Pattano Mahel book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pattano Mahel is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પત્તાનો મહેલ - નવલકથા
Vijay Shah
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
ગઈકાલની જેમ આજે પણ હું ગુમસૂમ બહાર ખુરશી ઉપર બેઠો બેઠો તારી વર્તણુંકોનું વિશ્લેષણ કરું છું. તિરસ્કારનો એક પહાડ ધીમી ધીમી ગતિથી પીગળતા હિમની જેમ પીગળે છે…. પીગળેલ પ્રવાહી ઘૂંટડે ઘૂંટડે હું વિચારોના માધ્યમથી પીઉં છું. તું શા માટે મને સાચવવા માગે છે…. આપણે છુટા કેમ નથી પડતા..
રાતના આઠ વાગ્યા છે.. તું સાવ સાદું ખાવાનું ભાખરી અને શાક બનાવે છે. હું તારી પાસેથી આમેય આનાથી વધુ કંઈ હોવાની અપેક્ષા રાખી શકતો નથી. કારણ કે તું વધુ બનાવે તો મારી ભૂખ વધે અને ભૂખ વધે તો શરીર વધે. અને મારું વધતું શરીર તને કુદરતી રીતે જ ભારરૂપ લાગે ને…. મિસ્ટર બુચ તો કોઠી છે… તેમ કોઈ કહી જાય તો મિસિસ બુચનું અભિમાન તૂટે ને … એટલે નિલુ – તું વધુ ન ખા. ક્યાંક ડાયાબીટીસ થઈ જશે – નો મને ડર બતાવીને … તું તારું કામ બચાવે છે – સમય બચાવે છે … કેમ શર્વુ ?
પત્તાનો મહેલ પ્રકરણ 1 ગઈકાલની જેમ આજે પણ હું ગુમસૂમ બહાર ખુરશી ઉપર બેઠો બેઠો તારી વર્તણુંકોનું વિશ્લેષણ કરું છું. તિરસ્કારનો એક પહાડ ધીમી ધીમી ગતિથી પીગળતા હિમની જેમ પીગળે છે…. પીગળેલ પ્રવાહી ઘૂંટડે ઘૂંટડે હું વિચારોના માધ્યમથી પીઉં ...વધુ વાંચોતું શા માટે મને સ
પત્તાનો મહેલ પ્રકરણ 2 ‘ શું ઇચ્છતો હતો નિલય… મહેમાન બનવાને ’ ‘ હા, અને તે બની ગયો. મારા ઘરમાં હું મહેમાન છું. મારા ઘરના મહેમાનો મને મારા ઘરમાં મને નીકળતો જોઈને આવજો કહે છે. ચીસો પાડે છે . ...વધુ વાંચોહસીને બેવડ વળી જાય છે. જો પેલો જાય બાયલો. બૈરી નોકરીએથી આવે ત્યારે ચાનો કપ તૈયાર કરે – અને જો ન કરે તો સાંજનો ચા બંધ.’ ‘પણ નિલુ, – તે તો અડ્જસ્ટમેન્ટ છે. -’ ‘ધૂળમાં જાય તારું અડ્જસ્ટમેન્ટ – મારા ઘરમાં મારા કામમાં માથું મારી મારીને તું સ્ત્રીત્વ ગુમાવી ચુકી છે. તને બાળક નથી જોઇતું, તને ટીપ ટાપ જોઇએ છે,
પત્તાનો મહેલ પ્રકરણ 3 શર્વરી મિસિસ બુચ બની હતી તે પહેલા મિસ મહેતા હતી. તે વખતે તેને ચાહનારાઓમાં આશુતોષ દલાલ, જય દેસાઈ અને મિહિર ચક્રવર્તી મુખ્ય હતા. શર્વરી અચાનક મિસિસ બુચ કેવી રીતે બની ગઈ તે નિલય બુચ પણ ...વધુ વાંચોનથી. તે દિવસે આશુતોષ ઘરે આવ્યો હતો – ઘણા વરસે તે શર્વરીને મળતો હતો. અમેરિકાથી આવ્યો હતો. શર્વરી એને મળવા ઇચ્છતી નહોતી – પણ ઘરે આવેલ અતિથીનો અનાદર પણ ન કરાય ને ? ‘આવો – આવો’ હું બોલ્યો. ‘હું આશુતોષ દલાલ ’ ‘આપની ઓળખાણ ન પડી.’ ‘હું અને શર્વરી સાથે ભણતા હતા.’ ‘અરે શર્વરી ! તમારા મહેમાન છે.’ અને હું
પત્તાનો મહેલ પ્રકરણ 4 તે દિવસે પોસ્ટમાં એક પત્ર આવ્યો. રાજીવ મહેતાનો હતો. બેંગ્લોર બોલાવ્યો હતો, શા માટે? કશું જ નહી. તારો પ્રૉબ્લેમ સોલ્વ કરવો છે . આવી જા દોસ્ત – જેવા ટૂંકા ચાર અક્ષરોના પાંચ વાક્યોમાં એણે પત્ર ...વધુ વાંચોકરી દીધો હતો. રાજીવ… સ્કૂલનો પ્રતિસ્પર્ધી – શ્યામલીનો ત્રિકોણ… જો કે છેલ્લે એ ત્રિકોણ ખૂલી ગયો હતો… મારી જેમ એ પણ તરછોડાઈ ગયો… જાણે કેટલો બધો ગાળો વીતી ગયો. બોમ્બેથી ૨૦૦ કિ.મી. દૂર બેલગાંવની હોસ્ટેલમાં સાથે લડતા … ઝગડતા… શરાબનો કટ્ટર દુશ્મન રાજીવ…તે દિવસે હું ધમ્મ દઈને પછડાયો… જો કે તે એકલો જ હતો… રૂમ આખો શરાબની બદબૂથી તરબતર હતો
પત્તાનો મહેલ પ્રકરણ 5 ખંભાતાભાઈ, આપની સલાહ મને ગમે તેવી નથી. પરંતુ હું ધ્યાન રાખીશ. ખેર ! એક વાત તમને કહું! હું મહેનત કરું છું અને મને જોઇતું વળતર મને કંપની આપે છે તેથી મારે મારા આત્માના અવાજને અનુસરીને ...વધુ વાંચોજોઇએ તેવું હું માનું છું. ’ગાંધીજી આમ જ કહેતા હતા અને એને ગોડસે મળ્યો હતો – એ ખ્યાલ છે ને?’ ‘હા, પણ એ પોતડીધારીએ જ આપણને બ્રિટનની હકૂમતમાંથી છોડાવ્યા છે તે પણ તમને ખ્યાલ જ હશે.’ ‘તમને ખબર છે તમે શું કરો છો?’ ‘હા.’ ‘ખેર – હવે તમે જાતે જ કૂવામાં પડવા ઇચ્છતા હો તો અમે શું કરી શકવાના? ’