અંજવાળા kishor solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

અંજવાળા

બાવીસ-તેવીસ વર્ષ નો સ્માર્ટ અને હેન્સમ અવિનાશ. જીંસ,ટી-શર્ટ,આંખો પર ગોગલ્સ અને હાથ માં ફાઈલ લઈ હોસ્પિટલ નાં પગથિયા ઉતરી પોતાની રોડ ટચ ઊભેલી કાર પાસે આવે છે.

કાર નો દરવાજો ખોલી ફાઈલ અંદર મૂકી, બેસવા જાય ત્યા તેને કંઈક સંભળાય.

તેની કાર ની આગળ ઊભેલી કાર માંથી અવાજ આવતો હતો કે સામે ઊભેલી છોકરી તો જો! (તે કાર ની આગળ એક છોકરી ઊભી હોય છે,જેને રસ્તો ક્રોસ કરવો હોય છે.) શું માલ છે.

તેનો ફુલ ગુલાબી ચહેરો,પાતળી કમર,મધ નિતરતા હોઠ,હિલોળા લેતી છાતી ભગવાન પણ ખરો ઘડવૈયો છે. ખાલી દસ મિનીટ માટે જો મળી જાય તો તો ભવ ની ભૂખ ભાંગી જાય.

ચાલો ઉપાડી લેવી અને કયાંક એકાંત માં લઈ જઇ પિંખી નાખવી. ના ભાઈ ના તે છોકરી આપણી વિરૂધ્ધ પોલિસ માં ફરિયાદ કરશે તો પોલિસ આપણા ચાંમડા ઉતારી નાંખશે. નહિ એવું કંઈ નહિ થાય કેમ કે છોકરી ને જોતા લાગે છે કે તે આંધળી છે. વાહ તો તો મજા આવશે.

હું તેની પાસે જાવ છું તમે લોકો ગાડી લઇને આવજો. હું તેની પાસે જઇ બે વાતો કરી રસ્તો ક્રોસ કરાવવા ના બહાને મો દબાવી ગાડી મા બેસાડી દઈશ અને પછી આપડે દૂર નિકળી જશું. એટલું કહિ એક જણો તેની પાસે જાય છે. ત્યા પહોંચે તેવામાં કાર પણ આવે, બધું પ્લાન મૂજબ થયું. ત્યા અવિનાશે તેને બચાવવા માટે તેની કાર પાછળ દોડાવી. તે માણસો કરતા અવિનાશ ની કાર તેજ હતી. તે નાલાયકો ની કાર એક સૂનસાન જગ્યા એ જઇ ઊભી રહિ. બધા નીચે ઉતર્યા.પછી બધા એ પેલી આંધળી છોકરી ને ઘેરી લીધી.તેના સાળા કરવા લાગ્યા,એકે તો લાગ જોઈ ગાલે પપ્પી પણ ભરી લીધી.

બે જણા અ પકડી નીચે સુવરાવી અને એક જણો તેણી ની માંથે ચડી ગયો ત્યા અવિનાશે આવી કાર નો હોર્ન વગાડ્યો. તે લોકો એ કામ અટકાવ્યું અને ઊભા થયા. અવિનાશ નજીક આવ્યો અને બોલ્યો.છોડી દયો તેને.ચલેય કબાબ મા હડ્ડી નિકળ અહિથી.(એક જણ બોલ્યો) નિકળો તમે જો મોડું કરશો તો મામા(પોલિસ) લઈ જશે,તમારી પાછળ આવ્યો ત્યારે પોલિસ ને જાણ કરતો આવ્યો છું. તે બધા ડરી ને વહિ ગયા.

અવિનાશ જમીન પર પડેલ દુપટ્ટો લઇ છોકરી ને આપે. તમે ઠિક છો તમને કંઇ થયું તો નથી ને? ના. તમારો ખૂબ ખૂબ આભાર. જો આજે તમે ના હોત તો કોણ જાણે મારૂ શું થાત. (છોકરી બોલી)

તમે જોઈ નથી શકતા? અવિનાશ બોલ્યો.

