100 Rupiyani Kimmat books and stories free download online pdf in Gujarati

૧૦૦ રૂપિયા ની કિંમત

એક ગરીબ પરીવાર. ગરીબ એટલો કે વાત ના પૂંછો. ચાર જણા નો પરીવાર બે પતી-પત્ની ધમો અને રંભા,બે છોકરા મોટો છોકરો ૮ વર્ષ નો અને નાનો છોકરો ૫ વર્ષ નો.મોટો છોકરો ત્રીજા ધોરણ માં ભણે છે જ્યારે નાનો તેની મા પાસે ભણે છે.

ગરીબાઇ પણ કેવી જે દિવસે કામ પર ના જાય તે દિવસે રાત્રે ભૂખ્યા સુવું પડે. એનું કારણ હતું ધર માં કમાવવા વાળો ધમો એક હતો તે.

ધમો કામે જતો અને સાંજે ગમે ત્યા થી ૧૦૦ રૂપિયા કમાઈ ને લાવતો. રંભા છોકરા સંભાળતી,ઘર સંભાળતી અને આ મોંઘવારી માં ધમો જે સો રૂપિયા કમાઈ ને લાવતો તેમાંથી બને તેટલા પૈસા બચાવતી.

તમને થતું હશે માત્ર સો રૂપિયા જ કમાય? હા. કેમ કે ધમો ગામડા નો અભણ માણસ પણ દિલ નો સાચો હતો. તન તોડ મહેનત કરી લોહી ને પરસેવા સાથે વહાવી દે ત્યારે માત્ર સો રૂપિયા જ મળે. ક્યારેક વળી ભગવાન સામૂ જૂવે તો દોઢ સો બસો રૂપિયા મળતા. ત્યા બીજા દિવસે કામ નો મળે સરવાળે તો સો ના સો જ.

હાલ ના સમય માં અનેક પ્રકાર નો ભાગ (નાના છોકરા ને ખાવા ની ચીજ) મળે છે. જેની મને ને તમને ખબર છે. અને આ ભાગ ૧ થી ૫ ધોરણ માં ભણતા તરેક બાળકો હોંશે હોંશે ખાય છે.તમારા બાળકો પણ ખાતા અથવા ખાવા માટે તમારી પાસે પૈસા માંગતા હશે. ના આપો તો તે રડતા હશે પછી તમે પ્રેમ થી તે ૨ રૂપિયા માંગે તો તમે પ રૂપિયા આપતા હશો આપો છવો ને? જવાબ હા જ હોય બોસ! કારણ કે તમને તમારો દિકરો ગમે છે, તમે તેને પ્રેમ કરો છો. પણ આતો થઇ મારી તમારી વાત આપણે વાત કરવા ની છે ધમા ધમા અને રંભા ના છોકરા ની.

ધમા નો છોકરો ચોથું ભણે છે પણ છે તો બાળક જ અને સમજણ આવ્યા પહેલા દરેક બાળક ની બુધ્ધિ સમાન જ હોય છે. ભલે તે બાળક ગરીબ નું હોય કે અમીર નું.

રંભા તેના છોકરા ને નવરાવી ધોવરાવી તૈયાર કરી નિશાળે મોકલતી. છોકરો પહેલું બીજું ભણતો ત્યારે રંભા ઘર સામે જોઈ પોતાની સામે જોઈ ૧ રૂપિયો આપતી. નાનું બાળક તે રૂપિયો લઈ નિશાળે જતો રહેતો. પણ જેવો ત્રીજા આવ્યો એટલે રૂપિયો આપે તો ઘા કરી ને નાખી દેતો અને ર રૂપિયા માંગતો પણ રંભા આપતી નય. રૂપિયો હાથ માં પકડાવી મારતા મોઢે ગામ બહાર રહેલ નિશાળે મૂકવા જાય.

