મારી ઓળખાણ - 4 kishor solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ઓળખાણ - 4

હું એક સુંદર મજાનો ઈતિહાસ નો બની જાઉં એનું ધ્યાન રાખજો. યુવતી ની મનો વેદના હજી શરૂ હતી ત્યા ... 'હેઈ કૌન હો તુમ ઓર યહાં ક્યાં કર રહે હો.' આ શબ્દો પાંચેય ના કાને પડ્યા એટલે તેવો ઉભા થયા અને કાચા રસ્તા પર નઝર નાંખીતો રસ્તા પર એક જીપ ઊભી હતી જેમાં માથા પર ટોપી અને ભરી બંદૂકે બેઠા હતા. જેને જોતા લાગતું હતું તેવો ફોરેસ્ટ ઓફિસર હશે. તેમાનો એક ઓફિસર ફરી ઈનો ઈ સવાલ બોલ્યો. જેથી અશોક હિંદી આવડતી હતી છતા પેલી યુવતી ની વાતો મન માં ઘર કરી ગઈ હતી એટલે ગુજરાતી માં બોલ્યો.

અમે લોકો અમદાવાદ નાં છીએ અને ગીરનાર નો ડુંગર ચડવા આવ્યા છીએ. ઓફિસર હસીને બોલ્યો, છોકરાંઓ આ ગીરનાર ચડવા નો મારગ નથી, આતો લીલી પરીક્રમા કરવા માટે નો રસ્તો છે. આ રસ્તે તમને અત્યારે માણસ તો શું તેનું હાડપિંજર પણ જોવા નહિ મળે. હા, કદાચ જો સિંહ આવી જશે તો તમારા હાડપિંજર જરુર બીજા ને જોવા મળશે. માટે ચાલો પાંચેય (ત્યા અશોકે પાછળ જોયું તો પેલી યુવતી ગાયબ હતી, તેની જગ્યા એ એક કાગળ પડ્યો હતો અશોકે કાગળ લીધો અને હાથ માં લઈ વાંચ્યો તો તેમા મોટા અક્ષરે લખ્યું "મને પ્રેમ કરજો. લી. ગુજરાતી ભાષા".) જીપ માં બેસી જાવ એટલે અમે તમને ભવનાથ સુધી મૂકી જઈએ. બધા એક પછી એક જીપ માં બેઠા. ઓફિસરે જીપ ચલાવી 30-40 મિનિટ નાં રસ્તા માં બધાય ચૂપ છાપ બેઠા રહ્યા.

ફોરેસ્ટ ઓફિસર પાંચેય ને ભવનાથ ની જગ્યા માં ઉતારી જીપ લઈ પોતાની મંજીલ તરફ જવા નિકળી પડ્યા. બધાય નાં મોબાઈલ જેવા કવરેજ ક્ષેત્ર માં આવ્યા કે તરત તેમા મેસેજ નો ઢગલો થવા લાગ્યો. બધા એ પોત પોતાનો મોબાઈલ લીધો અને મેસેજ ચેક કરવા લાગ્યા. અશોકે તેના પિતા નો મેસેજ ચેક કર્યો જેમા કાર રિપેર કરાવી કંઈ હોટલ માં મૂકી હતી તેનું એડ્રેસ હતું. એડ્રેસ વાંચી મગજ માં ફિટ કર્યું.

પછી બધા એ ઠંડું પાણી પિધું અને નાસ્તો કરી ઘડિયાળ માં જોયું તો એક વાગી ગયો હતો. એક અને દસ નાં ટકોરે બધા ડુંગરો ચડવા લાગ્યા. મસ્તી કરતાં કરતાં સાંજનાં પાંચ વાગ્યે ડુંગરો ચડી ને ઉતરી ગયા.

પછી સીધા હોટલે જઈ ફ્રેશ થઈ થોડું થોડું ડિનર કરી સૂઈ ગયા. સવારે જાગી, નિત્ય ક્રિયા કરી, કાર લઈ સીધા ઉપકરકોટ ત્યા બે કલાક માં જે પણ જોવા લાયક હતું તે જોઈ. ત્યાથી કાર વેતી મૂકી તે અમરેલી, સાવરકુંડલા, જેસર થઈ સીધા બગદાણા. બગદાણા પહોંચ્યા ત્યા બે વાગી ગયા હતા. પછી બગદાણા માં બજરંગદાસ બાપા ના દર્શન કરી પ્રસાદ લઈ, પહોંચી ગયા ઊંચા કોટડા.જયા માં ચામુંડા નાં દર્શન કરી, દરિયા ની સેર લૂટી એટલા માં પાંચ લાગી ગયા હતા.

અશોકે ઘરે ફોન કર્યો અને જણાવ્યું કે અમે ઘરે આવિયે છીએ. પછી બધાય કાર માં બેઠા, અશોકે કાર સ્ટાર્ટ કરી ગાડી ઉપાડી. ઘડીક ધીમી તો ઘડીક ફાસ્ટ એમ અશોક ને ઈ 11 વાગ્યા ત્યા પહોંચી ગયા અમદાવાદ.

રસ્તા માં તે લોકો એ પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાઓની ખૂબ વાતો કરી અને પાંચેયે નિર્ણય કર્યો કે આપણે તે યુવતી ની વાત કોઈ ને નહિ કરીએ, કારણ કે જો આપણે કોઈ ને કહિશું તો કોઈ આપણી વાત નહિ માને અને આપણ ને ગાંડા ગણશે. તે યુવતી ગુજરાતી ભાષા નું પ્રતીબિંબ હતું કે નહિ તે તો રામ જાણે પણ આપણ ને ગુજરાતી ભાષા ની સ્થીતી ની તો ખબર જ છે. અને જો તે યુવતી ની વાતો ને ધ્યાન માં લઈએ તો આપણે તેના માટે કંઈક કરવું જોઈએ અને શું કરવું જોઈએ તે કાલે સવારે દસ વાગ્યે કોફી શોપ માં ભેગા થઈશું. ત્યારે હું તમને જણાવીશ. પાંચેય વચ્ચે આવી વાતો થઈ.અશોકે બધા ફ્રેન્ડ ને ઘરે છોડ્યા અને પોતે પણ ઘરે જઈ સૂઈ ગયો.

સવારે જાગી, ફ્રેસ થઈ, નાસ્તો કરી મમ્મી પપ્પા ને હું ફ્રેન્ડ ને મળવા જાઉં છું એમ કહિ, બાઈક લઈ નિકળી ગયો. એક કોફી શોપ માં બધાય મળ્યાં. અશોકે પાંચ ફુલ કોફી ઓર્ડર કરી. કોફી આવી, બધાયે પોત પોતાનો કપ લીધો. અશોક એક ઘુંટડો ભરી બોલ્યો, દોસ્તો ગુજરાતી ભાષા નું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મે એક નિર્ણય લીધો છે. સરસ, શું નિર્ણય લીધો છે?

આ ઈન્ટરનેટ નાં યુગ માં ગુજરાતી ભાષા નો અવિરત પ્રચાર કરવા માટે આપણે એક વેબસાઈટ બનાવવાની છે. જેમા આપણે પાંચેય મૌલિક વાર્તાઓ, કથા ઓ, લઘુકથાઓ, નવલકથાઓ, આર્ટીકલ્સ, વગેરે લખી તેમા પોસ્ટ કરવાની છે. અશોક ના આ અદ્ભૂત અને અવિશ્ર્વસ્નિય નિર્ણય ને બધાએ સલામ કરી અને લાગી ગયા વાર્તા બનાવવા.

એક, બે, ત્રણ, પાંચ, દસ, પચ્ચીસ, પચાસ એમ વાર્તા પોસ્ટ થવા લાગી. અને લોકો વાંચવા લાગ્યા. પણ થોડાક સમય માં પાંચેય પાસે વાર્તા ખૂટી ગઈ નવા વિચારો આવતા બંધ થયા. એટલે વેબસાઈટ અને ગુજરાતી ભાષા ને જીવંત રાખવા માટે બીજા લેખકો અને નવા લેખકો ની કૃતી ને ઓનલાઈન આવકારવા નું વિચાર્યું. અને આ એમનો નિર્ણય એકદમ ખરો નિવડ્યો એક પછી એક એમ અનેક લેખકો વેબસાઈટ પર આવતા થયા. ખરા અર્થ માં કહિએ તો દહાડે દિ લેખકો ની સંખ્યા માં વધારો થવા લાગ્યો.

આ વેબસાઈટ પર જેટલા લેખકો છે તેના કરતા પાંચ ગણી વધાર તેમની કૃતીઓ છે, અને જેટલી કૄતીઓ છે તેના કરતા કંઈ કેટલા ગણા વધારે તેના વાચકો છે.

આ પ્રવાહ હજી પણ શરૂ જ છે. મને વિશ્ર્વાસ છે કે આ પ્રવાહ ક્યારેય બંધ નહિ થાય. આમ જ વહેતો રહેશે! આમા તમે તો ડૂબકી મારો જ છો, બીજા ને પણ ડૂબકી મરાવજો.

કદાચ તમે જ્યા ઢગલા બંધ વાર્તા ઓ વાંચી રહ્યા છો તે અશોક અને તેના મિત્રો એ શરૂ કરેલી સાઈટ હોય .... ખેર જે હોય તે. વાંચો, વાંચતા રહો અને બીજા ને વંચાવતા રહો. એટલે

- સમાપ્ત-