Gangavo ne gangavi - 4 books and stories free download online pdf in Gujarati

ગાંગવો ને ગાંગવી - 4

ગાંગવો ને ગાંગવી ભાગ ૪ વાંચતા પહેલા ભાગ ૧ થી ૩ વાંચી લેવા.

તીથી નક્કી થઈ ગઈ તી છતા ગાંગવો ને ગાંગવી ની પ્રેમ ગાડી ગાંગવા ની નવી વાડી ના સ્ટેશને ઊભી રહેતી.

ગાંગવા ના પિતા એતો તમામ સગા સંબંધી અને ગામ ના લગતા વળગતા બધા ને લગન મા આવવાનું આમંત્રણ આપી દિધું. કારણ કે આ તેના ઘરે પહેલો પ્રસંગ હતો અને તેને તેના દિકરા ની જાડેરી જાન જોડવી હતી. પંદર વીસ ગાડા વાળા ને પણ કહિ દિધું હતું કે તમારે ગાડું લઇ જાન મા આવવાનું છે.

સામે ગાંગવી ના બાપૂ એ પણ કોઈ કસર બાકી ન્હોતી છોડી. ગામ ના મુખી અને એક ની એક દિકરી ના લગન હોવાથી તેમણે વિચાર્યું હતું કે લગન ના દિ ગામ ધૂમાડો બંધ કરવાનો. તે માટે તેમણે આખા ગામ મા ઘરે ઘરે જઈ લગન મા અને જમવા આવવાનું આમંત્રણ આપી દિધું હતું. તેમજ મુખી તો વટ પાડવા અને સારૂ બતાવવા એક જબરદસ્ત નિર્ણય પોતાના મગજ મા ધરબી ને બેઠા હતા જેની કોઊ ને જાણ ન્હોતી.

પણ હું તમને કહિ દઉં કે તે નિર્ણય હતો વેવાઈ જેટલા ગાડા ની જાન લઈ ને આવે સામા એટલા ગાડા નો કરિયાવર દેવાનો.

લગન ના કામ મા ને કામ મા લગન લખવાની તીથી અાવી ગઈ. લગન લખાણા, મુખી એ બધા ના મો મીઠા કરાવ્યા, એકલા દૂધ ની ચા પાઈ. પછી લગન લઈ ગોર મારાજ વેવાઈ ને ગામ જવા નિકળ્યા.

વેવાઈ (મગનભાઈ) એ હોંશે હોંશે લગન વધાવ્યા અને ગોરમારાજ ને પહેરામણી આપી. પહેરામણી જોઈ ગોરમારાજ ની આંખો ફાટી ગઈ. પછી તો બંને બાજું ગણેશ મંડાણા, રૂડા માંડવા રોપાણા, ચા પાણી, વાળેલી બીડીયું અને હોકા ની બહબહાટી બોલી.

પણ આવા શુભ પ્રસંગે થાળા ગામ નો ગાંગવી ના ગામ નો એક દુ:ખી હતો, તે જણ એટલે એક ઢોલીવાળો. કદાચ તેને દાપૂ (ઢોલ વગાડવાના પૈસા,ખાંડ,પતાસા વગેરે આપે તે) ઓછું પડ્યું હશે.

લગ્ન ના દહાડે સવાર માં સૂરજ દાદા ના દર્શન કરી અવનવી ભાત થી શણગારેલા સતર ગાડા ની જાન વરલ માંથી નિકળી થાળા નાં માર્ગે પડી. વરલ થી થાળા બહુ દૂર ન્હોતું એટલે એક દોઢ કલાક માં જાન વેવાઈ ના ગામ પહોંચી ગઈ. વેવાઈ એ ઉતારા આપ્યા. ચા પાણી આવ્યા. બધા એ ચા પાણી પીધા.

