Gangavo ne gangavi - 3 books and stories free download online pdf in Gujarati

ગાંગવો ને ગાંગવી - 3

ભાગ ૩ વાંચતા પહેલા ભાગ ૧ ૨ વાંચી લેવો તોજ ભાગ ૩ માં કંઈક ખબર પડશે.

પછી ખાટલે થી ઊભા થઈ મગનભાઈ બે હાથ જોડી બોલ્યા કે તો ચાલો હવે હું રજા લઉં રામે રામ. કહિ ચાલવા લાગે. ભલે આવજો મનજીભાઈ બોલ્યા. જતા જતા મગનભાઈ બોલ્યા એ આવજો તમે.

કોણ હતા આ ભાઈ? તમે ઓળખતા હતા એમને? ગાંગવી ના બા બોલ્યા. ના ભઈ હુંતો જીંદગી મા પહેલી વાર મળ્યો હતો એમને.તો પછી ઠામ ઠેકાણા વગર ના આપણે કેમ ગોતશું? ગાંગવી ના બા એ ચિંતા વ્યક્ત કરતા સવાલ કર્યો. જે રીતે તેવો પૂંછતા પૂંછતા આપણી વાડી સુધી પહોંચી ગયા. તે રીતે આપણે તેના ઘરે પહોંચી જશું. અને જો છોકરો અને ઘર સારા હશે તો દિકરી દેશું નહિતર રોટલા ખાઈ ને પાછા આપણા ઘેર. હાલો હવે ખેતર મા ઘણું કામ છે. ગાંગવી બેટા...મનજીભાઈ એ સાદ કર્યો. ત્રણે જણા કામે લાગ્યા.

બીજા દિવસે ગાંગવી એ ગાંગવા ને મળવા માટે થઈ ને હું થાકી ગઈ છું તેવું બહાનું કાઢી બપોર નું ભાત લઈને આવિશ. એમ કહિ ઘરે રહિ. બધું કામ પતાવી ભાત લઈ સિધી પહોંચી ગઈ ગાંગવા ની વાડીએ.

ભાત ખાટલે મૂકી. રડવા જેવી થઈ ગાંગવા ના નામ ની બૂમ પાડી. બૂમ સાંભળી ઓરડી માંથી ઝડપ થી ગાંગવો બહાર નિકળ્યો. ગાંગવા ને જોઈ ગાંગવી તેને ભેટી ને રડવા લાગી. ગાંગવા એ ગાંગવી ના બંને ખભા પકડી પોતાના દૂર કરી પૂંછયું કે શું થયું? શા માટે રડે છો? તો ગાંગવી આંસું લુસતા લુસતા બોલી કે ગાંગવા ગઈ કાલે અમારી વાડીયે એક વડીલ આવ્યા હતા. જેણે તેના દિકરા માટે મારા બાપૂ પાસે મારા હાથ ની માંગણી કરી હતી. અને પરમ દિવસે અમને લોકો ને છોકરો અને ઘર જોવા બોલાવ્યા છે. મારા બાપૂ ની અને તે ભાઈ ની વાત પર થી મને એવું લાગે છે કે મારા બાપૂ મારૂ સગપણ ત્યા ગોઠવી જ નાખશે.

તો તારા બાપૂ ને ના પાડી દે અને કહિ દે કે મારે સગપણ નથી કરવું. ગાંગવો જરા પણ ગંભીર થયા વગર બોલ્યો. ગાંગવા આખું ગામ મારા બાપૂ નો પડ્યો બોલ ઝીલે છે. જો હું એમની દિકરી જ એમનું કહ્યું નો કરૂ તો તેમા મારા બાપૂ ની આબરૂ શું? તો હવે તે શું નક્કિ કર્યું છે? એટલું કહિ ગાંગવો ગંભીર થયો. ચિંતા તેના ચહેરા પર વરતાવા લાગી. ગાંગવી એ ખાટલે પડેલું ભાત માથે ચડાવ્યું અને બોલી બસ એ જ કે બની શકે તો મને ભૂલી જજે. જો ભાગ્ય માં સાથે જીવવા મરવાનું લખ્યું હશે તો આવતા જનમ મા મળશું. એટલું કહિ ગાંગવી ભીની આંખે ત્યાથી એની વાડીએ જવા નિકળી.

ગાંગવો તો જાણે બસ આ એક સપનું છે તેવું સમજી એક અબોલ મૂર્તી ની જેમ ઊભો રહ્યો. તે વિચાર પણ કરી શકે તેમ ન્હોતો કે આગળ શું થશે?

મનજીભાઈ તો મગનભાઈ ને આપેલા વચન પ્રમાણે બે દિવસ પછી નવા કપડાં પહેરી મા દિકરી ને સાથે લઈ પહોંચી ગયા વરલ ગામ. ગામ ના પાદર મા રહેલ એક જીવતા કૂવે ઊભા રહિ માથે પાણી ની હેલ ચડાવી રહેલી એક સોળ વરસ ની કુંવારીકા ને મગનભાઈ નાં ઘર નું ઠેકાણું પુંછયું. તે છોકરી એ ત્રણેય ને જોયા અને બોલી કે મારી પાછળ પાછળ ચાલ્યા આવો. એટલે તમને મગનભાઈ ના ઘર સુધી પહોંચાડી દઉં. બધા ચાલવા લાગ્યા. રસ્તા માં છોકરી બોલી. કાકા મગનભાઈ નાં ઘરે કંઈ પ્રસંગ છે? પ્રસંગ તો નથી પણ પ્રસંગ થાય તેવું કરવા જઈ રહ્યા છીએ. પાછળ ચાલી રહેલા મનજીભાઈ બોલ્યા. ગાંગવી નું હૈયું ભરાઈ ગયું. જાણે કાળજા પર તેલ રેડાતું હોય. કાકા કંઈ સમજાયું નહિ. બેટા એમા એવું છે કે અમે અમારી દિકરી ગાંગવી માટે મગનભાઈ ના છોકરને જોવા જઈએ છીએ. મનજીભાઈ બોલ્યા. સારૂ બહુ સરસ છોકરો છે મારા ભાઈ જેવો છે. ગાંગવી મો બગાડી ગઇ.

વાતો મા ને વાતો માં તે છોકરી એક હાથે હેલ પકડી બીજા હાથે એક વિશાળ વંડા નો જાપો ખોલી અંદર પ્રવેશે છે. મનજીભાઈ ને ઈ પણ અંદર આવી ને જોવે તો એક ઓસરી એ ત્રણ મકાન, રસોડું, દિવાલો કાચી પણ નળિયા પાકા, વિશાળ ફળિયું.

ફળિયા માં ડાબી બાજું ગમાર માં ત્રણ ભેંસો, બે પાડી અને બે બળદ બાંધ્યા હતા. બાજું મા નવું બનાવેલું ગાડું પડ્યું હતું. ગમાર ની સામી બાજું એક લીમડો,જમરૂખડી અને દાડમડી ના ઝાડ હતા, તેમજ ગુલાબ, ચંપો, ગલગોટા વગેરે ફુલછોડ હતા જે સવાર સવાર માં વાતાવરણ ને સુગંધીત બનાવી રહ્યા હતા.

છોકરી હેલ લઈ ને પાણીયારા તરફ ગઈ અને બોલી કે બાપૂ મહેમાન આવ્યા છે. ત્યા મનજીભાઈ ચોંકી ગયા. મગનભાઈ ઘર માંથી બહાર નિકળ્યા. છોકરી નાં બા રસોડા માંથી બહાર આવ્યા. મગનભાઈ મનજીભાઈ ને જોઈ બોલ્યા આવો આવો વેવાઈ રામ રામ બંને હાથ મેળવે. ગાંગવી કાળું મશ મોઢું કરી જાય.મગનભાઈ ખાટલો ઢાળે ત્યા મગનભાઈ ના વહું ગોદડું પાથરે, એક ગોદડું નીચે પાથરે જ્યા ગાંગવી અને તેના બા બેસે. ખાટલે મગનભાઈ અને મનજીભાઈ બેસે.

છોકરી પાણી લાવે બધા ને પાણી આપે. બેટા તારો ભાઈ કયા છે? મગનભાઈ તેની છોકરી ને પૂંછે. ભા....ઈ (વિચારે) જાપા તરફ નજર કરી લ્યો આ આવી ગયો ભાઈ. બધા એ જાપા તરફ જોયું પણ ગાંગવી તો નીચું ઘાલી ને બેઠી ઈ બેઠી. જાણે કોઈક ના ખરખરા મા અાવી હોય.ભાઈ તેના બાપૂ પાસે આવે. આવી ને મહેમાન ને પગે લાગે. બેટા નીચે બેઠા તે પણ મહેમાન જ છે. મગનભાઈ બોલ્યા. ભાઈ મનજીભાઈ ના પત્ની ને પગે લાગી જય શ્રી કૄષણ બોલ્યો.ગાંગવી ના બા એ તો ભાવ વિભોર થઈ પોતાના થનાર જમાઈ ના ઓવારણા લીધા. આટલાં શબ્દો ગાંગવી ના કાને પડ્યા ત્યા તેના કાન ચમક્યા. તમને પણ જય શ્રી કૄષ્ણ. ત્યા તો ગાંગવી એ હડાફ કરતું ઉંચું જોયું અને એક હળવા સ્મીત સાથે જય શ્રી કૃષ્ણ બોલી.

તમને જણાવી દઉં કે આ સ્મીત કરવા નું માત્ર એક જ કારણ હતું અને તે કારણ એટલે ગાંગવો. હમણા જય શ્રી કૄષ્ણ બોલેલો અને મગનભાઈ નો છોકરો બીજું કોઈ નહિ પણ ગાંગવો હતો. ગાંગવી ઊભી થઈ અને પેલી છોકરી (ગાંગવા ની બેન) ને કિધું કે તમારૂ નામ શું છે? મારૂ નામ ગવરી છે. છોકરી બોલી. હું ગાંગવી ચાલો આપણે રસોડાં માં જઈ ચા બનાવિઅે.

બંને ચા બનાવવા જાય. ગાંગવો એક થાંભલી ના ટેકાએ નીચે બેસે. મનજીભાઈ તમારી દિકરી ના શબ્દો સાંભળી તમને કાંઈ સમજાયું? મગનભાઈ બોલ્યા. સમજાયું સમજાયું વેવાઈ કે અમારી દિકરી ને તમારો દિકરો પસંદ છે અને અમને ઘરબાર પસંદ છે. મનજીભાઈ બોલ્યા. તો બંને દિકરીયું ચા બનાવી ને આવે એટલે ગળ્યા મોઢા કરી સગપણ પાકું સમજીઅે? મગનભાઈ હરખાય ને બોલ્યા. હા પાકુ પાકુ સો ટકા પાકુ મનજીભાઈ બોલ્યા.

આટલું સાંભળી રસોડાં મા રહેલી ગાંગવી નાં હરખ નો પાર નો રહ્યો. ગાંગવા નાં ચહેરા પર પણ ખુશી સાફ સાફ દેખાતી હતી. તે ઊભો થયો અને બોલ્યો કે બાપૂ આવી ખૂશી મા માત્ર ચા? નો ચાલે તમે લોકો ચા પિજો હું હમણા આવ્યો. કહિ તે ઉતાવળા પગે ત્યાથી નિકળ્યો. ગવરી ચા ની કિતલી અને રકાબી લઈ ને આવી તેણે બધા ને ચા આપી. અને પાછી રસોડા મા જતી રહિ. બધા એ ચા પિધી ત્યા ગાંગવો હાથ માં એક બોક્સ લઈ ને આવ્યો. જેમા શુદ્ધ માવા ના પેંડા હતા.ગાંગવો બોક્સ લઈ તેના બાપૂ પાસે ગયો અને બોક્સ ખોલી ને બોલ્યો કે લ્યો મો મીઠું કરો.

બંને એ બોક્સ માંથી એક એક પેંડો લીધો અને સામ સામે મો મીઠું કરાવ્યું. પછી ગાંગવો તેના બા અને થનાર સાસું પાસે ગયો અને બોક્સ તે લોકો ની સામે ધર્યું. તે બંને એ પણ બોક્સ માંથી એક એક પેંડો લીધો. ગાંગવા ની મા એ આખો પેંડો વેવાણ ને ખવરાવ્યો જ્યારે ગાંગવા ની સાસું એ એક પેંડા ના બે ભાગ કરી અડધો પેંડો વેવામ ને ખવરાવ્યો અને અડધો પેંડો જમાઈ ને ખવરાવી મો મીઠું કરાવ્યું અને બોલ્યા કે હવે રસોડા મા પણ પેંડા આપી આવો.બધા હસ્યા.

ગાંગવા એ રસોડા તરફ જવા પગ ઉપાડયા. ત્યા જઈ ચૂલા પાસે બેઠેલી બેન અને ગાંગવી પાસે બેઠો. ગાંગવા એ તેની બેન નું મો મીઠું કરાવ્યું. બેને ભાઈ અને ભાભી નુ મો મીઠું કરાવ્યું. અને પછી બંને ને એકાંત આપવા માટે હું બહાર થી રકાબી લેતી આવું એમ કહિ ગવરી બહાર પડેલી એઠી રકાબી લેવા માટે ઊભી થઈ અને જતી રહિ.

