Mari odkhan - 1 books and stories free download online pdf in Gujarati

મારી ઓળખાણ - 1

વિશાળ જગ્યા માં એક સુંદર બંગલો બનેલો હતો. જેમા એક દસ બાય દસ નો નાનો એવો રૂમ હતો. પણ તેની અંદર ની વિશેષતા વિશે વાત કરવા બેસું તો કદાચ મારા શબ્દો ઓછા પડે.

છતાય તમને જણાવવા માટે લખું તો સરસ મજા ની પેઈંટ કરેલી ચારેય દિવાલો, દિવાલો પર કુદરતી દ્રશ્યો, બાઇક, કાર, લવ બર્ડસ વગેરે પોસ્ટર લાગેલા હતા. તેમજ પ્લાસ્ટિક ના ગુલાબ, પતંગીયા, આકર્ષક ડિઝાઈન વાળી મોર્ડન ઘડિયાળ, એસી, 24 ઈંસ નું ટીવી વગેરે પણ દિવાલ ની શોભા મા વધારો કરી રહ્યા હતા.

એક ટેબલ પર કોમ્પ્યુટર પડ્યું હતું.

કોમ્પ્યુટર ની બાજું મા એક મોંઘો મોબાઇલ ચાર્જીંગ મા પડ્યો હતો. બે સીટ નો સોફો હતો અને આખો રૂમ એક મસ્ત સુગંધ થી મહેકી રહ્યો હતો.

ધીમો ધીમો સિલીંગ ફેન ફરતો હતો અને તેની નીચે ડબલ બેડ પર એક મહાસય અર્ધનગ્ન એટલે કે કેપરી પહેરી ને ઊંઘ ની મજા માણી રહ્યો હતો અને આ ઊઘણસી નું નામ હતું અશોક.

જે કોલેજ ના બીજા વર્ષ માં હતો. પિતા એક બીઝનેસ મેન હતા જેવો બીઝનસ ના કામ માટે મહિના ના વીસ દિવસ ઘર તેમજ શહેર ની બહાર જ રહેતા. એક સુંદર મમ્મી હતા. જેઓ હાઉસ વાઈફ હતા. માત્ર ત્રણ જણા નો પરિવાર અને પુષ્કળ પૈસો.

અશોક તેના પિતા નો એક માત્ર પુત્ર અને વારસ હતો. જેથી તે ખૂબ બધા પૈસા નો માલિક કહેવાય. અશોક નું વોલેટ (પર્સ) કેશ, ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ થી ચલોછલ ભરેલું રહેતું. આટલા બધા પૈસા હોવા છતા, અશોક માં એક ગજબ ની ખાસીયત હતી. તે પાન, માવા, સિગાર અને દારૂ થી હંમેશા દૂર રહેતો. હા કોલ્ડ ડ્રિંક અને સોફ્ટ ડ્રિંક બહુ પિતો. ઉપરાંત છોકરીયું (ગર્લ ફ્રેન્ડ) ફેરવવા નું તો તેને જરાય પસંદ ન્હોતું.

હું અને તમે જાણીએ છીએ કે પૈસા વાળા લગભગ કુટેવો અને સ્ત્રી સુખ માણવા ના શોખીન હોય છે. પણ અશોક તો બધા થી અલગ હતો. સાવ સિંપલ અને સાદો અશોક એઈને કોઈ પણ જાત ના ટેન્શન વગર શાનદાર ઊંઘ નો આનંદ માણી રહ્યો હતો.

ઘડીયાળ નો નાનો કાંટો આઠ પર અને મોટો કાંટો દસ પર હતો જે 8:10 નો સમય દર્શાવી રહ્યા હતા. તેવા મા એક 40 વર્ષ ની બાઈ નો ટહૂકા જેવો અવાજ અશોક ના રૂમ મા સંભળાયો. કદાચ તે અવાજ અશોક ના મમ્મી નો હતો. જેવો બોલ્યા હતા કે બેટા અશોક ક્યા સુધી સૂવુ છે તારે? ઊભો થા સવા આઠ થવા આવ્યા.

અશોક એટલું સાંભળી સૂતા સૂતા જ પોતાના માથા નીચે રહેલ ઓશીંકુ બે હાથે પકડી પોતાના માથા ઉપર મૂકે છે, ત્યા અશોક ના મમ્મી પાછા બોલ્યા, બેટા તમે આજે ક્યાંક જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો ને? તારે મોડું નથી થતું? આટલું જ્યા સાંભળ્યું ત્યા માથા પર રહેલ ઓશીંકા નો એક બાજું ઘા કરી સફાળો ઊભો થયો અને બેડ ના એક પાયા પાસે પડેલ ટી-શર્ટ જે તેણે રાત્રે સૂતી વેળા એ કાઢ્યું હતું તે હાથ મા લીધું અને પહેર્યું. પછી કેપરી નું નાડુ બાંધ્યું અને ચાર્જીંગ માંથી મોબાઈલ કાઢી બહાર ગયો.

બહાર જઈ અશોક હળવો થવા માટે સીધો ટોઈલેટ ગયો. હવે અશોક હળવો થઈ, બ્રશ કરી, સ્નાન કરી ફ્રેશ થાય ત્યા સુધી મા હું તમને જણાવી દઉં કે અશોકે ક્ય.ં જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો.

અશોક ના પાકા અને ખાસ ચાર મિત્રો હતા. જે તેની સાથે એક જ ક્લાસ માં ભણતા હતા. ચાર મિત્રો માં બે છોકરાં રવિ અને પંકજ, બે છોતરિયું જાનવી અને રમિલા.

અા પાંચેય ગાઢ મિત્રો હતા જેનું એક કારણ હતું આ પાંચેય ના પેરેન્ટસ વર્ષો થી એક બીજા ને ઓળખતા હતા તે. એક બીજા ના ઘરે આવરો જાવરો હતો. સારા મોળા પ્રસંગ બધા સાથે મળીને ઉજવતા હતા. પાંચેય ના પેરેન્ટસ પર લક્ષ્મીજી ના ચારેય હાથ હતા. જેવી જાહો જલાલી અશોક ની હતી તેવી જ તેના ચારેય મિત્રો ની હતી.

ચારેય અશોક ના રસ્તે ચાલવા વાળા હતા.પણ, ચારેય ના હ્યદય માં પરસ્પર પ્રેમ ના વાવેતર થઈ ચૂક્યાં હતાં. બસ ખાલી હોઠે થી વરસાદ થઈ જાય એટલે બીજ ઉગી નિકળે. પાંચેય ભણવામા એક બીજા ને ટક્કર આપે એવા હતા. અંગ્રેજી તો એવું બોલતા જાણે ફોરેન ની ફસલ (પેદાશ) હોય.

પૈસા ના જોરે આ પાંચેચે વિદેશ ના પ્રવાસો તો બહું ખેડેલા, પણ ગુજરાત ની ગરીમા, સૌરાષ્ટ્ર ની ભોમકા, જુનાણા (જુનાગઢ) નો ગરવો ગઢ ગીરનાર અને તેના વિશાળ જંગલ થી અપરીચિત હતા. સાંભળેલું હતું પણ અનુભવ ન્હોતો કરેલો એટલે કે રૂબરુ ન્હોતા ગયેલા.

કોલેજ મા પાંચ દિવસ ની રજા આવે એમ હતી એટલે પાંચેય મિત્રો એ જુનાગઢ ખેડવાવા નું એટલે કે ગરવાગઢ ગીરનાર નાં દર્શન કરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો.

અશોક ફ્રેશ થઈ ડાઈનિંગ ટેબલ પર આવ્યો જ્યા તેના મમ્મી પહેલે થી નાસ્તો કરી રહ્યા હતાં. અશોકે તેમને ગુડમોર્નિંગ કહ્યું અને ખૂરશી પર બેઠો. તેના મમ્મી એ ગુડમોર્નિંગ કહેતા-કહેતા થાળી તૈયાર કરી અને અશોક ને આપી. અશોક નાસ્તો કરવા લાગ્યો. નાસ્તો કરી, ટેબલ પર પડેલા પાણી ના જગ માંથી ગ્લાસ ભરી, પાણી પિઈ

, ઊભો થઈ પોતાના પેન્ટ ના ખિસ્સા માંથી હાથ રૂમાલ કાથી હાથ-મો લૂસતા લૂસતા તેના રૂમ તરફ ગયો.

રૂમ માં જઈ, પોતાની બેગ (કીટ) માં બે જોડી કપડાં, ટૂથબ્રશ, ચાર્જર, ઈયર ફોન વગેરે જરૂરી વસ્તું ભરી. પછી થોડીક વાર વિચાર કરી જે ટેબલ પર કોમ્પ્ટર પડ્યું હતું તેનું ખાનું ખોલી તેમાંથી ફોટા પાડવાનો નાનો કેમેરો કાઢી તેને પપ્પી ભરી તે પણ બેગ માં નાખ્યો. બેગ ની ચેઈન ફિટ કરી. બેગ ખંભે નાખી, ટેબલ પર પડેલ મોબાઈલ હાથ માં લઈ તેમા ટાઈમ જોઈ મોબાઇલ શર્ટ નાં ખિસ્સા માં નાખી રૂમ બહાર નિકળ્યો.

બહાર જઈ તેના મમ્મી ને પગે લાગી બોલ્યો ચાલો મમ્મી હું જાવ છું. હા, પણ તારૂ ધ્યાન રાખજે! જી મમ્મી. કહી ત્યાથી બહાર નિકળ્યો તો બહાર હિંડોળા પર તેના બાપૂ (ડેડ) છાપૂ વાંચતા-વાંચતા 'ચા' ની સૂચકી લઈ રહ્યા.

અશોક ત્યા ગયો અને તેના પિતા ને પગે લાગી બોલ્યો, પપ્પા હુંજાવ છું. હા જા પણ ગાડી જાળવી ને ચલાવજે. અશોક ના પિતા છાપૂ વાળતા-વાળતા બોલ્યા. હો. અશોકલ બોલ્યો. પૈસા જોવે છે? તેના પિતા એ પૂંછ્યું. ના, છે. અશોકે જવાબ દિધો. સારુ પહોંચી જાવ એટલે ફોન કરજે. તેના પિતા ફોર વ્હિલ ની ચાવી અશોક ને આપતા-આપતા બોલ્યા. એ હો. કહિ અશોકે ચાવી લઈ કાર તરફ ડગલા ભર્યાં. કાર પાસે જઈ ડ્રાઇવિંગ સિટ નો દરવાજો ખોલી, બેગ અંદર મૂકી પોતે બેઠો પછી દરવાજો બંધ કરી, ખિસ્સા માંથી ફોન કાઢી કોન્ટક્ટ માં જઈ રવિ ના નામે સેવ થયેલ નંબર ને ડાયલ કરી .... હા રવિ હું દસ મિનિટ માં તારા ઘરે પહોંચું છું તું રેડી રહેજે અને પંકજ, જાનવી અને રમીલા ને પણ ફોન કરી ને કહિ દેજે એટલે તેવો પણ તૈયાર રહે.

પછી ફોન કટ કરી શર્ટ નાં ખિસ્સા માં ફોન મૂકી ગાડી સ્ટાર્ટ કરી ને નિકળી પડે છે. રવિ ના ઘરે પહોંચી તેને પિકઅપ કર્યા પછી પંકજ, રમીલા અને જાનવી ને એમ ત્રણેય ને પણ પિકઅપ કર્યાં પછી અમદાવાદ ભાવનગર વાયા ધંધુકા વાળા હાઈ-વે તરફ પોતાની કાર દોડાવી.

અમદાવાદ થી ત્રણ કિ.મી. દૂર ગયા હશે ત્યા અશોકે કાર ઊભી રાખી એંજીન બંધ કર્યું એટલે બધા એ પૂંછ્યું કે, અશોક કેમ ગાડી સ્ટોપ કરી? જુવો દોસ્તો કાઠિયાવાડ કે તેના રસ્તા વિશે હું કંઈ જાણતો નથી. અને મારા અંદાજ પ્રમાણે તમે લોકો પણ કંઈ જાણતા નથી. છતાય આપણે જુનાગઢ પહોંચવા નું છે. તો બોલો કેવી રીતે જઈશું? અશોકે મનો વેદના વ્યક્ત કરી. વેઈટ કહિ જાનવી એ પોતાના બેગ માંથી સ્માર્ટ ફોન કાઢી ગુગલ મેપ નામ નાં એપ પર ક્લિક કરી, અમદાવાદ ટુ જુનાગઢ નું ડિસટન્ટ (અંતર) ચેક કર્યું અને બોલી ...

દોસ્તો અમદાવાદ થી જુનાગઢ પહોંચવા ના ત્રણ રસ્તા છે. જેમાનો એક રસ્તો આપણે ઓલ રેડી પાછળ છોડી દિધો છે. બીજા રસ્તા પર આપણે ઊભા છીએ અને ત્રીજો રસ્તો આગળ છે જે આગળ જતા પાછો આજ રસ્તા ને મળે છે એટલે આપણે આજ હાઈ-વે પર આગળ વધવા નું છે.

આ હાઈ-વે પર આગળ આવતા ગામડા અને નાના-મોટા સીટીઝ વિશે કહું તો આગળ ચંગોદર, બાવળા, બગોદરા, લિંમડી, ડોલીયા, દેદૂકી, ચોટીલા, કુવાડવા, રાજકોટ, ગોંડલ, વીરપૂર, જેતપૂર અને જુનાગઢ. બરોબર અશોક મળી ગયો રસ્તો હવે તું બિંદાસ ગાડી ચલાવ. છતાય આપણે જો અટવાશું તો ગુગલ ગુરૂ તો આપણી સાથે છે જ.

જાનવી ની વાત સાંભળી પંકજ બોલ્યો. ગ્રેટ પહોંચી ગયા જુનાગઢ. હવે એક અગત્ય ની વાત ...! આપણ ને પાંચેય ને ડ્રાઈવ તો અાવડે જ છે પણ એક સરખી.આપણે અાર.ટી.ઓ. ના નિયમો નું ચૂસ્ત પણે પાલન કરવા વાળા છીએ. બાર વાગવા જઈ રહ્યા છે અને આપણે હજી અમદાવાદ માં જ છીએ. એટલેે ગાડી તું હાંકે કે, હું હાંકુ કે પછી આપણા માંથી કોઈ પણ હાંકે અાપણે સાંજ નાં પાંચ વાગ્યા પહેલા જુનાગઢ પહોંચી શકિશું નહિ. અને પાંચ વાગ્યા પછી ગીરનાર નાં પગથીયા ચડવા આપણ ને ભારે પડશે. એટલે મે વિચાર્યું છે કે રાજકોટ માં કોઈ સારી હોટલ માં ગાડી ઓટ કરી. પેટ પૂંજા કર્યા પછી બે રૂમ બૂક કરી નાઈટ રાજકોટ મા જ વિતાવી સવારે ફ્રેશ થઈ પાછા જુનાગઢ નાં રસ્તે.

સરસ. અશોક તાળી પાડી બોલ્યો. સરસ નહિ ... બહુ સરસ, ગ્રેટ આઈડિયા પંકજ માઈન્ડ બ્લોવિંગ. રમિલા ખૂશ થઈ બોલી. રમિલા નું પંકજ ને સાથ આપવા નું કારણ હતું પ્રેમ. જેના વિશે આપણે અગાવ વાત કરી હતી ..

નાઈસ આપણે તો રજા ગાળવા ની છે. એટલું કહિ રવિ એ અશોક પાસે પાણી માંગ્યું. ગાડી મા પાણી ન્હોતું એટલે અશોકે પાણી ની ના પાડી. એલા આવડી મોટી ગાડી માં નાની એવી એક પાણી ની બોટલ નથી. રવિ એ મજાક બનાવતા કહ્યું. પાણી તો હતું પણ પૂરૂ થઈ ગયું છે, તમે લોકો બેસો હું હમણા પાણી લઈ ને આવું છું. એટલું કહિ અશોક કાર નો દરવાજો ખોલી નીચે ઉતરી હાઈ વે પર સ્થિત એક કોલ્ડડ્રિંક સ્ટોર પર ગયો. અને ત્યાથી ત્રણ મિનરલ વોટર ની બોટલ એક 2.50 લિટર નો થમ્ઝપ નો બાટલો સાથે પાંચ પ્લાસ્ટિક ના ગ્લાસ અને 10 વાળી પાંચ વેફર નાં પેકેટ લઈ ને પાછો કાર પાસે આવ્યો.

કાર માં બેસી બધા ને વેફર ના પેકેટ આપ્યા, બધા એ વેફર ખાધી, થમ્ઝપ પિધી અને પછી એઈને અશોકે ઓડકાર ખાઈ ને ગાડી સ્ટાર્ટ કરી અને પાંચેય નિકળી ગયા જુનાગઢ જવા.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED