મધુરજની
ગિરીશ ભટ્ટ
પ્રકરણ – ૨૦
માનસીએ જોયું તો સોનલદેનાં કંઠે એવી જ માળા હતી, તેણે પહેરી હતી, ગઈ કાલે પતિએ ભેટમાં આપી હતી એવીજ! સરસ મજાની ઝૂલતી હતી.
અવાક થઈ ગઈ માનસી? શું મેધે આને પણ આપી હશે, અથવા એણે જ ..લેવડાવી હશે, મેધ પાસે?
તેને એ પળે સખી રહસ્યમય લાગી. ‘આવ ...માનસી, શું બાઘા જેવી બની ગઈ? મારે તારી સાથે ઘણી ઘણી વાતો કરવી છે. અને આ માળા ક્યાંથી ખરીદી? અડલ મેં પહેરી છે એવી?
સોનલદે એ ચકિત થઈને કહ્યું. અને ખરેખર તો મેધ ચકિત થઈ ગયો. ખરી છે આ છોકરી? તેણે જ ખરીદી આણી આ માળા અને હવે નવી રમત શરૂ કરે છે?
‘સોનલદે...આમાં ચકિત થવાની જરૂર નથી. મેં કાલે આ શહેરમાંથી જ ખરીદી હતી માનસી માટે. અને એ દુકાનમાં કોઈ એક જ પીસ નાં હોય! અનેક માનસી અને સોનલદે ખરીદતા જ હોય ને પહેરતા હોય! એવું તો બન્યા જ કરે. પણ મને લાગે છે કે ભગવાને સોનલદેને તો એક પીસમાં જ બનાવી હશે!’
મેધ આટલું લાંબું ભાગ્યે જ બોલતો. તેને સાંભળીને સોનલદે ખુશ થઈ ગઈ. ચાલો... આ પુરુષ રંગમાં તો આવતો જાય છે! ‘માનસી...તારા પતીત્જી સંભાળવું પડે એવું છે. જુઓ, મેધભાઈ...અમારી માનસીએ તો તમને સાવ બદલી નાખ્યા છે. તમે આટલાં રસિક ક્યારે હતાં/ હવે મન- કર્મ-વચનથી માનસી, સિવાયની કોઈ સ્ત્રી વિશે વિચારવું નાં જોઈએ, સમજ્યા? સપ્તપદીના શ્લોકો બરાબર યાદ છે ને કે ભૂલી ગયા-આટલી રાતોમાં?’
અને ત્યારે તો ...ખુદ માનસી જ છેડાઈ ગઈ. ‘અરે, શું તોફાને ચડી છે? તાને શુંખબર, મેધ તો ...મેધ જ છે. અદભુત!’
સોનલદે....ને આ જ લાવવું હતું. તેણેસંકેત કર્યો મેધને. ‘માનસી...હું જરા એક બે કામો આટોપી આવું. તમે બંને .
અને તે તરત ગયો પણ ખરો.
સોનલદે હાથમાં માળા રમાડતી હતી. માનસીને શ્વેતા યાદ આવી. તે કહેતી હતી કે મનને સમજવા માટે કોઈ માનસ-શાસ્ત્રી જ મદદ કરી શકે. નાં તેણે સજ્જથવું જ જોઈએ. પેલી વિચિત્ર સ્થિતિમાંથી બહાર આવવું જ જોઈએ. પુરુષનો શો ભરોસો? એ તો પતંગિયાં જેવો હોય! માનસી નહિતો સોનલદે! અને તે તંગ તો હતો જ. અતૃપ્ત પણ ખરો જ. એ સ્થિતિએ પહોચેલી વ્યક્તિ ગમે એ દિશામાં વળી શકે. અને જે માળા આણી એ કદાચ એ યુક્તિનો ભાગ પણ હોઈ શકે.
સોનલદે આમાં ભળે તો નહિ જ એની તેને ગળા સુધીની ખાતરી હતી. છતાં પણ તેનું વર્તન શંકાસ્પદ તો લાગતું હતું. એમ લાગતું હતું કે મેધ તેને મળ્યો હતો જ.
કોઈ પણ વ્યક્તિ...એનાં માર્ગમાંથી ચલિત નાં જ થઈ શકે. એવું થોડું બને?
પણ...આવું વિચારવાનો ખાસ અર્થ રહેતો નહોતો. ખરેખર તો તેણે જ આ સ્થિતિમાં બહાર આવવું જોઈએ. જેટલુંબને એટલું વહેલું. તેને તેની ભીતરી હાલતની જાણ હતી જ.
તે બરાબર.....એવી ક્ષણોમાં જ વિચિત્ર વર્તન કરી બેસતી હતી. સાવ....તેર વરસની માનસી જ જાણે ! અને પેલી ભયાનક ક્ષણો તેને ભીંસી નાખતી હતી. અને પછી ચીસ નીકળી જતી હતી !
તે નિરુપાય બની જતી હતી. તેર વરસની માનસી તેના પર હામી થઈ જતી હતી. શ્વેતા પાસે દિલ ખોલ્યું હતું. શું સોનલદેને ? આ વાત કરવી ? એ કરતાં.....કોઈ માનસશાસ્ત્રીને જ મળે તો ?
શ્વેતાએ એ જ કહ્યું હતું. એ છોકરી ખૂબ જ લાગણીવાળી હતી. નહીં તો વળી શો પરિચય હતો એનો ?કેટલી સાંત્વના આપી હતી ? ‘શું વિચારમાં પડી, માનસી ?’ સોનલદે કહી રહી હતી. હવે પેલી માળા....તેણે વસ્ત્રોમાં ઢાંકી દીધી હતી. ડાહીડમરી બનીને પૂછી રહી હતી. પણ માનસી હવે દ્વિધામાં નહોતી.
તેણે ઠાવકાઈથી પૂછી લીધું- ‘હેં સોનલદે, આપણાં માનસશાસ્ત્રના પ્રોફેસર કોણ હતા, યાદ છર તને ?’
હવે આભી બનવાનો ક્રમ સોનલદેનો હતો. અરે ! આ પણ આજ રસ્તે ? કોણે તેને અહીં સુધી પહોંચાડી ? મેધ તો આવું ના જ કરે. ‘છે ને. પણ કામ શું છે. ?’ તે ત્વરાથી બોલી. રખે કોઈ અવળો માર્ગ પકડી લે એ પહેલાં જ તેને કેટી સુધી.....
અને એમ જ થયું. તે તરત જ કેટીને મળવા તૈયાર થઈ ગઈ. ‘પણ શા માટે માનસી ?’ સોનલદેએ એનું અજાણ્યાપણું, ઠેઠ સુધી જાળવી રાખ્યું હતું.
‘મને પહેલાં પ્રોફેસર પાસે લઈ જા. તું પણ જાણશે કે મારો હેતુ શો છે – આ મળવાનો ?’ માનસી ગંભીર બની ગઈ હતી.
‘મેધભાઈની જરીર નથી ને ?’ સોનલદે બોલી.
‘ના......’ તેણે મક્કમતાથી કહ્યું હતું. તેની આંખોમાં- આ પાર કે પેલી પાર નું ખૂન્નશ સવાર થયું હતું. બસ.....વીકળી જવું આ સ્થિતિમાંથી બહાર.....! અથવા....સોનલદેને સોંપી દેવો પતિ. ભલે......યથેચ્છ.....ગમન કરે.
સોનલદે એ......કેટી સાથે ફોન પે વાત કરી – ‘હું સોનલદે.....છું અહીંની જ છું,. આ ગામમાં જ....! મારી એક સખીને આપને મળવું છે. સમય છે ને, સાહેબ ? આભાર સાહેબ....હું....શું છે......આપનું સરનામું....?’
તેણે ડાયરીમાં અક્ષરો પણ લખ્યાં- લખવાનો અભિનય કર્યો. ‘ચાલ.....માનસી. કેટી હાજર જ છે. કહ્યું આવી જાવ. જી વાતો કરવાની તારે.મેં પ્રસ્તાવના માંડી.’
કેટી ખુશ થઈ ગયા. સોનલદે છોકરી કમાલની નીકળી. સરસ ગોઠવી દીધી.......માયાજાળ ! છોકરીઓમાં આવી આવડત ક્યાંથી આવતી હશે ? તે હસ્યા.
કેટલીક વ્યક્તિઓ માનસ-શાસ્ત્રની પરિસીમાની બહાર હશે કે શું ? અથવા નવું શાસ્ત્ર જન્માવતી હશે કે શું ? ગમી ગઈ સોનલદે. મન માનસી તરફ વળ્યું કેવી હશે એ છોકરી ? દુઃખી દુઃખી થઈ ગઈ હતી, એની પ્રારંભિક અવસ્થામાં, ખુશીના દિવસોમાં.
અને બારીમાંથી દેખાણી- એક રિક્ષા. બારણા પાસે જ થંભી. સોનલદે એ નેમપ્લેટ વાંચીને ખાતરી કરી કે એ કેટીનું જ નિવાસસ્થાન હતું. તેણે અભિનય જાળવી રાખ્યો- અજાણ્યાં હોવાનો.
ડોરબેલ વાગી. કેટી જ સામાં આવ્યાં. સોનલદેના નયણાં નાચી ઉઠ્યા.
‘આમાં સોનલદે.....કોણ ?’ તે હસીને બોલ્યા. ‘આછા તો....તું સોનલદે. તો પછી આ તારી સખી....! ખરું ને ? આવો, બંને....મારી પાસે પૂરતો સમય છે, આગંતુકો માટે. શું નામ છે તારું ?’
માનસી પર ખાસ્સી અસર પડી. આ ઉષ્માભર્યા સ્વાગતની. કેટીએ સામાન્ય વાતચીત દરમ્યાન માનસીનો અભ્યાસ કર્યો. તેમને તે સરળ તો લાગી જ. અને એમ પણ થયું કે તે નિષ્કપટ હતી. મેધ અને માનસીની જોડી સુંદર લાગી. મેડ ફોર ઈચઅધર જેવી ! પણ કમનસીબ ખરી.
‘સોનલદે.....તું પરસાળમાં બેસીશ ?’ કેટી બોલ્યા. અને સોનલદે સરકી ગઈ.
‘માનસી....આપણે થોડી વાતચીત કરીએ.’ તે બોલ્યા.
અને માનસી પરસેવે રેબઝેબ થઈ ગઈ. શું થયું એકાએક ? શ્વેતાને જે વાત કહી હતી એ શું આ પ્રોફેસરને કહી શકાશે ? તે અત્યાર સુધી મનને મક્કમ કરીને આવી હતી ને હવે આ શું થયું ?
‘માનસી.....તું હળવી થઈ જા. મારે તાને કશું જ પૂછવું નથી. આપણે એક રમત રમીએ. ચાલ.....સોનલદેને પણ બોલવું.....’
કેટી એ રસ્તો બદલ્યો.
અને થોડીક માનસ શાસ્ત્રીય રમતો શરૂ થઈ. કશુંક ધરવાનું, કશુંક વિચારવાનું, કશું યાદ કરવાનું. સોનલદે તો સામેલ થઈ ગઈ, સાવ સહજ રીતે. પછી માનસીને પણ ગમ્મત પડી. ના, આમાં કશું ગંભીર નહોતું, મુશ્કેલ પણ નહોતું, છતાં પડકારરૂપ હતું.
વચ્ચે....ચાહ....પાણી થઈ ગયા.
‘બધાં જ બાળકો બની ગયા કે શું ?’ કેટી ના શ્રીમતીએ ટકોર પણ કરી.
‘હા...અમે ત્રણેય તેર વરસના બાળકો જ છીએ. તું પણ આવી જા, તેર વરસની બનીને.’ કે ટી એ એક તીર માર્યું હતું. અને માનસી ઝંખવાઈ ગઈ હતી. કેટી અવલોકતા જ હતાં.
પાછી રમતો બદલાઈ. સમય પસાર થતો હતો.મજા પડી માનસીને, પણ પહેલાં જેટલી નહિ. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચે બારીક તફાવત હતો.નોંધાઈ ગયું કે ટી નાં મનમાં.
એ પછી કેટી એ માનસીને આંખો મીંચવાનું કહ્યું. સંમોહન વિધિશરૂ થઈ. રમતા રમતાં જ ...માનસીને ટ્રાન્સમાં લઈ ગયા. થોડી મિનિટોમાં જ. સોનલદે ગુપચુપ જોઈ રહી, એ પ્રયોગ. મદદ કરતી રહી- કે ટી નાં મુક સૂચનો અનુસાર. બારીઓ બંધ થતી ગઈ. પ્રકાશ સાવ ઓછો થયો. નીરવ...શાંતિ વ્યાપી ગઈ.
‘માનસી...તાને સંભળાય છે?’ કેટી નો મૃદુ અવાજ સંભળાયો.
‘તારુંનામ માનસી છે, ખરું ને?’
‘તું...તેર વરસની છું, ખરું ને?’
‘તું શું ભણે છે ..માનસી?’
‘તારાં પપ્પા સુમંતભાઈ...અને મમ્મી...?
‘ઓહ! મમ્મી ગુજરી ગયા? આઈ મીન...મૃત્યુ...?
‘હ’...કેવી રીતે મૃત્યુપામ્યા? ....?
‘માનસી...તું ત્યારે ક્યાં હતી? કપડા બદલતી હતી? ફ્રોક...? નવું ફ્રોક...? કોણ લાવ્યું હતું? તારાં પપ્પા...?
‘માનસી..તને એ નવું ફ્રોક ગમતું હતું? હા...ગમે જ ને . કયો રંગ હતો? એ ફ્રોક કોણે આપ્યું હતું તને? મનસુખ અંકલે ? તો....મનસુખ અંકલ ....ઘણાં સારા હશે ખરું ને? નથી સારા. ખૂબ જ ખરાબ અને ગંદા છે? શું તમણે કર્યું? શું સાવ .... કપડા જ ...? ઓહ! તો એ ગંદા અને ખરાબ કહેવાય.’
ખૂબ જ ખરાબ. શુંતેમણે તાને પણ...? તું તો નવું ફરક...?
‘પછી...? શું કર્યું હતું..તાને મનસુખ અંકલે ?’ કેટી એ પૂરી સ્વસ્થતાથી પૂછ્યું હતું. સોનલદે સ્તબ્ધ બની ગઈ હતી. આ જ આ સ્ત્રીની પીડાનું કારણ! એનાં થકી જ એનો વર્તમાન થીજી ગયો હતો, ભાવિ લોલકની માફક...લટકતું હતું.
કેટી એ ...પ્રશ્નો પૂછ્યે રાખ્યા, પૂરી સહાનુભૂતિપૂર્વક. એક દિશા પકડાઈ ગઈ. સત્ય આસપાસ માં જ હતું. એક નામ મળ્યું હતું- મનસુખ અંકલ. પડ નીચેના પડ ઉખળતા ગયા.
સમય બહુ ટૂંકો હતો. કોઈને ટ્રાન્સમાં રાખવાનો. એટલા સમયમાં સત્યની નજીક પહોચ્વાનું હતું.
કેટી ને મહાવરો હતો- આવા પ્રયોગોનો, પરંતુ સોનલદે તો હેબતાઈ ગઈ હતી. મનસુખ શબ્દ બોલીને હોઠો ભીંસતી હતી. નરાધમ! સામે મળી જાય તો તે એને જીવતો જ ખાઈ જાય- ક્રોધ જન્મ્યો હતો.
ના, માનસીને શારીરિક હાની નહોતી પહોંચી કારણ કે ત્યારે એની માં સુમન આવી પહોંચી હતી. અને ...પછી માનસીએ લોહીથી લથબથ માતાને જોઈ હતી. અને એ પછી ખાખી વરદીવાળા પોલીસોને.
કેટી એ માનસીને ભાનમાં આણી હતી. સોનલદે...શાંતિથી ખુરશીમાં બેસી ગઈ હતી, એ રીતે કે જાણે તે પણ માનસીની જેમ જ ભાનમાં આવી રહી હોય! આ પણ કેટી નો જ વ્યૂહ હતો. આખરે આ પણ રમત જ પુરવાર કરવાની હતી ને?
પાછા ફર્યા ત્યારે....માનસી શાંત જ હતી.
‘અ છેલ્લી રમત પણ જામી. ખૂબ જ ગાઢ નિદ્રામાં હતી હુંતો. તાને પણ મજા આવી ને, માનસી?’ સોનલદે એ ભ્રમ જાળવી રાખ્યો હતો.
‘મને તો કશી જ ખબર નથી.’ માનસીએ કહ્યું.
‘અરે, પંદર મિનિટ પસાર થઈ ગઈ- એ અવસ્થામાં!’
‘ચાલ ...જામી લઈએ ...કોઈ હોટેલમાં. મારા તરફથી પાર્ટી તમને બંનેને.’ સોનલદે એ હળવાશ અનુભવી હતી. માનસી પણ હળવી બને એ જરૂરી હતું.
‘પણ મેધ...?’ તેને પતિની યાદ આવી ગઈ.
‘અરે, એ પણ આવી જશે. મારી સાથે વાત થઈ જ છે. હોટેલ – શિવમાં’
‘શા માટે આવો ખર્ચ કરે છે?’ આપણે ઘરે જ ઝટપટ કશું બનાવી નાખીએ.’ માનસી નખશીખ ગૃહિણી બની ગઈ.
એ બપોરે એ ત્રણેય હોટેલ- શિવમાં જમ્યાં. મેધે અવનવી વાતો કરી- તેની કોલેજની, પટેલ સાહેબની લાગણીઓની.’સોનલદે...અમે તાને ક્યારે આવી પાર્ટી આપી શકીશું?’ મેધે કહ્યું. અને સોનલદે ખડખડાટ હસી પડી. એ મુક્ત હાસ્યનું પોલાણ માનસીને સમજાતું હતું. નારી પીડા હતી. ઉપર હાસ્ય લપેટાયેલું હતું.
મેધને એ રાત યાદ આવી ગઈ જ્યારે ઘરમાં તે અને સોનલદે –બે જ હતાં, બેય એકલા! ઇચ્છાઓ તો જાગતી જ હોય ને??’ અને એ ઇચ્છાઓને સમેટ્વાનું કાર્ય કેટલું કપરું બની જતું હશે, અને કેવી ઇચ્છાઓ?