પછી ગાંગવા એ બોક્સ માંથી એક પેંડો લઈ બોક્સ નીચે મૂક્યું અને બંને ઊભા થયા. ગાંગવા એ પેંડો ગાંગવી ના મો મા મૂક્યો ગાંગવી એ અડધો પેંડો ખાધો અને અડધો એંઠો પેંડો ગાંગવા ને ખવરાવ્યો. અને બંને એક બીજા ને ભેટી પડ્ય।. જાંજરી નો અવાજ સાંભળી ગવરી આવતી લાગે છે એવું માની બંને છૂટા પડ્યા. ત્યા ગવરી આવી. અને રકાબી ચા ની તપેલી મા મૂકી. પછી ગાંગવા એ એક થાળી લઈ બોક્સ માંથી અડધા પેંડા થાળી માં કાઢ્યા અને બાકી ના પેક કરી બોક્સ લઈ બહાર જતો રહ્યો. બહાર જઈ પેંડા સાસું ને આપ્યા ને બોલ્યો લ્યો આમા પેંડા છે આડોશી પાડોશી ના મો મીઠા કરાવજો. સાસું બોક્સ લઈ બાજું મા મૂકે. ગાંગવો ત્યા જ તેની મા અને સાસું પાસે બેઠો.

લ્યો મગનભાઈ આપણા મન થી તો સગપણ થઈ ગયું. બાકી વિધીવત સગપણ લગન મા કરશું બરોબર ને. ઈતો બરોબર પણ લગ્ન ક્યારે? મગનભાઈ એ સવાલ કર્યો. આવે ઈ દિવાળી પછી. મનજીભાઈ અે જવાબ આપ્યો.

પછી તો જમીન અને સગા સંબંધી વિશે સવાલ જવાબ ની આપ લે થઈ. પૂરી બે કલાક ગપ્પા માર્યા. આ બે કલાક દરમિયાન ગાંગવી અને ગવરી એ સરસ મજાની રસોઈ બનાવી. પછી બધા રોંઢા કરવા બેઠા. રોંઢા પાણી કરી મનજીભાઈ એ રજા લિધી.

પછી તો ગાંગવો ને ગાંગવી પહેલા કરતા વધારે સમય સાથે વિતાવવા લાગ્યા. બે ચાર દિ યે ને બે ચાર દિ યે ગાંગવો તેની નવી વાડી એ થી ગાંગવી ની વાડીએ પહોંચી જતો ક્યારેક ક્યારેક તો બપોરા પણ ત્યા જ કરતો. કોક દહાડો તેની વાડીયે કામ ના હોય તો સસરા ની વાડીયે કામે લાગી જાતો. સાસું સસરા તો આવો કામગરો, કહિયાગરો, દેખાવડો જમાઈ પામી ને ખૂબ ખૂશ હતા. આમ ને આમ દિવાળી આવી ગઈ નં કોઈ ને ખબર પણ ના પડી.

બેસતા વર્ષ ની શુભ કામ ના પાઠવવા બધા ભેગા થયા અને ગોરમારાજ ને તેડાવી લગ્ન ની તીથી નક્કી કરવા મા આવી. લગન ને દોઢ મહિના ની વાર હતી છતા બંને વેવાઈ તીથી નક્કિ થઈ તરત લગન ના કામે લાગી ગયા હતા. તીથી નક્કી થઈ ગઈ તી છતા ગાંગવો ને ગાંગવી ની પ્રેમ ગાડી ગાંગવા ની નવી વાડી ના સ્ટેશને ઊભી રહેતી.

સગપણ તો થઇ ગયું પણ શું ગાંગવો ને ગાંગવી ની આ પ્રેમગાડી તેના લગ્ન ના મુકામ સુધી પહોંચ છે?

ગાંગવો ને ગાંગવી સગપણ પહેલા પાંગરેલા પ્રેમ ની જાણ ગાંગવી ના પિતા ને થશે?

અને આ ગાંગવો ને ગાંગવી અસલ માં કોણ હતા તે જાણવા માટે તમારે મારી સાથે વાંચવો પડશે ગાંગવો ને ગાંગવી એક પ્રેમ કથા ભાગ ૪ (છેલ્લો)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED