Madhurajni - 29 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 29

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૨૯

માનસીએ મક્કમ મન કરી લીધું હતું. તે પણ એમ જ કહેશે કે કશું જાણતી જ નથી. એ રીત જ હતી પિતાને સાંત્વના આપવાની.રોગનું નામ પણ તિલક પાસેથી જાણવા મળ્યું. આઘાત અનુભવાયો. એ પણ જાણ્યું કે સુમંતભાઈનાં રોગના ઉપચારો થતા હતાં. પૂરી નિષ્ઠાથી કાળજી રખાતી હતી, તન-મનથી. આથી વિશેષ થઈ પણ શું શકે? ઘરે હોત તો સ્થિતિ, આથી સારી તો નાં જ હોત.

ઈશ્વરે તેમને યોગ્ય જગ્યાએ પહોછાદ્યા હતાં.એ નિ:શંક વાત હતી.જે ઈશ્વર તેને મદદ કરતો હતો એ ઇઃવાર સુમંત રાયને પણ જીવાડતો હતો.

અને આ વાતાવરણમાં જ ઈશ્વર હોય – તે વિચારતી હતી. આખી બપોર તે સુમંતભાઈ પાસે જ બેસી રહી. તેમને જરા પણ મુંઝવણ નાં રહે એ કારણસર જ બોલી ‘પપ્પા, તમારી તબિયત પણ સારી લાગે છે. મને વિદાય કરી ત્યારે તો તમે ખૂબ પરેશાન હતાં. મને તમારી જ ચિંતા રહેતી હતી, પપ્પા. પણ હવે મને શાંતિ થઈ.પપ્પા, આ વાતાવરણમાં તો રોગ હોય તો ય ચાલ્યા જાય.’

તે સ્વસ્થતાથી બોલી.સુમંતભાઈને પણ નિરાંત થઈ. ‘કેમ એકલી જ આવી, બેટા? મેધ...’ તે નવા વિષય પર આવ્યા. તે આવી ત્યારથી જ આ પ્રશ્ન મનમાં ઘોળાતો હતો. ‘પપ્પા, તમને મળવા દોડી આવી.પટેલ અંકલે સરનામું આપ્યું, ગફૂરભાઈની વાત પણ કહી. બસ, દોડી આવી. પપ્પા..કેટલો સમય થઈ ગયો, તમને મળ્યા? પછી તો દોડી જ આવું ને. બસ, પપ્પ..સંતોષ થઈ ગયો. કાલે સવારે જ પાછું ફરવું છે.’ માનસીએ આખી વાત સમેટી લીધી.

સુમંતભાઈ પુત્રીને –રોકી જા એક બે દિવસ- એમ પણ નાં કહી શક્યા. સંજોગો જ એવા હતાં.દરદ છૂપું નાં પણ રહે.એક બે દિવસમાં. પીડા તો થઈ પણ લાચારી હતી.

‘કેવો લાગ્યો તને આશ્રમ?’ એ પૂછીને મનની અસ્વસ્થતાને ઢાંકવા લાગ્યા.

‘પપ્પા..તમે સરસ જગ્યા શોધી કાઢી. કેટલી નિરાંત અનુભવાય છે અહીંયા? તમે ઠીક લાગે ત્યાં સુધી અહીં રહેજો.પછી તો તમારે અમારી સાથે આવવાનું જ છે.’ માનસીએ પુનઃ તેને ઘર સાથે જોડી દીધો હતો. જિંદગીમાં કેટલા સ્થાન બદલ્યા હતાં? સ્વામીજીની વાત સાચી જ હતી. આ તો ખાલી પડાવ હતો. ગમે ત્યારે ઉચાળા ભરવાના. આ સ્થાને પણ કેટલો સમય? એવુંપણ બને કે તે આથી પણ દૂર ચાલ્યા જાય જ્યાં કોઈ સંધાન જ નાં હોય- ગફુર સરખું.

અથવા ..પુનઃ પુત્રી પાસે પણ જાય! એ બે વિકલ્પો વચ્ચે એક ત્રીજો વિકલ્પ તો હતો જ –મૃત્યુનો.

રાતે માનસીએ સુમંતભાઈને પૂછ્યું હતું-‘પપ્પા, તમને મમ્મી યાદ આવે છે...?’સુમનની વાત કોની સાથે નીકળે ? માનસીએ પણ ક્યારેય એ યાદ ડખોળી ના હતી.અને આજે અચાનક જ ..

હા, એનું પણ એક કારણ હતું માનસી પાસે. કોઈ યાસ ન કરાવે એથી કોઈ વ્યક્તિ ભૂલી જાય ? સુમન યાદ આવે જ, એકાકી વ્યક્તિને તો આવે જ. કાલનો ભરોસો ક્યાં હતો ? કેન્સર અને મૃત્યુ વચ્ચે કેટલું અંતર હશે. એ માનસી ક્યાં જાણતી હતી ? મૃત્યુ તો એ ઈચ્છે જ નહીં પણ આવે તો કોઈ એને રોકી શકે ખરું ?

કરી જ લેવી. મૃત મમ્મીની થોડી વાતો- કેન્સરગ્રસ્ત પિતા સાથે. તે અતીત ખંખોળતી હતી અને સુમનને યાદ કરતી હતી. સુમંતભાઈનો ચહેરો ભાવવિભોર બની ગયો હતો.

‘તાને યાદ હોય જ ને માનસી. એકાંતમાં મળીએ ત્યારે તરી ચિંતા જ કરતી હોય ! તું કેટલી રૂપાળી હતી ? જો કે અત્યારે પણછું જ પણ ત્યારે તો તેર વરસની હતી. અરે, તારા રૂપની પણ ચિંતા કર્યાં કરે ! સ્ત્રીઓ માટે આ રૂપ જ નકારું. એ જ દુશ્મન બને.’

માનસી....પીડા સાથે સાંભળતી રહી. ખબર હશે, મમ્મીને કે આમ બની શકે, બનશે- રૂપને કારણે ? તે નક્કી એ વમળમાં ફસાણી જ હશે ! અને દહેશત હશે કે કદાચ તેની તેર વરસની પુત્રી...પણ હોમાઈ જશે ! તેણે તરત જ વાત સમેટી લીધી.

સોમેશ્વરજીનો સાદ આવ્યો હતો- સો જાઈએ પ્રોફેસર સા’બ...’ પછી પ્રેમાળ સ્વરમાં ઉમેર્યું હતું-બચ્ચી થક ગઈ હોગી.

આ આજ્ઞા હતી- આશ્રમજન માટે.

પેલો સંન્યાસી તો ક્યારનોય કંબલ વીંટીને જંપી ગયો હતો. બત્તીઓ ક્રમશઃ બુઝાવા લાહી હતી. આગળનો ઝાંપોય વસાઈ ગયો હતો. કશી ચિંતા નહોતી. બસ, એક રાત્રિચર્ચા હતી. બારણાં, ઝાંપાઓ અને એ રીતે મંદિરોના ગર્ભગૃહો બંધ કરવા, મનના બારણાં પણ બંધ કરવા. બસ....શાંતિ વ્યાપી જાય આખા પરિસરમાં. આવતીકાલને યાદ ન કરવી, ગઈકાલથી અળગા થઈ જવું....! બસ..શાંતિ ઓઢીને પથરાઈ જવું- આશ્રમના વાતાવરણના કણકણમાં.

નવો સન્યાસી કાંઈ ઊંઘતો નહોતો. જડની માફક પડ્યો હતો એટલુંજ, બાકી એનું ચિત્ત તો દશે દિશાઓમાં ભમતું હતું.

થોડાં સમય પહેલાં જ તેણે બ્રીજ સાથે વાતો કરી હતી. ‘સાવધ રહેજે. એ મનસુખ એ દિશામાં જ આવે છે, કદાચ આવી જ ચૂક્યો હશે. અને કાલે સવારે તો હું પણ તને મળીશ. માનસી અને પ્રોફેસરનો ખ્યાલ રાખજે. ત્યાં બારણા પાસે જ છું. બરાબર....મળીએ ત્યારે. મને એના અંતમાં રસ છે, મારી રીતના અંતમાં !’

અને તે સાચે જ સાવધ બની ગયો હતો. અનિરુદ્ધ ચપળ બની જતો, આવી સ્થિતિમાં. બ્રિજ પણ આવી રહ્યો હતો.

મામલો રસમય અને રહસ્યમય બનતો જતો હતો.

શાંતિ, અંધકાર અને ક્યારેક આવી જતાં પ્રકાશનો ઝબકારો...એ વચ્ચે...સમય મંથર ગતિએ સરકતો હતો.

તિલકે પણ પરસાળને બીજે છેડે શયન- કક્ષ બનાવ્યો હતો. ઠંડી તો હતી જ. કદાચ આદતને કારણે.....તિલકને સહજ લાગતી હશે પણ અનિરુદ્ધને કષ્ટ થતું હતું. જો કર તેને આ પણ ગમ્યું હતું. તેણે તો જાગવું જ હતુંને ! તપ તો કરવું પડે.

અલબત અનિરુદ્ધને પણ આ સ્થાન તો ગમી જ ગયું. મનસુખને તે બરાબર ઓળખતો હતો. મહોરાં વિંટાળીને ફરતાં માનવીઓ દંભી અને કાયર જ હોવાના. એ એનો નીજી અનુભવ હતો. તેણે માનસી અને સુમંતભાઈ વિશે પણ વિચારી લીધું. સાવ સરળ હતાં- એ બંને. કદાચ પેલી સુમન પણ આવી જ સરળ હશે. અથવા મૂર્ખ હશે.

મનસુખની જાળમાં ફસાય એ બચે તો નહીંજ. અને એમ જ થયું હતું. સુમન ક્યાં હતી આ દુનિયામાં ?’ આવડા મોટાં ગુનાના પુરાવાઓ જ ના મળે, એ કેવું ? આ હિસાબે મનસુખ ઘણી પહોંચેલી માયા ગણાય.

અને અત્યારે પણ તે છેક અહીં- અંતરિયાળ જગ્યાઓ આવી રહ્યો હતો. તેનો ઈરાદો સ્પષ્ટ હતો. તે આ બનેને ડરાવવા ઈચ્છતો હતો, જેથી તે બંને એક હરફ પણ ના ઉચ્ચારે, સુમનહત્યા વિશે. દમદાટી દેવા માટે આ સ્થાન અનુકૂળ હતું.

અને...શસ્ત્ર પણ હાથમાં રાખ્યું હતું. તે મેધની સલામતીનો સોદો કરવાનો હતો.

બ્રિજે આ બધું ગણિત ગણી રાખ્યું હતું. અલબત- તેને માનસી ક્યાં હતી એનો ખ્યાલ નહોતો. એકલાં સુમંતભાઈ પર ભયનો ચાબુક વિંઝવાનો હતો.

કેન્સરગ્રસ્ત અને મૃત્યુની નજીક સરકી રહેલી વ્યક્તિ પાસેથી ગમે તેવી કબૂલાત કરાવી શકાય. તેને ખુલ્લા પડી જવાનો પણ ડર નહોતો. દીકરી-જમાઈની સલામતી કોણ ના ઈચ્છે ?

બસ....તેની ઈચ્છા બાર આવવાની જ હતી. સુમંતભાઈ અને માનસી....સહકાર ના આપે તો સુમન-હત્યાનો મામલો પાછો ફાઈલ ભેગો થઈ જાય એ પણ શંકાવિનાની વાત હતી.

મનસુખભાઈને પ્રતિષ્ઠા વહાલી હતી. આટલા વર્ષોમાં તો ક્યાંય પહોંચી ગયા હતા. વિધાનસભાની ચૂંટણી માટે તેમનું નામ, ક્યારનુંય વહેતું થઈ ગયું હતું.

આવાં મડદાં બહાર આવે તો તે ક્યાંયના ન રહે. બ્રિજે પૂરતું વિચેરી લીધું હતું અને ઉપાયો પણ. કટોકટીમાં તેની વિચાર શક્તિ જાગી જતી હતી, ઝળકી ઉઠતી હતી.

અનિરુદ્ધને એથી જ અગાઉથી મોકલ્યો હતો. અને બ્રિજ ખુદ, આ રાતના અંધકારમાં શાંતિ આશ્રમ પાસે આવી ગયો હતો. આઠ દશ ઝૂંપડાઓના ઝુંડ પર તેની નજર ઠરી હતી. મંદિર, આશ્રમ....બધું જ સ્પષ્ટ દેખાતું હતું. એ સ્થાનેથી. માછીમારોના ઝૂંપડાઓ હતાં. એ તરત જ સમજાઈ ગયું. મચ્છીમારી તો નહોતી થતી પણ.....ત્રણચાર નાવ પડી હતી ત્યાં.

બે ચાર નાવ...નર્મદાના કાંઠા પર હતી. એક બે નાવ...જળ પર તરતી હતી. એનાં ઓળાંઓ પણ બ્રિજે જોયા.

એક અગ્રભાગનું ઝૂંપડું સાવ ખાલી જણાયું. અન્યોમાં તો...ઉજાસની હાજરી હતી. ટોર્ચની મદદથી અવલોકન કરી લીધું. સાવ ખાલી અને મનુષ્યવાસની કોઈ નિશાની પણ નહીં. ના કશો સામાન...ગોદડાં, તપેલીઓ, અને વળગણી પરના વસ્ત્રો ! એક ચુલો ખરો પણ....એમાં રાખેય નહોતી.

બ્રિજ ત્યાં રોકાઈ ગયો. તેણે તરત જ વેધ બદલી નાખ્યો. માછીમરોની વસ્તીમાં માછીમાર જ થવું પડે ને ? લુંગી, પહેરણ અને માથા પર એક રંગીન ચિથરું લપેટી દીધું. પગમાં જૂની ચંપલ તો હતીજ. અને એકાદ હથિયાર પણ ખરુંજ.

બસ પછી તો બારણામાં બેસી રહેવાનું હતું ને? બરાબર ગોઠવાઈ ગયો. આશ્રમના ઝાંપા પાસે ઉજાસ હતો. મશાલનો ફરફરતો ઉજાસ...ઝાંપા પાસેના અંધકારમાં સળ પાડતો હતો. બ્રીજની સાવધ દૃષ્ટિ એ તરફ જ હતી. ઝુંપડાઓ જરા નીચાણમાં હતા. કાચો રસ્તો જે નદી તરફ જતો હતો એ વચ્ચે હતો. કોઈ કોઈ અવાજ હાજરી પુરાવી જતો હતો. તમરાંઓ પણ અંધકારને સ્વરમય બનાવતા હતા. હા, નદી તીરે થોડા શ્વાનો પણ હતા. અને નર્મદાના જળ પણ ખળખળતાં હતાં- ધીમે અવાજે.

છેક સવારે ચાર વાગે એક ઓળો એ ખુલ્લાં કમાડ તરફ વળ્યો હતો. પહેલાં એ આશ્રમના બંધ ઝાંપો પાસે ઊભો હતો. બે મિનિટ ત્યાં જ સ્થિર રહ્યો હતો. અને પછી કેડી પકડી હતી. એ પગલામાં અપરિચિતતા હતી, સાવધાની હતી. બ્રીજ ઓળખી ગયો. એ મનસુખભાઈ જ હતા. પડછંદ દેહ પર શાલ વીંટાળી હતી. ઉજાસમાં મળે તો ખાસો પ્રભાવ પડે એ વ્યક્તિનો.

બ્બ્રીજ તો સાવધ હતા જ.

‘કોણ?’ બ્રીજે તેમને જ બોલવા દીધા.

‘તું કોણ...?’ બ્રિજે લઢણ બદલીને પ્રતિપ્રશ્ન કર્યો.

‘મુસાફર છું. રાતભરનો આશરો...’ મનસુખ સાવધાનીથી બોલ્યો. તેની સામેનો બ્રીજ તો સાવ અજાણ્યો જ હતો.

‘નામ તારો...?’

‘નારાયણ...’ જવાબ મળ્યો.

‘આવી જા...આ ઝુંપડો મારા ભતીજાનો છે. એ ઉપરવાસ ગયો છે. બેચાર દીમાં આવહે.’

મનસુખ ભીતર પ્રવેશ્યો. થાક તો હશે જ એમ લાગ્યું. બેસી ગયો, એક ભીંતને અઢેલીને. સામાનમાં એક નાનકડી બેગ હતી સાથે. લાગવું જોઈને ને કે યાત્રાળુ હતા. એ દરમિયાન આશ્રમનો ખૂણો જાગી ઊઠ્યો હતો. મશાલો સળગતી હતી. સ્ત્રી- પુરુષોના અવાજો, ઘંટારવો, પ્રાથના સ્તવનો અહીં સુધી પહોંચતાં હતા.

મનસુખની અસ્વસ્થતા પણ પરખાતી હતી.

‘નારાયણ, તુજે સોના હો તો...’ બ્રીજે જ શરૂઆત કરી.

‘ક્યા નામ હૈ તેરા?’ મનસુખે સામે પ્રશ્ન કર્યો.

‘નામ જાનકે ક્યાં કરેગા? કામ બોલ.’ બ્રીજે કડક સ્વરમાં કહ્યું.

‘કોઈ યાત્રા કરને વાલા રાત કે સમય નહીં આતા.’

‘ઔર સુન...મેરા નામ લચ્છુ હૈ. એક ઘંટા આરામ કરતા હૂં. મુજે મત જગાના.’

બ્રીજે બારણા વચ્ચે સુવાની તૈયારી કરી.

‘કામ તો હૈ હી, લચ્છુ ભૈયા.’ મનસુખની વાણીમાં સાકર ભળી.

‘બતા દે મુજે દો મિનટમાં. કામ પક્કા હોના ચાહીએ. ઔર...દામ ભી. ખાલીપીલી કરના નહીં આતા.’ બ્રીજે કડકાઈ જાળવી રાખી. બે ચાર ક્ષણો નીરવ શાંતિમાં પસાર થઈ. મનસુખ પૂરી દ્વિધામાં હતો. માણસ તો ઠીક લાગ્યો, કામનો લાગ્યો. તેણે તરત જ પૂછી નાખ્યું... ‘લચ્છુ, સામે જે આશ્રમ છે એમાં દુબલા પતલા..આદમી...?’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED