પગ પર કુહાડી kishor solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પગ પર કુહાડી

અનીષા. જે હોશિયાર, ચતુર, ખૂબ જ સુંદર, દેખાવડી એક પરણિત સ્ત્રી છે. જેની ઉંમર પચ્ચીસ વર્ષ છે. તેને પગ થી માથા સુધી નિરખ્યા પછી કોઈ પણ કહિ ઊઠે કે આંમા કંઈ ખામી છે જ નહિ. છ ફૂટ ઊંચાઈ ને લીધે લાંબા હાથ પગ, લંબ ગોળ ચહેરો. એક કામૂક સ્ત્રી ની ઓળખ આપતા આગળ પાછળ ઉપસેલા શરીર નાં અંગ. જે અંગો ને અનીષા નો પતી દેવાંગ ખૂબ પ્રેમ કરતો હતો. એટલું નહિ તેતો સુવાળા અંગો ને વળગી ને જ પોતાની ઊંઘ પૂરી કરતો હતો.

અનીષા નો સ્માર્ટ અને હેન્ડસમ પતી દેવાંગ એક મસ મોટો પગાર આપતી પ્રાઈવેટ કંપની માં નોકરી કરતો હતો.

દેવાંગ અને અનીષા નાં લગ્ન ને ત્રણ વર્ષ થઈ ગયા હતા. દેવાંગ તેની પત્ની ને પૂરેપૂરો સમય આપતો હતો. છતાય અનીષા નો ખોળો ખાલી હતો, જેનું કારણ હતું અનીષા નું સેક્સ પ્રત્યે નું જ્ઞાન.

અનીષા સોળ વર્ષ ની ઉંમરે પુરૂષ નાં સંપર્ક માં આવી હતી. તે સારી રીતે જાણતી હતી કે મિલન પછી પણ કેવી રીતે ખોળો ખાલી રાખી શકાય. અનીષા ની અદાવો, તેનું રૂપ, તેનું સૌંદર્ય કોઈ પણ પુરૂષ ને પિગાળી દે તેવું હતું. જેનું અનીષા ને અભીમાન હતું. તે તેના સૌંદર્ય નો રૌફ તેના પતી પર પણ કરતી હતી. ઘરમાં તેનું જ ચાલતું હતું. તે તેના પતી ને ગમે ત્યારે ઉતારી પાડતી. અનીષા પોતાની વધારે પડતી ભૂખ તરસ માટે રાત્રે શાંત પડતી, પણ દેવાંગ તો શરીર કરતા માન સન્માન નો વધારે ભૂખ્યો હતો. જે તેને ક્યારેય મળ્યું ન્હોતું. છતાય તે નોકરી ના પ્રતાપે સુખી હતો.

દેવાંગ અનીષા નાં ભૂતકાળ થી અજાણ હતો, અને જાણી જાય તોય કંઈ ફેર પડે તેમ હતો નહિ. અનીષા બહું આખી (માથાભારે, ગુસ્સાવાળી) લડવા ઝઘડવા માં પારંગત હતી. તેના ત્રાસ થી આડોશી પાડોશી ત્રાહીમામ હતા. લગભગ કોઈક દિવસ એવો ગયો હશે કે તે તેના વિસ્તાર ની સ્ત્રી સાથે લડી ના હોય.

અનીષા નાં ત્રાસ થી તેની બાજું માં રહેતો ભાડૂતી પરીવાર ઘર ખાલી કરીને બીજે રહેવા જતો રહ્યે હતો.

અઠવાડીયું ઘર ખાલી રહ્યું પછી એક પચ્ચીસ સત્યાવીસ વર્ષ ની સ્ત્રી કમ છોકરી રહેવા આવી. અનીષા એના સ્વભાવ નામ લીધે અંદરો અંદર દુ:ખી હતી. કારણ કે તેનું કોઈ દોસ્ત ન્હોતું. દોસ્ત હતા પણ તે માત્ર કામ પૂરતા. બાજું માં કોઈ નવું રહેવા આવ્યું છે, તે જોઈ. જીંદગી માં પહેલી વાર અનીષા સારા સંબંધ બાંધવા અને દોસ્ત બનાવવા સવાર નાં ૧૨ વાગ્યે સામે ચાલી ને તેના ઘરે જઈ દરવાજે ઊભી રહિ અને ડોરબેલ વગાડ્યો, એટલે નવી રહેવા આવેલી સ્ત્રી એ દરવાજો ખોલ્યો.

તે સ્ત્રી ને જોઈ ને અનીષા મન માં રાજી થઈ, કારણ કે તે સ્ત્રી કાળી હતી. પણ હા નાકે નમણે રૂપાળી તેમજ ભરાવદાર શરીર ની માલકીન હતી. અનીષા ને જોઈ પેલી સ્ત્રી બોલી, કોણ? અનીષા એ ઓળખાણ આપી. પેલી સ્ત્રી એ આવકારો આપ્યો અને અંદર આવવા કહ્યું. અનીષા અંદર જઈ બેઠી. પેલી સ્ત્રી એ પાણી આપ્યું અનીષા એ પાણી પીધું અને બંને વાતુ એ ચડ્યું.

અનીષા એ પોતાનો પરીશ્ય આપ્યો. પણ પતી નું નામ નો કહ્યું, ક્યાં થી કહે કહેવા બેસે તો આખો દિવસ થાય. પછી પેલી સ્ત્રી બોલી, મારૂ નામ કાવેરી છે પણ વાન જોઈ ઓળખીતા કાળી કહિ ને બોલાવે છે. મારો જન્મ ગામડાં મા થયો હતો પણ હું મોટી શહેર માં થઈ છું. શહેર માં મામા નાં ઘરે રહી. ત્યા જ ભણી ગણી, અને મામા એજ તેના એક સંબંધી નાં દિકરા સાથે મને પરણાવેલી.

પરણાવેલી શબ્દ સાંભળી અનીષા એ કાવેરી પર પાછી નજર નાખી અને બોલી... તમે પરણેલા છો તો તમારા ગળા માં કે સેંથા માં પરણેલા ની નીશાની કેમ નથી? એક વર્ષ પહેલા અમારા છૂટા છેડા થઈ ગયા છે. કાવેરી થોડા દુ:ખ સાથે બોલી. આ જાણવું તો યોગ્ય ના કહેવાય છતાય.....તમારા છૂટા છેડા ક્યા કારણ થી થયેલા? કારણ એટલું જ કે હું તેને 'કાળી' પડેલી.

તે રૂપ ની વાસના નો ભૂખ્યો મારી સાથે રોજ લડતો ઝઘડતો અને મને મારતો. છતાય હું બધુ સહન કરતી, કારણ કે મારે જીવવું હતું. પણ મારા પતી ને હું જરાય ન્હોતી ગમતી. એટલે ના છૂટકે મારે લગ્ન ના માત્ર ત્રણ મહિના નાં સમયગાળે છૂટાછેડા ના કાગળ પર સહિ કરવી પડી. છોડો ઈ બધું અમૂક ભૂતકાળ ને વિખવાથી માત્ર દુ:ખ જ મળતું હોય છે. અનીષા સારૂ લગાડવા બોલી. કાવેરી ને સારૂ પણ લાગ્યું.

તમે અહિ એકલા જ રહેવા નાં છો? એટલે માતા પિતા? અનીષા બોલી. માતા બિમારી થી અને પિતા છૂટાછેડા નાં આઘાત થી મૃત્યું પામ્યા. આજે હું સાવ એકલી છું ના કોઈ ફ્રેન્ડ કે ના કોઈલય બોય ફ્રેન્ડ કાવેરી થોડી વ્યાકુળ થઇ બોલી.

ઓછું લગાડ માં આજ થી હું તારી ફ્રેન્ડ છું ઓકે, હવે મને ઈ કહે કે તુ કામ છું કરે છો? અનીષા એ પૂંછયું. હું એક પ્રાઈવેટ કંપની માં જોબ કરૂ છું. કાવેરી એ કહ્યું. તેવામાં અનીષા નો મોબાઈલ રણક્યો તેણે ફોન ઉપાડ્યો અને બોલી કે... હા બોલ ડિયર. ............ બસ પાંચ મિનિટ માં આવી. ફોન કટ કરી બોલી સોરી કાવેરી એક ફ્રેન્ડ ને મળવા જવાનું છે હું ક્યારની તેના ફોન નાં વાટે હતી ફોન આવી ગયો એટલે મારે જવું પડશે. હું કાલે આવીશ ઓકે. બાય..! કહિ અનીષા જતી રહિ. પણ કાવેરી વિચાર માં પડી ગઈ કે ફોન હતો કોનો? તેના પતી નો તો ન્હોતો જ. તો પછી કોનો હશે?

દોસ્તો તે ફોન હતો, અનિષા ના બોય ફ્રેન્ડ નો જેણે અનીષા ને ફોન પર હોટલ ના રૂમ માં મળવા આવવા નું કહ્યું હતું. અને અનીષા ત્યા જવા નિકળી પણ ગઈ હતી. શું અનીષા હોટલ નાં રૂમ માં તેના બોય ફ્રેન્ડ સાથે વિતાવેલા સમય ની વાત તેની નવી બનેલી ફ્રેન્ડ કાવેરી ને કરશે? ચલો તેતો સમય જ બતાવશે.

અનીષા નાં ગયા પછી કાવેરી ફ્રેશ થઈ, લંચ લઈ ને સૂઈ ગઈ.

અનીષા પૂરા ચાર કલાક પછી તેના ફ્રેન્ડ ને મળી ને પાછી ઘરે આવી તો તેનો પતી રજા ના દિવસે પણ મિટીંગ પતાવી ઘરે આવી ગયો હતો. તેણે અનીષા ને ક્યાં ગઈ'તી, શા માટે ગઈ'તી, ક્યારે ગઈ'તી કંઈ પણ પૂંછયું નહિ. શું તે બધું જાણતો હશે? 'રામ જાણે' શું કહેવું છે તમારૂ?

બીજા દિવસે દેવાંગ નાં ઓફિસે ગયા પછી અનીષા કાવેરી નાં ઘરે ગઈ, તો ત્યા દરવાજે તાળું હતું. આવું તેની સાથે છ દિવસ થયું. સાતમા દિવસે ગઈ તો દરવાજે તાળું ન્હોતું એટલે તેણે ડોરબેલ વગાડ્યો. કાવેરી એ દરવાજો ખોલ્યો. દરવાજા ના ખૂલતા ની સાથે અનીષા બોલી કે શું દોસ્ત ક્યાં ગઈ હતી છ દિવસ? હું રોજ દસ વાગ્યે તને મળવા તારા ઘરે આવતી હતી. આવ બેસ. બંને બેસે. જો, તારા ઘર માં તો તારો પતી કમાવવાળો છે. પણ ઘર માં કોઈ નથી. એટલે જીવવા માટે આખો દિવસ ઓફિસે જાઉં છું. જો તારે મારૂ કામ હોય તો તું આઠ વાગ્યા પછી ગમે ત્યારે આવી જજે. ઓકે?

બંને ની વાતો હજી શરૂ થઈ હતી ત્યા અનીષા નો ફોન વાગ્યો. તેણે ફોન ઉપાડ્યો અને બોલી આજે તે ઘરે છે એટલે હું નહિ આવી શકું, કાલે પાકુ આવીશ ઓકે? એટલું કહિ ફોન કાને થી લઈ ફોન ને પપ્પી ભરી ફોન કાપ્યો.

આ દ્રશ્ય જોઈ કાવેરી બોલી કોનો ફોન હતો? ગયા રવિવારે જેનો ફોન આવ્યો હતો તેનો જ. આજે પણ મળવા બોલાવે છે, અનીષા બેફિકર બોલી. તું પરણેલી છો, પતી છે છતા પણ પર પુરૂષ સાથે સંબંધ રાખે છો? કાવેરી આચર્ય થી બોલી. શું કરૂ "કૂવો ઊંડો હોય તો સિચણ નો સાંધો તો કરવો જ પડે ને'' તે મને પૈસા ની પથારી માં સૂવરાવી ને પ્રેમ કરે છે, જેથી મારી જરૂરીયાત પૂરી થાય છે અને તેની પણ.

તો તું ધંધો કરે છો? કાવેરી બોલી. ના, શરીર ની આગ ઓલઉં છું. મારૂ છોડ, તારૂ કેવું પડે હો! છૂટાછેડા ને એક વર્ષ થઈ ગયું છે તને કંઈ થતું નથી? હું કંટ્રોલ કરી લઉં છું. મે ક્યારેય સપના માંય કોઈ પુરૂષ નો વિચાર નથી કર્યો, કારણ મારા પતી નાં શબ્દો. જેના કારણે તેણે મને છોડી દિધી હતી તે. કાવેરી એ કહ્યું. તો શું થયુ! બધાય પૂરુષો નાં દિલ દિમાગ એક સરખા નથી હોતા. તું કાળી જરૂર છો પણ કામણગારી છો તેનો તને ખ્યાલ હોવો જોઈએ. જરાક આજું બાજું નઝર નાખજે ઘણાય પુરુષો તારા વાન ને નહિ પણ તારા અંગો ને આંખો માં કેદ કરતા હશે. તુ જોજે.

આ પ્રેમ કરવાની ઉંમર છે. જીવવા માટે કામ ની સાથે કામસૂત્ર પણ કરવું જરૂરી છે. અનીષા ની વાત સાંભળી કાવેરી નાં ચહેરા પર નાં ભાવ બદલાય રહ્યા હતા. તેને પણ ગમે તે નદિ માં ન્હાવા ની ઈચ્છા જાગી હતી.

શું કાવેરી ને કોઈ નો સાથ મળશે? શું કોઈ તેનું બેડ પાર્ટનર બનશે? આ સવાલ નાં જવાબ તમને આગળ જરૂર મળશે! પણ એક વાત તમને હું સાફ સાફ જણાવી દઉં કે અનીષા એ કાવેરી ને પ્રેમ નાં રવાડે ચડાવી પોતાના જ 'પગ પર કુહાડી' મારી છે.

સોમવાર ની સવારે કાવેરી પહેલા કરતા વધારે સારી તૈયાર થઈ ઓફિસે ગઈ. સાંજે ઘરે આવી ખૂરશી પર બેઠા બેઠા દિવસ દરમિયાન ઘટેલી ઘટના ઓને વિચારવા લાગી. જેમા..., રિક્ષા માં, રોડ પર, બસસ્ટોપ પર, બસ માં, ઓફિસ માં એવી ઘણી જગ્યા એ એવા પૂરૂષો હતા જે કાવેરી ને તાકી તાકી ને જોઈ રહ્યા હતા માત્ર વાત ન્હોતા કરતા. કાવેરી વિચારતા-વિચારતા મન માં હસી રહિ હતી.પછી ઊભા થઈ ફ્રેશ થવા બાથરૂમ માં ગઈ.

પાંચ દિવસ પછી બન્યું અવું કે કાવેરી જ્યા જોબ કરતી હતી તે કંપની બંધ થઈ ગઈ અને કાવેરી ની નોકરી ગઈ. પણ આવડત અને ડિગ્રી નાં કારણે કાવેરી ને બીજા જ દિવસે સારી નોકરી મળી ગઈ જ્યા તેને એક સિનિયર પુરુષ નીચે કામ કરવાનું હતું. તે કહે તેમ કરવાનું અને તેની આજું બાજું જ રહેવાનું.

જે કાવેરી ને અગાવ અનીષા એ કહ્યું હતું કે તું કાળી છો પણ કામણગારી છો. તે જ કાવેરી જેમ દૂધ માં સાકર ભળે તેમ ખૂલ્લા મને સિનિયર સાથે કામ કરવા લાગી, ફરિયાદ નો એક પણ મોકો સિનિયર ને ન્હોતો મળતો તેની તે પણ કાવેરી નાં ચાલ ચલણ નો દિવાનો બની ગયો હતો.

કાવેરી નાં વાણી વર્તન થી તેનો સિનિયર દેવાંગ (અનીષા નો પતી) મન માં બોલી ઉઠતો કે કદાચ કાવેરી મારી પત્ની હોત તો આજે મારી જીંદગી કેટલી સારી હોત. ધીમે ધીમે દિવસો વિતવા લાગ્યા. રોજ સાથે રહેવા થી દેવાંગ કાવેરી ને ચાહવા લાગ્યો હતો. પણ ઓફિસ નું ઊંચું પદ અને માન સન્માન ને ટકાવી રાખવા તે કહિ ન્હોતો શકતો અને દિલ માનતું ન્હોતું.

એક દિવસ ઓફિસ બંધ થવાને ટાણે દેવાંગે કાવેરી ને કહ્યું કે કાવેરી તને ખોટું ના લાગે તો એક વાત કહુ? કાવેરી એ હા પાડી. મારી તને કોફી પાવા ની ઈચ્છા થઈ છે. શું તું ઓફિસ બંધ થયા પછી મારી સાથે કોફી શોપ માં આવીશ? કાવેરી ને મોકળો મારગ મળતો હતો એટલે તેણે હા પાડી.

પછી બંને કોફી પીવા ગયા, દેવાંગે કોફી ઓર્ડર કરી, કોફી આવી અને બને કોફી પીતા પીતા વાતો એ વળગ્યા. કાવેરી એ તેની કહાની કિધી. દેવાંગે તેના વિશે કહ્યું. પરણેલું છું એમ કહ્યું પણ પત્ની વિશે એક પણ શબ્દ નાં કહ્યો.

બંને એ જીવન ની બધી ચર્ચાઓ ની આપ લે કરી. પણ પોતે ક્યાં રહે છે તે એકેયે જણાવ્યું નહિ. કારણ કે તેમને ખબર હતી કે આખો દિવસ હારે જ તો રહેવાનું છે. તો પછી સરનામા ની શું જરૂર છે.

કોફી પૂરી થયા પછી દેવાંગ કાવેરી નાં હાથ પકડી બોલ્યો કે... કાવેરી તું મને ગમે છો, હું તને પ્રેમ કરૂ છું. શું તું મને પ્રેમ કરીશ? કાવેરી એ હા પાડી. પછી તો બંને રોજ ઓફિસે થી છૂટ્યા પછી કોફી પીતા,ડિનર લેતા. આમ એકબીજા ને ચાહવા લાગ્યા.

કાવેરી એ એના પ્રેમી ની વાત અનીષા ને કરી. પણ પ્રેમી નું નામ ઠામ વગેરે ની માહિતી ગુપ્ત રાખી. અનીષા મનોમન હરખાતી હતી કેમ કે તેના દ્વારા આજે એક સ્ત્રી પોતે જે રસ્તે ચાલતી હતી તે રસ્તે ચડી ગઈ હતી. પણ તેને ક્યા ખબર હતી કે તેણે પોતાના જ "પગ પર કુહાડી" મારી હતી.

જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ દેવાંગ અને કાવેરી વધુ નજીક આવતા ગયા. દેવાંગ પાસે તો તેની પત્ની હતી પણ, કાવેરી નું શુ?

એક દિવસ કાવેરી એ સહજતાથી દેવાંગ ને કહ્યું, સર કોઈ સારી હોટલ માં મળવા નું ગોઠવો ને મારે તમને એકાંત માં જોવા છે. આટલું સાંભળી દેવાંગે તરત ખિસ્સા માંથી મોબાઈલ કાઢી કાવેરી ની સામેજ આવતા રવિવાર ની તારીખ નો રૂમ બૂક કરાવ્યો. કાવેરી એ થેન્કસ કહ્યું.

રવિવાર નાં દિવસે બંને ફર્સટ ક્લાસ ન્હાઈ કમ્પલેટ તૈયાર થઈ નિરધારીત સમયે પહોંચી ગયા હોટલ. (દેવાંગ નાં ગયા પછી અનીષા પણ તૈયાર થઈ નિકળી ગઈ હતી.) રૂમ માં જઈ બંને એ ખૂબ સરસ રમત રમી જેની ખૂશી બંને ના ચહેરા પર પરસેવા રૂપે દેખાઈ રહિ હતી. વળી કાવેરી ને જાણે દોઢ વર્ષ નો પ્રેમ એક સાથે મળી ગયો હોય તેવો અનુભવ થયો હતો.

વીસ મિનિટ પથારી માં પડ્યા પડ્યા આરામ કર્યા પછી કાવેરી બોલી કે... દેવાંગ મારી થોડી મદદ કરીશ? હા, બોલ ને શું મદદ કરૂ. દેવાંગ કાવેરી ની છાતી પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યો. મારે સ્માર્ટ ફોન લેવો છે પણ ૧૫૦૦ રૂપિયા ખૂટે છે જો તું ૧૫૦૦ રૂપિયા ઉસીના આપે તો હું મોબાઈલ લઈ લઉં. તરત દેવાંગ ઊભો થયો અને પલંગ ની બાજું માં નીચે પડેલા પોતાના પેન્ટ માંથી પાકિટ કાઢ્યું અને કાવેરી ને આપી ને બોલ્યો. લે આ માંથી જોઈતા હોય તેટલા લઈ લે.

કાવેરી એ પાકિટ લીધું અને ખોલી ને અંદર જોયું તો, તેને દેવાંગ અને અનીષા નો ફોટો જોવા મળ્યો. ફોટો જોઈ ને બોલી આ ફોટો? ??

આ ફોટો મારી પત્ની અનીષા નો છે. જે મારી ગેરહાજરી માં મારી પીઠ પાછળ તેના ફ્રેન્ડસ સાથે હોટલ માં રાસલીલા રમવા જાય છે. પણ જો તું મારી સાથે લગ્ન કરવા રાજી હો તો હું અનીષા ને છૂટા છેડા આપી દઉં. લગ્ન તો કરવા છે પણ શું અનીષા છૂટાછેડા આપશે? કાવેરી એ પોતાની ચિંતા વ્યક્ત કરી. અરે ઈતો મારી પાછળ એક વર્ષ થી પડી છે છૂટાછેડા લેવા માટે. પણ મે જ એને પકડી રાખી છે. મહિના ના બીજા અને ચોથા રવિવારે ડિવોર્સ પેપર લઈ ને આવે અને મને સહિ કરવાનું કહે અને હું પેપર ફાડી નાખતો. આજે પણ પેપર લઈ ને આવશે. જો તું કહે તો હું સહિ કરી નાખું. પોતાના તરફ થી હા દર્શાવવા માટે કાવેરી એ દેવાંગ નાં હોઠ પર એક તસતસતું ચુંબન આપ્યું અને પાછા બંને પ્રેમ સાગર માં તરવા લાગ્યા.

સાંજે દેવાંગ જેવો ઘરે પહોચ્યો કે તરત ખૂરશી પર બેઠેલી અનીષા ઊભી થઈ અને સામે ચાલી ને દેવાંગ નાં હાથ માં પેપર આપી બોલી. દેવાંગ પ્લીઝ આમા સહિ કરી દે. પણ તારે જુદુ શા માટે થવું છે? શું જોઈએ છે તારે? મારે અઢળક પૈસા, ગાડી, બંગલો તત્કાલ જોઈએ છે જે તારા થી ક્યારેય નહિ થઈ શકે. માટે આમા સહિ કરી મને મારી નવી જીંદગી ની શરૂઆત કરવા દે. દેવાંગે પેપર હાથ માં લીધા અને હજી પણ વિચાર કરીલે!! તુ સહિ કરને હું પછી વિચાર કરીશ. દેવાંગે સહિ કરી એટલે તરત એકદમ અનીષા પેપર લઈ ઘર બહાર નીકળી ગઈ.

તે રાત્રે ત્રણે એ અલગ અલગ સૂઈ ને એક સરસ ઊંઘ લીધી. સવારે જાગી ને દેવાંગે કાવેરી ને ફોન કરીને કોર્ટે આવવા નું કહ્યું. જ્યાં બંને એ કોર્ટ મેરેજ કર્યા. અને તમામ કાગળીયા પાકા કરી ઘરે રવાના થયા. આજ કોર્ટ માં અનીષા એક ખૂરશી પર બેઠા બેઠા લગ્ન કરવા માટે પોતાના પૈસાદાર પ્રેમી ની વાટ જોઈ રહિ હતી. ઘણો ટાઈમ થઈ ગયો હતો છતા પ્રેમી તો ના આવ્યો પણ તેનો ફોન આવ્યો. જેના સામા છેડે થી અવાજ આવ્યો કે તમે હમણા આ નંબર પર જેને ફોન કર્યો હતો તે ભાઈ નું એક્સિડન્ટ થયું છે અને તેવો મૃત્યું પામ્યા છે. જો તમે તેમના સંબંધી હો તો જલ્દી રીંગ રોડ પર આવી જાવ. ફોન પર ની વાત સાંભળી અનીષા ની આંખો ફાટી ગઈ.

હોટલ નાં એક સાથી એ તેને જીવન સંગીની બનાવવા નું કહ્યું હતું પણ તેતો પરલોક સિધાવી ગયો. પતી હતો તેને તો પોતે જ પારકો કરી દિધો હતો. બીજા ફ્રેન્ડસ પણ જેમ પાકલ કેરી ને ઘોળી ને સુચી ને ફેંકે દે તેવી રીતે ફેંકવા લાગ્યા હતા. અનીષા હવે સાવ એકલી પડી ગઇ હતી.

જ્યારે દેવાંગ અને કાવેરી ઓફિસ માં સાથે કામ કરતા હતા. લગ્ન ને આઠ મહિના થઈ ગયા હતા અને કાવેરી ને બે મહિના નો ગર્ભ પણ છતા તે પતી ની સાથે ઓફિસ જતી હતી.

આમ દેવાંગ અને કાવેરી એક સુખી જીવન જીવતા હતા. અને અનીષા એ પોતાના જ "પગ પર કુહાડી" મારી હતી.

સમાપ્ત