ગાંગવો ને ગાંગવી kishor solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાંગવો ને ગાંગવી

ગાંગવો ને ગાંગવી એક પ્રેમ કથા

આ કહાની વર્ષો પહેલા બની ગયેલી એક સત્ય ઘટના પર આધારીત છે. મે ઘણા પ્રયત્નો કર્યા પણ મને વધારે કંઈ જાણવા મળ્યું નહિ. જે મળ્યું તે ઘણું એવું માની પછી મે મારી રીતે લખવાનું શરૂ કર્યું.

નાના નાના ડુંગરા ઓની વચ્ચે એક નાનું એવું થાળા નામ નું ગામ હતું. આજ ગામ ના ડુંગરા ઓના પેટાળ માથી જન્મ લઈ એક નદિ નિકળેલી. તે નદિ ના બંને કાઠે આંબા, જાંબૂડા, લીમડા, સરગવા વગેરે અનેકે વૄક્ષો નદિ ની શોભા મા વધારો કરતા હતા. આજ નદિ વળ ખાતી ખાતી એક ગાવ (૩ કિ. મી.) દૂર પહોંચે ત્યારે તેના બંને કાઠે એક ગામ વસેલું હતું જેનું નામ હતું વરલ. ગામ નાનુ પણ હતું રજવાડું.

ગામ ના બધા લોકો મા અલગ તરી આવતો એક યુવાન હતો. જેના વાંકડિયા વાળ, ઘઉં જેવો વર્ણ, અને મજબૂત બાંધાનો યુવાન એટલે ગાંગવો. જે એની ઉંમર ના ચાર પાંચ મિત્રો સાથે પચ્ચિસ ત્રિસ ગાય ભેંસો લઈ ચરાવવા જતો. આ તેનું રોજ નું હતું. સવારે વહેલા ઊઠી નિતમય ક્રિયા કરી એઈ ને માલ લઈ આખો દિવસ વગડા મા વહિ જવાનું. ઘર મા માં બાપ અને એક નાની બેન હતી. જેવો ખેતી વાડી સંભાળતા હતા.

એક દિવસ ગાંગવો તેના મિત્રો સાથે બધા માલ લઈ થાળા ની સિમ મા ચારવા ગયો. માલ ચરે છે અને બધા મિત્રો કેડા કાંઠે પડેલ્ બબ્બે મણ ના પત્થર જોવો તો જાણે લાગે કે કોઈ ધારાસભ્ય ની ગ્રાંટ માંથી મંજૂર થયેલા બાકડા (બેન્ચ ) પર બેઠા-બેઠા ગપ્પા મારે છે.

તેવા મા ગાંગવા ની નજર અઢાર ઓગણીસ વર્ષ ની પણ પાંચ હાથ પૂરી, પાતળી કમરવાળી, અણિયાળી આંખોવાળી, અને ધોળા ધાવણ જેવી માથે ભાત લઈ હાથ,મા કાળો ભમ્મર નાગ જેવો છોટલો ફેરવતા ફેરવતા તેની તરફ આવી રહેલી યુવતી પર પડી. ગાંગવો તો બસ તેને એકી નજરે જોતો જ રહયો તે યુવતી નજીક આવી બંને ની આંખો અથડાણી યુવતી મીઠું સ્મિત આપી વા જેમ ત્યાથી વહિ ગઈ.

તે દિવસે ગાંગવા ને આખી રાત રાત ઊંઘ નો આવી. તે આખી રાત પેલી યુવતી ના જ વિચારો કરતો રહ્યો. કે શું નામ હશે તેનું? કયા ગામ ની હશે તે? કંઈ નાત ની હશે? શું તે મને પ્રેમ કરતી હશે?

બીજો દિવસ, ત્રીજો દિવસ એમ એમ ઉપરા ઉપર આઠ દિવસ ગાંગવો તેના મિત્રો સાથે તે જ થાળા ની સિમ મા માલ ચારવા ગયો. આઠેય દિવસ પેલી રૂપ સુંદરી આવી પણ ગાંગવા સાથે જેવું પહેલા દિવસે થયું તેવું જ આંઠેય દિવસ થયું. તે યુવતી ને તો ઊભા રહિ ગાંગવા સાથે વાત કરવી હતી પણ તેના મિત્રો અને બાપ ની આબરૂ ના લીધે બોલ્યા વગર જ વહિ જાતી. નાતો ગાંગવો પોતાના વિશે પેલી યુવતી ને કંઈ કહિ શક્યો કે નાતો તેના વિશે કંઈ જાણી શક્યો.

પણ હું તમને જણાવી દઉં કે તે યુવતી કોણ હતી. તે યુવતી હતી.... થાળા ગામ ના મુખી બહું પૈસા વાળા અને બસ્સો વિઘા જમીન ના માલીક ની એક ની એક દિકરી ગાંગવી. ગાંગવી ને પૈસા નું, મિલકત કે મુખી પણા નું જરા સરખુ પણ અભિમાન ન્હોતું. તેવો એક સાદા અને ભોળા માણસ હતા.

શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો. આપણે સૌ જાણીયે છીએ કે શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ભોળાનાથ નો પવિત્ર મહિનો. આ મહિના માં લોકો સવાર માં સ્નાન કરી ત્રાંબા ના લોટા માં પાણી, દૂધ અને બિલ્લી પત્રો લઈ શિવાલયે ભગવાન શિવ ના દર્શન કરવા જાય છે ઉપરાંત સોમવારે ઉપવાસ પણ કરે છે. તહેવારો માં ગણી એ તો અષાઢ મહિના ની અમાસ એટલે દિવાસો, પછી દિવાસા ના દિવસ થી માં દશાં માં નું દસ દિવસ નું વ્રત, દિવાસા પછી સાત દિયે કણબી ની સાતમ, રક્ષાબંધન, બોળચોથ, નાગ પાંચમ, રાંધણ છઠ, શિતળા સાતમ, ગોકુળ આઠમ વગેરે તહેવારો આવે છે. અને આ તહેવારો મા જો ખાસ જોઈએ તો ધાર્મિક સ્થળો એ મેળા ભરાય છે. સાચું ને?

આવો જ એક મેળો ગોકુળ આઠમ ના દિ થાળા નજીક આવેલા પિપરલા ગામ ની એક ધાર (ડુંગર) માથે બિરાજમાન ભિલેશ્વરી માતા ના ચરણો મા ભરાતો હતો. જયા આજુ બાજુ ના ગામ નાં લોકો આવતા અને મેળા ની મોજ માણતા. હૈયે હૈયું દળાય તેવી ગીરદી થતી. મેળા મા હાથ બનાવટ નાં જાત જાત નાં રમકડાં, તાવડી, સાવરણી, માટલાં, ગુંથળી ઓમાં તોરણ, ભરેલા રૂમાલ વગેરે મળતું. ખાવા ની વસ્તું મા ચેવડો, ગાંડિયા, ખમણ, માવા ના પેંડા, દાડમ, સફરજન, કેળા, કાકડી, ડોડા(મકાઈ), વગેરે મળતું. તદઉપરાંત મેળા માં અનેક સ્પર્ધા થતી અને લોકો ખૂબ આનંદ માણતા. દિવસ ક્યાં વહિ જતો તનોે કોઈ ને ખ્યાલ પણ ના રહેતો.

આવા મેળા ની મોજ માણવા ગાંગવો પણ તેના મિત્રો સાથે આવેલો. મિત્રો તો મેળા ની મોજ માણવા લાગેલા પણ ગાંગવા ની આંખો કંઈક શોધી રહિ હતી એક કલાક હા પૂરી એક કલાક મેળા ને વિખ્યા પછી આખરે ગાંગવા ની નજર જે શોધી રહિ હતી તે મળ્યું ખરૂ. અને તે હતું પેલી યુવતી ગાંગવી. જે આ મેળા માં તેની એક સખી સાથે સુંદર વસ્ત્રો પરિધાન કરી આવી હતી. તે તેની સખી સાથે ડોડો ખાઈ રહિ હતી. ગાંગવો તેને જોઈ ખૂશ થયો. તેની ખૂશી નો પાર ન્હોતો. જાણે તેને બધું જ મળી ગયું હોય તેમ તે ઉતાવળા પગે ગાંગવી તરફ ચાલ્યો. પણ જેવો ત્યા પહોંચી ઊભો રહ્યો કે તરત ગાંગવી એ લાજ, શરમ, બાપની આબરૂ કોઈ નો ડર બધું નેવે મૂકી બોલી કે, તમે અહિયા? ગાંગવા એ વળતા જવાબ મા હા કહ્યું. પછી ગાંગવી એ વર્ષો થી એક બીજા ને ઓળખતા હોય તેવી રીતે ઓફર કરી કે તમે તમે ડોડો ખાશો? ગાંગવા એ પાછી હા પાડી. પછી ગાંગવી એ ડોડાવાળા ભાઈ ને એક ડોડો આપવાનું કહ્યું. તે ભાઈ એ ડોડો આપ્યો. ગાંગવા એ ડોડો લીધો ત્યા તેની નજર બાફેલી શીંગ પર પડી અને એ બોલ્યો કે ભાઈ અઢિ સો ગ્રામ શીંગ બાંધી આપજો ને. હા ભાઈ કહિ પેલો પેલો વેચવા વાળો મગફળી તોલવા લાગ્યો.