નથી જોઇ શકતી એટલે તો મારી સાથે આવા બનાવો બને છે. છોકરી બોલી. અવિનાશ: તમારૂ નામ શું છે?

છોકરી: આંખે આંધળી ને નામ રોશની.

અવિનાશ:તમે ક્યા રહો છો હાલો તમને તમારા ઘરે મૂકી જાવ. (ત્યા રોશની નો ફોન વાગે) પોતે છાતી એ લગાડેલો મોબાઈલ કાઢી ને અવિનાશ ને બતાવે.

અવિનાશ: કોઈ સુહાની નો ફોન છે.

રોશની: મારા દિદિ છે.

ત્યા અવિનાશ ફોન લઈ રિસિવ કરી વાત કરે. સામે થી પૂંછવા માં આવે બેન કયા છો? અવિનાશ એડ્રેસ પૂંછે. સુહાની સવાલો કરે, અવિનાશ પાછો એડ્રેસ પૂંછે. સુહાની એડ્રેસ આપે. પછી બંને કાર માં બેસી રોશની ના ઘરે જાય. સુહાની બેનની વાટ જોતી બહાર ઊભી હોય,ત્યા બંને અાવે, સુહાની રોશની પર ગુસ્સે થાય.રોશની કંઈ બોલે નહિ. પછી અવિનાશ બધી વાત કરે. સુહાની રોશની ની માફી માંગી તેને અંદર મોકલે.રોજ ની ટેવાયેલી ઘર થી પરિસિત રોશની એકલી અંદર વહિ ગઇ. રોશની જન્મ થી આંધળ છે? (અવિનાશ બોલ્યો) ના સાત વર્ષ વહેલા એક કાર અકસ્માત માં રોશની ની આંખો ગઇ અને અમારા માં-બાપ જીવ થી ગયા.

અવિનાશ:તમે એકલા રહો છો?

સુહાની:હા. કાકા કુટુંબ મા પણ કોઈ નથી.

અવિનાશ: શું રોશની ની આંખો નો ઈલાજ ન્હોતો કરાવ્યો?

સુહાની: ના. અકસ્માત નાં સમયે તેની આંખો નું ઓપરેશન કરી ઠિક થાય તેમ હતી પણ ત્યારે પૈસા ન્હોતા. અને અત્યારે પૈસા છે,ત્યારે ઓપરેશન થાય તેમ નથી. જો કોઈ રોશની ને અાંખો આપે તો તે જોઇ શકે.

જો તમને વાંધો ના હોય તો તમારા બેન ને હું આંખો આપવા તૈયાર છું. આ જમાના માં કોઈ ૧૦ રૂપિયા આપવા તૈયાર નથી ને તમે આંખો આપવા તૈયાર થયા છો! સુહાની હસી ને બોલી. અવિનાશ: હું આ દુનિયા થી અલગ છું. મને તમારી બેન પ્રત્યે લાગણી છે.

સુહાની: લાગણી માં આંધળા થઇ જશો તેની તો ખબર છે ને?

અવિનાશ:હા.

સુહાની: તો જો તમને અને તમારા ઘર નાં ને વાંધો નાં હોય તો મને શા માટે વાંધો હોય.

અવિનાશ: તો પછી હું જે'દિ બોલાવું તે'દિ હું કહું તે દવાખાને રોશની ને લઈ ને વહિ આવજે.

અવિનાશ ને રોશની પ્રત્યે પ્રેમ ન્હોતો પણ લાગણી હતી. તે રોશની ને દુનિયા બતાવવા માંગતો હતો. તમને થતું હશે એક મુલાકાત માં કંઈ પણ અપેક્ષા વગર આટલી બધી લાગણી. હા,તેનુ કારણ હતું અવિનાશ નો સ્વભાવ. તે સૌનું ભલું કરવા વાળો હતો. તે ક્યારેય કોઈ ને નડ્યો ન્હોતો. ગરીબ માણસો ની સેવા કરતો.બાપ ના અઢળક પૈસા માંથી પુણ્ય દાન કરતો. ખોટા મોજ શોખ માં પૈસા જરા। ના વેડફતો. વૃક્ષો વાવતો ને પાણી પાઈ જીવની જેમ સાચવતો. પાલતું પશુંઓ નું પણ ધ્યાન રાખતો.એવો એક પ્રેમાળ જીવ એટલે અવિનાશ.

પછી અવિનાશ રોશની ના ઘરે થી સિધો પોતાના ઘરે ગયો જ્યા તેના મા બાપ તેની રાહ જોઈ રહ્યા હતો. અવિનાશ ના ઘરે પહોંચતા વેંત જ તેના બાપૂ એ કિધું કે હોસ્પિટલે થી રિપોર્ટ અાવ્યો? હા કહિ અવિનાશ પોતાની પાસે રહેલ ફાઇલ તેના પિતા ને આપે.

પિતા વાંચી ને કહે કે કન્ફમ કર્યું કે રિપોર્ટ પાકા જ છે? હા,પપ્પા અને આમા રોહ કકળ કરવા ની જરૂર નથી કેમ કે અેક ના એક દિવસ બધાએ આ રસ્તે જવાનું છે. ત્યા અવિનાશ ના મમ્મી રડવા લાગ્યા.પ્લીઝ મમ્મી રડવા નું બંધ કરો રડવા થી ભગવાન તેનું કામ અધૂરુ નહિ છોડે. (અવિનાશ ધીમા સ્વરે બોલ્યો)

અવિનાશ ના પિતા એ નિસાસો નાખતા ભગવાન ને કિધું કે હે ભગવાન અમારા થી એવા તે કયા પાપ થઇ ગયા કે અેની સજા તુ અમારા દિકરા ને અાપી?

બાપુ પાપ કરો કે પુણ્ય થવા નું એ જ છે જે નશીબ લખેલું હશે. જે પાપ કરે છે તે પિડાઈ છે અને પુણ્ય કરે છે તે પાવન થઈ જાય છે. અને હું પાવન થતા પહેલા એક મહત્વ પૂર્ણ કામ કરવા માંગું છું તે પણ જો તમે મંજૂરી આપો તો.

તે પૂછયા વગર કે પૂંછી ને કોઈ પણ કામ કર્યું હોય અમે ક્યારેય તેનો વિરોધ કર્યો છે ખરો. તને યોગ્ય લાગે તે તને કરવાની છૂટ છે.

પપ્પા બોલ્યા.

બાપૂ-બા આજે મને એક છોકરી મળી

હતી.ખૂબ જ સુંદર,સરળ સ્વભાવ પહેલી જ નઝરે

મને ગઈ. તો શું તારે તેની સાથે લગન કરવા

છે? માં હસી ને બોલી અને પાછી ઉદાસ

થઈ ગઈ.

લગન તો નથી કરવા પણ તેની જીંદગી

સુધારવી છે,તેને દુનિયા બતાવવી છે,તેને

દુનિયા ના દર્શન કરાવવા છે. બેટા

સાફ સાફ બોલને પિતા ગંભીર થઈ ને

બોલ્યા. બાપૂ તે છોકરી અંધ છે મારે તેને

આંખો આપી તેના જીવન માં અંજવાળા

કરવા છે. અવિનાશ ઝડપ થી બોલ્યો.

નહિ હું એવું નહિ થવા દઉં. ડરી ને માં

બોલી. માં હું સમજણો થયો ત્યાર થી મે

બધા નું ભલું કર્યું છે,કયારેય કોઈ ને નુકશાન

નથી પહોંચાડ્યુ કે કોઇનું દિલ નથી

દુભાવ્યું,માટે મને છેલ્લે છેલ્લે શુભ કાર્ય

કરવાની મંજૂરી આપો.

