હાઇવે રોબરી 05
સવારે નવ વાગ્યા થી ડી.વાય.એસ.પી..શ્રી રાઠોડ સાહેબની ટીમ સાઇટ પર પહોંચી ગઈ હતી.બધા એવિડન્સ પહેલા જ લઈ લેવામાં આવ્યા હતા.છતાં એકવાર સાઇટ પર જવાથી ગુના સંબધી ઘણી જાણકારી મળતી હોય છે.આખા સ્ટાફને સૂચના આપી , આખી જગ્યા ને બરાબર ચેક કરો , નાના માં નાનો એવિડન્સ કલેક્ટ કરો , કંઈ પણ ધ્યાન બહાર રહેવું ના જોઈએ.અને આખો સ્ટાફ કામમાં લાગી ગયો.રાઠોડ સાહેબે જાતે જ પહેલા જે ગાડી માંથી ડેડબોડી મળી હતી , તેને ચેક કરી.જેમ જેમ ચેક કરતા ગયા તેમ તેમ રાઇટર ને કેટલીક નોંધ કરાવતા ગયા..
આ ગાડી આંગડિયા પેઢીની ગાડી હતી.અહીં આવ્યા પછી જવાનસિંહે બધાને સુમો માંથી આ ગાડીમાં મુકયા હતા.સુમો બીજે કયાંક મુકવાની હતી.બને એટલા એવિડન્સના મલે એવી કોશિશ એ લોકોએ કરી હતી.પણ એમને એ ખબર નહતી.કે ગમે તેટલું સરસ પ્લાનીંગ કર્યું હોય પણ કોઈ ભૂલ ના થાય એવું તો ભાગ્યે જ બને. અને પોલીસનું ફોક્સ ત્યાં જ સેટ થતું હોય છે .અને એ ભૂલનો છેડો પકડી પોલીસ ગુનેગાર સુધી પહોંચી જાય છે.
રાઠોડ સાહેબે ગાડી ચેક કર્યા પછી , તૂટેલી ઓરડીઓ ને ચેક કરી.તૂટેલી દારૂની બોટલો અને ગંદકી સિવાય કંઈ નહતું.
રોડ ઉપર જતા લોકો વાહન ઉભા રાખી કુતુહલપૂર્વક બધું જોઈ રહ્યા હતા. ઘેટાં બકરાં ચરાવનાર ત્રણ જણ પણ દૂર ઉભા હતા. તેમને બોલાવી પૂછપરછ કરવામાં આવી. પણ કશું નવું જાણવા ના મળ્યું.
મોટા ભાગના એવિડન્સ તો પોલીસ શરૂઆતમાં જ લઇ ગઈ હતી. પણ કંઈ રહી ગયું હોય તો એ ચેક કરવા અને સાઇટ પર થી કંઈક કલુ મેળવવાનો પ્રયત્ન હતો.એક કલાકની ઝીણવટ ભરી તપાસ પછી , દૂર થી જે એવિડન્સ મળ્યા હતા તેમાં પાણીની થોડી બોટલો , નાસ્તાની એક કોથળી.જેમાં વધેલા મરચાં,ચટણી અને કાગળિયા હતા. , ખૂબ જ દૂરથી બે વસ્તુ મળી જે રાઠોડ સાહેબ ને અગત્યની લાગી.એક પોલીસની ગાડી પર લગાવવામાં આવતી લાઈટ અને પોલીસની ગાડી પર કરવામાં આવતા કલર અને સિમ્બોલના સ્ટીકર.સ્ટીકર ને ધ્યાન થી જોયું. અને પોલીસની ગાડી પર લાગેલા સ્ટીકર જોયા.જો આ ગુનામાં આનો ઉપયોગ થયો હોય તો કદાચ ગુનેગારો એ ગાડીનું સ્વરૂપ પોલીસની ગાડીના સ્વરૂપ જેવું આપ્યું હશે. અને જો પોલીસની ગાડીનો ઉપયોગ કર્યો હોય તો ગુનેગાર પણ પોલીસના વેશ માં હશે.
રાઠોડ સાહેબે બધાના મોબાઈલમાં એ ગાડીના બધા એંગલથી લીધેલા ફોટા આપ્યા..બે બે જણની બે ટીમ બનાવી.અને અહીંથી સિટી તરફ થોડી પૂછપરછ રોડ ઉપરના ફેરિયા તથા લારી વાળાને કરવાની સુચના આપી.પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે તો એ સમયના આધારે સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરવાનું નક્કી કર્યું.અને આખી ટીમ રવાના થઈ.
હેડક્વાર્ટર પહોંચતાની સાથે જ મીડિયાનો સામનો કરવાનો આવ્યો. એ જ પ્રશ્નો , એ જ આક્રોશ અને એ જ આક્ષેપો જે દરેક ગુના પછી થતા હોય છે તે ચાલુ થઈ ગયા.આ રાઠોડ સાહેબ માટે નવું નહતું. સ્હેજ મુશ્કુરાહટ સાથે કાયમ નો જવાબ આપ્યો.' પોલીસ તપાસ ચાલુ છે..જલ્દી ગુનેગારો પકડાઈ જશે.'