ગાંગવા એ મગફળી લઈ પૈસા આપી ગાંગવી ને કિધુ કે ચાલો આપણે કોઈ સારી એકાંત જગ્યા એ જઈએ અને ત્યા બેસી ને ખાઈએ અને વાતો કરીએ. ત્યા ગાંગવી ની બહેનપણી બોલી કદાચ તે વાત કળી ગઈ હતી. તમારે જાવુ હોય તો જાવ મારે નથી આવવું, મારે તો મેળા મા ફરવું છે. સારૂ તો અમે જઈએ? ગાંગવી હસતા હસતા બોલી. હા, પણ જલ્દી પાછી વહિ આવજે. એટલું કહિ સખી ત્યા થી નિકળી ગઈ. પછી ગાંગવો ને ગાંગવી મેળા ની બહાર એકાંત મા જવા નિકળ્યા. બંને હજી ડોડો તો ખાઈ જ છે. ગાંગવી બધા થી પોતાની નજર છૂપાવી ને ચાલતી હતી બંને લગભગ મેળા થી અડધો પોણો કિ. મી. દૂર નિકળી ગયા હતા.

તમે વિચારો છો તેવું કંઈ નથી થવાનું. મને ખબર છે તેના વગર પ્રે અધૂરો છે. તે પ્રકરણ આવશે પણ હજી વાર છે.

ડોડો ખતમ કરી બંને શિંગ ખાઈ રહ્યા હતા. ગાંગવી પગદંડી પર ચાલી રહિ હતી અને ગાંગવો ગાંગવી ની સાથે ચાલી નવી પગદંડી પાડી રહ્યો હતો.

આઠ આઠ દિવસ ની ઊંઘ ઉડાડનાર સ્વપ્ન સુંદરી અને વિચારો ની મલ્લીકા એવી અપ્સરા જેવી છોકરી સાથે હોવા ની ખૂશી માં ને ખૂશી માં એ પણ ખ્યાલ ન્હોતો કે ચણીયા બોર ના જાળા (બોરડી) તેના પગ મા આવી રહ્યા છે અને તેને વાગી રહ્યા છે.

પછી ચાલતા ચાલતા બંને એ એક નાના પણ ઘટાદાર વડલા નીચે બેસવા નું નક્કી કર્યું. વડલા ની નજીક જ ચોમાસાં ના લીધે આછા તેલ જેવા પાણી નું વેણકું (નાની નદિ) ડુંગરા ઓ માંથી નિકળી વહિ રહ્યું હતું. વડલી નીચે સાફ કરી બંને બેઠા.

કંઈ પણ બોલ્યા વગર બંને મગફળી ખાઈ રહ્યા હતા. જાણે ક્યારેય મગફળી ભાળી જ ના હોય. પણ અસલ મા શરમ ના કારણે બંને છૂપ હતા. વાતાવરણ એકદમ શાંત હતું, ખળ ખળ વહેતા ઝરણાં સિવાય બીજો કોઈ અવાજ ન્હોતો.

છેવટે ગાંગવા થી ના રહેવાયું એટલે તેણે નામ પૂંછયું. ગાંગવી એ નામ કહ્યું અને નામ પૂંછયું. ગાંગવા એ નામ જણાવ્યું. પછી સામ સામા સવાલ જવાબ પૂંછાયા. પણ કેવા? તો કે....ગામ ક્યું? શું કરો છો? ઘર મા કોન કોન છે? જમીન કેટલી છે? જ્ઞાતી કંઈ છે વગેરે વગેરે... બંને ખુશ હતા જેનું કારણ હતું બંને ની જ્ઞાતી અેક હતી તે. તેમને આજીવન સાથે રહેવાના સંકેત દેખાતા હતા.

મગફળી ખાધા પછી બંને ને તરસ લાગી. તેઓ પાણી પિવા માટે નદિ તરફ ગયા. બંને એ વહેતું પાણી પિધું. પાછા ફરતી વેળા એ ગાંગવો તો બહાર નિકળી ગયો. પણ, પત્થર પર જામેલી લીલ ના કારણે ગાંગવી નો સહેજ અમથો પગ લપસ્યો અને તે થોડીક પલળી (ભીંજાણી) એટલે તેણે ન્હાવા નું મન બનાવ્યું મન ની વાત તેણે ગાંગવા ને કરી તો ગાંગવા એ પણ સાથે ન્હાવા ની ઈચ્છા વ્યક્ત કરી.

ગાંગવી તો ખૂશ થઈ ગાંગવા નો હાથ પકડી તેને નદિ મા લાવી અને બંને જણા પહેરે કપડે જ ન્હાવા લાગ્યા. ન્હાતાં ન્હાતાં ગાંગવા એ કહ્યું કે ગાંગવી હું તને પ્રેમ કરૂ છું, શું તું પણ મને પ્રેમ કરે છો? જવાબ માં ગાંગવી એ ધીમે થી હસતાં હસતાં કહ્યું કે પ્રેમ કરૂ છું એટલે જ તો તમારી સાથે એકાંત માં અહિ ન્હાઈ રહિ છું. ખરેખર સાચું કહું ને તો મને તો તમારી સાથે પહેલા જ દિવસે પ્રેમ થઇ ગયો હતો.

પછી ગાંગવી એ બંને હાથ ફેલાવી અાવો મારા માં સમાઈ જાવ અને મને તમારા મા સમાવી લ્યો એવું બોલી. ગાંગવા એ કંઈ પણ વિચાર્યા વગર ગાંગવી ને ગળે વળગાડી. બંને એક બીજા ને ચુંબક ની જેમ ચોંટી ગયા. અને એક બીજા ના હોઠ પર પ્રેમ નાં હસ્તાક્ષર કરવા લાગ્યા. આવો તૃપ્ત આનંદ ઊઠાવી ને પલળ્યા છતા કોરા નાં અનુભવ સાથે ત્યાથી મેળા તરફ જવા નિકળ્યા.

મેળા માં પહોંચી ગયા. અને બંને સાથે મેળો વિખવા લાગ્યા. ગાંગવા એ, ચુડલા, ચાંદલા, કડલા, વીંટીં વગેરે ગાંગવી એ જે પણ કિધી તે કટલેરી લઈ આપી. ખુબ ખાખા ખીખી કરી. અંતે ઢળતી સાંજે ધીમે-ધીમે મેળો વિખાવા લાગ્યો. માણસો ઓછા થવા લાગ્યાં. ગાંગવા ગાંગવી અે પણ મન મક્કમ કરી છૂટા પડવા નો નિર્ણય કર્યો. પણ બંને ની આંખો આંસું ઓ થી ભરાઈ ગઈ હતી. બસ અાંસું પડું પડું થવાની તૈયારી માં હતાં ત્યા ચોમાસું ચાલતું એટલે એકા એક ધોધમાર વરસાદ પડવા લાગ્યો. અને મેળા માં જે લોકો બચ્યા હતા તે બધા ભીંજાઈ ગયા. ગાંગવો ને ગાંગવી વિખૂટા પડવા ની વેદના માં રડી પડ્યાં પણ તેના આંસું વરસાદ ની સાથે વહિ ગયા. વરસાદ તો બંધ થવા નું નામ ન્હોતો લેતો. રાત થવા આવી હતી બધા ને ઘરે પહોંચવા માં મોડું થતું હતુંં. એટલે બધા પલળતા પલળતા જ ઘરે જવા નિકળ્યા. મેળા માં વેંચવા વાળા પણ પોતાનો માલ સામાન પેક કરી પલતા પલતા જ પોતાના માળા તરફ જવા નિકળ્યા.

ગાંગવી એ ઘરે જઈ બધી કટલેરી ભરેલી થેલી ટીંગાડી અને ભીંજાયેલા કપડાં બદલવા નાવણીયા (બાથરૂમ) મા જતી રહિ.

બીજી તરફ ગાંગવો પણ કપડાં બદલાવી વાળુ કરવા બેઠો. વાળુ કરી ખાટલાં માં લાંબા થતા વેત આખા દિવસ ના થાક ના કારણે તેને નિંદર આવી ગઈ. પણ તે ઊંઘ માં હસી રહ્યો હતો. જેનું કારણ હતું તે સપના માં ગાંગવી સાથે તે જ નદિ માં ન્હાતા ન્હાતા તે ગાંગવી નો સાથ માણી રહ્યો હતો. જેનો અનુભવ ગાંગવી એ પણ સવારે જાગી ને કર્યો હતો.

ગાંગવા એ રોજ ની જેમ સિરામણ કરી, બપોર નું ભાત બાંધી બધા માલ છોડી મિત્રો સાથે વરલ ની આથમણી સિમ માં માલ ચારવા નિકળી પડ્યો. પણ તેનું મન ન્હોતું માનતું. કારણ કે તેનું મન તો વરલ ની ઉગમણી દિશા માં થાળા ની સિમ માં જવા માંગતું હતું. પણ મિત્રો જીતી ગયા અને મન હારી ગયું.

