મારી ઓળખાણ - 3 kishor solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

મારી ઓળખાણ - 3

અશોક પોછા પગે તેના મિત્રો જ્યા બેઠા હતા ત્યા ગયો અને તેણે જે જોયું તેનું વર્ણન તેના મિત્રો ને કર્યું. મિત્રો ઊભા થયા અને તેના ડર માં વધારો થયો. ચાલો યાર આપણે હવે અહિથી નિકળીએ મને આ જગ્યા ઠિક નથી લાગતી. રમીલા દિલ માં ડર રાખી બોલી. નય, અસલ મા ત્યાં શું છે? શું ત્યાં કોઈ સાચે જ છોકરી કે સ્ત્રી છે કે પછી ખાલી એક કાપડ નો કટકો જ છે? તે પાકું કન્ફમ કરવું તે આપણી ફરજ છે એટલે ચાલો મારી સાથે. અશોક નિર્ભયતા થી બોલ્યો.

છોડ ને અશોક આપણે શા માટે આ બધી જંજાળ માં પડવું. આપણે જે માટે આવ્યા છીએ તે ફટાફટ પતાવિએ? જાનવી એ રમીલા નો સાથ પૂરાવ્યો. નય, 'આઈ થિંક અશોક ઈઝ રાઈટ'. આપણે ત્યાં જઈને જોવું જોઈએ કે તે વ્યક્તિ કોણ છે? કદાચ તે આપણી જેમ જ ગૃપ મા આવી હોય અને વિખૂટી પડી ગઈ હોય. તો તો આપણે તેને મદદ કરવી જોઈએ. અને જો તે આ જંગલ ની જ રહેવાસી હોય તો આપણ ને તેનાથી મદદ મળી શકશે. અશોક કેમ? પંકજે અશોક ની વાત લંબાવી.

યસ, જો આપણે તેને નહિ મળીયે તો કદાચ તે આપણા જીવન ની મોટા માં મોટી ભૂલ હશે. પણ આપણે આ ભૂલ કરવી નથી. (બેગ લઈ) ચાલો મારી સાથે. કહિ તે ચાલ્યો. પંકજ પણ તેની સાથે ચાલ્યો. રવિ બાયલા માં ના ગણાય એટલે તે પણ પાછળ ચાલ્યો. જાનવી અને રમીલા ને સાથે ગયા સિવાય છૂટકો ના હતો. એટલે તે પણ બેગ લઈ મોં બગાડી પાછળ હાલી નિકળી.

સૂકા પાંદડા પર પગ મૂકતા-મૂકતા પાંચેય ચાલ્યા. લગભગ 20 મિટર દૂર રહ્યા હશે, કે ત્યા તેમને રડવા નો અવાજ સંભળાયો. પાંચેય ચોકી ગયા એક બીજા નાં મોઢા સામૂ જોઈ આગળ વધ્યા.

ત્યા જઈ ને જોયું તો ઝાડ નાં થડ ને ટેકો દઈ પચિસેક વર્ષ ની એક હુષ્ટ પૃષ્ટ યુવતી બે પગ વચ્ચે માથું નાખી રડી રહિ હતી. આંસું ઓના કારણે તેના કપડાં તેમજ નીચે પડેલા સૂકા પાંદડાં ભીના થઈ ગયા હતા. આ પાંચેય મિત્રો તેની પાસે આવિ ને ઊભા રહ્યા છે તેનો તેને ખ્યાલ પણ ન્હોતો. તેતો બસ તેના દુ: ખ ને લઈ ને રડી રહિ જ હતી. પાંચેય મિત્રો એ યુવતી ને જોયા પછી આજું-બાજું નઝર કરી તો તેને જંગલી ઝાડવા સિવાય બીજું કાંઈ નો દેખાયું.

પણ હા જે રસ્તે થી તેવો આવ્યા હતા તેજ રસ્તે આગળ જતા ઉત્તર દિશા મા તે યુવતી થી થોડે દૂર પૂર્વ અને પશ્વિમ દિશા ને જોડતો એક કાચો રસ્તો હતો. રસ્તા ને જોઈ એવું લાગતું હતું કે તેના પર ખાસ વાહનો ની અવર-જવર ન્હોતી. રસ્તા પર પડેલા સિલા (ટાયર ના નિશાન) જોતા એવું લાગતું હતું કે દિવસ માં એક કા બેજ ચાર પૈંડાં વાળું વાહન ચાલતું હોવું જોઈએ.

હેલ્લો .... કોણ છો તમે? અને શા માટે રડી રહ્યા છો? અશોકે યુવતી ને પ્રશ્ન કર્યો. પણ પ્રત્યુતર ના મળ્યો એટલે રવિ બોલ્યો .. ઓ બે ....... ન ત્યા તો યુવતી એ ઊંચું જોયું. પણ તેનું ઊંચું જોતા વેંત તેના રૂપ થી ત્રણેય છોકરાં અંજાઈ ગયા અને છોકરીયું ની આંખો ડર દૂર કરી ઈર્ચા થી છલકાણી.

આટલા થી તમને રૂપ નો તો અંદાજ આવીજ ગયો હશે. છતાય લખું તો ... ફુલ ગુલાબી ચહેરો, નાકની શોભા મા વધારો કરતી નથડી, લોભામણા કાન નાં જુમખાં, સરસ મજા નાં ઓળવેલા વાળ, સેથા માં સરસ મજા નો ટીકો, હાથ માં રંગ બેરંગી બંગડી, કેડે કંદોરો ચણીયા ચોળી થી પગ ઢંકાયેલા હતા એટલે પગ માં શું પહેર્યું હતું તે કહેવું મૂશ્કેલ છે. શરીર નો જે પણ ભાગ કપડાં થી ઢંકાયેલો ન્હોતો તેને જોતા એવું લાગતું કે લગભગ આખું શરીર એક સરખું રૂપાળું હશે.

નિરખી ને જોવો તો નવરાત્રી માં આધશક્તિ નાં ગરબા કરવા જેમ કુમારીકા ઓ સોળે શણગાર સજી અસલી ગુજરાતણ બને છે, તેવી જ કંઈક આ યુવતી અસલી ગુજરાતણ લાગતી હતી. રૂપાળો અને પ્રેમાળ ચહેરો જોઈ દિલ માંથી ડર દુર કરી પાંચેય તે યુવતી ની તે યુવતી ની ફરતે નજીક બેઠા અને પાંચેય યુવતી ને જોવા લાગ્યા, યુવતી પાંચેય ને જોવા લાગી.

પણ એક ગજબ કહિ શકાય તેવું થઈ રહ્યું હતું પેલી યુવતી હજી પણ રડી રહિ હતી. અવાજ ન્હોતો આવતો પણ આંખો માંથી દડદડ આંસું પડતા હતાં. આંસું જોઈ અશોક બોલ્યો. તમે શા માટે રડો છો? ક્યા રહો છો? આ જંગલ માં કેવી રીતે પહોંચ્યા? આમ અશોકે સવાલો ની લાઈન લગાડી. એટલે રમીલા બોલી હં .... મ હંમ ... અશોક ધીમે-ધીમે ઈશારો કરી તેણે અશોક ને બંધ કર્યો અને એઈ બહેનપણી તું શા માટે રડે છો? રમીલા એ પ્રેમ થી પૂછ્યું.

યુવતી એ જમણા હાથ થી આંસું લુચ્યા અને સુમધૂર અવાજે બોલી. કે મને કોઈ ચાહતું નથી, મને કોઈ પ્રેમ નથી કરતું, મને કોઈ પસંદ નથી કરતું, હું કોઈ ને ગમતી નથી. બધા તો મારા થી દૂર ભાગી રહ્યા છે તમે પણ મારા થી દૂર જઈ રહ્યા છો. તમે લોકો પણ મને ચાહતા નથી, તમારા દિલ માં પણ મારા માટે જગ્યા નથી.

સપનાં માંય જોયેલો નહિ એવો ચહેરો આંખો ની સામે હતો અને ઉપર યુક્ત બોલી રહ્યો હતો. જે સાંભળી પાંચેય મિત્રો ફડફડી ઊઠ્યા, અને ગંભીર થઇ એક બીજા ની સામે જોવા લાગ્યા. બોલવું હતું પણ મોં માંથી શબ્દો ન્હોતા નિકળતા. છતાય હિંમત કરી તૂટતા શબ્દે અશોક બોલ્યો. કે ... પણ આપણે પહેલી વાર મળ્યાં છીએ અમે તો તમને સપનાં માં પણ જોયા નથી, તો પછી અમે તમને ચાહતા નથી તેવો સવાલ જ ક્યાં બને છે?