પછી મગનભાઇ એ બે ત્રાંબા ના ત્રાસ માં મોડીયો, ચુંદડી, બંગડી, કંકું, મિંઢોળ, કાજળ (મેષ), પગ ના ચડા વગેરે છાબ ની વસ્તુ ભરી અને બધા શાબ લઈ માંડવા તરફ ચાલ્યા. આગળ ઢોલ શરણાઈ વાગતા હતા અને પાછળ બાઈયો ગીત ગાતી હતી અાવી રીતે બધા પહોંચી ગયા માંડવે. બધા અે માંડવો જોયો પણ માંડવો તે કેવો અર્વાચીન યુગ ના માંડવા નું તેની સામે કાંઈ ના આવે ઈ કાપેલો રજકો, લાકડા નો હાથે બનાવેલો રંગબેરંગી છોલ, ભાત ભાત ના સાડલા, જુમર ગામડા ના અભણ કોઠા સુજવાળા યુવાનો એ આખી રાત જાગી ને શણગારેલો માંડવો કોઈ ફિલ્મ ના સેટ કરતા કમ ન્હોતો.

પછી બધા લગ્ન ના માંડવા ની બાજું માં ચાર પાંચ ગોદડાં પાથરેલા હતા તેની માથે બેઠા. મગનભાઈ એ અને બીજા એક ભાઈ એ છાબ ભરેલા ત્રાસ વચ્ચે મૂક્યા બધા સામ સામે બેઠા. થોડીક વાતો થઈ શાબ દેવાણી. વર ના સાસું આવી છાબ વધાવી ઘરમાં લઈ ગયા અને છાબ કન્યા ની સહેલી યોને આપી બહાર આવી બીજા કામ માં લાગી ગયા. કન્યા ની સહેલી ઓ કન્યા ને તૈયાર કરવા લાગ્યું.

છાબ આપ્યા પછી બધા પાછા ઉતારે ગયા અને વરઘોડા ની તૈયારી કરવા લાગ્યા. વરરાજા ના ગળા મા ફૂલહાર નાખી ઘોડાપર બેસાડવા માં આવ્યો. પછી ઢોલ શરણાઈ ના નાદ સાથે વરઘોડો નિકળ્યો. બધા નાચી રહ્યા હતા ઝૂમી રહ્યા હતા અને ઢોલ શરણાઈ વાળા ઉપર પૈસા ઉડાડી ચાહણી કરી રહ્યા હતા. પણ ઢોલી વાળો એકેય રૂપિયો અડતો ન્હોતો. વાત તો નવાઈ ની કહેવાય પણ આ કૂતુહલ પર કોઈ ની નઝર ન્હોતી. બધા તો બસ મસ્તી મા હતાં.

આમ વાજતે ગાજતે વરઘોડો માંડવે પહોંચ્યો. એક પછી લગ્ન ની વિધી શરૂ થઈ. જાન વાળી બાઈયું અને માંડવા વાળી બાઈયું સુમધૂરા લગ્ન ગીતો ગાઈ રહિ હતી. બાકી ના વધેલા ભાઈયો અને બાળકો એ રસોડા પર આક્રમણ કર્યું અને લાડવા, ગાંઠીયા, ખમણ, શાકપૂરી, દાળભાત ની બઘડાચટી બોલાવા લાગ્યા. પછી બધા એઈ પેટ ભર જમી એક કળશો પાણી પિઈ પેટ પર હાથ ફેરવતા ફેરવતા આરામ કરવા માટે ઉતારા તરફ ચાલ્યા.

આદમીયો એ જમી લિધું ત્યા પણે માંડવા માં ગોરદાદા એ લગ્ન કરાવી દિધા. પછી બધી બાઈયો જમવા બેઠી. વરરાજા ને કલીવો ખવરાવવા મા આવ્યો. પછી બધા માંડવો સમજવા બેઠા.હેમ ખેમ માંડવો સમજાઈ ગયો. કરીયાવર જોઈ જાન મા આવેલા બધા ની આંખો ફાટી ગઈ. પછી ગોરમારાજ ના કહેવા પ્રમાણે વરઘોડીયા ઓ એ માંડવો વધાવ્યો અને પછી સમય આવી ગયો જાન વળાવવા નો. ગાંગવી રડતા રડતા માત પિતા ને અને આડોશી પાડોશી ને મળી.

પછી બંને વરઘોડીયા એક સણગારેલા ગાડા તરફ ચાલ્યા. ગાંગવી એ જ્યા પહેલો પગ ગાડા મા મૂક્યો ત્યા એક વ્યકતી બોલ્યો ઉભા રયો. તે વ્યક્તી એટલે હાથ મા દા,ડી અને ગળા મા ઢોલ નાખેલો. પેલો ઢોલી વાળો જેનું નામ હતું 'રાખવો'. તેના આવા વેણ સાંભળી મુખી બોલ્યા. શું છે એલ્યા? પહેલા દાપુ આપો. રાખવો અકડાઈ ને બોલ્યો.

તારૂ જે થાતુ હશે તેના કરતા તને બમણું મળશે પણ અત્યારે એકબાજું થઈ જા અને જે કામે બોલાવ્યો છે તે કરવા માંડ સમજ્યો નહિતર...મુખી ગુસ્સા મા બોલ્યા. મને જ્યા સુધી ધાપૂ નહિ આપો ત્યા સુધી હું એક બાજું નહિ થાવ, ઢોલ પણ નહિ વાગે અને આ જાન પણ નહિ ઉઘલે. રાખવો બોલ્યો.

રાખવા....મુખી લાલ છોળ આંખો કરી બોલ્યા. મગનભાઈ ને થયું પ્રસંગ બગડશે એટલે એમણે બાજી સંકેલવા હંમમમ હંમમમ વેવાઈ. એઈ ઢોલી વાળા ભાઈ તારા કેટલા પૈસા થાય છે. આવા રૂડા પ્રસંગે કેટલા થાય એમ નહિ શું જોવે છે એમ બોલો. રાખવો બોલ્યો. હા ભઈ શું જોવે છે તારે? ઘઉં, બાજરો, જર જવેરાત કંઈક બોલ તો ખબર પડે ગાંગવા ના પિતા બોલ્યા. મારે જર જવેરાત નહિ પણ તમારા દિકરા ની જોરૂ (પત્ની,ગાંગવી) જોઈએ છે. રાખવા ના મોઢા માંઢી આવા શબ્દો નિકળતા ની સાથે જ સ્તબ્ધ થઈ ગયા.

તમને થતું હશે કે આ રાખવા (ઢોલીવાળા) એ ગાંગવી ની માંગણી કેમ કરી?

તો હું તમને જણાવી દઉં કે ગાંગવી નું રૂપ જ્યારે સોળે કળા એ ખીલી રહ્યું હતું ત્યાર થી રાખવા ની નજર ગાંગવી પર હતી. રાખવો જ્યારે પણ ગાંગવી ને ભાળતો ત્યારે તેના કુમળા હોઠ, ફૂલ ગુલાબી ચહેરો, તેની ચાલ, તેના ગાલ, પાતળી કમર, છાતી અને તેના નિતંબ ને ટગી ટગી ને જોયા કરતો. તે ગાંગવી ને ચાહવા લાગ્યો હતો. તે ગાંગવી ને એક તરફી મનો મન પ્રેમ કરતો હતો. પોતાની જાત અને મુખી ના ડર થી તે ગાંગવી ને તેના મન ની વાત કરી ના શક્યો.

આજે ગાંગવી તેનાથી દૂર જઈ રહિ હતી. તે સારી રીતે જાણતો હતો કે ગાંગવી હવે તેની ક્યારેય નહિ થાય. એટલે તેણે ગાંગવી પ્રત્ય ના એક તરફી પ્રેમ મા પાગલ બની તેણે ગાંગવી ને મેળવવા માટે તેની માંગણી કરી હતી.

બે ઘડી સ્તબ્ધ રહી પૂરા ગુસ્સા સાથે મુખી બોલ્યા..રાખવા અા તું શું બોલે છો તેનું તને ભાન છે? તારા આવા દુ:શાહસ નું પરીણામ શું આવી શકે છે તે તું જાણે છો?

રાખવા એ એના ગળા મા રહેલો ઢોલ ઉતારી પોતાના પગ માં ઊભો મૂક્યો અને બોલ્યો હા જાણું છું કે જો ગાંગવી મારી નો થઈ તો (પોતાનો જમણો હાથ ઢોલ ના પડા પર જોર થી માર્યો, હાથ અંદર ગયો અને એક ધારદાર તલવાર સાથે બહાર આવ્યો) બીજા કોઈ ની નહિ થાય. તલવાર જોઈ બધા ડરી ગયા અને બે ડગલા પાછળ ખચ્યા.

પણ ગાંગવો ને ગાંગવી ત્યા ના ત્યા ઊભા રહ્યા. ગાંગવા અે પણ તલવાર જોઈ ને પોતાના ડાબા હાથ મા રહેલ મયાન સમેત તલવાર ની મુઠ જમણા હાથ થી પકડી અને એક જટકા સાથે તલવાર ને મયાન માંથી કાઢી મયાન નો ઘા કરી બોલ્યો. તો હું પણ જોઉં છું કે મારી ગાંગવી ને મારી સાથે આવતા કોણ રોકે છે?

હું. કહિ રાખવા એ ગાંગવા પર તલવાર નો પ્રહાર કર્યો. ગાંગવા એ પોતાની તલવાર થી રાખવા નો ઘા ઝીલ્યો. બંને વચ્ચે ઝપા ઝપી બોલી. બધા સ્તબ્ધ થઈ જાણે મફત માં મનોરંજન મળતું હોય તેમ લડાઈ જોઈ રહ્યા હતા. તલવારો નો ટડીંગ ટડીંગ અવાજ વાતાવરણ મા ગૂંજી રહ્યો હતો. એકેય તલવાર બાજી માં નીપૂણ ન્હોતા પણ મરવા મારવા ની સાથે લડી રહ્યા હતા. ગાંગવા પાસે પાતળી કાટ ખાઈ ગયેલી તલવાર હતી જયારે રાખવો તો પૂરી તૈયારી સાથે આવેલો હતો એટલે તેની તલવાર મજબૂત અને ધારદાર હતી. રાખવો ગાંગવા ને ભારે પડી રહ્યો હતો. ગાંગવો પણ ઓછો ઉતરે તેવો ન્હોતો. ગાંગવા નાં એક એક ઘા મા ઘી, દૂધ દેખાઈ રહ્યું હતું.

પછી રાખવા એ દાંત ભીંસી પૂરી તાકાત સાથે વાર કર્યો જેમા ગાંગવા ની પાતળી અને કટાઈ ગયેલી તલવાર ના બે કટકા થઈ ગયા. ગાંગવો હજી ભાંગલી (બુઠ્ઠી) તલવાર ને જોતો હતો ત્યાં જ રાખવા એ ફરી પૂરી તાકાત લગાડી તલવાર ગાંગવા ના પેટ માં મારી પણ વચ્ચમાં ગાંગવી આવી ગઇ અને તલવાર સિધી ગાંગવી ના પેટ માં. પણ રાખવા નો ઘા એટલો જોરદાર અને ઝડપી હતો કે તલવાર ગાંગવી ની આરપાર થઈ ગાંગવા ના પેટ મા ઘૂસી ગઈ. ગાંગવા ને ઝટકો લાગ્યો. રાખવા એ તલવાર પાછી ખેંચી. ગાંગવી પડું પડું થવા ગઈ ત્યા ઘાયલ ગાંગવા એ તેને તેના ડાબા હાથ મા ઝીલી લીધી.

રાખવો તલવાર ખેંચ્યા પછી જ્યા પાછો વાર કરવા જાય છે ત્યા ગાંગવા એ પોતાના હાથ મા રહેલ બુઠ્ઠી તલવાર રાખવા નાં પેટ મા મારી અને તલવાર છોડી દીધી. રાખવા ના પેટ માંથી લોહી નિકળ્યું અને તે પોતાના પેટ મા રહેલ તલવાર પકડી દૂર જઈ પડ્યો.

ત્યા ઊભેલા તમામ ની રાડ ફાટી ગઈ. ગાંગવા, ગાંગવી ના મા, બાપૂ, બેન, આડોશી પાડોશી બધા રડવા લાગ્યા. કાળો દેકારો બોલી ગયો. અત્રે ઉપસ્થિત બધા ની અાંખો રડવા લાગી. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થયો. વરસાદ ના પાણી સાથે ત્રણેય ના લોહી વહેવા લાગ્યા. ત્રણેય ના લોહી ભેગા થયા અને જ્વાળામુખી ફાટી નિકળ્યો.

જે રીતે આપણે હોલીવુડ ફિલ્મો માં જોઈએ છીએ.તે પ્રમાણે ઈ જ્વાળામુખી માંથી ત્રણ ડુંગરા નું સર્જન થયું. અને ત્યા ઊભેલા બધા એ નજરો નજર જોયું કે આ ત્રણેય મરનાર ગાંગવો ગાંગવી અને રાખવા ના આત્મા શરૂ વરસાદ અને સુસવાટા મારતા પવન વચ્ચે જ્યોત રૂપ એકે એક ડુંગરા મા સમાઈ ગયા.

આ બનાવ બન્યા ને કંઈ કેટલા ચોમાસા વિતી ગયા છે. લોકો બદલાઈ ગયા છે, રેણી કેણી બદલાઈ ગઈ છે, ખાણી પિણી બદલાઈ ગઈ છે આઈ થીંક સમય સાથે બધુ જ બદલાઈ ગયું.

પણ વરલ અને થાળા નામ ના ગામ તેમજ ગાંગવો, ગાંગવી અને રાખવા ના આત્મા જે ડુંગરા મા સમાયા હતા તે ડુંગરા આજે પણ થાળા અને વરલ ની સીમ મા હયાત છે.

તે ડુંગરા ઓમા ગાંગવા નો આત્મા જે ડુંગરા મા સમાયો હતો તે ડુંગરા ની કસ (પડખા) માં હાલ મા એક નાની એવી ખોડીયાર માની દેરી છે. ગાંગેશ્ર્વર મહાદેવ બિરાજ માન છે. તેમજ ગાંગવા કરતા અટધી નાની ધાર માથે ગોટાળીવાળી ખોડીયાર તરીકે પ્રખ્યાત ખોડીયાર માનું મંદિર આવેલું છે. તેમજ બરોબર સાતધારૂ ની વચ્ચે એક સાધુ નો આશ્રમ આવેલો છે જે સાતધાર આશ્રમ તરીકે ઓળખાય છે. અને થાળા મા ધાર માંથે રામાપીર નું એક મંદિર આવેલું છે. જ્ય। રામામંડળ ના ભાઈયો સેવા અર્ચના કરે છે અને ગુણગાન ગાય છે.

તો દોસ્તો ભાગદોડ ભર્ય। જીવન માં જો ક્યારેક સમય મળે તો ગાંગવો, ગાંગવી અને રાખવા ના દર્શન (જોવા) કરવા તેમજ ગાંગવા ગાંગવી ની પ્રેમ કહાની મારા જેવા જ કોઈ બીજા ના મોઢે સાંભળવા જરૂર પધારજો.

આ કહાની વાંચી જો કોઈ ના હૈયા ને ઠેસ પહોંચી હોય, કે કોઈ ની લાગણી દુભાણી હોય તો મને માફ કરજો. તથા કહાની મા લેવાયલ ગામ ના નામ થી પણ કોઈ ને દુઃખ લાગ્યું હોય તો મને તમારો અભિપ્રાય જણાવજો. દુઃખ ના લાગ્યુ હોય તો કહાની કેવી લાગી તે અવશ્ય જણાવજો.

♥♥♥સમાપ્ત♥♥♥

બીજા રસપ્રદ વિકલ્પો