****************************
દિલાવર એના માણસો સાથે એના ફાર્મ હાઉસમાં પાંજરે પુરાયેલા સિંહની જેમ આમ થી તેમ આંટા મારતો હતો.અમર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળે તેમ હતો.તો આવું કઈ રીતે બની શકે.આખા એરિયામાં કોઈ અમર પર હાથ નાખવાની હિંમત કરે એમ ન હતું.પોલીસ તરફથી કોઈ તકલીફ થવાની શકયતા નહતી.પોતે તો બીજી ગાડી અને 4 માણસો સાથે લઈ જવાની સૂચના આપી હતી.પણ અમર માનવા તૈયાર ના થયો.કાશ પોતે જબરજસ્તી માણસોને સાથે મોકલતો. પોતે અમરની વાત ના માનતો.પણ હવે કંઈ થઈ શકે તેમ ન હતું.હીરા ગયા એ મોટું નુકસાન હતું.પણ આ ધંધામાં આવુ નુકસાન થયા કરતું.એને દુઃખ હતું અમરના મૃત્યુનું.
********************************
બહાર ગાડી ઉભી રહેવાનો અવાજ આવ્યો.
નંદિની : ' આવી ગઈ કરોડપતિ ની દીકરી.'
નંદિની એ દરવાજો ખોલ્યો.' આવ , બહુ દિવસે યાદ આવી.'
' કેમ , રોજ તો ફોન કરું છું.આજે રવિવાર હતો.એટલે મન થયું કે મળવા આવું.'
આશુતોષને ત્યાં બેઠેલો જોયો.' ઓહ , ઇદના ચાંદ પણ અહીં જ છે.'
આશુતોષ :' ચાંદ તો તમે છો , કેટલા સમયે આવ્યા.'
' બહુ માન આપવાની જરૂર નથી.તમારાથી નાની છું.માનથી બોલાવો એટલે ઘરડી હોઉં એવો અહેસાસ થાય છે.'
સોનલની આંખો માં આશુતોષ માટે વિનંતીના ભાવ હતા.
' રાજાની દીકરી ને માનથી જ બોલાવવી પડે.'
' ઠીક છે તો હું જાઉં છું , કેમકે હમણાં તમે કહેશો તમે પૈસાદાર અમે ગરીબ , બન્નેનો મેળ ના પડે.'
સોનલ જતી રહે એવું આશુતોષ ઇચ્છતો નહતો..
' અરે નારાજ ના થઈશ , પણ તું અમારા માટે જે મોટું મન રાખે છે તે કદાચ તારા ઘરવાળા ના પણ રાખે.'
' અત્યારે અહી ક્યાં ઘરવાળા છે.'
' ઓ.કે..ઓ.કે..'
નંદિની અને વસંત બન્ને વચ્ચેનો વાર્તાલાપ સાંભળતા હતા.
સોનલ ગામના એક માત્ર સોનીની એકની એક દીકરી હતી.અતિ ધનાઢય પરિવારની દીકરી હતી..જે ગામમાં આવતી ત્યારે નંદિનીને અચૂક મળતી.ગામના તમામ સામાજિક , ધાર્મિક પ્રસંગ માં આ પરિવાર અચૂક હાજરી આપતો.ગામના વિકાસ અને ગરીબોની તકલીફમાં આ પરિવારનો ફાળો મોટો રહેતો.આથી ગામમાં કોઈ પણ પ્રસંગ હોય , આ પરિવારને આમંત્રણ જરૂર હોય.
અને સોનલ ને જોઈ ને કોઈ પણ અંદાજ લગાવી શકે કે એ પૈસાદાર ઘરની દીકરી હશે.ઉજળી અને ચમકતી સ્કીન અને નાજુક અને નમણી , મોંઘા કપડાં , હાથ માં મોંઘી ઘડિયાળ , હિરાજડિત વીંટી , મોંઘું પર્સ , અમે મોંઘા પરફ્યુમની સુગંધ , ઉંચી એડીના સેન્ડલના લીધે ચાલવામાં આવતી એક છટા.
નંદિનીએ એક ખુરશી લાવીને મૂકી. સોનલ એ ખુરશી પર બેઠી. સોનલ અને નંદિની વાતો એ વળગ્યા હતા.પણ સોનલ વારેઘડીએ આશુતોષ તરફ નજર નાખતી.ક્યારે આશુતોષ સાથે નજર ટકરાતી. અને એ ટકરાતી નજર કંઇક સંદેશો આપતી.નંદિની અને વસંત થી આ નેત્ર મિલન અજાણ્યું નહોતું.
આશુતોષના શબ્દો બન્નેના કાનમાં પડઘાની જેમ ટકરાતા :' કરોડપતિ ની દીકરી.'
આ દ્રશ્ય આજે નવું નહતું.છેલ્લા એક કે સવા વરસ થી રિપીટ થતું દ્રશ્ય હતું...
( ક્રમશ :)