હાઇવે રોબરી - 4 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

હાઇવે રોબરી - 4

હાઇવે રોબરી 04


વસંતે બીજો દિવસ પરાણે કાઢ્યો. એ રાતે આઠ વાગે મોટરસાઇકલ લઈ રેલવે સ્ટેશને ગયો. ટાઈમ થઈ ગયો હતો પણ ગાડી હજુ આવી નહતી. આશુતોષને ફોન લગાવ્યો. ગાડી અડધો કલાક લેટ હતી.
આશુતોષ , વસંત નો ખાસ મિત્ર હતો. રેલવે સ્ટેશનથી ઘરે જવાનો ટૂંકો રસ્તો સ્મશાન આગળથી જતો હતો. અને આશુતોષને જો કોઈ કંપનીના હોય તો સ્મશાન આગળથી જવામાં એને ખૂબ ડર લાગતો હતો. એટલે જો કંપનીના મળે તો એ લાંબો રસ્તો પકડતો. પણ એમાં ટાઈમ ઘણો જતો. એટલે જ જ્યારે જ્યારે ટાઈમ મળતો ત્યારે વસંત આશુતોષને લેવા આવતો.
દૂર થી આવતી ગાડીનો અવાજ સંભળાયો. વસંતે એક સિગારેટ સળગાવી અને ગાડીનો છેલ્લો ડબ્બો જ્યાં આવતો હતો ત્યાં જઈને ઉભો રહ્યો. ગાડી આવીને ઉભી રહી ,ચાર પેસેન્જર ઉતર્યા. ત્રણ સામેના ગામના હતા. એ ચાલવા લાગ્યા. વસંત આશુતોષ ની પાસે ગયો.
' હાય'
' હાય , કેમ બહુ દિવસે? '
' અરે , થોડા કામ માં ફસાયેલો હતો.લે સિગારેટ.'
' સિગારેટ તમે પીવડાવો છો અને ભાભી મને વઢે છે.'
' એ તો બોલ્યા કરે...લે.'
આશુતોષે સિગારેટ લઈ સળગાવી.
વસંત : ' કાલે રવિવાર છે.શુ પ્રોગ્રામ છે? '
' કંઈ નહીં , કોઈ પ્રોગ્રામ નથી.'
' તું આવ ઘરે , જમી ને થોડા ગપ્પા મારીશું , પછી બહાર જઈશું.'
' ,જમવા નુ ખેતરે લઈ જઈએ. પછી જોઈએ..'
' એ પણ ચાલે.'
વસંતે મોટરસાઇકલ ચાલુ કરી. બન્ને વસંતના ઘરે પહોંચ્યા.બન્ને ના ઘર આજુબાજુ ના મહોલ્લા માં હતા પણ કોઈના પણ ઘર માંથી જાવ તો સાવ નજીક પડે.
*************************

આશુતોષ સવારે આરામ થી આઠ વાગે ઉઠ્યો. એક રવિવારે જ શાંતિથી સુવા મળતું હતું. આજે પણ એ શાંતિથી ઉઠ્યો. બા - બાપુજી તો વહેલા ઉઠી તૈયાર થઈ ગયા હતા. દાતણ કરી મોઢું ધોયુ ત્યાં બા એ ચ્હા તૈયાર કરી દીધી. એને ઉઠ્યા પછી તરત જ ચ્હા જોઈતી હતી.
' બા , આજે જમવાનું વસંતના ખેતરે છે , એટલે મારું બનાવતા નહિ.'
' એક દિવસ રજા આવે છે , એમાં તો થોડો આરામ કર.'
' બા કેટલો સમય થઈ ગયો , વસંત સાથે રહ્યો નથી.અને ત્યાં ક્યાં કામ કરવાનું છે? '
એ દસ વાગે તૈયાર થઈ નીકળ્યો. એ વસંત ના ઘરે ગયો. એને નંદિનીનો ચહેરો યાદ આવ્યો.પગ ભારે થઈ ગયા. બહારથી જ એણે વસંતને બુમ પાડી. રાધા ભાભી એ દરવાજો ખોલ્યો. એમણે હસીને ઉમળકાભેર કહ્યું,
' અંદર તો આવો.કેટલા દિવસે આવ્યા છો.'
એ બહારના દરવાજા પછી ત્રણ રૂમો જેટલી ખુલ્લી જગ્યા હતી. ત્યાં ચાર ભેંસો અને ત્રણ ગાયો બાંધી હતી. પછી બે માળનું મકાન હતું. ખેતી અને પશુપાલન એ વસંતનો મુખ્ય વ્યવસાય હતો. વસંતના બા - બાપુજી પહેલા જ ગુજરી ગયા હતા. વસંત ને એક માત્ર બહેન નંદિની હતી. ખૂબ જ સુંદર અને એનાથી પણ અનેકગણી વસંત ની લાડકી હતી એ. ખેતી અને પશુપાલન ઉપરાંત પોતાની કુનેહ અને મિત્રોની મદદથી ટ્રેકટરની નાની મોટી તકલીફમાં રિપેરિંગની આવડત એ ધરાવતો. અને એના માટે એનો સર્વીસ ચાર્જ સામેની વ્યક્તિની ઈચ્છા મુજબ રહેતો. એનો કોઈ ફિક્સ ચાર્જ નહોતો. માટે ઘણા લોકો સર્વીસ કરવા તેને જ બોલાવતા.
આશુતોષ અંદર ઝાડ નીચે ઢાળેલા ખાટલા પર બેઠો.
' ઓહ આજે તો સુદામાના ઘરે કંઇ કૃષ્ણ પધાર્યા છે ને.' નંદિનીનો ઝાંઝર જેવો ખણકતો અવાજ સંભળાયો.
આસુતોષે એની સામું જોયું અને નંદિનીના ચહેરા પરનું મુગ્ધ હાસ્ય જોઈને એ પણ મુશકુરાયો. નંદિની પાણી નો ગ્લાસ લઈને ઉભી હતી.
નંદિનીના હાથ માંથી ગ્લાસ લેતા બોલ્યો, 'સુદામા કૃષ્ણના ઘરે જાય છે.'
' એમ રાખો. પણ બહુ મોંઘા થઈ ગયા છો , બહુ દિવસે , ચલો કોઈક દિવસ તો અમે યાદ આવ્યાં.'
રાધા ભાભી બોલ્યા,
' આપણે યાદ નથી આવ્યા. એમના ભાઈબંધ યાદ આવ્યા છે. બન્નેનો પ્રોગ્રામ છે. ટીફીનો ભરી ખેતરમાં જશે. અને ભેગા થઈ બીડીયો પીશે.'
એમના અવાજમાં ઠપકો હતો. પણ એમાં વસંત પ્રત્યેની લાગણીનો રણકાર હતો.
' ભાભી, ચોર તમારો છેને ઠપકો મારે સાંભળવાનો. મને એ પીવડાવે છે .હું એમને નથી પીવડાવતો.'
રાધા : ' વાત એક જ છે.'
વસંત :' પાછું ચાલુ કર્યું તે , દિવસમાં ચાર બીડીયોથી કંઈ નુકસાન ના થાય, બહુ દિવસે આશુતોષ આવ્યો છે.બિચારાને શાંતિથી બેસવા તો દે.'
રાધા : ' આવ્યા છે તમને મળવા , બીજું કોઈ એમને ક્યાં યાદ આવે છે.'
નંદિની : ' વસંતભાઈ , આજે ક્યાં જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે.'
વસંત : ' અરે ક્યાંય જવાના નથી , ખેતર જઇ ગપ્પા મારીશું , સાંજે કદાચ મંદિરે જઇ નદીમાં સ્નાન કરીશું. બહુ દિવસ થઈ ગયા આશુતોષ જોડે બેઠો નથી.'
નંદિની : ' એકલા એકલા જાવ છો તો અમને પણ લઈ જાવ. અમે ક્યાં ફરવા જઈએ છીએ. '
વસંત : ' ના , હવે . તમને બીજી વાર લઈ જઈશું.'
રાધા : ' નંદિની , જવા દે.આપણું કંઈ માનવાના નથી.'
વસંત : ' અરે ગાંડી , એવું કંઈ નથી , હું તો કહું છું , બપોરે અહી જમીને ગપ્પા મારીશું , પછી સાંજે બહાર જઈએ.'
આશુતોષ ઇચ્છતો નહોતો કે ત્યાં વધારે રોકાવું પડે . પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ. વધારે ના પાડવાનું કોઈ કારણ નહતું. નંદિની આશુતોષ તરફ ઢળતી જતી હતી. અને આશુતોષ નહોતો ઇચ્છતો કે મિત્રની બહેન તરફ એનો જરા પણ ઝુકાવ થાય. એના મનમાં મિત્રની વ્યાખ્યા સ્પષ્ટ હતી. એને નંદિની નહોતી ગમતી એવું નહતું.જ્યારે પણ પ્રેમિકા કે પત્નીના સ્વરૂપનો એ વિચાર કરતો.નંદિની અવનવા સ્વરૂપે નજર સમક્ષ હાજર થઈ જતી.પોતે ઘણી વાર બીજા કોઈને ત્યાં ફિટ કરવા કોશિશ કરતો.પણ એના બધા પ્રયત્નો નિષફળ જતા.અને એ કારણે જ એણે એક માત્ર રસ્તો એ લીધો કે એનાથી દૂર રહેવું..હદયમાં નંદિની માટે ઉઠતી લાગણીઓના દ્વાર પર એક મોટો પથ્થર મૂકી દીધો હતો.પણ તોય પથ્થરની નીચે ઉછળતા લાગણીના મોજા હદયને વલોવી દેતા હતા.પણ આજે ફરી એ કફોડી પરિસ્થિતિમાં મુકાઇ ગયો.
પણ હવે કોઈ રસ્તો નહતો.બપોરે જમીને બે દોસ્તો એકલા પડ્યા.નંદિની અને રાધા ઘરનું કામ પતાવતા હતા.
વસંત : 'કાલે ગંગા માસી મળ્યા હતા..કહેતા હતા ,તને લગ્ન માટે સમજાવું.'
' આ વાત આપણે પહેલા પણ કરી ચુક્યા છીએ.શુ કરીશ લગ્ન કરી ને.કોઈની લાડકવાઈને આપવા છે શું મારી પાસે? એક તૂટેલું ઘર અને મામુલી નોકરી.'
' શુ લગ્ન ધનસંપત્તિને ધ્યાનમાં રાખીને જ થાય છે. સારા વ્યક્તિ કે વ્યક્તિત્વનો કોઈ જ અર્થ નથી રહેતો? '
' કદાચ ના , સંપત્તિવાન લોકોની મહેરબાની નીચે કચડાય છે આવા વ્યક્તિત્વ.એક સારો શિક્ષક મેજમેન્ટની મહેરબાની હેઠળ કચડાય છે.'
' શુ આખો સમાજ આવો છે?'
' મને ખબર નથી આખો સમાજ કેવો છે.પણ મને જે અનુભવ થયો તે આવો જ છે.'
જ્યારે આશુતોષ સાથે લગ્ન ની વાત થતી.આ જ ચર્ચા થતી.આમાં કશું જ નવું નહતું.છતાં આ વાત રિપીટ થયા કરતી.આશુતોષને પણ એ સમજાતુ નહોતું કે પોતે કેમ આવી વાત કરે છે.મિત્ર , મિત્ર ની બહેન અને હદય માં દબાવેલી ઊર્મિઓ આંતરમનમાં એક બીજા વિરુદ્ધ ઘર્ષણમાં ઉતરતી.અને વિચારો એના માર્ગ પર થી ઉતરી જતા.પોતે સતત જાગૃત રહેતો કે ચહેરો પોતાની મનોવ્યથા ની ચાડી ના કરી દે.
' શુ આ તારા આક્રોશ થી સમાજ બદલાઈ જશે?'
' ના , નહિ બદલાય.એટલે જ મેં નક્કી કર્યું છે.કોઈ કરોડપતિની છોકરી જોડે લગ્ન કરીશ.'
અસંખ્ય વખત આ વાત ચર્ચાઈ હશે. આશુતોષ બધા ને આજ વાત કરતો.અને હવે બધાની સામે તેની વાત મઝાક ને પાત્ર પણ થતી.
વસંત પોતાની લાડલી બહેનની આંખો માં ઉઠતા , લહેરાતા સ્વપ્નને જોઈ શકતો.એના કાન પર આશુતોષના શબ્દો અથડાતા હતા ,' કરોડપતિ ની દીકરી.'
રાધા અને નંદિની કામ પૂરું કરી ને આવ્યા.નંદિનીના મોબાઈલ પર રીંગ વાગી. એ વાત કરવામાં પરોવાઈ.વાત પૂરી થઈ.
વસંત : ' કોનો ફોન હતો.'
' એ જ કરોડપતિની દીકરી.'
' શુ કહે છે? '
' કંઈ નહીં.આજે ગામમાં આવી છે.તો મળવા આવે છે.'

( ક્રમશ : )