છેવટે હા ના કરતા કરતા અવિનાશ ના

માવતરે દિલ પર પત્થર મૂકી રજા આપી.

પછી ડોક્ટર સાથે વાત કરી. ડોક્ટરે

તારીખ અાપી ને કિધું કે આ તારીખે

દાખલ થઈ જજો.

અવિનાશે સુહાની ને ફોન કરી ને જાણ

કરી.

બધા દવાખાંને ભેગા થયા. અવિનાશે

બધી નો પરિચય કરાવ્યો.પછી

અવિનાશ ના માત પિતા ડોકટર ના

કેબીન માં ફોર્મ ભરવા ગયા. જ્યા

ડોક્ટરે કહ્યું કે દાન તો બધા કરે પણ

અવિનાશ જેવું દાન તો કોઈક જ કરે.

અવિનાશ ના માત પિતા ની છાતી

હરખ થી ફુલવા લાગી.

ફેમેલી ડોક્ટર હતા એટલે તેઓ અવિનાશ

વિશે ઘણું જાણતા હતા. તે બધું તેના

માવતર ને કિધું જેના થી માવતર અજાણ

હતા. અવિનાશ ના આવા કામો ની

વાત સાંભળી માવતર ને થયું કે અમારા ઘરે

દિકરો નહિ પણ કોઈ દેવ પુરૂષ અવતર્યો

છે.

બીજી બાજું ઓપરેશન થીયેટર માં

અવિનાશ,રોશની અને સુહાની

હતા.અવિનાશે તેના ખિસ્સા માંથી એક

પરબિડિયું કાઢી સુહાની ને આપ્યું (જેમા

તેનો ફોટો હતો) અને કિધું કે આ

પરબિડિયું રોશની જે દિ આંખો ખોલે તે

દિ અાપજો. સુહાની પરબિડિયું લઈ

પોતાની હંંેડ બેગ માં મૂકી દે. પછી

અવિનાશ ના માવતર સાથે ડેકટર આવે ને

દર્દી સિવાય બધા ને બહાર જવાનું કહે.

બધા બહાર બેસે.ઓપરેશન થઈ જાય. બધા

પોત પોતાના ઘરે વહિ જાય.

રોશની ની આંખો પર પટ્ટી બાંધેલી છે.

તે પોતાના રૂમ મા અારામ કરે

છે.સુહાની તેની સંભાળ રાખે છે. ડોકટર

તેના ઘરે તપાસ કરવા આવે છે. દસ દિ પછિ

ડોકડર આવ્યા અને રોશની ની આંખો પર

ની ખોલી.રોશની એ આંખો ખોલી બેન

ને જોઈ ઘર જોયું પછી ડોકટરે દવા આપી

ને જતા રહ્યા. સુહાની ને તો યાદ જ

ન્હોતું પણ રોશની એ યાદ દેવરાવ્યું કે મને

જેણે આંખો અાપી તેણે જે પરબિડિયું આપ્યું હતું

તે ક્યા ગયુ. હમણા લાવી એમ કહિ

સુહાની બે મિનિટ માં પાછી આવી ને તે

પરબિડિયું રોશની ને આપી ને જતી રહિ.

રોશની એ પરબિડિયું ખોલી ને જોયું

તો તે માંથી અવિનાશ નો ફોટો

નિકળ્યો.તે ફોટા ને એકી નજરે જોતી

રહિ. પછી ફોટા ને પપ્પી ભરી

પોતાની છાતી એ લગાડ્યો અને એક

ઊંડો શ્ર્વાસ લીધો. પછી ફોટા ની

પાછળ જોયું તો કંઇક લખેલું હતું. તેણે તેની

બેનને બોલાવી સુહાની એ આવીને વાંચ્યું

તો તેમા અવિનાશ ના ફેસબૂક પ્રોફાઇલ

નાં URL હતા. તેણે ફટાફટ તેના

મોબાઇલ ના વેબ બ્રાઉઝર ના એડ્રેસ

બાર માં તે URL ટાઇપ કર્યો ત્યા

અવિનાશ ની પ્રોફાઈલ ખૂલ્લી નીચે જઈ

મોટે થી વાંચ્યું તો હાઇ સુહાની,આશા

રાખૂ છું કે રોશની હવે બધું જોઈ શકતી હશે.

ડિયર રોશની તું જે આંખો થી દુનિયા

જોઇ રહિ છો તે આંખો મે તને આપેલી છે.

મારી આંખો નું ધ્યાન રાખજે. લિખિતન.

આ દુનિયા છોડી ને કાયમ માટે જઈ

રહેલો.

અવિનાશ.

આટલું વાચ્યું ત્યા બંને બહેના શ્ર્વાસ ક્ષણ

ભર માટે થંભી ગયા.સુહાની એ રોશની ને

કિધુ કે ચાલ મારી સાથે. તેમ કહિને બંને

બહેનો અવિનાશ ના ઘરે પહોંચી ગઇ.

ત્યા જઈ જુવે તો એક ખૂરશી પર અવિનાશ

નો ફોટો પડ્યો છે, જેની માથે સુખડ નો

હાર ચડાવેલ છે. અને તેના મા બાપ બાજું

મા બંઠા છે. બંને બહેનો ફોટા પાસે જઇ

રડવા લાગી. અવિનાશે રોહ કકળ

કરવાની ના પાડી હતી તેથી અંકલે તેને

રડવાની ના પાડી. પછી સુહાની એ

પૂછયું અ બધું કેવી રીતે બન્યું?

અવિનાશ ને જીવલેણ બિમારી હતી,

એટલે જ તો તેણે રોશની ને આંખો આપવાનો

લીધો હતો. તેણે મને કિધું હતું કે મર્યા

પછી આ આંખો કંઈ કામ ની નથી રહેવાની

તેથી, મારે આંખો દાન માં અાપી કોઇક

ની જીંદગી મા "અંજવાળા" કરવા છે.

આટલું સાંભળી રોશની ભીની આંખો એ

બોલી કે જે માણસ જીદગી ના છેલ્લા

શ્ર્વાસ સુધી બીજા ના માટે જીવ્યો

આજે તેની આંખો મારી પાસે છે. જ્યારે આ

આંખો તેની પાસે હતી ત્યારે તેણે બધા નું

ભલું ઈચ્છયું છે. હવે એ આંખો મારી પાસે છે જો

હું બધા નું ભલું નો ઇચ્છુ તો તો અવિનાશ

નું દાન વ્યર્થ જાય. તેથી આજ થી હું 'પણ' લઉં

છું કે હું આ જીવન કુંવારી રહિશ અને

અવિનાશ જે સતકાર્યો કરતો હતો તે હું

કરીશ. ત્યા તો અવિનાશ ના મમ્મી

હરખાય ને બોલ્યા કે વાહ ભગવાન તું પણ

કેવો માયાળું છે મારા દિકરા ની

બીમારી દૂર કરી તેને રોશની ના રૂપ

મા પાછો મોકલ્યો વાહ પ્રભુ વાહ.

બેટા તમે બંને અનાથ છો તેવું અવિનાશે

કિધેલું પણ આજ થી તમે અનાથ નથી સુહાની

તું મારી મોટી દિકરી અને રોશની તું

મારો અવિનાશ.

જોત જોતા મા બે વર્ષ વિતી ગયા.

અવિનાશ ના પિતા એ તેના મિત્ર ના

દિકરા સાથે સુહાની ના લગ્ન કરાવી

દિધા, સુહાની તેના સુખી લગ્ન જીવન

મા વયસ્ત થઇ ગઇ અને રોશની અવિનાશે

આપેલી આંખો ના અંજવાળા થી અને તેની

અઢળક સંપત્તી થી ગરીબો,અનાથો અને

વૃધ્ધો ના જીવન માં "અંજવાળા" કરવા

મા વ્યસ્ત થઈ ગઈ..