પ્રસ્તાવના
આ કહાની સંપૂર્ણ કાલ્પનીક છે, જેને મે મારા વાસ્તવિક જીવન સાથે જોડી છે. આ કહાની માં મે જાતે મારી પત્ની નું ખૂન કર્યું છે. જેની સરકારે મને કોઈ સજા નથી આપી. ક્યાંથી આપે પોલિસ ને હજી સુધી ખબર જ નથી પડી કે મારી પત્ની નું ખૂન મે કર્યું હતું. પણ હું તમને જણાવી દઉં કે મારી પત્ની નું ખૂન મે જ કર્યું હતું. હવે ખૂન શા માટે કર્યું હતું, કેવી રીતે કર્યું હતું તે બધું જાણવા તમારે આગળ વાંચવું પડશે.
વાત મારા લગ્ન ને ત્રણ વર્ષ થયા ત્યાર ની છે. ત્યારે હું જોઈંટ ફેમિલી માં રહેતો હતો.
પુરૂષો ને તો પાન, માવા, બીડી, તંબાકું, ગુટખા વગેરે નું બંધાણ (વ્યસ્ન) હોય તેતો સ્વભાવિક છે. પણ ગામડા ની અધોગતી કહો કે ઓછીબુધ્ધી જ્યા પુરૂષો તો ઠિક પણ સ્ત્રીઓ, કુંવારી છોકરીયો અને આઠ વર્ષ થી પંદર વર્ષ નાં બાળકો પણ એકાદ વ્યસ્ન ની લતે ચડેલા છે.
જેમા મારી પત્ની પણ સમાયેલી છે. તેને માવો ખાવા ની આદત છે. જેની જાણ મને ધીમે ધીમે થઈ હતી. હું માવો ખાવા ની ના પાડું એટલે મો મરડાઈ જાય. મારી સાથે સરખી વાત નો કરે અને વાત વાત માં ઝઘડી પડે. માત્ર ને માત્ર માવો ખાવા માટે. હું કજીયા થી કંટાળી માવો ખાવા દેતો.
મને શાક રોટલા ખાવા સિવાય એકેય બંધાન ન્હોતું અને મારી પત્ની માવો ખાય તે સારૂ ના કહેવાય. જેથી મારા પિતા એ મને તેનાથી જુદો કરી દિધો.
હવે હું માત્ર સાત ચોપડી ભણેલો. મારી પાસે નોકરી ન્હોતી અને સારો ધંધો પણ ન્હોતો. હું હિરા ઘસતો જેના પ્રતાપે મારી જીવન ગાડી અટકી અટકી ને ચાલતી. હું જેટલું કમાતો તેનાથી માંડ ઘર ચાલતું.
હું મારી પત્ની ને બહુ સમજાવતો કે જો તું માવા નો ખા તો એક દિવસ નાં આટલા પૈસા બચે, મહિના ના આટલા અને વરસ નાં આટલા પૈસા ની બચત થાય. પણ મારૂ તેને સમજાવવા નું પત્થર પર પાણી રેડવા બરાબર સાબિત થયું.
મે તેને માવા, તંબાકું ખાવા થી આ રોગ થાય તે રોગ થાય વગેરે કહિ ઘણી સમજાવી પણ પરિણામ સૂન્ય જ આવ્યું. હિરા માં મંદિ આવી એટલે કામ માં ઘટાડો થયો અને જરૂરીયાત વધવા લાગી એટલે છોકરાં ના પેટ ભરવા માટે મારે માથે દેવુ કરવું પડ્યું. જેની જાણ મે મારી પત્ની ને કરી તો, મને કહે તેમા કંઈ નવાઈ નથી કરી પેદા (છોકરા) નો કર્યા હોત તો દેવું ના કરવું પડત. સાંભળી હું ક્ષણ ભર માટે મરી ગયો.
મે તેને ખિજાઈ ને કહ્યું કે તું માવા ખાવા નું બંધ કરીશ કે નહિ? ત્યાતો તે થોડાક ઊંચા અવાજે મારી સામે બોલવા લાગી અને મે દાજ માને દાજ માં ઠમઠોરી નાખી. પછી નિર્ણય કર્યો કે ઘરે એક પણ રૂપિયો આપવાનો નહિ. જે કરિયાણું જોવે તે જાતે જ લાવી આપવાનું. ત્યા તેણે એક ગલ્લે ઉધાર લેવાનું શરૂ કર્યું. પંદર દિ પછી ગલ્લાવાળા મારા દોસ્તે મારી પાસે પૈસા માંગ્યા ના છૂટકે મારે દેવા પડ્યા.
હું રાત દિ વિચાર તો હતો કે આને (મારી પત્ની) માવા કેમ છોડાવવા. માવા છોડાવવા મે કેટલીક આયુર્વેદિક દવાઓ મારી પત્ની ની જાણ બહાર મે તેને ખવરાવી, પણ તેનાથી કોઈ ફાયદો થયો નહિ. ખોટે ખોટો બહે પાંચે નો ખર્ચો થયો. મારૂ ટેન્શન દહાડે દિ વધતું જતું હતું. શું કરવું કંઈ સમજાતું ન્હોતું. તેવા માં મને વિચાર આવ્યો કે લાવ તેને થોડાક દિ પિયર મોકલી દઉં પણ પછી બાળકો નો વિચાર આવતા તે માંડી વાળ્યું અને પૂરૂ ધ્યાન કામ માં લગાવ્યું જેથી ૫૦ રૂપિયા નું કામ વધુ થાય. અને મારી પત્ની નાં માવા નાં પૈસા નિકળી જાય.
પાંચ મહિના ધ્યાન દઈ કામ કરવા થી ઘણા પૈસા ઘર માં આવી ગયા હતા. જેની મારી પત્ની ને પણ ખબર હતી. એટલે તેણે માવા ની સાથે સાથે ગુટખા પણ ખાવા ની શરૂ કરી દિધી. અને મારો મગજ ગયો એલા હું તન તોડ મહેનત કરીને પૈસા લાવું છું અને આ બાઈ મન ફાવે તેમ પૈસા વેડફી નાખે છે મારે હવે આનું કંઈક કરવું પડશે એટલે મે નક્કી કર્યું કે હવે આને મારી નાખવી છે, પણ કેવી રીતે?
હું તૂટ મૂટ ખાટલી માં બેઠા બેઠા વિચાર કરતો હતો. પછી ઊભો થયો અને મે ગામ ની મેઈન બજાર તરફ પગલા માંડ્યા. બજાર માં જઈ એક હોલ સેલ ની દુકાને જઈ ૧ કિલો સોપારી, ૧ તંબાકું ની પડી નું બોક્સ, બે ચૂના નાં પાઉચ ૫૦ ગ્રામ લબ્બર (રીંગ) અને માવા ના કાગળ લઈ ઘરે જઈ મે મારી પત્ની ને તે બધો સામાન આપ્યો અને બોલ્યો લે આ માવો બનાવવા જે જોવે તે બધુ આમા છે હવે તારે માવો લેવા દુકાને જવાની જરૂર નથી. જયારે ઈચ્છા થાય ત્યારે આમાંથી જેવડો બનાવવો હોય તેવડો માવો બનાવી ને ખાઈ લેજે. અને કંઈ પણ વસ્તુ ખૂટવા ની તૈયારી મા હોય એટલે કેજે હું નવું લેતો આવું.
તેતો રાજી થઈ ગઈ. અને જે કામ કરતી હતી તે પડતું મુકી થેલી ખોલી બધા પડીકા તોડી એક માવો બનાવી ચોળવા લાગી, માવો ચોળી ખાધો, ચહેરો જુવો તો હરખ માંતો ન્હોતો. અને મારો કળીયો કળીયો જીવ જાતો હતો.
પછી તો ભાઈ ઘરે જ દુકાન મોઢા માં રહેલો માવો ખૂટયો નથી કે નવો બનાવ્યો નથી. જ્યારે જુવો ત્યારે મોઢું ભરેલું ને ભરેલું જ હોય. જેના થી તેે વીસ દિવસ માં બધી સોપારી શ્ર્વાહા કરી ગઈ.
આવું છ મહિના ચાલ્યું. છ મહિના મા તે પાંચ હજાર ના માવા ખાઈ ગઈ. છ મહિના એકધારા માવા ખાવા થી તેના ચહેરા મા થોડો ફેર પડી ગયો હતો. બધાય દાંત કાળા પડી ગયા હતા. બંને ગાલ ની ચામડી આળી (પાતળી) થઈ ગઈ હતી. સોપારી ની અણી વાગવા થી એક બાજું ના ગાલ માં રસી ભરાઈ ગઈ હતી. ટૂંક માં કહુ તો મારી પત્ની ને કેન્સરે ઘેરી લીધી હતી.
તે આ પીડા થી દુ:ખી થતી હતી. હું આંખો ફાડી ને જોતો હતો મને ભૂતકાળ આવ્યો. મને મારી પત્ની એ કહેલા શબ્દો યાદ આવતા, મને મન થતુ હતું કે અામ જ પિડાવા દઉં તેને ક્યાય દવાખને નથી લઈ જવી. પણ કાલ સવારે કોઈ કહે નહિ કે દવા નો કરાવી એટલે દવાખાને લઈ ગયો.
રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે બહું મોડુ થઈ ગયુ હતું. ડોક્ટરે તેનાથી બનતી બધી કોસીશ કરી પણ તેમની કોસીશ નાકામ ગઈ અને "મારી પત્ની આ દુનીયા થી ગઈ. "
સગા સંબંધી અને ડોક્ટર ને તો એમ જ હતું કે મારી પત્ની નું મૌત કેન્સર થી થયું છે. પણ હકિકત માં જુવો તો મારી પત્ની ને કેન્સર ની દર્દી મે જ બનાવી હતી જેથી તે મૃત્યુ પામી. જો મે તેને વધારે પડતા માવા ખાવા ની વ્યવસ્થા નો કરી આપી હોત તો કદાચ તે જીવતી હોત. પણ તેનુ મૌત તો આવી જ રીતે થવા નું હતું.
વ્યસન જીવલેણ હોય છે જે મે સાબિત કરી આપ્યુ છે. તો, જો તમને પણ કોઈ જાત નું વ્યસન હોય તો વહેલી તકે મૂકી દેજો. નહિતર જેમ મે મારી પત્ની નું "ખૂન" કર્યુ તેમ તમે જાતે જ તમારૂ ખૂન કરી બેસશો.
માનવું ના માનવું તમારી મરજી ભોગવુંું તમારે અને તમારા પરીવારે ને પડશે. અને હવે અંત માં મે ક્યાંક વાંચ્યું હતું......
તમે તમારી એક લાખ ની ગાડી માં ક્યારેય પેટ્રોલ નાં બદલે કેરોસીન નાખ્યું છે? નય... કેમ? ...કે તે ચાલતી બંધ થઈ જશે બરોબર ને? તો પછી ભગવાને આપેલા આ કિંમતી દેહ માં પાન, માવા, બીડી, તંબાકું, દારૂ, ગાંજો વગેરે નાખી શા માટે ચાલતો બંધ કરો છો?
"તમે દુનિયા માટે ફક્ત એક વ્યક્તિ છો, તમે દુનીયા માટે ફક્ત એક વ્યક્તિ છો પણ તમારા પરીવાર માટે તો તમે જ તેમની દુનિયા છો"
બાપા સીતારામ