ગાંગવી એતો ફટાફટ ઘર નું કામ પતાવી બપોર નું ભાત તૈયાર કરી ઘર ને તાળા મારી ભાત લઈ એક કલાક વહેલા વાડીએ જવા નિકળી અને જે જગ્યા એ ગાંગવો ને ગાંગવી પહેલી વખત મળ્યા હતા તે જગ્યા એ આવી ને ઊભી રહિ. ભાત નીચે ઉતારી પેલા પત્થર પર બેસી બાજું મા ભાત મૂકી ગાંગવા ની રાહ જોવા લાગી. માથે થી એક કલાક ને દસ મિનિટ વિતી ગઈ હતી પણ ગાંગવો ના આવ્યો કે ના જ આવ્યો. પછી ઓછીયાળા મોઢે ઊભી થઈ ભાત માથે ચડાવી ઉતાવળા પગે વાડી તરફ ચાલવા મંડી.

પેલી બાજું વરલ ની આથમણી દશ ની સિમ માં ગાંગવો પણ ઓસિયાળો થઈ બેઠો હતો. નાતો મિત્રો સાથે વાતો કરતો, નાતો માલ ને હાડ હુડ કરતો બસ જાણે બધુય લૂંટાઈ ગયું હોય તેમ ઉદાસ થઈ ને બેઠો રહે, એટલું જ નહિ તેણે તો બપોરે રોંઢો પણ ન્હોતો કર્યો.

બીજા દિવસે ગાંગવો જાગ્યો. નિત્ય ક્રિયા કરી પણ મન માં મનગમતી ને મળવા નાં કોડ હતા એટલે બિમારી નું બ્હાનું કાઢી માલ મિત્રો ને ભળાવી પોતે ઘરે રહ્યો. ઘર ના બધા વાડીએ વહિ ગયા. પછી પાછળ થી ગાંગવા એ ઘર ને તાળું મારી ઠિક દસ વાગ્યે ઉગમણી દિશા માં થાળા ની સિમ ભણે પગ માંડ્યા.

પેલા પત્થર જ્યા પડ્યા હતા ત્યા પહોંચી ને પત્થર પર બેઠો, થોડી વાર થઈ ત્યાં ગાંગવી આવી ગાંગવા ને જોઈ ઝડપ થી તેની પાસે પહોંચી. ગાંગવો ઊભો થઈ ગયો. ગાંગવી એ ભાત હળવે થી પત્થર પર મૂકી ગાંગવા ને ભેટી પડી. બંને એક બીજા ને ચોંટી ગયા અને ચુંબન ની આપ-લે કરવા લાગ્યા. ધરાઈ ને હોઠ રસ પિધા પછી બંને તે જ પત્થર પર એક બીજા ની પીઠ દબાવી ને બેઠા અને વાતો એ વળગી પડ્યા. દસ મિનિટ વાતો કર્યા બાદ ગાંગવી અે ગાંગવા એ જે સપનું જોયું હતું તે સપનું સાકાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને ગાંગવો પણ વર્ષો નો ભૂખ્યો હા પાડી બેઠો. પછી બંને ઊભા થઈ આજુ બાજુ દૂર સુધી નઝર કરતા કરતા એક બાવળ નાં જુંડ માં ઘુસી ગયા અને સંસાર સુખ માણવા લાગ્યા. પૂરી અડધી કલાક બાદ બંને બહાર આવ્યા. પૂર્ણ સંતુષ્ઠતા બંને ના ચહેરા પર સાફ દેખાતી હતી. બંને પત્થર પાસે આવ્યા ને ગાંગવી બોલી ચાલ ગાંગવા હું જાવ. રોંઢા નું ટાણું થઈ ગયું છે. માં બાપૂ વાટ જોતા હશે. આપણે કાલે મળિશું. કહિ તેણે ભાત માથે ચડાવ્યું.

શું ગાંગવી સમય સર વાડી એ પહોંચશે?

શું તે કાલે મળવા આવશે?

તેમનાં પ્રેમ ની જાણ ઘરે થશે?

તેમના પતી પત્ની જેવા પ્રેમ ના લીધે શું ગાંગવી કુંવારી માતા (ગર્ભવતી) બનશે?

આવા સવાલો નાં જવાબ જાણવા માટે તમારે મારી સાથે વાંચવો પડશે "ગાંગવો ને ગાંગવી એક પ્રેમ કથા" ભાગ-ર