Madhurajni book and story is written by Girish Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Madhurajni is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મધુરજની - નવલકથા
Girish Bhatt
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
રાજધાની એક્સપ્રેસ રાતનો અંધકાર ચીરતી, તેજ ગતિથી ધસમસતી સરી રહી હતી. સૂમસામ રાત હતી – ફેબ્રુઆરી મહિનાની.
હવામાં કાતિલ ઠંડીની અસર હતી. કંપાર્ટમેન્ટનાં બધાં જ દ્વારો બંધ હતાં તો પણ મેધનો મસ્તક નીચે રહેલો હાથ કંપન અનુભવતો હતો.
તે શાલ અને ચાદરથી લપેટાઈને પડ્યો હતો છેક ઉપરની બર્થમાં.
માત્ર એક જ બલ્બ જલી રહ્યો હતો. શ્વેત રોશની ઢોળાઈ રહી હતી. અને એ શ્વેત રોશનીમાં મેધ, નીચેની બર્થમાં સૂતેલી માનસીને નજરથી ગટક ગટક પી રહ્યો હતો. કેવી સરસ લાગતી હતી માનસી?
મેધને થયું કે તે ઉપરની બર્થમાં હતો, એ સારું હતું. આમ તો અનેક વેળાએ તેણે માનસીને નિહાળી હતી. છેલ્લા બે વર્ષથી લગભગ.
સહુ પ્રથમવાર પ્રોફેસર સુમંતભાઈને તેમના નિવાસ-સ્થાને મળવા ગયો ત્યારે થોડી હિંમત ભેગી કરીને તેણે કોલબેલ પર હાથ મૂક્યો હતો.
મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧ રાજધાની એક્સપ્રેસ રાતનો અંધકાર ચીરતી, તેજ ગતિથી ધસમસતી સરી રહી હતી. સૂમસામ રાત હતી – ફેબ્રુઆરી મહિનાની. હવામાં કાતિલ ઠંડીની અસર હતી. કંપાર્ટમેન્ટનાં બધાં જ દ્વારો બંધ હતાં તો પણ મેધનો મસ્તક નીચે ...વધુ વાંચોહાથ કંપન અનુભવતો હતો. તે શાલ અને ચાદરથી લપેટાઈને પડ્યો હતો છેક ઉપરની બર્થમાં. માત્ર એક જ બલ્બ જલી રહ્યો હતો. શ્વેત રોશની ઢોળાઈ રહી હતી. અને એ શ્વેત રોશનીમાં મેધ, નીચેની બર્થમાં સૂતેલી માનસીને નજરથી ગટક ગટક પી રહ્યો હતો. કેવી સરસ લાગતી હતી માનસી? મેધને થયું કે તે ઉપરની બર્થમાં હતો, એ સારું હતું. આમ તો અનેક વેળાએ
મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૨ સુમંતભાઈએ આંચકો અનુભવ્યો હતો. આ પળે જીવતાં હતાં અને છ માસ પછી આ ખેલ સંકેલાઈ જવાનો હતો. ‘પ્રોફેસર....હું ઈચ્છું કે તમે લાંબી આવરદા ભોગવો. મારું આ નિદાન ખોટું પડે. પણ મને જે દેખાય ...વધુ વાંચોએ સત્ય આ જ છે. છતાં તમે ડોક્ટર નાણાવટીને પણ મળી જુઓ. મારો જ તમને આગ્રહ છે. કહો તો હું સાથે આવું.’ રંજ હતો ડોક્ટરના નરમ સ્વરમાં. સુમંતભાઈએ હસવા કોશિશ કરી, જરા હસી પણ શક્યાં. હાથ મિલાવ્યા ડોક્ટર સાથે. ‘પ્રફેસર.....ટ્રીટમેન્ટ તો કરો જ. કશું આખરી નથી. પેલી કહેવત છે ને કે અણીનો ચૂક્યો, સો વરસ....જીવે !’ ડોક્ટર સાથે આત્મીયતાથી હાથ
મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૩ એકાએક સુમંતભાઈને મેધ યાદ આવી ગયો. મૂંઝવણમાંથી અચાનક બહાર આવી ગયા. મન ઠપકો દેવા લાગ્યું. ‘અરે, તને મેધ જ યાદ ન આવ્યો? સાવ નજીકનો માણસ...’ આ તો સરોવરને કાંઠે તરસ સાચવીને બેસી રહેવા ...વધુ વાંચોથયું. ચાલો... એક શોધ પૂરી થઈ. સુમંતભાઈએ નિરાંતનો શ્વાસ લીધો હતો. શરીરની વિચિત્ર ગતિવિધિઓ તો ચાલુ જ હતી, પણ મન હળવાશ અનુભવવા લાગ્યું. મેધ ક્યાં પરાયો હતો? છેલ્લા છ માસનો પરિચય હતો. અરે, એથી પણ વિશેષ. માનસી પણ તેને સારી રીતે જાણતી હતી. તે જ દરેક સાંજે કોફી બનાવીને તેને આપતી હતી. અને એ છોકરો પણ કેવો? અંગ્રેજી પર તેનું
મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૪ ટ્રેનની ઉપરની બેર્થ પર મેધ છે. આછા પ્રકાશમાં માનસી કેટલી સુંદર દેખાતી હતી એ તો મેધની નજરે જુએ તો જ ખબર પડે. બહાર...વરસાદ જામ્યો હતો. માનસી વધુ સંકોચાઈને પડી હતી. મેધને થતું હતું ...વધુ વાંચોકંપાર્ટમેન્ટમાં અન્ય કોઈની હાજરી ના હોત તો તે અવશ્ય માનસીને વળગીને સૂઈ જાત. પણ અહીં તો બીજા પ્રોઢ દંપતીની હાજરી હતી. એ સ્ત્રીએ માનસીને પૂછ્યું પણ હતું- ‘હનીમુન પર જા રહે હો? અચ્છી જોડી હૈ તુમ દોનોં કી.’ પછી તેનો અતીત જોતી હોય તેમ મૌન બની ગઈ હતી. વર્માજી પણ આછું હસ્યા હતા. એમ નહોતું કે માનસી ભરઊંઘમાં હતી. તે
મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૫ નરેન્દ્રભાઈ અને લતાબેને એ સાંજે જ વિદાય લીધી હતી. ‘સુમંતભાઈ, ખરેખર તો અમે તમારા ઓશિંગણ છીએ. તમે મેધના જીવનમાં દેવદૂત બનીને આવ્યા. કેટકેટલા પ્રશ્નો મોં ફાડીને બેઠા હતા? તમે એ બધાં જ...’ નરેન્દ્રભાઈ ...વધુ વાંચોપૂર્વક પોતાના ભાવ વ્યક્ત કરતા હતા. તેમના ચહેરા પર કૃતજ્ઞતા વંચાતી હતી. ‘તમે આ વાતને આ રીતે ન લેશો, નરેન્દ્રભાઈ. આ વાત ફરી ઉચ્ચારશો પણ નહીં. મને પણ પ્રસન્નતા મળી છે. અને પ્રશ્નો તો કોને નથી હોતા? અને આવી વ્યથા કાંઈ સહુ કોઈને કહી શકાતી નથી. તમે તો હવે સ્વજન બન્યા છો, પછી આપણી વચ્ચે જુદારો ના હોય.’ સુમંતભાઈએ સ્પષ્ટતા