બને છે હું તમારી સાથે રમી ને મોટી થઈ છું. નાનપણ માં તમે મારી સાથે કાલું ઘેલું બોલતા, હું પણ તમારી સાથે એવું જ બોલતી મને બહું મજા આવતી. આપણે જ્યારે નાના હતા ત્યારે એકબીજા ને ખૂબ વ્હાલ કરતા હતા મને બધુય યાદ છે. તમે પાંચેય જેસય કાંઈ બોલતા તે જ હું બોલતી. ટૂંક માં હું કમારી નકલ કરતી. તમારો સાથ મેળવી ને હું ખૂૂબ ખુશ હતી પણ હાય રે મારા નસીબ જેમ જેમ તમે મોટા થતા ગયા

ગયા તેમ તેમ મારી ખુશી માં ઘટડો થતો ગયો.

જે ઘટના જીવન માં ઘટી જ નથી ઘટના નું વર્ણન સાંભળી પાંચેય ના હૈયા નાં ધબકારા વધી ગયા, જીવ તાળવે ચોંટી ગયો, શરીર માં કમકમાટ ઉપડી ગયો અને પાંચેયે એક સાથે નિર્ણય કરી લીધો કે નક્કી આ કોઈ અકાળે અવસાન પામેલી કોડ ભરી કન્યા નું ભૂત છે. જેણે અમને પૂરા એના વશમાં કરી લીધા છે. તે લોકો ને વિશ્ર્વાસ આવી ગયો હતો કે નક્કી આજે લાઈફ નો લાસ્ટ ડે છે. અશોક સિવાય પેલા ચારેય નાં મોં શિવાય ગયા હતા. શ્ર્વાસ લેવા માટે માત્ર નાક અને સાંભળવા માટે કાન જ કામ કરી રહ્યા હતા.

જાણે દસ પંદર દિવસ થી માંદો (બિમાર) હોય તેમ સાવ ઢીલો પડી અશોક બોલ્યો. શું બકવાસ કરો છો તમે? હું બકવાસ નથી કરતી. મે જે જોયું છે, જે અનુંભવ કર્યો છે તે તમને કહું છું. અને ખાસ હું તમારી સાથે જ ભણી છું. નિશાળ માં, ટ્યૂશન માં, લેશન માં બધેય રાત દિવસ હું તમારી સાથે જ રહેતી.ચાલો એક પળ માટે માની લઉં કે તમે જે કહિ રહ્યા છો તે સાચું છે. તેના માટે તમારૂ નામ, સરનામું ટૂંક માં તમારી 'ઓળખાણ' તો કહો હવે અશોક પણ તેની સામે પડ્યો. ઓળખતા હોય તેને ઓળખાણ આપવા ની ના હોય એને તો બસ સખદખ (સુખ દુ: ખ) ની વાતો કહેવાની હોય. યુવતી બોલી. જુવો પ્લીઝ તમે અમને ડરાવવાની કોશીશ ના કરો તમારી વાતો થી અમને અમને ગભરામણ થાય છે. તમે કોણ છો? અમને સાચું સાચું કહિ દયો, તમે મનુષ્ય જ છો કે કોઇ બીજું .....? રવિ એના મન માં રહેલ વાત ઝડપ થી બોલી ગયો.

કોઈ બીજું ....! યુવતી નાં આવા શબ્દો સાંભળી પાંચેય એકાએક પોત પોતા નો સામાન લઈ ઊભા થઈ ગયા અને ત્યાથી ચાલતા થયા. યુવતી તો ત્યાંની ત્યાં બેઠી જ છે. પાંચેય પાંચ ફૂટ દૂર ગયા હશે ત્યા યુવતી બોલી. એક મિનિટ ... પાંચેય ઊભા રહ્યા. "મારી ઓળખાણ" તો કાઢતા જાવ. અમારે કોઈ ઓળખાણ નથી કાઢવી. અશોક પાછળ જોઈ બોલ્યો. અને પાછો મિત્રો સાથે ચાલવા લાગ્યો.

મારી ઓળખાણ છે ભાષા ...! યુવતી બોલી આચલું સાંભળી પાંચેય પાછા ઊભા રહ્યાં અને આ વખતે અશોક સંપૂર્ણ પાછળ ફરી બોલ્યો. ભાષા? અશોક ના શબ્દો સાંભળી બધાય પાછળ ફર્યા. હા, 'ભાષા ગુજરાતી ભાષા' આવો બેસો હું તમને આપબિતી સંભળાવું. કોઈ આગળ ના આવ્યું. આવો હું કોઈ ભૂત નથી મારા થી ડરશો નહિ. બધા આગલ વધી પહેલાં જ્યાં બેઠા હતા ત્યા ના ત્યાં બેસે છે, પછી પેલી યુવતી વાત ની શરૂઆત કરે છે ... "મારી ઓળખાણ" એટલે કે મારૂ નામ ગુજરાતી. હું જાતે ભાષા છું. મારૂ વતન ગુજરાત. પણ નામ નાં જગ વિખ્યાત છે.છતાય હું રડિ રહિ છું જેનું કારણ છે મને લોકો ચાહતા નથી, મારા થી દૂર જઈ રહ્યા છે તે. મને ન ચાહવા નું અને મારા થી દૂર જવાનું એક જ કારણ છે અને તે છે મારી સાવકી બહેન અંગ્રેજી (ભાષા).

એનાથી ગુજરાત ના લોકો એટલા બધા ઘેલા થયા છે જાણે મારા થી સુગ (ગંધ) ચડતી હોય. દુનીયા માં ગમે ત્યાં બે જાપાન નાં માણસો ભેગા થશે એટલે તે જાપાનીઝ માં વાતો કરશે, બે બે ચાઈના નાં માણસો ભેગા થશે એટલે ચાઈનીઝ માં વાતો કરશે, બે સ્પેન નાં માણસો ભેગા થશે એટલે સ્પેનીઝ માં વાતો કરશે પણ બે ગુજરાત નાં માણસો ભેગા થશે એટલે ઇંગ્લીસ માં વાતો કરશે.

મારા ફૂટલા કરમ કે લોકો અત્યારે માં નું દૂધ (ગુજરાતી) મૂકી ને પાવડર વાળું દૂધ (અંગ્રેજી) પીઈ રહ્યા છે. ઘાઘરો અને બ્લાઉસ છોડી સ્ત્રી પુરૂષ બંને બીકીની અને પેન્ટી ને વ્હાલ કરવા લાગ્યા છે. રૂડા રૂપાળા બાજરાં નાં રોટલા દૂર હડસેલી પીઝ્ઝા અને બર્ગર નાં ઓર્ડર કરી કહ્યા છે. કેડિયા છોડી પેન્ટ શર્ટ માં જીવતા થયા છે. માતૃભાષા નાં ગીત, સંગીત અને ફિલ્મો છોડી લોકો વેસ્ટર્ન અને પોર્ન ફિલ્મો માં આંખો ચોંટાડી છે. લોકો ને થમ્ઝપ અને કોકાકોલા ખૂબ ગમે છે પણ લીંબૂ પાણી કે નાળીયેર પાણી પિવા નથી ગમતા, જેના કારણે તમારા લીધે વિદેશ માં એક નવી કંપની નું ઉદ્ઘાટન થાય છે અને અહિયા ગુજરાત અને ભારત મા એક ખેડૂત નાં અસ્થી નું વિસર્જન થાય છે માત્ર તમારા કારણે.

આ ગુજરાત અને ભારત નાં લોકો ને એવું લાગતું હશે કે અંગ્રેજો નાં જવાથી આપણે આજાદ થઈ ગયા છીએ, નય .. આપણે હજી તેમનાં ગુલામ છીએ અને જો હજી આંખો નહિ ખોલીએ તો કદાચ ગુલામ જ રહિશું. સંપૂર્ણ સ્વતંત્ર થવું હોય તો આપણે તમામ વિદેશી વસ્તું નોત્યાગ કરવો પડશે ખાસ અંગ્રેજી ભાષા નોજેથી મારૂ સન્માન જળવાઈ રહે. અંગ્રેજી ભાષા વિશ્ર્વ સ્તરે છે. એટલે તમને અંગ્રેજી શીખવાનો મોહ જાગે છે. તમતમારે કંઈ વાંધો નહિ શીખો અંગ્રેજી, પણ મને ગર માંથી કાઢી અંગ્રેજી નાં બેસાડશો, તુલસી ઉખાડી બાવળ નાં વાવશો તમારા ઘર માં મારી પણ જગ્યા રાખજો.

અત્યારે નોટ પર ગુજરાતી, વોટ પર ગુજરાતી તો પછી તમારા મુખ પર કેમ નથી ગજરાતી !? હું તમારી હતી, તમારી છું અને તમારી જ રહિશ. હું એક સુંદર મજાનો ઈતિહાસ ના બની જાવ તેનું ધ્યાન રાખજો. યુવતી ની મનો વેદના હજી શરૂ હતી ત્યા ......

(ક્રમશ :)