રોજ ર રૂપિયા માંગે એટલે એક દિવસ રંભા એ પૂંછ્યુ કે તારે ર રુપિયા શું કરવા છે? ત્યારે છોકરા એ જવાબ આપ્યો કે મારા નિશાળ ના ભાઈબંધો એ ગલ્લો (છોકરા ઓની સેવિંગ બેંક) બનાવ્યો છેએટલે મારે પણ ગલ્લો બનાવવો છે. જો તમે બે રૂપિયા આપશો તો હું એક રૂપિયા નો ભાગ ખાઈશ અને અને એક રૂપિયો ગલ્લા મા નાખીશ. ત્યાતો રંભા ની આંખો માંથી દડદડ કરતા મોતી જેવડા મમતા ના આંસું સરી પડ્યા તેણે કંઈ પણ વિચાર્યા વગર પોતાના બ્લાઉસ માં રહેલ નવો નકોર ચાલુ વર્ષ નો ચમકારા મારતો પ રૂપિયા નો સિક્કો કાઢ્યો અને છોકરા ના માથા પર હાથ ફેરવી તેણે પ રૂપિયા આપ્યા. છોકરા એ હસતા હસતા પ રૂપિયા લઈ તે દિવસે એક પણ રૂપિયા નો ભાગ લીધા વગર આખે આખા પ રૂપિયા ગલ્લા માં નાખી દિધા. ત્યારે તે છોકરા નાં મુખ પર અનેરો આનંદ હતો. પછી ગલ્લો સંતાડી દફતર લઈ નિશાળે જતો રહ્યો. બીજા દિવસે રંભા એ ઘર ની પરિસ્થિતી જોઈ રોજ બે રૂપિયા આપવાનો નિર્ણય કર્યો.

છોકરો બે રૂપિયા લઈ લેતો ૧ રૂપિયા નો ભાગ લેતો અને ૧ રૂપિયો ગલ્લા માં નાખતો. પછી તો આ નિત્ય ક્રમ બની ગયો. આમ ને આમ દિવસો વિતવા લાગ્યા.

ધમો કામે થી આવે એટલે ખૂબ થાકી જાતો. પથારી માં લાંબો થાય કે તરત સૂઈ જાતો. ક્યારેક તો રંભા એ વાળૂ કરવા માટે પણ તેને જગાડવો પડે. પણ રંભા તો રંભા હતી. તેણે તોજાણે ગરીબી મા કેમ જીવવું તેનું ગ્રેજ્યુએશન કર્યું હોય તેવું લાગતું. તે પોતાના ધણી નો સ્વભાવ સારી રીતે જાણતી હતી. ધમો વાળુ કરી ને સૂઈ જાતો તેની પાસે બૈરી છોકરા ને વ્હાલ કરવા નો સમય જ ન્હોતો, તે કાળી મજૂરી કરી એટલો થાકી જતો કે વાત ના પૂંછો.

પણ રંભા સમજદાર હતી. થાક શું છે ઈ પોતે જાણતી હતી. તે ક્યારેય રાત્રે પતી ને હેરાન કરી જીદ ના કરતી કે મને પ્રેમ કરો. એવું પણ ના હતું કે રંભા કોઈ બીજા ને પ્રેમ કરતી હતી. રંભા તો પોતે પતી ની પડખે સૂવા મા અને તેની ખાલી હૂંફ મેળવવા મા જ શરીર સુખ છે તેવું માની જીવતી હતી. પણ ધમોય કંઈ નપુંસક ન્હોતો. આતો થાક ના લીધે સૂઈ જતો. પણ જેદિ ધમો સામે ચાલી રંભા ને કે'તો તે દિવસે રંભા મન મોકળુ મૂકી ગયા દિવસો નો અને આવનારા દિવસો નો પ્રેમ એક સાથે કરી લેતી.

આમ ધીમે ધીમે તેમના જીવન ની ગાડી આગળ વધતી જાતી. ક્યારેક તો અેવું બનતું કે છોકરા ના દવા દારૂ મા પૈસા ખર્ચાય જાય તો ધમો બીજા દિવસે ટીફિન લીધા વગર જ કામે જતો રહેતો.

એક દિવસ છોકરો નિશાળે થી ઘરે અાવી તેની માં ને કહ્યું કે મારા સાહેબે નિશાળ ના કપડાં ચિવરાવવા ના એટલે સો રૂપિયા મંગાવ્યા છે. માએ કિધુ કે તારા પપ્પા ને કહિશ તે તને કાલે પૈસા આપશે હો બેટા. છોકરો ખુશથઈ અંદર જતો રહ્યો. રંભા અે રાત્રે ધણી ને વાત કરી ધમો મૂંજાણો કંઈ પણ બોલ્યા વગર બંને જણા સૂઈ ગયા. ધમો સવારે કામે જતો રહ્યો. છોકરા એ પૈસા માંગ્યા માએ ર રૂપિયા આપી સો રૂપિયા પછી આપીશ એમ કહી નિશાળે કાઢી મૂક્યો. બે દિ પછી છોકરા એ ગળગળા થઈ તેના બાપૂ ને કિધુ કે પૈસા આપો ને નિશાળે સાહેબ ખિજાઈ છે પૈસા નહિ આપો તો મને રૂમ મા બેસવા નહિ દે. સાહેબ ને કેજે બે દિ મા મારા પપ્પા જાતે આવી પૈસા આપી જશે. ધમો બોલ્યો. ભલે પપ્પા કહિ છોકરો સૂવા જતો રહ્યો. રંભા એ પૂંછયું કે ક્યાંથી લાવશો પૈસા? મે ગામ મા એક ખાળ કૂવો ખોદવા રાખ્્યો છે જે રાતે રાતે બે કલાક ખોદવાનો ચાર પાંચ દિ મા પૂરો થઈ જશે અને દાઢી પણ સારી મળશે. આજે રાત્રે જ જવાનું છે. ધમો બોલ્યો. હું પણ તમારી સાથે આવુ? રંભા લાગણી વશ બોલી. ના તું છોકરા ને ખવરાવી સૂઈ જજે.હું બાર વાગે ત્યા આવી જઇશ. આટલું કહિ ધને જતો રહ્યો.

રંભા બધુ કામ પતાવી સૂવા જતી રહિ. અગિયાર વાગ્યા નો ટાઈમ થયો હશે કે કોઈકે સાંકળ ખખડાવી રંભા એ જાગી ને બારણું ખોલ્યું તો ગામ નો એક નરાધમ દારૂડિયો. રંભા એ ડર્યા વગર શું છે? પૂછયું. પેલા એ નશા મા કિધું કે તારી સાથે સૂવું છે. ત્યા તો રંભા એ તેને મણ મણ ની ગાળો દઈ ઢીબી નાખ્યો. તે જતો રહ્યો પણ હવે જીવશે ત્યા સુધી રંભા ની સામે નહિ જોવે. રંભા એ આ વાત તેના પતી ને ન્હોતી કરી તે ન્હોતી ઈચ્છતી કે કંઈ વધારે થાય. ત્રીજા દિવસે ધમા એ જાત જઈ નિશાળે પૈસા ભર્યા.

પંદર દિ પછી એવું બન્યું કે ગામમા ક્યાય કામ મળે નય. ઉધાર લાવી ને ખાવા નો વારો આવી ગયો. પણ જાજુ ઉધારેય કોણ આપે? ધણા ને કંઈ સૂઝે નહિ. પોતે સવાર સાંજ ભૂખ્યા રહેવાનું વિચાર્યું. પણ કેટલા દિ? પછી એક દિવસ સાથે કામે જતા એક મિત્ર એ કિધુ કે એક ટુકડી છે જેને બે મજૂર ની જરૂર છે હું તો જવાનો છું તારે આવવું હોય તો કે હું ગોઠવણ કરી આપુ? હા હા યાર આવવા નું હોય ને ધણા એ હરખાય ને હા પાડી. હા પણ બહાર ગામ જવાનું છે દસ બાર દિ રોકાવું પડશે મિત્ર એ કહ્યું. કઇ વાધો નહિ ઉદાસ થઈ ધમો બોલ્યો. ઠિક છે તો કાલે તૈયાર થઈ જજે. એટલું કહિ મિત્ર જતો રહ્યો.

ધણી એ મિત્ર ની વાત તેની પત્ની ને કરી. પત્ની તો ખૂશ થઈ ગઈ. પછી ધમા એ એના મન ની વાત કરી કે રંભા હું જાણું છુ કે ગરીબાઈ ના કારણે હું તને સમય નથી આપી શકતો. હું પંદર દિવસ માટે બહાર જઈ રહ્યો છું એટલે મને વચન દે કે તું મારી સાથે વિશ્ર્વાસઘાત નહિ કરે. તમે હૈયે ધરપત રાખજો કે આ રંભા એ તમારા સિવાય બીજા કોઈ નું પડખું સેવ્યું ન્હોતું અને સેવશે પણ નહિ.

ધમો કામે ગયો. રંભા એ બાળકો સાથે રહિ ઉચી પાચીનું કરી પંદર દિ એકલા જ કાઢી નાખ્યા. પણ તેને કળયુગ ની સતી સાવિત્રી કેવી પડે.

ધમો કામે થી આવ્યો અને પૂરા ચાર હજાર રૂપિયા કમાઈ ને લાવ્યો. તે રાત્રે બંને જણા એ ખૂશી મા પાંચ વખત પ્રેમ કર્યો. બીજા દિવસે ધમા એ ઉધાર નું ચૂકવણું કર્યું. તેની પાસે માત્ર પાંચ સો રૂપિયા વધ્યા પણ તે ખૂશ હતો દેણું જો ચૂકવાય ગયું તું. પાછો કામે જવા નો વારો આવ્યો. પણ આ વખતે ભગવાન ની દયા થી રોજ ના સો રુપિયા વાળી દાડી મળી ગઈ હતી. હવે તો મોટા છોકરા ને ઘરે અને નાના છોકરા ને સાથે લઈ રંભા પણ ધમા ની સાથે કામે જવા લાગી. બસ હવે તો ગરીબી ના ખાડા માથી બંને એ બહાર નિકળવું જ હતું. બંને જણા કામે જાય. મોટો છોકરો નિશાળ નો ટાઈમ થાય એટલે જાતે જેવો તેવો તૈયાર થઈ, દફતર લઈ ઘર ને તાળું મારી નક્કી કરેલ દગ્યા એ ચાવી મૂકી નિશાળે જતો રહેતો. આવું લગભગ એક મહિનો ચાલ્યું. બંને કામે જતા એટલે ગરીબી નો ખાડો ભરાવા લાગ્યો. બંને છોકરા ને ભૂલી (વ્હાલ) માત્ર કામ કામ ને કામ જ કરવા લાગ્યા.

તેવામા એક દિવસ ધમા નો છોકરો ગામ થી થોડે દૂર રહેલ નિશાળે થી કાચા રસ્તા ને બદલે પાકા રસ્તે થી ઘરે આવી રહ્યો હતો. પાકા રસ્તે થી ઘર થોડુક દૂર થતું મિત્રો હતા પણ તે કાચા રસ્તે થી ગયા હતા ને આ ભાઈ નિશાળે થી મળેલ બે વર્ષ જુનું દફતર પાછળ નાખી રોડ પર સાઈજ મા એકલો ચાલ્યો જતો હતો. તેવા મા તે છોકરા પડખે થી એક કાર નિકળિ. જે છોકરા ની આગળ જઈ ઊભી રહિ. તમને થતુ હશે હમણા આ છોકરા નું અપહરણ કરી લે છે. પણ ના.... ! તેમાંથી ધમા ના છોકરા ની ઉંમર નો એક એક સુંદર અને સારા વસ્ત્રો અને બૂટ પહેરેલો છોકરો નીચે ઉતર્યો અને રોડ ની કોરે ઊભો રહ્યો. ત્યા ડ્રાઈવર વાળી બાજુ એથી એક સૂટ બૂટ પહેરેલા ભાઈ ઉતર્યા અને પેલા છોકરા પાસે ગયા. ત્યા છોકરો બોલ્યો પપ્પા જલ્દી કરો ત્યા તેના પપ્પા એ છોકરા ના પેન્ટ ની ચેઇન ખોલી. છોકરા એ પીપી કરી. પપ્પા એ ચેઈન ફિટ કરી અને કાર માંથી પાણી ની બોટલ કાઢી અને છોકરા ના હાથ ધોવરાવ્યા પછી પોતે પાણી પિધું અને પાણી ની બોટલ બોનેટ પર મૂકી છોકરા ને તેડી બોનેટ પર બેસાડી બોલ્યા. બેટા તારે બિસ્કિટ ખાવા છે? છોકરા એ હા પાડી. પિતા એ કાર માંથી બિસ્કિટ કાઢ્યા. ધમા નો છોકરો આ બધું જોઈ રહ્યો હતો અને છોકરા ને આપ્યા. છોકરા એ બિસ્કિટ નુ પાકીટ તોડ્યું અને ખાવા લાગ્યો. થોડા ખાધા અને બાકી ના વેરી નાખ્યા. પછી જાતે બોતલ નું ઢાંકણું ખોલી પાણી પિધું. પછી તેના પિતા એ બોતલ નું ઢાંકણું ફીટ કરી બોતલ કાર માં મૂકી અને પછી કાર માંથી બહું મોટો નહિ અને બહું નાનો નહિ એવો દડો કાઢ્યો અને પછી બાપ દિકરો બંને રમવા લાગ્યા ધમા ના છોકરા ને તો મજા આવી તે જોઈ રહ્યો હતો. તેઓ રમતા હતા ત્યા તેવા માં ત્યાથી એક ભાઈ હાથી લઈ ને નિકળ્યો અને જતો રહ્યો. છોકરા એ હાથી પર બેસવાની જીદ પકડી એટલે તેના પિતા ખિજાયા વગર હાથી બની ગયા અને તેમનો છોકરો તેમની માથે બેસી ગયો. તેના પિતા તેજ સ્થિતી માં આમથી આમ ફરવા અને હાથી જેવા નખરા કરવા લાગ્યા.

આ દ્રશ્ય જોઈ ધમા નો છોકરા ને તેના બાપૂ યાદ આવ્યા, જે ક્ય।રેય તેને વ્હાલ ન્હોતા કરતા, પ્રેમ ન્હોતા કરતા, પ્રેમ થી બોલાવતા ન્હોતા, ખિજાઈ ત્યારે મારતા. તેની આંખો માંથી પ્રેમ તરસ્યા આંસું નિકળ્યા.

ઘડીક રડી આંસું લુસી ઘરે જ

જતો રહ્યો. સાંજે કામે થી આવેલી મા ને પૂંછયું મા મારા બાપૂ મને વ્હાલ કેમ નથી કરતા? માને આશ્રર્ય થયું કેમ બેટા આવું પૂંછે છો? પછી તેણે પેલા બાપ દિકરા ની વાત કરી. રંભા ની આંસું આવી ગયા તેને ખ્યાલ આવી ગયો કે મારો દિકરો પિતા ના વ્હાલ નો તરસ્યો છે. બેટા પ્રેમ થી પેટ ના ભરાય. તારૂ મારૂ અને તારા નાના ભાઈ નું પેટ ભરવા માટે તારા પિતા એ કામે જવું પડે છે. તે કામે જાય છે એટલે તેની પાસે સમય નથી રહેતો એટલે તેઓ તને વ્હાલ નથી કરી શકતા પણ તારી દરેક જરૂરિયાત વેલી મૂડી પૂરી તો કરે જ છે ત્યા ધમો આવ્યો અને બોલ્યો મા દિકરો શું વાતો કરી રહ્યા છો? કંઈ નહિ રંભા વાત ટાળતા બોલી. પણ છોકરો બોલ્યો કે પપ્પા એક સવાલ પૂંછું? હા પૂંછ ને બેટા ધમા એ કહ્યું. બાપૂ તમે એક દિવસ ના કેટલા કમાવ છો? ધમો મૂંજાયો તેને થયું હું શું જવાબ આપું. છતાય તે કઠણ થઈ બોલ્યો સો રૂપિયા!

આટલું સાંભળી છોકરો રૂમ મા ગયો અને પેલો જે માટી નો ગલ્લો બનાવેલો હતો તે બે હાથ થી પકડી ને લાવ્યો અને બહાર આવી પડતો મૂક્યો. ગલ્લો નીચે પડ્યો અને ફૂટી ગયો. બધા પૈસા બહાર આવ્યા. છોકરો નીચે બેસી પૈસા ગણવા લાગ્યો. ધમો અને રંભા બંને સામ સામે જોઈ રહ્યા છે.છોકરા એ સો રૂપિયા ગણી તેના પપ્પા ને આપતા અાપતા બોલ્યો કે લ્યો પપ્પા આ તમારા એક દિવસ ની કમાઈ હવે તો એક દિવસ મારી સાથે રહિને મને વ્હાલ કરશો ને?

દિકરા ના આટલાં શબ્દો સાંભળ્યા ત્યા ધમો ગોઠણીયા ભેર થઈ ગયો અને પોતાના દિકરા ને પૈસા સહિત ભેટી પડ્યો. રંભા પણ સાથે જોડાણી. ધમા ને "૧૦૦ રૂપિયા ની સાચી કિંમત" શું છે તે સમજાઈ ગયું. પછી તે જ્યા કામે જતો હતો ત્યા કામ પૂરૂ કરી એક સારા ખેડૂત સાથે ૨૦-૩૦ વિઘા માં ભાગ રાખી પોતાના બૈરી છોકરા ને સાથે લઈ રહેવા લાગ્યો. પછી તો આખો દિવસ ખેતર મા કામ કરવાનું પણ બૈરી છોકરા ની સાથે. રંભા બહુ ખૂશ હતી તેને પતી નો પૂરો પ્રેમ મળવા લાગ્યો હતો. છોકરા પણ ખૂશ હતા કેમ કે તેઓ કુદરતી વાતાવરણ સાથે નવી જ દુનિયા મા જીવવા લાગ્યા હતા.

બાળકો ને પ્રેમ આપજો તે જ તમારી સાચી મૂડી છે. પ્રેમ સાથે સારા સંસ્કાર પણ આપજો જેથી કરી તમારૂ સંતાન કોઇક બીજા ના પ્રેમ ના છોડ (છોકરી) નું નિકંદન ના કાઢી નાખે......... ફરી મળીશું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED