મારી ઓળખાણ - 2 kishor solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

મારી ઓળખાણ - 2

ઠીક અઢી વાગ્યે તે લોકો રાજકોટ પહોંચ્યા અને પંકજ નો આઈડિયા અમલ માં મૂકાણો. અશોકે સારી ફાઈવ સ્ટાર હોટલ નાં પાર્કિંગ માં ગાડી પાર્ક કરી અને પાંચેય પોત-પોતાનો સામાન લઈ કાઉન્ટર પર ગયા. અને ત્યા જઈ બોયઝ માટે એક રૂમ અને ગર્લસ માટે એક રૂમ, એમ બે રૂમ બૂક કર્યા. પેમેન્ટ આપી ચાવી લઈ તે લોકો રૂમ તરફ ગયા.

ત્યા રહેલા તમામ ની નજર આ પાંચેય યુવા ફ્રેન્ડ પર સ્થિર હતી અને મન વિચારો ના વંટોળ માં ઘેરાયું હતું. પણ આ પાંચેય ને એની દરકાર ન્હોતી.

પાંચેય રૂમ માં ગયા. બેગ બેડ પર મૂકી રૂમ માં રહેલ બાથરૂમ માં જઈ હાથ, મો, પગ ધોઈ પાછા બહાર આવ્યા અને રિસોર્ટ માં લંચ માટે ટેબલ પર ગોઠવાણા. બધા એ પોત-પોતાની ભાવતી વાનગી ઓર્ડર કરી. પછી વાતો કરતા-કરતા પાંચેય પૂરી એક કલાક સુધી જમ્યા.

જમી ને ઊભા થયા ત્યારે ઘડિયાળ માં સાડા ચાર વાગવા જઈ રહ્યા હતા. પછી છોકરીયું એની રૂમ માં અને છોકરાં ઓ એની રૂમ માં જઈ પોત પોતાના સ્માર્ટ ફોન પર ચડી ઇન્ટર નેટ ની દુનિયા માં ખોવાઈ ગયા. પ્રથમ બધા એ પોત-પોતાના ઘરે ફોન કરી, રાજકોટ માં નાઈટ રોકાણા છીએ એની જાણ કરી દિધી. અને પછી ફેસબૂક, વોટ્સઅપ, મૂવિઝ, વિડિયો, ગેમ, ન્યુઝ વગેરે .... માં સમય વિતાવવા લાગ્યા.ઠીક દસ વાગ્યે બધા પોત-પોતાના મોંઘા રમકડાં ચાર્જીંગ માં મૂકી ને નિંદર રાણી ને ચરણે થયા.

સવારે જાગી ને અાળસ મરડી બધા ફ્રેશ થઈ, કપડાં ચેંજ કરી, પોત-પોતાનો સામાન લઈ, કાઉન્ટર પર ચેક અાઉટ કરી. ચા નાસ્તો કરી ને ફરી પાછા નિકળી પડ્યાં જુનાગઢ જવા ના હાઈ-વે પર.

કાર ધીમે ધીમે પોતાનો પંથ કાપી રહિ હતી. કાર માં ધીમા અવાજે લવ સોંગ વાગી રહ્યા હતા. બધા એક કાને થઈ ગીતો સાંભળી રહ્યા હતા, પણ અશોક નું પૂરૂ ધ્યાન ગાડી ચલાવવા માં હતું. જુનાગઢ લગભગ વિસ કિ.મી. દૂર હશે. ત્યા અચાનક તેમની ગાડી નું એન્જીન બંધ થઈ ગયું, અશોકે ગાડી સાઈડ માં લીધી અને ચાવી આગળ પાછળ કરી ગાડી ફરી સ્ટાર્ટ કરવા ની કોશીશ કરી પણ ગાડી સ્ટાર્ટ થઇ નહિ એટલે પોતે નીચે ઉતરી કાર ની બોનેટ નું ઢાંકણું ખોલી એંજીન માં ફાફા મારવા લાગ્યો. પણ તેને કોઈ ફોલ્ડ જડ્યો નહિ. જેનું કારણ હતું, ગાડી બગડવાનો આ તેની લાઈફ નો પહેલો બનાવ હતો. એટલે તેને ગાડી કેમ રિપેર કરવી તેની જરા સરખી પણ માહિતી ન્હોતી.

અશોક ને વાર લાગી એટલે તેના ચારેય ફ્રેન્ડ પણ કાર માંથી ઉતરી અશોક પાસે આવી પૂંછવા લાગ્યા કે શું થયું? અશોકે કહ્યું કે કંઈક પ્રોબ્લમ આવી ગયો છે. હું રિપેરિંગ વિશે જાણતો નથી. તમારા માંથી કોઈને કાંઈ ખબર પડતી હોય તો આવો ... અને આમા ડોકિયું કરો ..! કોઈ આગળ આવ્યા નહિ અને ચૂપ છાપ ઊભા રહ્યા જેનું કારણ હતું બધા અશોક ની જેમ જ હતા.

મિત્રો પાસે થી જવાબ ના મળતા અશોકે બોનેચ નું ઢાંકણું બંધ કર્યું અને જે રીતે લિફ્ટ માંગતા હોઈએ તે રીતે રોડ પર ઊભો રહ્યો. અને એક બાઈકવાળા ને ઊભો રાખી પૂંછવા લાગ્યો કે, ભાઈ અહિ થી ગીરનાર કેટલું થાય?

ગીરનાર તો તેમની સામે જ હતો. પણ આ લોકો તેનાથી અજાણ હતા એટલે ઓળખી ના શક્યા. આ સામે જે દેખાય છે તે જ તો ગીરનાર નો ડુંગર છે ભાઈ. બાઈક વાળો બોલ્યો. ત્યા સુધી પહોંચવા નો રસ્તો તમને ખબર હોય તો પ્લીઝ અમને કહોને. અશોક ભાવ પૂર્વક બોલ્યો. ઓલ્યો'ય પણ માથા નો ફરેલો, મોંઘવારી નો મારેલો, બાઈડી થી બળેલો, કજીયા થી કંટાળેલો જાણે બધું જાણતો હોય તેમ ડાબા હાથ નો ઈશારો કરી બોલ્યો. આ બાજું રોડ નીચે ઉતરી ચાલવા મંડો જેમ-જેમ આગળ વધતા જશો તેમ-તેમ રસ્તો મળતો જશે. એટલું કહિ ગાડી ની કિક મારી તે ભાઈ જતો રહ્યો. રવિ ને શંકા જતા તેણે બીજા બાઈક વાળા ને ઊભો રાખી પૂંછયું, તો તેની પાસે થી પણ સેમ જવાબ મળ્યો.

પછી અશોકે તેના પિતા ને ફોન કર્યો અને કાર વાળી તેમજ બાઈક વાળા ની વાત કરી. તેના પિતા એ વિચાર કરી કહયું કે તમે જુનાગઢ થી કેટલા દૂર છો? લગભગ 20 કિ.મી. અશોકે કહ્યું. ઓકે તું ચિંતા કર માં જુનાગઢ માં મારો એક મિત્ર રહે છે. હું તેને ફોન કરી કાર રિપેર કરવવા વિશે માહિતી લઈ તને ફોન કરૂ છું.

એટલું કહિ ફોન કટ કરી. અશોક નાં પિતા એ તેના મિત્ર ને ફોન લગાડ્યો, અને કાર ખરાબ થઈ છે મેકેનિક ની જરૂર છે એવી વાત કરી. તેના મિત્ર એ કોલ કાપી. જાણીતા મેકેનિક ને કોલ કર્યો પણ મેકેનિકે હું પાંચ વાગ્ય. સુધી નવરો નથી એવો જવાબ આપ્યો. એટલે મિત્ર એ અશોક ના પિતા ને મેકેનિક ની વાત કરી. પછી અશોક નાં પિતા એ અશોક ને મેકેનિક વાળી વાત ની જાણ કરતો કોલ કર્યો અને કહ્યું કે મેકેનિક કાર રિપેર કરી જુનાગઢ ની એક હોટલ પર કાર પાર્ક કરી દેશે. જે હોટલ પર કાર પાર્ક કરશે તેનંુ એડ્રેસ હું તને મેસેજ કરીશ. તમે પેલા ભાઈ એ કહ્યું તે રસ્તા પર આગળ વધો ઓકે. ઓકે પણ, કાર ની ચાવી? અશોક ચિંતા માં બોલ્યો. ચાવી તું તારી સાથે લેતો જાજે હું મેકેનિક સાથે વાત કરી કંઈક બંદોબસ્ત કરી લઈશ. ચાલ હવે ફોન મૂક કહિ તેના પિતા એ ફોન કટ કર્યો. અશોકે પણ ફોન કાને થી લઈ સ્ક્રિન પર નઝર કરી પેન્ટ નાં ખિસ્સા માં નાખ્યો. અને બોલ્યો ફ્રેન્ડઝ ચાલો પોત પોતા ની બેગ લઈ લ્યો આપણે ચાલી ને જવાનું છે. આમેય આપણે ઘણા સમય થી ક્યાય ચાલી ને નથી ગયા.

વાવ નાઈસ મજા આવશે. રમીલા એકદમ ઝૂમી ને બોલી. પણ અશોક કાર? રવિ એ પ્રશ્ન કર્યો. કાર નો પ્રોબ્લમ મારા પપ્પા સોલ કરી નાખશે. આપણે ગીરનાર નો ડુંગરો ચડી ને પાછા નીચે ઉતરશું એટલે એક હોટલ પર કાર રિપેર થઈ આપણી રાહ જોતી ઊભી હશે. ચાલો હવે પોતપોતાની બેગ લ્યો અેટલે પંથે પડીએ.

બધા એ પોતપોતાની બેગ લીધી. અશોકે પણ તેની બેગ અને કાર ની ચાવી લીધી અને પેલા ટુ વ્હીલવાળા એ બતાવેલા માર્ગ પર તેવો ચાલવા લાગ્યા. બધા ના ચહેરા પર પગપાળા પ્રવાસ ની ખૂશી હતી. અશોક સિવાય તેના ચારેય મિત્રો ના મન માં આજે કંઈક અલગ કરવાની ઈચ્છા તેમના ચહેરા અને હોઠ ની ક્યુટ સ્માઈલ માં જણાતી હતી.

અજાણી જગ્યા અને ઉપર થી ઘનઘોર જંગલ કે જેમા મોબાઈલ નું નેટવર્ક પણ આવતા ડરી રહ્યું હતું. એવા જંગલ માં આગલી ક્ષણ શું થશેે તેની તો તે લોકો ને ગંધ સુધા પણ ન્હોતી. તેવો તો બસ બૂટ ની વાધરી ટાઈટ કરી પગ પછી પગ માંડી ને આગળ વધવા લાગ્યા.

ફની જોક્સ, અડલ્ટ જોક્સ, શેરો-શાયરી વારા ફરતી કહેતા-કહેતા હજી માત્ર ત્રણ જ હા ત્રણ જ કિ. મી. ચાલ્યા હશે ત્યાં તે લોકો ની વાતો ખૂટી ગઈ, ચહેરા પરથી લગભગ ખૂશી ખોવાઈ ગઈ. રસ્તો કોઈએ જોયો ન્હોતો એટલે આપણે સાચા રસ્તે જઈ રહ્યા છીએ કે ખોટા તેવો સવાલ પણ કોઈ કરતું ન્હોતું. નકરા લીલા છમ ઝાડવા, સૂકા પાંદડાં અને પવન થી ઉતપ્ન થતો તેનો અવાજ, પત્થરો, પક્ષી ઓનો કલરવ વગેરે થી બધા નું મન ભરાઈ ગયું હતું. અને હ્યદય નાં એક ખૂણે ડર પોતાની જગ્યા કરી ને બેસી ગયો હતો.

બધા જાળવી જાળવી ને પગ મૂકી ને જંગલ પાર કરવાનો પ્રયત્ન કરે છે. પણ આતો ગીર નું જંગલ એમ થોડું પાર થાય! સૂરજ દાદા પોતાનો પ્રકોપ પાથરવા માં કોઈ જાત ની કશાશ ન્હોતા છોડતા. છતા પવને પણ ગરમી નો અનુંભવ થતો હતો, ગરમી નાં કારણે જેમ ચૂલા પર ચડવા મૂકેલા શાક માંથી વરાળું નિકળી શાક પર ઢાંકેલા છીબા પર જેવા પાણી નાં બિંદું જમા થઈ જાય છે તેવા જ પરસેવા નાં બિંદું આ પાંચેય મિત્રો નાં કપાળે થી પટકાઈ રહ્યા હતા.

પરસેવા ના કારણે તેમનાં ગળા સૂકાવા લાગ્યા. એટલે પાણી પિવા અને તે બહાને ઘડિક આરામ કરવા તે લોકો એક જાડ નીચે બેઠા. અશોકે તેની પાછળ રહેલ બેગ ઉતારી ખોળા માં રાખી ચેઈન ખોલી ત્યા હાથ માં કેમેરો આવ્યો. પણ ક્યારેય આટલું ચાલેલા નય, પરસેવે રેબજેબ અને થોડાક ડર ને કારણે બધા નાં મો પડી ગયા હતા એકેય સારો પોઝ આપી શકે તેવી સ્થિતી માં ન્હોતા, એટલે અશોકે નિરાશ થઇ કેમેરો એક બાજું મૂકી, પાણી ની બોટલ કાઢી પાણી પિવા વાગ્યો. બીજા મિત્રો એ પણ પોતાની બેગ માંથી પાણી ની બોટલ કાઢી અને તેવો પણ પાણી પિવા લાગ્યા. બધા એ પાણી પિધું અને છાબકા માં થોડુંક પાણી લઈ મોં ધોઈ બધા એ મોં લૂંચ્યું. જેનાથી થોડીક સ્ફૂર્તી આવી.

