાઇટર ને કેટલીક નોંધ કરાવતા