કંઈ પણ જાત નાં અવાજ કર્યા વગર પાંચેય આરામ કરવા લાગ્યાં. દસ મિનિટ પછિ પંકજ બોલ્યો. યાર અશોક થાક અને ડર નાં કારણે આપણાં ફેસ ની દશા બગડી ગઈ છે એટલે આપણા ફોટા તો સારા નહિ આવે. આપણે તો ઘણા ફોટા સાથે પાડ્યા છે, ભાગ્ય મ.ં હશે તો આગળ પણ પાડીશું. માટે તું કેમેરો ઉપાડ અને આ જંગલ નાં ફોટા પાડી તારી ફોટોગ્રાફી નું ટેલેન્ટ આ જમગલ ને બતાવી દે. જેથી કદાચ વનરાજા (જંગલરાજા) ખૂશ થઈ આપણ ને કોઈ આપત્તી થી બચાવવા નું મન બનાવી લે.

અશોક તરફ થી કોઈ જવાબ ના મળતા રવિ વાત માં મોણ નાંખતા બોલ્યો કે પ્લીઝ તારી કરતા સારા ફોટા પાડવા અમારૂ કામ નહિ, અને આપણે ફરવા આવ્યા છીએ તેની યાદ રૂપે તો ચાર પાંચ ફોટા પાડ પ્લીઝ. મિત્રો એ દબાણ કર્યુંં એટલે અશોકે હાથ માં કેમેરો લીધો અને થોડો ફોટા પાડવા નો મૂડ બનાવ્યો, પછી બેઠા-બેઠા જ કેમેરા નો પટ્ટો ગળા માં નાખ્યો અને કેમેરા નું ઢાંકણું ખોલી આકાશ આજું બાજું ના ઝાડ ની ડાળી (શાખા) ઓ આપસ માં મળી ને જે દ્રશ્ય તૈયાર થાય તે દ્રશ્ય નો ફોટો પાડવા માટે આકાશે કેમેરો આંખે અડાડી આકાશ તરફ કર્યો અને ફોટો પાડ્યો. ફોટો પાડી ફોટો કેવો પડ્યો છે તે જોયું. ફોટો સારો ન આવતા બીજો પાડ્યો.

પછી એક ગણપતી જેવા આકાર ના થડ નો ફોટો પાડ્યો. અશોક અને તેના મિત્રો પૂર્વ દિશા માં જતા હતા અને આરામ કરવા બેઠા ત્યારે તેમના ચહેરા ઉત્તર દિશા તરફ હતા. થડ નો ફોટો પાડી અશોક ઊભો થઈ ઉત્તર દિશા માં આગળ વધ્યો. તેવા મા તેની નજર વરસાદ ના પાણી થી ધોવાઈ ને બહાર આવી ગયેલા ઝાડ નાં મૂળ પર પડી. તેણે તેનો ફોટો પાડ્યો. પછી તેણે સીધે સીધી દૂર નઝર કરી તો તેને ઘણા વૃક્ષો એક સરખી લાઈન માં જોવા મળ્યા. તે વૃક્ષો જોઈ ને તેણે તે વૃક્ષો નો ફોટો પાડવા માટે કેમેરા ને આંખે લગાડ્યો. ત્યા તો કેમેરા માં તેને કંઈક તપકાણું. એટલે તેણે કેમેરો આંખે થી દૂર કરી જીણી નઝરે જોયું તો કંઈક તપકાતું હતું પણ લગભગ સો મિટર દૂર હોવાને લીધે ખરેખર તે શું હતું તે સ્પષ્ટ દેખાણું નહિ. એટલે અશોકે કેમેરો પાછો આંખે લગાડ્યો અને કેમેરા માં થાય એટલું ઝૂમ કરી જોયુ તો તે તપકાતી વસ્તું સ્ટોન હતા. જેને કાપડ માં ટાંકેલા હતા. કાપડ ને જોતા તે કોઈ ચણીયા ચોળી નું કાપડ હોય તેવું લાગતું હતું. કાપડ જમીન ને અડીને થોડું અધર હતું, જેનાથી અશોકે તારણ કાઢ્યું કે ત્યા ઝાડ ની પાછળ ચણીયા ચોળી પહેરી ને કોઈક બેઠું છે .......... (ક્રમશઃ)